"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગાંધીજીની આત્મકથા ની અસર..-હંસા હરનીશ જાની

images9.jpg 

(ગાંધીજીની આત્મકથા વાંચ્યાં બાદ,ઘણી વ્યક્તિના જીવનમાં એક યા બીજા રૂપે એની અસર થઈ છે અને રહી છે. હંસાબેન અને હરનીશભાઈ  જાની   અહીં હ્યુસ્ટ્નની મુલાકાતે ૨૦૦૬ માં આવેલ  ત્યારે મારી પત્ની રેખા સાથે આ લેખ વિષે વાત થયાં મુજબ અમોને હસ્તલેખિત લેખ  ૦૯/૨૫/૨૦૦૬ માં મોકલેલ..સંજોગો  વસાત અહીં “ગુજરાતી દપૅણ”માં પ્રકાશિત થઈ શકેલ નહી એ બદલ અમારી દર-ગુજર સ્વિકારશો.

આ સુંદર લેખ એમના વ્યક્તિગત અનુભવ પરથી લખેલ છે.
           ૧૯૯૭માં ગુજરાત ટાઈમ્સમાં “ગાંધીજીની મારા જીવન પર થયેલી અસર”એ વિષય પર નિબંધ હરીફાઈ હતી તેમાં આ લેખને ત્રીજું ઈનામ પ્રાપ્ત થયેલ. આ લેખ ઈગ્લેન્ડનાં “ઓપીનીયન મેગેઝીનમાં પણ છપાયો છે.તેમજ “અખંડ આનંદ”,”ભૂમી-પૂત્ર” ઉપરાંત શ્રી મહેન્દ્ર મેઘાણીનાં પુસ્તક “અર્ધીસદીની વાંચન યાત્રાનાં ચોથા ભાગમાં છે.)

****************************************

મારા જીવનમાં ત્રણ પસંગ બનેલા છે, જેના ઉપર થયેલી ગાંધીજીની અસર એટલે કે એમની આત્મકથા વાંચીને લોકો ઉપર થયેલી અસર…
          હું અમેરિકા ૧૯૭૧ની ૧૨મી ડીસેમ્બરએ મારી અઢી વર્ષની દિકરીને લઈને અમેરિકા આવી. મારા પતિ પહેલા આવેલા અને નોન-વેજ ફૂડ ખાતા હતા. એટલે એમણે પહેલેજ દિવસે મને શાંતીથી સમજાવ્યું કે મને અમેરિકન નોન-વેજ ફૂડ ભાવે છે જો તને એમાં રસ હોયતો તું એ ખાઈ શકે છે.અને ન ખાવું હોયતો દાળ-ભાત કે જે અહીં મળે છે તે ખાઈ શકે છે. પણ આપણી દિકરીને તો હું નોન્-વેજ જ ખવડાવીશ. મેં એમાં કોઈ વાંધો લીધો નહીં. પહેલેજ દિવસે આશિની ને સ્ક્રેમ્બલ એગ્ઝ ને બ્રેડનો બ્રેકફાસ્ટ થી શરૂ કરી દીધો ને લંચમાં હોટ-ડોગ્ઝ શરૂ કર્યા. પછી તો હું એ લોકો ને ભાવે તે  રસોઈ બનાવવામાં માનતી હતી. કોઈ પણ જાતનાં વિરોધ વગર કે મન-દુઃખ વગર નોન-વેજ ફૂડ બનાવતી. હા, હું રોટલી-શાક પૂરણ-પોળી વિગરે ફૂડ બનાવતી  તેમાં પણ એ લોકોનો સહ્કાર રહેતો. એટલે કે મારા ઘરમાં રોજ બે પ્રકારની રસોઈ બનતી. ભારતીય દાળ-ઢૉકળી મારા માટે બને અને સ્પગેટી મિટ-બોલ મારા સિવાયનાં ઘરનાં બધા માટે બને.આગળ જતાં મારા કુટુંબના બાળકો વધવા માંડ્યા. બે-ત્રણ બાળકોને પતિદેવ માટે વર્ષો સુધી જુદી રસોઈ થતી. આમ કરતાં મારી દિકરી આશિની કોલેજનાં ચાર વર્ષ પૂરા કરી ગ્રેજ્યુએટ થઈ ને ઘરે આવી ને લગ્ન ની વાતો શરૂ થઈ. સારા મુરતિયાની શોધ ચાલતી હતી. છોકરાની મધર જોડે હું એક  દિવસ ફોન વાત કરતી હતી.એ વાત ચીતમાં એ બેને પૂછ્યું કે તમારી દિકરી વિજીટેરીયન  છે કે નોન-વેજ ખાય છે ?આશિની ડિશો સાફ કરતી હતી. એટલે મે જવાબ આપ્યો કે કોઈકવાર લંચમાં નોન્-વેજ ફૂડ ખાય છે. ફોનની વાત પૂરી થઈ એટલે મારી દિકરી આશિની એ કહ્યું કે મમ્મી તું મને એવા ઘરે પરણાવજે કે એ લોકો પણ નોન-વેજ ફૂડ ખાતા હોય, મને આ ફૂડથી પેટ નથી ભરાતું. ને એ લોકો નોન-વેજ ફૂડ નહીં ખાતા હોય તો અમને બન્ને ને પ્રોબલેમ થશે. આ રોજનો પ્રોબલેમ છે. મેં મારી દિકરી ને કહ્યું ક બેટા તારી વાત સાચી છે, હું જુટ્ઠું બોલી, પણ હવે થી હું જ એ લોકો ને પૂછી જોઈશ પછીજ આગળ વાત ચલાવીશ. મેં મારી દિકરીના વિચારો જાણ્યાં અને સમજ્યાં, મને દુઃખ થયું ને મેં એ બેન ને ફોન કરી ને વાત સમજાવી ને આગળ વાત કરવાની ના પાડી. આ પ્રસંગને બે ચાર વર્ષ વિતી ગયાં હશે. એક દિવસ સાંજે મારી દિકરી આશિની મારી પાસે આવી ને કહે ” મમ્મી કાલે શનિવારે તું ગ્રોસરી લેવા જાય ત્યારે તું મારા માટે મીટ કે ચીકન ના લાવતી” એટલે મેં પૂછ્યું કે તે મને એકદમ  કેમ ના પાડી ? કંઈ તને થયું બેટા? તો હસીને  જવાબ આપ્યો કે મેં આ બુક વાંચી ને એટલી બધી પ્રભાવિત થઈ ગઈ છું કે મેં ભગવાનને પ્રોમીસ આપી દીધું કે હવે થી હું કોઈ પણ દિવસ હિંસા થાય તેવું ફૂડ નહીં ખાઉં!મેં પૂછ્યું કે બેટા એ કઈ ચોપડી છે ? જેણે તને વર્ષોની ટેવ ઘડીના છઠ્ઠા ભાગમાં છોડી દીધી ? તો  એણે કહ્યું, ” An Autobiography  of M.K. Gandhi”  અને મને ગુજરાતીમાં જણાવ્યું કે મમ્મી ગાંધીજીની આત્મકથાથી  હું ખુબ  ખુશ થઈ ગઈ. ને મારી આંખમાં પાણી આવી ગયાં. હું એને બાઝી પડી.અને ગાલ પર ચુંબનો વરસાવી  દીધા, મે વિચાર્યું કે મારી દિકરી એ ચોપડી વાંચવા ખાતર વાંચી નથી પણ એણે પચાવી  છે. એમાંથી જીવનમાં કાંઈ ઉતાર્યું છે ને મારા દિલમાં, ને માનસ પર ગાંધીજીની  છબ્બી ઉભી થઈ ગઈ ને મનોમન એ મહાસંતને વંદન કર્યા. ને મેં એક ગીતની કડી મોટે થી ગાઈ..” સાબરમતી કે સંત તુ ને  કરદિયા કમાલ .”આટલા વર્ષોથી હું એ લોકોનાં આનંદ અને જરૂરીયાત માટે તેમજ પતિ-પત્નીના  વિચારો જુદા ના થાય એ માટે કરતી હતી , મને ઘણીવાર દુઃખ થતું  કે બ્રાહ્મણનાઘરમાં આ ? જ્યારે મારી દિકરી એ  એની જાતે સમજી ને છોડિ દીધું ત્યારે મને ખુબજ આનંદ થયો. ફરી એકવાર મહાત્મા ગાંધીજીને પગે લાગી, ધન્યવાદ!

                                     મારા જીવનમાં ગાંધીજી એ ક્યાં ક્યાં સરસ રીતે ભાગ ભજ્વ્યો છે તે હું જણાવું. એ મહાન આત્માની અસર આપણા ભારતિય લોકો ઉપર  પડી છે એવું નથી. પરદેશી લોકો પણ એની વિચાર સરણી ને અપનાવે છે ને ગાંધીજી ના માર્ગે ચાલવા પ્રયત્ન કરે છે. ગાંધીજીનું ઋણ તેમના ઉપર છે એમ માની નેતે ઋણ અદા કરવા પ્રયત્ન કરેછે.   ૧૯૯૭, ૧૫મી જુનનાં દિવસે મે મારા દિકરા સંદિપની જનોઈની વિધી અમેરિકામાં રાખી  હતી. કંકોત્રી મેં દેશમાં ભારતમાં છપાવી હતી; એટલે લંબચોરસ  ૫” x ૮” સાઈઝની આવી.હોય છે ને બધું કામ મશીનથી થાઈ છે એટલે પ્રોબલેમ થશે.   હું મારી બસ્સો કકોત્રીઓ લઈ ને અમારી પોસ્ટ-ઓફિસે , કાઉન્ટર પરની  કેશિયર ને આપી ને જનાવ્યું કે ઈન્વિટેશન  છે, તો કહે ” આ  અમે નહીં કરી શકિએ.”.ને ઉપરની વાતો બધી મને કહીં. મેં એ કેશિયરને પૂછ્યું ?”May I talk to your manager ?ને એ એના બોસને બોલાવી લાવી ને અમેરિકન
વ્હાઈટ-મેન આવ્યો. ને મને કહ્યું “May I help you ? એટલે મેં કહ્યું, ” Sir, I need your kind help and I think , only you can do this.
અને મને એને  જણાવ્યું કે મારા સનની રિલિજ્યસ સેરિમનીનાં આ ઈન્વિટેશન કાર્ડ છે, ઈન્ડિયાથી પ્રિન્ટ થઈ ને આવ્યાં છે ને મારે યુ.એસ.એ.માં મેઈલ કરવા છે. એ મનેજરે કાર્ડ હાથમાં લીધા આમ-તેમ જોયું ને બોલ્યો..” Lady ! are you from India ? that means, Mahatma  Gandhi’s country, he was a greatman of century. He did good work for man-kind. I will do this work by myself manualy. I think, I am doing work fo Gandhi. Lady, do you know that I read an Autobiography of M.K  Gandhi ,twice. I have that book in my home library. I became so happy so many times. I told him , ‘ Thank you “. I shook his hand . He told me do not worry. I left from post office. એ વખતે મને થયું કે હાશ મારું કામ પતી ગયું. મારા વાક્-ચાતુર્યથી કામ થઈ ગયું. કાર ચલાવતા પાછું બધું વિચારવા  માંડી કે એ માણસ જોડે ગાંધીજીની વાતો કરી ને પ્રભાવિત થયો ને મારું આ કામ થયું. મને થયુ કે  કે મારું આ કામ મારી વાક્-ચાતુર્યથી કે  હોશિયારીથી નથી થયું, ગાંધીજી નાં નામ થી થયું છે. ને મારી આંખમાં ઝળઝળિયા આવી ગયાં. મે કાર એક સાઈડ પર  ઉભી રાખી ને ગાંધીજી ને યાદ કર્યા. મનો-મન વંદન કર્યા. ફરી પાછી એ ગીત ગાયું કે “સાબરમતિ કે સંત તૂને કરદિયા કમાલ. ને આંસુ લુછી ને હું હસતી, હસતી મારી ઓફિસે ગઈ.

                            મારા પિતાશ્રી ગણપતિશંકર વ્યાસ મૂળે રાજપિપળાનાં અને ધંધે વકિલ હતા પણ એમણે તન,મન અને ધનથી ગાંધીજીનાં રંગમાં રંગાયેલા હતા. ખાદી પહેરવી અને પરદેશી વસ્તું ને હાથપણ ના લગાડવો ના શપથ લીધા હતા. ગાંધીજીના સ્વાતંત્ર્યની ચળવળોમાં એક યુવાન તરીકે ખૂબ ભાગ ભજવ્યો હતો. રાજપિપળાનાં રાજાની સામે પડ્યા હતાં કે બ્રિટીશરો ને બહિષ્કાર કરો, આપણે ગુલામીની સાંકળો માંથી મુક્તિ થાવ. એટલે રાજપિપળનાં રાજા એ જેલમાં પૂર્યા હતાં. જેલમાંથી મૂકત પામ્યા પછી રાજા એ તમની વકિલાત કરવાની પરમીશન લઈ લીધી. અંકલેશ્વરની બહાર વકિલાત કરવાની રજા આપી. એટલે ગાંધીજીની છાપ મારા જીવનમાં વધુ આવી છે. ૧૯૯૭માંમને જાન્યુઆરીમાં ન્યુજર્સી ઈન્કમ-ટેક્ષ ઓફિસમાં કામ કરવાની તક મળી.  પહેલે દિબસે જોબ શરૂ કરી, જોયુ તો સહુથી વધુ કાળા લોકો કામ કરતા હતાં. જેઓ ઓછું ભણેલા હતાં એ લોકો ખુલ્લે આમ મોટે મોટેથી બોલે , ગંદી ગાળો બોલે . એટલે મેં મારી સુપરવાઈઝરને કહ્યું તો કહે કે અમે એ લોકોને કાંઈ કહી શકીએ નહીં. જેમ તેમ કરતાં એક અઠવાડિયું કાઢ્યું ને થયું કે આ બધું સાંભળવું એના કરતાં નોકરી છોડી દઉં. પછી મેં બીજા ડીપાર્ટમેન્ટમાં જવાની રજા માંગી, ને નવા વિભાગમાં બેઠીતો લોકો નો એના એજ. એજ ભાષા એજ ગંદી ગાળો. કાનમાંથી કીડા ખરી પડે એવી ગાળૉ બોલે પણ મનમાં થાય કે  આ લોકો ને જઈને કહીં દઉં કે આવી ગંદી ગાળો ના બોલો પણ ડર લાગે કે આ કાળા લોકો જોડે બાથ ના ભીડાય. હું ચૂપ-ચાપ કામ કર્યા કરૂ ને પછી મને લાગ્યું કે આ લોકો મને ઈમપ્રેસ કરવા માંગે છે. એ લોકો ને મારી જોડે વાતો કરવી છે. મને એક વિદેશી ગણી ને એ લોકો મારી જોડે વાત કરવી છે.ને હું એ લોકોનાં ટબલ પર ગઈ. મેં મારી જાતની ઓળખાણ આપી કે મારૂ નામ આ છે. હું ઈન્ડિયાથી આવી છું , વિગેરે, વિગેરે.. એ  લોકો જોડે પ્રેમથી હાથ મિલાવ્યા. એ લોકોનાં નામ પૂછ્યાં, તેમના વિષે થોડી પૂછ પરછ કરી એટલ્રે એક છોકરા એ પૂછ્યું કે ઈન્ડીયા ક્યાં આવ્યું? તું અહીં કેવી રીતે આવી ? ઈન્ડીયામાં કઈ લેગ્વેજ બોલાય છે ?તું કેવી રીતે ઈગ્લીશ શીખી? આવા ઘણા બધા પ્રશ્નોની આપલે થઈ. પછી મેં કહ્યું કે તમે લોકો આવી ગંદી ગાળો બોલો છો એ સારૂ કલ્ચર ના કહેવાય. તમે આખોઅ દિવસ ગાળોઅજ બોલો છો. તમારી પાસે બીજા વિષયો નથી કે જ તમે કલાકો સુધી વાતો કરીશકો. બીજી છોકરીઓ પણ ચર્ચામાં ભાગ લઈ શકે,એવી બુધ્ધી-શાળી વાતો કરો.એટલામાં એક ચેડ નામનો કાળો  છોકરો કોલેજનું એક વર્ષ કરેલું તેણે મને ગાંધીજી વિષે થોડી તુટી ફુટી વાતો કરી ને હુંએના પર ખુશ થઈ ગઈ. મેં એને ગાંધીજીની ઘણી વાતો કરી. એ બધા મને
સાંભળતાંજ રહ્યાં. મેં એક ને કહ્યું તું..  ખરીદ અને વાંચ તને ખુબજ જાણવાનું મળશે. તને મજા આવશે. એટલે મને પૂછ્યું ક્યાં મળાશે ? એટાલે મેં કહ્યુ કે હું તને મારી પાસે છે તે આપીશ.તું મને પાછી આપી દેજે. બીજે દિવસે હું મારી ઈગ્લીશમાં છે તે લઈ ગઈ. ત્રણેક દિવસ સુધી ચેડ દેખાયો નહીં. ને પછી મને ખબર પડી કે ચેડ નોકરી છોડી ને જતો રહ્યો છે. ને ક્યાં રહે છે તે ખબર નથી. બીજા બીજા બધા છોકરાઓ એ કે તારી બુક જતી રહીં  પણ મારા ખુબજ વિશ્વાસથી કહ્યુ કે એ બુક જતી રહીં નથી પણ  એ બુક વાંચીને ઘણું શીખીને પાછી આવશે. એમ કરતાં પંદર દિબસ વિતી ગયાં. સોળામાં  દિવસે હું સવારમાં જોબ પર ગઈ, કાર પાર્ક કરીને હું મારો ઓફીસમાં  જતી હતી ત્યારે પાર્કીગ લૉટમાં એક માણસ,જોડે સ્ત્રી અને સ્ટ્રોલર જોયું. પુરૂષો સરસ સુટ,ટાઈ પહેર્યા હતા,સ્ત્રીએ લાઈટ કલરનું બ્લુ સ્કટૅ ને પીંક ટી શટૅ પહેરેલા હતાં. મને થયું કે કોઈ હશે. હું થોડીક નજીક ગઈ તો પેલા કપલ માંથી પુરૂષ આગળ આવીને કહ્યું” હંસા, ગુડ-મૉરનિંગ”, હું જરા ચમકી કે આ જેન્ટલ-મેન ને ઓળખતી નથી ને કોણ છે ? જરા નજીક આવ્યો ને ચેડ બોલ્યો કે હંસા હું ચેડ તું ભુલી ગઈ? પહેલાંનો ચેડ ઊંધી ટોપી પહેરતો હોતો. મારા મગજમાં તો એજ ચેડ હતોનવો ચેડ તો સુંદર સુટ-બુને ટ પહેરેલો તો. ને શેવીગ કરેલો એટલે અમે ઓળખાણ તાજી કરી. ઔપચારિક રીતે એની વાઈફ ને બેબીની ઓળખાણ કરાવી. ચેડ ખુબ ગળ ગળા અવાજે કહ્યું, તારી બુક પાછી આપવા માટે ના અવાયું તે બદલ  સોરી કહ્યું. તેની વાઈફ તરફ જોઈને કહ્યું, મેરિયાન તું હંસાને  કહે. મેરિયાન કહે હંસા મારે તને  અમારી વાત કરવી છે. હંસા, ચેડ બહુંજ ડ્રિન્કસ પીએ છે ને ગુસ્સે થાય છે ને મને મારે પણ છે. અમારી પાસે ઘણીવાર દૂધના પૈસા નથી હોતા. ને ઘણીવાર પ્રોબલેમ્સ થાય છે. હંસા, થેન્ક્સ તે આ ગાંધીકજીની બુક આપી તો ત્રીજે દિવસે ચેડને મને  પ્રોમીસ આપ્યું કે મેં આ ગ્રેટ-મેનની બુક વાંચી છે હું હવે થી કોઈ પણ જાતનાં ડ્રિન્કસને હાથ પણ નહીં અડાડું ને તને મારીશ પણ નહીં, ને એ રડી પડ્યો. અમો પાંચ વર્ષથી સાથે રહીએ છીએ પણ મને એક ડૉલરની વસ્તુંની ગિફટ્ નથી આપી. પણ મને પ્રોમીસ આપ્યા પછી બે દિવસ પછી મારા માટે સરસ રેડ રોઝીસ લાવ્યો. ને હું ખુબ ખુશ થઈ ગઈ છું. ચેડ એની જાતે આ મેં પહેરેલા કપડા લાવ્યો છે. હંસ આ પહેરીને આવી છું. હંસા તને મેની થેન્ક્સ. અમારી લાઈફ-સ્ટાઈલ બદલાઈ ગઈ છે. ને મેરિયાન મને બાઝી પડી. ચેડના સામું જોયું તો સાવ નરમ માણસ થઈ ગયેલો. પણ સચ્ચાઈ અને નમ્રતા એના ચહેરા પર દેખાતા હતાં. મને બુક પાછી આપીને ચેડે કહ્યું, હંસા, એક ગુડ-ન્યુઝ કહું કે મને  એ.ટી એન્ડ ટી માં સારી જોબ મળી છે, એટલે હું નવા કપડા લાવ્યો છું ને જોબ શરૂ કરી દીધી છે. નવી જોબ બદલ મેં અભિનંદન આપ્યા. મેં એ બન્ને ને આલિંગન આપ્યું ને અમે છૂટા પડ્યાં. મારા હાથમાં  બુક પાછી આવ્યાનો આનંદ હતો. ને મેરિયનને હસબન્ડ, કંઈક શિખ્યો ને સારી જિંદગી જીવીશું નો આનંદ.. અમે છૂટા પડ્યાં. હું ચાલવા માંડી મારી ઓફિસ તરફ. પાછળ ડૉક ફેરવીને જોયું  તો એ કપલ હાથમાં હાથ નાંખી ને ચાલતા હતાં. ને એ જોયાનો મને ખૂબજ આનંદ થયો. ફર પાછા મેં મહાત્મા ગાંધીજી ને યાદ કર્યા ને માનસિક વંદન કર્યા ને પેલી ગીતની કડી યાદ આવી ગઈ. ને હું ગણ ગુણી કે “સાબરમતી કે સંત તુને કરદીયા કમાલ”

“Gentle way you can you shake the world.”

વેશ   વાણી   વતૅને ;   હસતી   હતી   જે   સાદગી,
રમતી   રહી  આજ    પણ્   કયાંક    સંતો    સંગ  શી.

આંધી  ઓ    છો   ઊમટે ;  ને    અંધતા   આભે  અડે,
સત્યની   પદ   પંકતી ને; ના    કોઈ    વંટોળો    નડે….- Vishwadeep

એપ્રિલ 2, 2007 - Posted by | નિબંધ

10 ટિપ્પણીઓ »

 1. very nice article indeed… enjoyed it very much!
  Harnishbhai naa wife pan aavu saras lakhe chhe ee aajej khabar padi…. Congrats Hansaben!

  ટિપ્પણી by ઊર્મિસાગર | એપ્રિલ 2, 2007

 2. ઉર્મિ.. સાગરમાં છુપાએલા મોતી ને શોધતા વાર તો લાગેજ ને!!એક સાહિત્યકારની પત્ની..અને ગાંધીવાદી.. વિચારો ધરાવતા કુટુંબ માંથી ઉછરેલ વ્યક્તિમાં આવા સરસ અને સુંદર વિચારોનો સમન્વય હોય તે સ્વાભાવિક છે.

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | એપ્રિલ 2, 2007

 3. vishwadeep,thanks for such a nice article.glad to know that gandhi still survives somewhere.
  i liked the site too.keep it up
  mv

  ટિપ્પણી by mahesh v | એપ્રિલ 2, 2007

 4. પૂ ગાંધીજી ની આત્મકથા વાંચ્યા પછી અસર ન
  પડે તોજ નવાઈ લાગે.

  ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 2, 2007

 5. Well written article.Gandhiji touched and transformed many lives,including those whom he never met!

  I strongly recommend reading of ‘Mahadevthi Motera’ article
  by Swami Anand in the book ‘Dhartini Aarti’. You will be amazed at Gandhi’s miracle.

  Nitin Bhatt

  ટિપ્પણી by Nitin Bhatt | એપ્રિલ 3, 2007

 6. Good work Hansaben!

  I’ve read this book (Gujarati version) and I must say it’s the one of the books you should keep on your bookshelf (may be next to Bhagwad Geeta)!

  ટિપ્પણી by Rachit | એપ્રિલ 3, 2007

 7. Vishvadeep it is really a good article. I wonder how I have missed it in “Ardhi Sadi ni Vanchan Yatra.”

  I recommend other members to read it.

  Satish
  Bhavnagar

  ટિપ્પણી by Satish Vyas | એપ્રિલ 4, 2007

 8. ગાંધીજીની વાતોથી પણ એનો પ્રભાવ પડતો હોય છે, તો વાંચવાની અસર તો અલગ જ હોય. જો આ વાર્તા બધા વાંચે તો એમાંથી ખાતરી છે કે ઘણા લોકોના જીવન બદલાઈ જાય.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 4, 2007

 9. simplicity of narration
  language
  make the note
  excellent

  ટિપ્પણી by atul rao | એપ્રિલ 17, 2007

 10. અરે ભાઈ શુ સુંદર વાચા આપી છે તમે ગાંધીજીના વિચારોને.ખરેખર તમે જે લખ્યુ છે તેનાથી ..એક ક્ષણે ગાંધીજી મારા હદયમા જીવતા થૈ ગયા..મે પણ ગાંધીજીની જીવનશૈલી જોઈને. મારી જીંદગીના વ્યશનો છોડી દીધા..ખરેખર આ વ્યક્તી માટે મારી ડિશ્કનરીમા શબ્દો નથી..

  ટિપ્પણી by {save wild life} Rajani Tank | જુલાઇ 21, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: