"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“જિંદગીને જીવતા શીખીએ”

198523_466415700045318_939016681_n

‘ડેડ, ક્યાં લગી આવું એકાંત જીવન જીવતા રહેશો? મારું કશું તમો માનતા જ નથી, કેટલી વાર તમને કહ્યું કે મારે ત્યાં રહેવા આવતા રહો પણ હમેંશા એકને એક કક્કો “ મને મારી રીતે જીવન જીવવા દે”.

‘બેટી તારો પ્રેમ અને લાગણી હું સમજી શકું છું. સાચું કહું મને કોઈના ઓશિયાળા થઈને રહેવું પસંદ નથી.

ડેડ, “ઓશિયાળા”…શું વાત કરોછો? દીકરીના ઘરે ઓશિયાળા!

‘હા બેટી સાચું કહું, ખોટું ના લગાડીશ, તારે બે ટીન-એઈજ બાળકો , તું અને રાકેશ બન્ને જોબ કરો છો. તમારા જીવન જીવવાની સ્ટાઈલ આખી જુદી છે.રોજ સવારે ૫.૩૦ ઉઠી જવાનું, બાળકોને સ્કુલ માટે લન્ચ તૈયાર કરવાનુ, રાત્રે ૯,૩૦ સુઈ જવાનું બધું ઘડિયાળના કાટે તમારું જીવન ચાલે, હું અહીં એકલો છું તો રાત્રીના બાર સુધી મારો ટી.વી ચાલતો હોય અને ઘણીવાર સાંજે ૮ વાગે કોઈ મારા મિત્રને બોલાવું તો વાતોના તડાકા મારતા રાત્રીના એક વાગી જાય અને કોઈ વાર મિત્ર મારે ત્યાં સુઈ પણ જાય..હું તારે રહેવા આવું એટલે દેખીતી વાત છે કે મારે તારી રહેવાની સ્ટાઈલથી રહેવું પડે. તારી બોસ્ટ્નની ઠંડી એટલે છ મહિના ઘરમાં બેસી રહેવાનું, મારાથી એ ઠંડી સહન ના થાય..હું મારી રીતે સ્વતંત્ર રીતે રહે ટેવાય ગયો છું. અહીં હ્યુસ્ટ્નમાં બાર મહિના વૉર્મ વેધરમાં ઘણી બધી પ્રવૃતી કરી મજા માણું છું.
‘ ડેડ, હું તમારી કન્ડીશન સમજી શકું છું,આપણી અગાઉ વાત થઈ તે ફરીવાર કહેવા માંગું છું.’

‘ હા હા મને ખબર છે કે તું શું કહેવાની છે…”ફરી લગ્ન કરી લો”. એજ ને?

‘ડેડી!!’

‘તારી મમ્મી સાથે અદભુત અને ભવ્ય સ્વર્ગ સમી જિંદગી જીવી, હવે એ નથી મને છોડી પ્રભુને પ્યારી થઈ ગઈ! તો શુ હું મારી જિગરજાન દોસ્ત સમી તારી મમ્મીને ભુલી જઈ કોઈ અન્ય સ્ત્રી સાથે શેષ જિંદગી કેવી રીતે ગાળી શકુ ? તેણીની યાદમાં ને યાદમાં તેની સાથે ગાળેલા ભવ્ય ભરતી સમા દિવસોને યાદ કરી હું હસતો હસતો જીવન જીવી રહ્યો છું, બેટી! મારે ૬૫ થયાં, અને આ ઉંમરે મારી કોઈ અજાણ્યા પાત્ર સાથે મેળ પાડવાનો?’

‘ એમાં શું થઈ ગયું ડેડી, તમારો મળતાવડો અને પ્રેમાળ સ્વાભાવમાં કોઈ પણ વ્યક્તી ઍડજસ્ટ થઈ શકે!!

‘બેટી , તને ખબર છે કે મારા બેડરુમમાં તારી મમ્મીના હસતા સુંદર ફોટા જોતા જોતાં થાકતો નથી..ઉંઘ પણ સારી આવી જાય છે, એ મારી આસપાસ છે એવો આભાસ કાયમ રહે છે. મને એકાંત લાગતુંજ નથી.’

ડેડી-દિકરી વચ્ચે આ સંવાદો નિયમિત ચાલ્યા કરતા હતાં. સમયનો પ્રવાહ સતત ચાલ્યા કરે છે અને ઘણીવાર સમય માનવીને પણ ફેરવતો રહે છે.

ઉમેશની ઉંમર ૬૫ અને શિકાગો રહેતી લત્તા ૬૫ની પણ ઉમેશ કરતા છ મહિના નાની, તેણીના જીવનમાં પણ તેણીનો પ્રેમાળ પતિ સુમન કાર એકસીડન્ટમાં અવસાન થયો.. બે વરસ સુધી એ એટલી ડ્રીપેસનમાં આવી ગઈ હતી કે કોઈની સાથે બોલે-ચાલે નહી, મેરીડ દીકરો ડોકટર હતો પણ એને ઘેર પણ રહેવા ના જાય.. ગાંડા જેવી બે-બાકળી બની ગઈ હતી. રોજ રોજ સુમન સાથે ગાળેલા દિવસો અને સાથ સાથ વેકેશનમાં ગાળેલા દિવસોમાં પાડેલ વિડિયો જોયા કરે. ૨૦ થી પચ્ચીસ પૉન્ડ વજન ગુમાવી બેઠી હતી.એક દિવસ લત્તાની બહેનપણી હંસાએ જીવનની સાચી ફિલોસોફી સમજાવી

” લત્તા, દરેક મેરીડ કપલના જીવનમાં બે માંથી એકનો તો એક દિવસ જવાનું છે અને એ સત્ય આપણે સ્વિકારવું પડશે. ગયેલ વ્યક્તિ કદી પાછી ફરવાની નથી. ગયેલ વ્યક્તિને યાદ કરી, જુરી જુરીને જીવવા કરતાં તેમની સાથે ગાળેલા દિવસો યાદ કરી જીવન પ્રફુલ્લિત બનાવી કેમ ના જીવી શકીએ ? ગયેલ વ્યક્તિના આત્માને પણ શાંતી મળે! જીવનને હરીયાળું બનાવી જીવીએ, રણ સમું નહી!!

લત્તાનુ જીવન બદલાયું. હંસા ઉમેશને પણ ઓળખતી હતી.મેળ પડી ગયો.

ઉમેશ અને લત્તાના કોર્ટમાં બહુંજ સાદાયથી અને નજીકના મિત્રોની હાજરીમાં ફરી લગ્ન થયાં

બન્ને માયાળું-પ્રેમાળ અને સ્નેહાળ પણ બહુંજ ઓછું બોલનારા છતાં એકબીજાની સતત કાળજી લેનારા જ્યાં જાય ત્યાં સાથે સાથે, ફરવાનો, મ્યુઝીકનો, ક્રૂઝનો અને પાર્ટીઓ કરવાનો. ઉમેશ અને લત્તાનું શેષ જીવન જાણે સંધ્યા સોળે કળાએ ખિલી ઊઠે અને મોર નાચી ઉઠે એવું સુંદર ભાસતું હતું !

ભાસતું હતુ! વાત સાચી..પરંતું જીવનની વાસ્ત્વિકતા અપનાવવી સહેલી તો નથી..અપનાવો તો પચાવવી સહેલી નથી! બહાર લાગતું સુંદર જીવન અંદરથી કેટલુ ડામાડોળ છે! એમાત્ર ઉમેશ અને લત્તા જાણતા હતાં. સુંદર જીવનમાં ભુતકાળનો પડછાયો એમનો સતત પીછો કરતો હતો તે હતી તેમની પાછલી જિંદગી! સ્વર્ગસ્થ જીવનસાથી!

બન્ને સાથ જમવા બેઠા હોય કે કોઈ ફરવા લાયક સ્થળે બેન્ચ પર બેઠાં હોય આનંદ માણતા હોય અને અચાનક ઉમેશની વાતોમાં પોતાની પત્નિની વાતો આવી જાય અને સાથો સાથે લત્તા પણ પોતાના પતિ કેટલા પ્રેમાળ હતાં એકે પળ એમને મારા વગર ચાલતું નહોતું એમ કહેતા કહેતાં આંખમાં આંસુ સરી પડે અને એજ રીતો ઉમેશ પણ સ્વર્ગસ્થ પત્નિ સાથે ગાળેલા દિવસો સતત વગોળતો! ભુતકાળની વાતોનું ભુત એમના વર્તમાન સુખને ડામડોળ બનાવી દેતું.

રાત્રીના સમયે પોતાનું દામ્પત્ય સુખ માણવાને બદલે બેડરુમમાં પોતાના ભુતકાળના જીવન સાથીના યાદને આહવાન આપી એમાં રચ્યા પચ્યા રહેતાં. અત્યારે બન્ને પતિ-પત્નિ છે એ ભુલી જઈ, ભુતકાળની વાતો વગોળતા વગોળતા આંસુ સારી સુઈ જતાં. બન્ને આ વિષયમાં ચર્ચા કરતાં કે આપણે આવું ના કરવું જોઈએ..છતાં વ્યસનની જેમ બન્નેનો મન પર કોઈ પણ પ્રકારનો કાબું નહોતો અને એજ વસ્તું એમના શેષ જીવનમાં નડતર રુપ બની. પ્રેમના વહેણમાં રુકાવટ આવી..ભુતકાળનો આ સતત તાપ પ્રેમના પ્રવાહને સુકવવા લાગ્યો!!

અંતે બન્ને સમજી નક્કી કર્યું .

“આપણે આપણાં ભુતાકાળના જીવનસાથીને ભુલી નથી શકતા,એ આપણી નબળાઈ છે અને એ મર્યાદામાંથી કોઈ હિસાબે બહાર આવી નથી શકતા. એ દિવાલ સતત કઠોર બનતી જાય છે, આપણાં જીવનની લીલીછમ વાડી સુશ્ક બનતી જાય છે. આપણે બન્ને લાગણીશીલ છીએ અને એજ લાગણીશીલતાના માર્ગમાં કોઈ નવું સ્વિકારવા તૈયારી છતાં મનની નબળાઈને લીધે સ્વિકારી ના શક્યા.બસ આપણે આપણાં વ્યક્તિગત માર્ગે પાછા ફરીએ એજ આપણાં જીવનનો સુખી માર્ગ છે.’

બન્ને રાજી-ખુશીથી ડિવોર્સના પેપર્સ ફાઈલ કર્યા. બન્નેનો વકીલ પણ એકજ હતો. બન્નેને એક પછી એક બોલાવ્યા સમજાવ્યા. લત્તાને કહ્યુંઃ “તમને તમારાઅ પતિ પાસેથી અડધી મિલકત, પૈસા મળી શકે.” લત્તાએ તુરતજ કહ્યું. એ પ્રશ્નજ અમારા વચ્ચે નથી.હું જે માંગું તે આપવા એ તૈયાર છે, એ બહુંજ દિલદાર છે. મારી પાસે પણ મારી પોતાની મિલકત અને પૈસા છે કે જે હું જીવું ત્યાં લગી ભોગવી શકું તેમ છું, ઉમેશે કદી મારી મિલકત કે પૈસા પર ખરાબ નજર કરી નથી. અમારા બન્ને વચ્ચે કોઈ ખટરાગ કે ઝગડા નથી. અમો બન્ને રાજી ખુશીથી ડિવોર્સ લેવા માંગીએ છીએ. વકીલને નવાઈની વાત એ લાગી કે લત્તાએ જે વાત કરી એજ વાત ઉમેશે કરી. વકીલને આ પહેલો ડિવોર્સનો કેસ હતો કે કોઈ મિલકત કે પૈસાનું સેટલમેન્ટ કરવાનું હતું જ નહી.

કોર્ટમાં ડિવોર્સ માટે આજની ડેઈટ હતી. બન્ને સવારે છ વાગે ઉઠી ગયાં . લત્તાએ સવારનો નાસ્તામાં ગરમ ગરમ થેપલા અને ચા . ટેબલ પર નાસ્તો કરતાં કરતાં ઉમેશ કહ્યુંઃ

‘લત્તા તારી પોતાની વસ્તું તે એક્ઠી કરી લીધી છે ને?

લત્તા હસતી હસતી બોલી.

’હા ઉમેશ, કોઈ વસ્તું ભુલી જાઉ તો ફરી આ ઘેર આવી શકું ને?

ઉમેશઃ ‘લત્તા, એ સવાલજ ઉભો નથી થતો તું ગમે ત્યારે આ ઘરે આવી શકે છે અને સાથે કોઈ વાર ચા-પાણી પણ પીશુ. આપણે કોઈ કોઈ સીરીયસ ઝગડો કે બોલા ચાલી થઈજ નથી. માત્ર જીવન-જીવવાના , વિચારવાના રસ્તા અલગ છે, માર્ગને એક બનાવવાની કોશિષ બન્નેએ કરી પણ સફળતા ના મળી એજ આપણી નબળાઈ! આપણે બે વર્ષ સારા મિત્રો જેવી સુંદર જિંદગી જીવ્યા.’

‘ઉમેશ, તમને કોઈ સારું પાત્ર મળી જાય…’

‘લત્તા! હવે આ ભવમાં કોઈ બીજા પાત્રને સ્થાનજ નથી. ૨૪ કલાક મારી સાથે પડછાયાની જેમ ફરતી મારી સ્વર્ગસ્થ પત્નિની યાદ મને શેષ જિંદગી જીવવામાં મદદરુપ થશે..’

‘પણ તને કોઈ..’ ‘ઉમેશ! મારે પણ તમારા જેવું જ છે જે પ્રીતની ચુંદડી ઓઢી હતી હવે તે ચુંદડી પર બીજો રંગ લાગાડવાની કોઈ ઈચ્છા નથી. જુઓને લગાડવાની કોશિષ કરી પણ નિષ્ફળ નિવડી.ઉમેશ! આપણાં જીવનમાં પણ સ્વર્ગસ્થ સાથીદારોના પ્રેમે આપણને નજદીક આવતા રોક્યા છે.

સરળ સ્વભાવના, સ્નેહાળ! શાંત, ઉગ્રતા કદી જેને અડકી ના શકે એવી આ સુંદર જોડીએ સાથે મળી માળો બાંધવાની કોશિષ કરી પણ જાણતાં છતાં અજાણ્યા ભેદી વાયુંના વટોળે એમને છુટા કરી દીધા..

બન્ને સાથે લેક્સસ કારમાં નિકળ્યા.

ઉમેશઃ ‘મારી કોઈ પણ ભુલ-ચુક હોય તો માફ કરી દેજો.’

‘શું વાત કરે છે લત્તા… આપણે કદી પણ ઝગડો કે બોલચાલી થઈ જ નથી માત્ર…’

ઉમેશ” આ તારી લેકસસમાં મારી છેલ્લી સફર સાથ સાથ.’

‘લત્તા! તને આ લેકસસ ગમતી હોય તો તું રાખ , હું બીજી લઈ લઈશ. ‘

‘થેન્ક્યુ..ઉમેશ..તમારા જેવા જેન્ટલમેન આ દુનિયામાં મળવા મુશ્કેલ છે.’

‘લત્તા, મને કઈક મુંઝાવણ જેવું થાય છે.’ કાર ચલાવતા ઉમેશ બોલ્યો.

‘તમે એમ કરો ઈમરજન્સી લાઈનમાં કાર લઈલો… માંડ માંડ કાર ઈમરજન્સી લાઈનમાં લીધી અને ઉમેશે ભાન ગુમાવ્યું.લત્તાએ તુરત ૯૧૧ને ફોન કર્યો, પોતે પણ ગભરાય ગઈ.પણ હિંમત રાખી. પાછળથી આવતી એક કાર રોકાયને પુછ્યું..હું મદદ કરી શકું? .એ એક ડોકટર હતો તેણે તાત્કાલિક સી.પી.આર આપવાની કોશિષ કરી અને થોડીજ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. હળવો હાર્ટ-એટેક હતો..તાત્કાલિક સારવારથી ઉમેશ બચી ગયો.
હોસ્પિટલમાં બીજા-ટેસ્ટ અને સારવાર માટે બે-ત્રણ દિવસ રહેવાનું હતું.

“લત્તા, ક્યાં જવાનું હતું અને ક્યાં આવી ગયો.?

‘ઉમેશ તમો અત્યારે આવું ના બોલો,આરામ કરો અને મેં દીકરી ઉમાને ફોન કરી દીધો છે એ આજની ફલાઈટમાં એર-પોર્ટથી , કાર રેન્ટ કરી સીધી હોસ્પિટલ આવે છે.

‘ઉમા, આવી પરિસ્થિતીમાં હવે મને અહી નહી રહેવા દે. મને એ બોસ્ટ્ન લઈ જશે. ઉમા મારી બહુંજ ચિંતા કરે છે.
‘તમે એ અત્યારે ના વિચારો..આરામ કરો.’
ઉમેશને ઘેનની દવાથી ઉંઘ આવી ગઈ.

‘જે વ્યક્તિ મારી સાથે નથી, અને કદી પાછી ફરવાની નથી એની એક યાદ રુપી લાશ લઈને ફરુ છું. આત્મા છે, મૌન છે, ખબર નથી ક્યાં છે? અને એનાજ વિચારોમાં મારું શેષ જીવન વ્યર્થ કરી રહી છું.એ અમારો પ્રેમ હતો અને એની યાદ જરુર રહેશે. આ ભવમાં મળેલો માનવ દેહ ફરી મળેશે કે કેમ ખબર નથી? ઉમેશમાં શું ખામી છે? એક સારા મિત્ર-સાથીદાર તરીકે કેમ જીવી ના શકીએ.? સુંદર મળેલી જિંદગી્ ભુતકાળના યાદોના ખંડેરની અંધારી કોટડીમાં પડ્યા પડ્યા શેષ જીવન સડી જશે. પ્રેમ શાસ્વત છે,પવિત્ર છે,અવિરત છે એને યાદના ખબોચીયામાં ડૂબાડી દેવો એ સાચો પ્રેમ છે? સુમન હતો એક લીલી વાડી સમો.એની ખુશ્બો સદા રહેશે. પણ પ્રેમની મહેંકને મહેંકતી રાખી મારી જિંદગી મારી રીતે જીવવી જોઈએ. ૬૫ પછી બીજા પાંસઠ કાઢવાના નથી..જે છે તેને વધાવી, ઉમેશ સાથે કેમ ખુશ ના રહી શકું?

હોસ્પિટલમાં ઉમેશના રુમમાં લતાના વિચારોનું ધમણ સતત ચાલું હતું.

ઉમેશને હોસ્પિટલમાંથી રજા આપી દીધી, લત્તા, ઉમા ઘેર આવ્યા.ડૉકટરની સલાહ પ્રમાણે બ્લડ પ્રેસર અને અન્ય દવા લેવાની હતી. ઉમાને ખબર હતી કે ડેડના ડિવૉર્સની ડેઈટ(તારીખ) જે દિવસે હતી એજ દિવસે આ ઈમજન્સી આવી ગઈ.

‘ડેડ, આ સમયે હું બહું ચર્ચા કરવાં નથી માંગતી , પણ મારી હવે એકજ રિક્વેસ્ટ છે કે તમો મારા ઘેરજ રહો..ડિવૉર્સ પછી અહીં તમારી સારવાર કોણ કરશે? ‘

ઉમેશ, શુન્ય નજરે લત્તા સામે જોઈ રહ્યો હતો..વિચારવા લાગ્યોઃ

“ઉમાની વાતમાં પણ તથ્ય છે, ડિવૉર્સ પછી..ફરી હું એકલો પડી જઈશ!! હું પણ કેવો વ્યક્તિ છું પત્નિના ગયા બાદ કોઈની સાથે ઍડ્જસ્ટ થઈ નથી શક્તો.. એજ મારી નબળાઈ કે મર્યાદા છે. લત્તામાં કોઈ ખામી નથી.મારો ભુતકાળ મને એની નજીક જતાં અટકાવે છે. લત્તા એક સમજું,સંસ્કારી સ્ત્રી છે.લત્તાની મર્યાદા એજ મારી મર્યાદા છે.એ મર્યાદા કેમ દૂર ના કરી શકાય?. લત્તા સાથે જે પ્રશ્ન છે એ બહું શાંતીથી ઉકેલી શકાય તેમ છે, અમો બન્ને અડધે રસ્તે મળી સમાધાનની શાકર ખાઈ ના શકીએ? જ્રુરુર. આ ઉંમરે દીકરી સાથે રહેવું એટલે એમના જીવનના ધોરણે મારે જીવવું પડે. આ ઉંમરે ? હું મારી રાતે જે જિંદગી જીવ્યો છું એને, બદલાવી એક નવા વાતાવરણમાં જીવવાનું?

મૌનમાં ચાલતાં વિચારો કોઈ સમજી શકે? હા..એની પણ ભાષા હોય છે. એક આંખ બીજી આંખની ભાષા બહુંજ સરળ અને ઉંડાણથી સમજી શકે!

‘ઉમા,મને અહીંજ રહે દે..મારે બોસ્ટન …. ‘

‘ ડેડ!… ‘

ઉમા આગળ બોલે તે પહેલાજ વચ્ચેજ લત્તા બોલી ઊઠી… “ઉમેશ! મને એક મોકો આપશો?

ઉમેશઃ
‘લત્તા જે સવાલ તું કરે છે એજ સવાલ હું તને કરી શકું? મને તારા સાથે રહેવાનો….’ વાકય પુરુ થાય એ પહેલાં. લત્તા ઉમેશની નજીક આવી ભેટી પડી.

15965301_1797681473782010_5535652557989319347_n

-વિશ્વદીપ બારડ

જાન્યુઆરી 14, 2017 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 1 ટીકા

વહાલનું વાવેતર!

patriarch DSC_5358 copy

કૉક-ટેઈલ અવર્સમાં જાત જાતના ડ્રીન્ક્સ,ભારતિય અને અમેરિકન વાનગીઓની મીક્સ મજા સૌ માણી રહ્યા હતાં. ઘણી અમેરિકન સ્ત્રીઓ પણ ભારતિય પહેરવેશ સાડી અને પંજાબી આઊટ-ફીટમાં સુંદર પરીઓ જેવી લાગતી હતી. અમેરિકન મિત્રો પણ ભારતિય રીત રિવાજ,ખાવા-પિવાની મજા માણી રહ્યાં હતાં. બન્ને અહીંજ જન્મેલા, ડૉ.ટીના અને ડૉ,મિહીર એક કલિનિકમાં ફેમિલી પ્રેકટીસ સાથે કરતાં હતાં. સાથેજ ભણેલા, વર્ષોનો સંગાથ અને મિત્રતા પ્રણયમાં પલટાઈ ગઈ અને જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો.પ્રભુતામાં આજ પગલાં માંડવાની શુભ શરુઆત.

 

હિન્દુ વિધી પ્રમાણે લગ્ન થયાં પણ લગ્નમાં બહુંજ લીમીટેડ એવા ૧૦૦ અંગત મિત્ર મહેંમાનોનેજ આમંત્રિત કરેલ જેથી વિધી વખતે ક્રાઊડેડ ના બની જાય! અનુભવના ધોરણે વધારે મહેમાનો હોય તો લગ્ન વિધી સાંભળવા-માણવામાં લોકોને બહુંજ ઓછો રસ હોય છે. બાકી ગામ-ગપાટા અને સોસિયલ બનવામાં,નાસ્તા-પાણીમાંજ રસ હોય છે. સૌ મહેમાનોએ બે કલાક વિધિ શાંતીથી જોઈ અને માણી

લગ્નબાદ રિસિપ્સનમાં ૫૦૦ મહેમાનોને આમંત્રીત કરવામાં આવેલ..સૌ મહેમાનો ડબલ-ટ્રી હોટલના હૉલમાં સાંજે ૬.૩૦ કોક-ટેઈલ મજા સાથે સૌને મળી માણવા હાજર થઈ ગયાં હતાં. ડબલ-ટ્રી હોટેલમાં સૌ મહેમાનોને પ્રી-પેઈડ વેલે-પાર્કિંગની વ્યવસ્થા કરી હતી. કૉક-ટેઈલ હૉલમાં ત્રણ બાર-ટેબલ્સ પર બાર-ટેન્ડર્સ સૌને જાત જાતના ડ્રીન્કસ સર્વ કરી રહ્યા હતાં. હોલમાં સ્ટેડીંગ ટેબલ પર સૌ ડ્રીન્કસ સાથે જુદા જુદા એપેટાઈઝરનો આનંદ માણી રહ્યાં હતા. સાથો સાથ હોલ-વે બે-ટેબલ્સ પર બેઠેલ વૉલિન્ટયર્સ સૌ મહેમાનોને લાસ્ટ નામ પ્રમાણે રાખેલ કાર્ડ ગેસ્ટને આપી રહ્યાં હતાં, જેમાં સૌને ટેબલ નંબંર આપેલ હતાં. એક ટબલ પર ૧૦ મહેમાન બેસી શકે તેમજ રિસેપ્સન હૉલમાં બે સાઈડ હતી જેમાં ડાબી બાજું બ્રાઈડ-સાઈડના અને જમણી બાજું ગ્રુમ-સાઈડના મહેમાનોને બેસવાની સુંદર વ્યવસ્થા કરી હતી. દરેક ટેબલ્સ પર ફ્લૉટીંગ કેનડ્લ્સ અને વ્હાઈટ-રેડ ગુલાબનો ગુલ-દસ્તાનું સુંદર ડેકૉરેશન સાથે દરેક ફેમિલી માટે થેન્ક્યુ નોટ સાથે ગીફ્ટ-બોક્સ મુકવામાં આવેલ.

સમયસર સાંજે ૮ વાગે રિસિપ્સન હોલ ખોલવામાં આવ્યો અને સૌ મહેમાનો પોત પોતાનું ટેબલ શોધી બેસી જવા વિનંતી કરવામાં આવી ૮.૧૫ માસ્ટર ઑફ સેરીમની, મિસ્ટર જાદવે એનાઉન્સ કરી સૌ પ્રથમ ટીનાના પપ્પાને અને પછી મિહીરના પપ્પા-મમ્મી અને ૮.૩૦ ટીના-મિહીરની સુંદર જોડી હૉલમાં દાખલ થઈ. સૌ મહેમાનોએ ઉભા થઈ તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કર્યું..આવતાની સાથે પહેલો ડાન્સ…નવદંપતીએ કર્યો ત્યાદબાદ બન્નેના મિત્રોમાંથી બે-ત્રણ બૉલીવુડ ડાન્સ થયા. હૉલની અંદર પણ સૌ ડ્રીન્કસની મજા માણી રહ્યાં હતાં.મિહીરના ડેડી-મમ્મીને બે શબ્દો કહેવા વિનંતી કરવામાં આવી..નવદંપતીને આશિષ વચનો અને મહેમાનોને આ સુંદર પ્રસંગે હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો. બાદ ટીનાના પપ્પાને વિનંતી કરવામાં આવી. કોર્ડ-લેસ માઈક લઈ રાજેશભાઈ હૉલ વચ્ચે આવી રહ્યા હતાં તેને જોતાજ ટેબલ નંબંર ૧૫ પર બેઠેલા મહેશભાઈ અને તેમની પત્નિ લીનાબેન ધીરેથી બોલ્યા. ‘આ રાજેશ-અંકલ ટીનાના રિયલ ડેડી નથી.’ બાજુંમાં બેઠેલાં રાજુ અને હંસાબેન પણ એક આંચકા અને અચંબા સાથે રાજેશભાઈને જોઈજ રહ્યાં. ટેબલ પર બીજા મહેમાનોને પોતે ટીનાના નિકટના સંબંધી છે તેવી ઈમ્પ્રેસ ઊભી કરવાં વાત માંડી.

‘ટીનાને અમો કોલેજમાં ભણતી હતી ત્યારથી ઓળખીએ છીએ. પાચ વર્ષ પહેલાં જ ટીનાના ડેડી-મમ્મી કાર એકસિડન્ટમાં ગુજરી ગયાં ટીનાની કમ્પ્લિટ લાઈફની અમોને ખબર છે..છોકરી અહીં જન્મી છે પણ બહુંજ માયાળું અને પ્રેમાળ છોકરી છે,ડૉકટર છે છતાં કોઈ જાતનું અભિમાન કે મોટપ નથી. જુઓને આ રાજેશ અંકલ અહી હ્યુસ્ટનનાજ છે. અમને તેણીના એક અગંતના માની બધીજ વાત ડિટેઈલમાં કરેલ. ટીના ઈન્ડિયા જતી હતી ત્યારે હ્યુસ્ટનથીજ રાજેશ અંકલ તેણીની સાથે એકજ પ્લેનમાં હતાં નસીબ જોગે બન્નેની સીટ બાજુંમાં હતી. એકાબીજાનો પરિચય થયો, મળતાવડી, માયાળું ટીનાએ પ્લેનમાંજ રાજેશ અંકલ સાથે આત્મિયતા બંધાય ગઈ. રાજેશ અંકલ ૭૫ વર્ષના હતાં તેમના દીકરા-વહુ અહીં હ્યુસ્ટનમાંજ રહે છે પણ ઘટના એવી બની કે અમદાવાદ એર-ઓર્ટ પરથી એમના મિત્ર રણછોડભાઈ અંકલને એમના ઘેર લઈ ગયાં અને થોડા દિવસ બાદ ખબર પડીકે તેમના દીકરાએ માત્ર વન-વે ટિકિટજ લીધી હતી અહીં અમેરિકા દિકરાને ફોન કરે પણ કોઈ ફોન ઉપાડેજ નહી. માંડ માંડ દીકરાની જોબ પર કોન્ટેક્ટ થયો પણ દીકરાએ તો ફોન પર જ રાજેશ અંકંલને કહી દીધું.

‘ હવે અમોને તમારી જરુર નથી તમો ત્યાં જ રહી બાકીની જિંદગી વિતાવો.’

રાજેશ અંકલે પોતાના મિત્રને કહ્યું ‘દોસ્ત મેં તો બધી મિલકત વેંચી અમેરિકા છેલ્લા ૧૫ વર્ષથી દીકરા સાથે રહી પૌત્ર-પૌત્રીઓને મોટા કર્યા મારી પાસે હવે કોઈ મિલકત કે પૈસા નથી હવે હું શું કરીશ?’ રાજેશ અંકલ દુઃખી દુઃખી થઈ ગયાં. શું કરવું કશું સુઝતું નહોંતું એ સમય દરમ્યાન નસીબજોગે ટીનાને આપેલ કોન્ટેકટ નંબંર પર ટીનાનો ફૉન આવ્યો.’અંકલ કેમ છો?’ અંકલે બધીજ હકિકત કહી રડી પડ્યા. ‘અંકલ તમો જરી પણ ચિંતા ના કરતાં.. તમે મને દીકરી માની છે આપણો સંગાથ પ્લેનમાં માત્ર ૨૦ કલાકનો હતો પણ એક પવિત્ર સંબંધ અને આપના મીઠા-મધુરા સ્વભાવે મને પિતા મળ્યાનો આનંદ આપ્યો છે જો આપને વાંધો ના હોય તો આપ મારી સાથેજ અમેરિકા પાછા આવો તમારી પાસે ગ્રીનકાર્ડ તો છેજ અને હું બે-વીકમાં પાછી જાઉ છું.’ ‘પણ બેટા મારી પાસે ટિકિટના…’ ‘અંકલ મને દીકરી કહી છે તો હવે ટિકિટની ચિંતા મારી પર છોડો. બસ હું પણ એકલી છું અને પિતા વાત્સ્લયની ભુખી છું ,મારે ઘેર રહી આપ આપનું શેષ જીવન આરામથી વિતાવો. વિરાન રણમાં ભર બપોરે એક તરસ્યા મુસાફરને કોઈ પ્યાલો પાણી આપે અને જીવમાં જાવ આવે તેઓ આનંદ રાજેશ અંકલને થયો..

‘સામે સ્ટેજ પર જુઓ’ બહેન થોડું ધીરે બોલોને બાજુંના ટેબલ પર બેઠેલા એક ભાઈએ ટકોર કરી. ‘ અંકલ કેટલી સુંદર કવિતા કહી રહ્યા છે…

“વહાલનું વાવેતર વાવી ધન્ય ધન્ય કરી દીધો મને દીકરી

ચાંદની બની ઉજાળી દીધી છે અંધારી રાત મારી દીકરી,

ગયા જન્મના લેણાં-દેણે બેટી! આપણે મળી ગયા

પ્રિતનું ૠણ તારું ભવ-ભવ સુધીનું છે મારી દીકરી..”

કહેતા કહેતાં અંકલના આંખમાં આંસુ ગંગા-જમના સમાન વહેવા લાગ્યા…ટીના એકદમ દોડીને રાજેશ અંકલને ભેટી પડી. “પપ્પા” કહી એ પણ ઢીલી થઈ ગઈ…

લીલાબેન અને ટેબલ પર બેઠેલા સૌની આંખમાં આંસુ સરી પડ્યા. “ધન્ય છે ટીના, લોહીની સગાઈ નહી આ તો પ્રિતની સગાઈ છે ભાઈ ,ધિક્કાર છે સ્વાર્થી એવા એમના દીકરા-વહુંને..’ લીલાબેનના મોમાંથી આવા આકરા શબ્દો સરી પડ્યા!

એ આગળ કંઈ બોલે એ પહેલાંજ એમના ટેબલ પર બેઠેલા રાજુ અને હંસાબેન ઉભા થઈ ટેબલ નંબંર ૧૫ છોડી  ચુપચાપ જતાં રહ્યાં. ટેબલ નંબંર-૧૫ પર બેઠેલા મહેમાનોને ક્યાં ખબર હતી કે રાજુ અને હંસાબેન જ રાજેશ અંકલના ત્રાસદાહી પુત્ર અને પુત્રવધુ હતા.

(આપનો અમૂલ્ય પ્રતિભાવ જરુરથી આપશોજી)

જુલાઇ 13, 2015 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

નિશબ્દ પ્રેમની આહુતી!

village

 

‘જેઠા, તને કેટલા મળ્યા?’

‘ પે’લા તું કે તને કેટલાં મળ્યા?’

‘ તું હાવ નકામો સો..મારી પાહે કેટલ પૈયા છે એ તારે પે’લા જાણવાનું..’

‘ રુડી તું રુપાળી સે એથી તને સૌ પૈયા વધારે આપે..મને તો આજ હાજ સુધીમાં ૫૦ રુપિયા મળ્યા…હવે તુ હાચું કે’

..’રુડી હસતાં હસતાં બોલી.. ‘તારા કરતા બમણા!’

‘ ‘મેલડીની સમ હા્ચું કે..’  ‘હા હા મેલડીના સમ,,મને ૧૦૦…’

‘હોય નહી..! શેઠીયા પણ રુપાળું બૈરુ જુએ અને મારા હાળા ખુશ થઈ પૈયા આપી દે..

‘ એલા જેઠા એમાં આપણેને ફાયદો સે ને..’

‘  પણ એમની નજ્રુરું બહું હારી નહી…’

‘એમાં તું કેમ ડરે સે…? હું કાંઈ તને છોડીને એમની સાથે હાલી નથી નિકળવાની…

હા,,રુડી ‘એ વાત હાચી કરી..એટલે તો હું…

‘રેવા દે,,બહું ડાયો થઈ ગયો સે’.

‘.તે તો મારી પર જાદું કરી દીધો છે .. રુડી..તારા વગર મારે હાલેજ નહી…’

 

એ એમની સીધી સાદી ભાષામાં કોઈ ઉપમા કે ઉચ્ચ સાહિત્યની શૈલી નહી. શબરીની બોર જેટલો મીઠો એનો  પ્રેમ! આવા  સાધારણ  માનવીના પ્રેમ-સ્નેહના ઊંડા મુળ કોઈ જોઈ શકે?

 

જેઠો અને રુડીના વગર લગ્નવિધી,  વગર ફેરે,  ના તો અગ્ની કે ભગવાનની સાક્ષી વગર  કે કોઈ કોર્ટના લગ્ન રજીસ્ટ્રેશનમાં ના કોઈ નામ કે કોઈ કરાર કે ના કોઈ સોગંદ કે સાક્ષી.  આ સુધરેલા સમાજને આ બધા સમાજના રીત રિવાજોની અને સમાજમાં રહેવા  કોર્ટનું સર્ટી જોઈએ..જે જન્મથીજ અનાથ કે જન્મથીજ ભીખ માંગી પોતાનું પેટ બે ટક ભરતા હોય એને આ બધી શું ખબર પડે! સુધરેલા સમાજના બંધંનથી દૂર રહેનારા રુડી અને જેઠો  નાની વયે હ્ર્દયની ગાઠથી બંધાયેલા,વર્ષોથી સાથે રહી દિવસ ઉગતા ને આથમતા સૂર્ય સુધી ભીખ માંગી ..ભીખારીની જિંદગી જીવવાની મસ્તી માણતા.સારી ભીખ મળે તો દિવસ સોનેરી નહીતો કાંટાની જેમ ખુચતો. પણ એની એને કોઈ પરવા ક્યાં હતી! દરિયામાં રહેતી માછલીને કોઈ દી મોંજાઓ કિનારે ફેંકી દે તોય એને તો દરિયામાં જ રહેવામાં મજા! ભુખ્યા પેટે સુવા માટે ટેવાયેલા, કડકડતી ઠંડી- ધોમ ધકતો તાપ ને બેફામ વરસાદની ઋતુથી એમની કાયા કાળમીઢ પથ્થર સમી બની ગઈ હતી.  ક્યાં જઈને  ફરિયાદ કરે! કોણ સાંભળે? લોકોના મેણા-ટાંણા અને ગાળોથી પણ ટેવાયેલા એમના  બે કાન બારણાં વગરના ઘર જેવા!.

 

‘એલા જેઠા..આજતો કઈ સારું એવું ખાવાનું મન થાય છે..’

‘અલી, કોઈ સારા દિવસતો નથી જતાં ને?’

‘ ના પિટ્યા..હવે તો મારી ઉંમર થઈ ..આપણે હવે કાઈ છોકરા-બોકરા જોતા નથી.. પણ મારો..,,હારો ઘરડો થયો પણ હજું’ .

‘જો બહું માથાકુટ કરી શેને..’ ‘.તો શું બીજી ..

.’તારું મોઢું જોઈ કોઈ પણ છોરી તારી હામુ પણ ના જોવે’  .’.હા..હાલ પેલા કંદોઈની દુકાને થોડા ગાંઠિયા-ભજીયા લઈલે..ખાઈ-પી આજે તો મજા કરીએ..

‘  ‘રોયા..હવે ઠેકાણે આવ્યોને? લે ૫૦ ને તું લઈ આવ..હા થોડા લારીમાંથી ઝમરુખ લેતો આવજે..ખુટે તો તું તારામાંથી આપી દેજે..’

 

એમની હું તા તુસી્માં પણ પતિ-પત્નિનો પ્રદીપતા દીવા મધ્યે શાંત સ્વરૂપે રહેતી જ્યોત સમો હતો ભડ ભડ બળે પણ  દઝાડે નહી!.ના કોઈ દેખાવ કે ના કોઈ આલિંગન કે ના કોઈ મોર્ડન જમાનાની કીસ!

‘લે હાલ જમી લઈએ.’ જેઠાએ કાગળના પડીકા ખોલ્યા…બે ચાર કુતરા આજુ_બાજું  આવી ગયાં..

‘આ હારા કુતરાને હખ નથી..ખાવા બેઠાં નથી  દોડી આવે સે..’ ‘ .

.’એલા જેઠા એ પણ ભુખ્યા હોય બે ત્રણ ભજીયા ને ગાંઠિયા નાંખી દે ને એ પણ જીવ તો સેને! ‘

 

પેટ ભરીને બન્નેએ ખાધું..જેઠા પાસે જુની છરી હતી તે કાઢી ઝમરુખના બે ભાગ કરી અડધું રુડીને આપ્યુ. ‘ અલી રુડી અંધારું થઈ ગયું છે હાલ આપણી જગાએ કોઈ સુઈ જાય પે’લા’  ..

.’એ’લા આ પોટકું કોણ ઉપાડ સે તારો બાપ! ‘

‘હારી તું બહું જબરી સે..

રાત્રીની ૧૧ વાગ્યા હશે..બન્ને ફાટેલું ગોદડું અને જુના કપડાનું પોટકાનું ઓશિકું કરી સુવાની તૈયારીમાં જ હતા..

‘એલા જેઠા..હારું કાંઈ છાતીમાં થાય છે..મને ઉઘવા દેતું નથી..’

‘હા..લે થોડું પાણી પી લે તે ભજીયા બહું દાબ્યા છે તેથી થોડો ડચુરો છે તે દૂર થઈ જાય..પછી…

વાક્ય પુરુ થાય એ પહેલાજ રુડીના મોમાથી ફીણ વળવા માંડ્યા કશુ બોલી ના શકી. ‘.રુડી..રુડી !’  કાંઈ જવાબ ના મળ્યો..જેઠો બે બાકળો થઈ ગયો..ગભરાઈ ગયો..

‘અલી તું મને છોડીને નહી જતી. ૨૦, ૨૦ વરસથી  હારે હારે રહી સે..સાથે પૈયા કમાયા.તે કોઈ દી મને છોડ્યો નથી.. હું કુબડા જેવો કાળો અને તું તો રુપાળી રાધા છતાં મારી સાથે હાલી પડી..મા મેલડી મારી પર દયા કર..મારી રુડીને બચાવે લે..રુડી કાંઈ તો બોલ.’

 

.રુડીના નાકમાંથી પણ લોહી વહી રહ્યું હતું..ગરીબના બેલી કોણ? જેઠાએ ..પોતાના પેરેલા પેરણથી લોહી લુછ્યું . રુડી કઈ જવાબ આપી શક્તી નહોતી..એથી એ વધારે ગભરાઈ ગયો…રુડી..રુંડી! કહેતાં કહેતાં એનાથી ચીસ પડી ગઈ પણ એની ચીસ કોણ સાંભળે?..કોઈ દૂરથી બોલ્યું હેય..

.’કાળીરાત  થઈ પિટ્યો પોતે સુતો નથી અને બીજાને સુવા દેતો નથી..દારું ઢીચીને ખોટા બુમ બરાડા પાડે સે,,, ચુપ મર નહી તો..’

 

‘.ઓહ…મારી રુડી…મને છોડી તું ના જા..હું નધારો બની જઈશ..તારું રુપ જોઈ શેઠિયા પૈયા આપતા મને કોણ આપશે?

કહી આક્રંદ ચીસો પાડવા લાગ્યો..બોર બોર જેવા આંસુ ધરતી ઝીલી નહોતી શકતી, આંસુ નો ભારથી ધુળ ઉછળી રહી હતી..

‘અલ્યા… બુમો કેમ પાડે છે? શું થયું? આજું બાજું ફેરા મારતો હવાલદાર  ત્યાં આવી ચડ્યો.. હેય! આ લોહી ક્યાંથી? બાજુંમાં થોડા સમય પહેલાંજ ઝમરુખ કાપેલ છરી રુંડીની! બાજુંમાં પડી હતી  ગરીબના નસીબને નર્ક તરફ વળતા ક્યાં વાર લાગે છે! હવાલદારને શંકા તરત પડી ગઈ..

‘..સા’બ મારી રુડીને કાંઈ થઈ ગયું સે.થોડી  એને દવાખાને..

‘જા જા સાલા  બૈરીનું ખુન કરી… પાછું  રડવાનું નાટક કરે છે.

..’ ‘સા’બ……

સા’બના બચ્ચા! હાલ પોલીસ ચોકીએ..

.’સા’બ મારી રુડીને…એક દંડો ફટકાર્યો…સીધો ચાલે છે કે બીજો ફટકારું…પણ..પણ બણ કશું કીધા વગર ..બોચી પકડી..હવાલદાર એને ઢસડી ગયો…રુડી રુડી.. ના રડવાની દર્દેભરી ચીસો હવા ઢસડાઈ ગઈ..

 

એ હવાલદારને ક્યાં ખબર હતી કે ભિખારી બનેલા આ યુગલ મરજીથી નહી મજબુરીથી ભિખારી બન્યા હતાં ,સાધારણ છતાં પવિત્ર પ્રેમ-પુજારી હતા!

‘ મને જેલભેગો કરો પણ મારી રુડીને સા’બ દવાખાને લઈ જાવ…બચી જાય.’

જેઠાને જેલમાં ઢોરની જેમ માર માર્યો..એટલો ઢીબ્યો..એટલો ઢીબ્યો  કે દુઃખ અને દર્દના ત્રાસથી ઝુલ્મી યમરાજ પાસે પરાણે પત્નિને માર્યાની કબુલાત કરવી પડી.

હવાલદાર ખુનની કબુલાત કરી એ વાતથી ખુશ થયો.એક વફાદાર સરકારી,કાર્યશીલ કર્મચારી તરીકે એનો સાહેબ જરૂર એને નોકરીમાં બઢતી આપશે એ ઉત્સાહમાં જેઠાને જેલના સળીયામાં સબડતો મુકી જતો રહ્યો..

સવારે સાફ-સુફી કરનારે નિષ્ક્રીય જેઠાનો દેહ જોઈ સુપ્રવાઝરને બોલાવ્યો..ઑડર આપ્યો..’આની લાશ ગંધાય પે’લા જેલના ડોકટર બોલાવી ડેથ સર્ટી લઈ શબ-વાહીનીને બોલાવી..રુમ ખાલી કરાવી દો.. જેલ સાફ કરતો કર્મચારી ગીત ગાતો ગાતો..જેઠાનો રુમ સાફ કરી રહ્યો હતો.. .’.હમ દોનો… દો પ્રેમી ….દુનિયા છોડ ચલે..

 

આપ આપનો પ્રતિભાવ જરૂરથી આપશોજી…

 

 

 

જુલાઇ 4, 2014 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 1 ટીકા

અનોખી ‘મા’ ની અનોખી મુસાફરી..

1002899_10200997911183402_19393802_n

 

મારી  ઉંમર ૧૧ વર્ષની અને  આ મારી દેવી સમાન  મા માત્ર 29 વર્ષની…મારી બન્ને બહેનોની ઉંમર ૧૦ અને  નાની બહેન ૮ વર્ષની ત્યારે જે ઘટના બની ગઈ તે ઘટના આજ યાદ કરતાં ફ્રીઝીંગ ટેમ્પરેચરમાં   દુઃખના દાવાનળ ઉમટી આવે એવી હતી.

 

શિકાગો જેવા શહેરની કડકડતી ઠંડી  સાથે સ્નૉથી થ્રીજી જતાં રસ્તાઓ અને આઈસી રોડ પર મારા ડેડની કાર સ્કીડ થઈ અને  કાર રોંગવેમાં જતી રહી બીજી કાર સાથે હૅડ-ઓન કલુઝન(સામ-સામી કાર અથડાતા). કારમાં બેસેલી મારી મમ્મીની પ્રાણ લીધા.

 

અમો  ઘણાંજ  નાના હતાં.ડેડી  શિકાગો ડાઉન-ટાઉનમાં કન્વીનીયન્ટ સ્ટૉરમાં મેનેજર હતાં.ડેડી મમ્મીને બહું મીસ કરતા હતા, મેં ઘણીવાર તેમનાં બેડરૂમમં રડતાં સાંભળ્યા છે.અમો સ્કુલેથી આવવીએ એટલે બાજુંના ઍપાર્ટમેન્ટમાં રહેતાં સગુન અંકલ અને ગીતા આન્ટીને ત્યાં  ડેડી જોબ પરથી  ના આવે ત્યાં સુધી રહીએ. ગીતા આન્ટીના  બે  જોડીયા બેબી( બેબી-બોય અને બેબી ગર્લ) સાથે અમોને રમવાની મજા આવતી.મેં ડેડીને ઘણીવાર સવાલ કર્યો કે અમો ઘેર એકલા કેમ ના રહી શકીએ?…” બેટી, અહીંના કાયદા કાનુનનું આપણે પાલન કરવું જોઈએ. સાથો સાથ સમજાવતા..બાર વર્ષની નીચેના બાળકો કાયદા મુજબ ઘેર   એકલા રહી ના શકે..એ બાળકોની  સલામતી માટે આ કાયદા ઘડવામાં આવ્યા છે બેટી.”

 

સમયનું ચક્ર ઘણીવાર એટલું ઝડપથી ફરતું  હોય છે કે જિંદગીનું આખું ચિત્ર બદલાઈ જાય! લીલુડું ઝાડ અચાનક ફ્રીઝીંગ ટેમ્પેરેચરમાં વસ્ત્રહીન થઈ શરમાતું સ્ત્રીનીજેમ એક ખુણે બેસી હેલ્પલેસ બની જાય! ડેડીને સ્ટ્રોક આવ્યો..નિરાધાર બની ગયાં, અડધુ અંગ નકામું થઈ ગયું. પડોશમાં રહેતા ગીતા આન્ટી કોઈ બોય-ફ્રેન્ડ સાથે બે-બાળકોને મુકી ભાગી ગયાં..હું એ સમયે કોલેજમાં એડમિશન લેવાની તૈયારીમાં હતી..ઘરમાં આવક બંધ થઈ ગઈ! ગવર્નમેન્ટ  તરફથી મળતી મદદ પુરતી નહોતી.પડોશમાં રહેતાં સગુન-અંકલ અમારા સૌનું ધ્યાન રાખતાં અમો તેના બન્ને બાળકોનું બેબી સિટીગ કરતાં તેના એ રોકડા પૈસા આપતાં ઉપરાંત ઘણીવાર ગ્રોસરી લાવી આપતાં તેના પૈસા નહોતા લેતાં. તે એન્જિનયર હતાં જોબ સારી હતી. પૈસે-ટકે બહુંજ સુખી પણ દેખાવે ઘણાંજ  શ્યામ અને મોં પર ખીલના ડાઘા હતાં એમના એક સગાએ અમોને કહ્યું પણ ખરું કે ગીતા આન્ટી માત્ર અમેરિકા આવવાના હેતું થી જ સગુન અંકલ સાથે લગ્ન કર્યા હતાં એવું અમને સાંભળવા મળ્યું છે. તેમને ઘણાં વખતથી કોઈ પંજાબી સાથે લફરું હતું. મેં એ વાત સાંભળી ત્યારે થયું કે મા પણ સ્વાર્થી બની શકે છે! જેને પોતાના બે જોડિયા બાળકોની પણ દયા ના આવી! મા નું નિસ્વાર્થ હૈયુ જેના ગીત ગવાય,,”જનનીની જોડ સખી નહી જડેરે લોલ…” એવી મા  કુમળા હ્ર્દયને ખંડેર બનાવી,  મમતાને માળવે મુકી    સ્વાર્થી કેમ બની શકે ?અને એ પણ ભૌતિક સુખ માટે!  બન્ને જોડિયા બાળકો ગીતા-આન્ટી જેવા ખુબજ દેખાવડા હતાં.

 

મેં હાઈસ્કુલ પુરી કરી, સ્કુલમાં મે ડ્રાવિંગ શીખી લીધુ હતું. સગુન –અંકલની ઓળખાણથી મને એમની કંપનીમાં ડેટા-એન્ટ્રીની જોબ મળી ગઈ. મારી પાસે કાર નહોતી તેથી સગુન-અંકલ સાથી રાઈડ લેતી અને એમનીજ સાથે આવતી. બન્ને બહેનોની ભણવાની જવાબદારી સાથે ડેડીની કાળજી લેવાની, ડેડી હવે ધીરે ધીરે ઘરમાં લાકડી લઈ બાથરૂમ જઈ શકતાં, તેમજ જાતે દવા-પાણી લઈ શકતાં.

હું અને  સગુન અંકલ  બન્ને તેમના બાળકોને બેબી-સીટર પાસેથી પિક-અપ કરી ઘેર આવીએ. હું  જોબ પરથી ઘેર આવી રસોઈ વધારે બનાવું અને સગુન અંકલને આપી આવું જેથી એ બન્ને બાળકો સાથે સમય આપી શકે. મને ઘણીવાર વિચાર આવે કે દુનિયામાં માનવી માત્ર બાહ્ય સુંદરતા પરજ કેમ મોહિત થાય છે.?  શારિરિક સૌંદર્ય મનને  સંતોશે, ખુશ કરે પણ એજ સૌંદર્ય માણસને ઘણીવાર ભરખી જાય છે એનું  શું ? સગુન અંકલમાં બાહ્ય દેખાવ નથી પણ એનો સ્વભાવ કેટલો લાગણીશીલ  અને અદભુત છે! તેને ગીતા-આન્ટી કેમ ઓળખી ના શક્યાં? પોતે બહું રુપાળા હતાં. એ રૂપના આભાના  અભિમાનને લીધે  સગુન અંકલ સાથે રહેવામાં લાંછન કે શરમ લાગતી હશે ? હું બે વર્ષથી  એમની સાથે રાઈડ લઉછુ પણ કદી એમનો ઉશ્કેરાટ, ગુસ્સો, ઉછાછળાપણું મેં જોયું નથી. શાંત અને રમૂજી પ્રેમાળ સ્વભાવ મને તો બહું જ ગમે છે.  રાઈડ વખતે કારમાં જોકસ અને વાતોમાં સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ રહેતી નહોંતી.

 

મેં મારા ડેડીને મારા મનની વાત કહી. ‘બેટી.. સગુન ૩૮ અને તું માત્ર ૧૯ ઉંમરમાં બમણો તફાવત..તને તો સગુન કરતાં પણ….’  હું વચ્ચેજ બોલી…’ડેડી તમને તો ખબર  છે કે પ્રેમને કોઈ ઉંમરનું બંધંન નડતું નથી ? એ સદેવ અમર અને યુવાનજ રહ્યો છે, અને તેમના સ્વભાવ લાગણી અને નિકાલસ પ્રેમ આપણને ક્યાંય જોવા નહી મળે. ઉંમરનો મને કશો વાંધો નથી જો તમને…’ડેડી વચ્ચેજ બોલી ઉઠ્યા… ‘બેટી ..તું જ મારી દીકરી અને દિકરો બન્ને છે. તું સમજદાર છે. તું જ તારું હીત અને જીવનસાથી વિશે વિચાર અને નક્કી કર તેમાં મને કશો વાંધો નથી. તારી બન્ને બહેનોને તું ભણાવે છે અને ઘરની બધીજ જવાબદારી તારા પર આવી છે’.   ‘ ડેડી, મેં જ  સુગુન સાથે બેસી આપણાં ઘરની અને એમના બન્ને બાળકોની જવાબદારીની વાત કરી છે. મેં  સામે ચડીને જ્યારે મેરેજની પ્રપોઝલ મુકી ત્યારે તેમણે મને કહ્યુઃ ‘લીના, તારી અને મારી વચ્ચે ઉંમરમાં બમણો તફાવત છે. તને મારી કરતાં પણ સારો પતિ મળી શકે હું તને સારો છોકરો શોધવામાં મદદ કરી શકીશ , હું તારું જીવન બરબાદ કરવા નથી માંગતો…’  “ના સગુન સાહેબ,તેના ખંભા પર ટાપલી મારતાં કહ્યુઃ બદનામ! શું  વાત કરો છો? મીરા, જે શ્યામની છબીને  પોતાનો માની પોતાનું જીવન ન્યોચ્છાર કરી શકતી હોય તો હું તો હાજરા-હજુર શ્યામ સાથે જીવન જોડવાની વાત કરું છું. મારા હ્ર્દયમાં આપના પ્રેમે કાયમી સ્થાન લઈ લીધું છે એમાં હવે કોઈને રહેવાની જગ્યા છેજ નહી.તમે નહી તો કોઈ નહી.’  મારી આ વાતથી મારા ડેડીએ કહ્યુઃ ‘ તું નાની ઉંમરમાં મોટા ફિલોસૉફર જેવી વાત કરતી થઈ ગઈ છે. ડેડીને ક્યાં ખબર હતી કે નાની ઉંમરની જવાબદારીએ મને નાનાછોડની કુમળી વયમાંથી પસાર થાઉ એ પહેલાંજ વૃક્ષ બનાવી દીધું હતું. મને તેનો કોઈ અફસોસ કે દુઃખ નથી. આનંદ છે અને મારી જાત પર ગૌરવ પણ છે.

બહુંજ સાદાઈથી કોર્ટમાં લગ્ન થયાં. નજીકના મિત્રોને ઈન્ડિયન રેસ્ટૉરન્ટમાં નાની એવી પાર્ટી આપી..સગુને હનીમુન માટે ‘હવાઈ આઈલેન્ડ’ પર જવાની વાત કરી ત્યારે મેં જ કહ્યુઃ ‘સગુન ડાર્લિંગ , આપણાં ઘરમાં મારી બે બહેનો, આપણાં બે જોડિયા બાળકો અને અપંગ ડેડીને મુકીને હનીમુન કરવા જઈએ તે યોગ્ય ના કહેવાય..આપણું સ્વીટ-હોમ -અને કિલ્લોલ કરતું કુંટુંબનું વાતાવરણજ આપણા માટે હનીમુન હાઉસ છે. ‘બેપળની મજા-મસ્તીમાં કુટુંબને મુશ્કેલીના સાગરમાં ના ધકેલાય! “લીના ડાર્લીંગ , તું એક સુશીલ પત્નિ, વ્હાલ વરસાવતી દીકરી, દેવી સમી મા..તારા એકભવમાં અનેક સુંદર સ્વરૂપ હું જોઈ શકું છુ.. છે.. ‘હવે જાવ..જાવ ખોલું પૉલશન ના મારો…આગળ બોલુ તે પહેલાંજ મને  એમની બાહુંપાશમાં મને સમાવી દીધી..એજ હનીમુનની સાચી પળ હતી.

 

મારી બન્ને બહેનોના લગ્ન થઈ ગયાં,બન્નેને એમની પસંદગીના પતિ મળ્યા..આમારા બન્ને જોડકા બાળકો રૂપા અને ધુપ ભણીગણી રૂપા કમ્પુટર એન્જિનિયર,ને ધુપ ડૉકટર બન્યો. રૂપાના લગ્ન એક બીઝનેસ-મેન સાથે અને ધુપના લગ્ન એમની સાથે જોબ કરતી નર્સ સાથે થયાં.  સૌ સુખી હતા..ઘરમાં હું અને સુગુન. નિવૃતીમાં પ્રેમી પંખીડા જવું જીવન સ્વર્ગ જેવું લાગતું હતું.અમારું જીવન એક સાચા દોસ્ત જેવું સુંદર-સરળ અને પ્રેમાળ હતું, બાળકો અવાર-નવાર અમારે ઘેર વિકેન્ડમાં આવતાં ઘર આનંદથી ગુંજી ઉઠતું. કાળનો ક્રમ અને ચક્ર કોઈને ક્યાં છોડે છે? સુગુન મને છોડી અગોચર એવી લાંબી મુસાફરીએ ચાલી નિકળ્યો..એકલી થઈ ગઈ. પણ એમના શબ્દો યાદ કરું છુઃ ‘લીના, હું તારી પહેલાંજ લાંબા રસ્તે પ્રણાય કરીશ અને તું એકલી પડી જઈશ પણ કદી મારી પાછળ રડીશ નહી,બીજો કોઈ સારો જીવનસાથી મળી જાય….’  મેં વચ્ચેજ રોક્યા..’સુગુન, તમને હાથ જોડી કહું છું કે આવું ના બોલો…’  ‘ના સાંભળ..બાળકો પોતાના જીવનમાં બહું બીઝી હોય અને તારી સંભાળ એ લઈ ના શકે..આગળ બોલાવનું બંધ કરો…મને કહેવા દે…’સમય બદલાયો છે..તું તારું જીવન સુખથી જીવજે કદી રડીશ નહી એ મને પ્રોમીશ આપ..હંમેશા હસતા રહેવાનું…જાણે હું સદા તારી સાથ છુ.. બસ એ અમારો છેલ્લો વાર્તાલાપ હતો.

 

સંધ્યાને ખબર છે કે એ બહુંજ ટૂંક સમયમાં અંધારાના ઓળામાં વિલિન થઈ જવાની છે છતાં જતાં જતાં સોળે શણગાર અને રૂપના આભા સજી આભમાં ઉભી ઉભી હરખાતી હોય છે તેમ  મેં પણ મારા પતિના એક એક શબ્દનું પાલન કરી  સુખના,શાંતીના આભા સજી  સદેવ સુહાગણ બની જીવતી રહી અને અમારા બાળકોના ઘરે રહેવાના ,તેમની સાથે શેષ-જીવન વિતાવવાના એમનો આગ્રહ અને પ્રેમ હોવા છતાં સ્વતંત્ર જીવન જીવતી રહી. એક અનોખી  સન્યાશણ સુહાગણની જેમ!   વર્ષે રેગ્યુલર મેડિકલ ચેક-અપ કરવા છતાં શરીરની અંદરની પ્રકિયા ડૉકટર કે આધુનિક ટેકનોલૉજી પણ જાણી શકતી નથી. મને બ્રેસ્ટ-કેન્સર થયું..એક ઘડી લાંબો આચકો લાગ્યો..૭૦નો આંકડો વટાવી ચુકી હતી..મારા દીકરા ધ્રુપે હ્યુસ્ટનની વર્ડ-બેસ્ટ હોસ્પિટલ એમ-ડી.એન્ડરસનમાં સારવાર લેવા માટે કહ્યું. મેં ના પાડી તેને અને મને બન્નેને ખબર હતી કે કેન્સર થર્ડ-સ્ટેજ પર આવી મોટેથી  ખડખડાટ હસી મોતનું આહવાહન આપી  ચેલેન્જ આપી રહ્યું હતું..”જોઈએ છીએ કોણ જીતે છે?”

મારી બન્ને બહેનો અને રૂપા અને ધ્રવ સૌ મારે ઘેર આવી કહ્યુઃ ‘તમો હવે અમારે ઘેર આવી રહો..મેં કહ્યુઃ હું કોઈને પણ ભારરૂપ બનવા માંગતી નથી.તમો સૌનો પ્રેમભાવ ,આગ્રહ હું જોઈ શકું છું. પણ ઈશ્વરની દયાથી મેં એક ભારતિય બહેનને મારી સારવાર માટે હાયર કરી દીધા છે અને સુગુને મારા માટે એટલી સંપતી છોડી ગયા છે કે મને કશો વાંધો નહી આવે. ‘મમ્મી, તમોએ અમારા માટે જે સેક્રીફાઈસ આપ્યો છે તેના બદલામાં અમોને આપની સેવાની તક આપો.’ ‘ બેટા! મેં મારી માત્ર ફરજ બજાવી છે અને તેના બદલા રૂપે આપની સેવા લઊ તો મારો સ્વાર્થ કહેવાય..મારે તો માત્ર અન-અપેક્ષીત જીવન જીવવું છે..બસ તમો સૌ સુખી રહો એજ મારી પ્રાર્થના છે..મારા પ્રત્યેનો આદરભાવ અને પ્રેમ એજ મારા માટે શ્રેષ્ઠ બદલો છે.’ ‘બહેન..આવું ના કહો..મારી નાની બહેન બોલી..આપે અમોને એક બહેન,એક મા અને પિતાનો અઢળક પ્રેમ આપ્યો છે તે કોઈ વ્યક્તિ ના કરી શકે એવું કાર્ય કર્યું છે તો..’   ‘ના બહેન મને બસ મારી રીતે જીવન જીવવા દેશો તો મારા મનને શાંતી મળશે.  ઋણાના બંધંનમાં જકડાયેલા દિકરા-દીકરી અને બહેનોને  આ વિનંતી ના ગમી એવું મને લાગ્યું. મારે કોઈને પણ ઋણાના બંધંન રૂપી જેલના કારાવાસમાં નહોતા મુકવા. મારી માંદગી અઢળક સમય માંગી લે..જોબ કરતાં કરતાં સમય અને સવલતનો ભોગ આ જમાનામાં આપવો એ ઉનાળાની ૧૧૦ ડીગ્રી ટેમ્પરેચરમાં લૉન-મુવર ચલાવવા સમાન છે. મારું કાર્ય પુરું થયું છે. કોઈ પણ અપેક્ષાના ફૂલ-ગુચ્છ મને સ્વિકાર્ય નહોતા..જન્મ-મરણના કિનારા વચ્ચે મારી જીવન સરિતા વહેતી વહેતી ભવ-સાગરમાં ભળી જાય એજ મારું ધ્યેય હતું..

હજું સમય અને થોડી શક્તિ હતી..એક-બે દિવસમાં મેં નિર્ણય લઈ લઈ લીધો. અને આ મારો આખરી પત્ર હતો..

“પ્રિય ભાઈ-બહેન અને મારા મારા વ્હાલા સંતાન,

આ પત્ર  વાંચી આપ સૌને દુઃખ થશે..પરંતુ મારી આખરી ઈચ્છાને માન આપી દુઃખના કડવા ઘુટડામાં સાકર નાંખી પી જશો. મેં નિર્ણય લીધો છે કે હું એક નર્સિંગ-હોમમાં મારા આખરી દિવસો એક વનવાસીની જેમ વિતાવી કોઈ પણ મોંહ-માયાના બંધંનમાં જકડાયા વગર વિદાય લેવા માંગું છું. આ જગત એક મુસાફર ખાનું છે, જ્યાં અનેક મુસાફરો આવી સંબંધના તોરણો બાંધી ચાલ્યા ગયાં અને એજ સંબંધોએ સંબંધીતોને લાગણીશીલ બનાવી રડાવી  ગયાં. હું ઈચ્છતી નથી કે મારા ગયાં બાદ કોઈની પણ આંખમાં આંસુ આવે કે જે આંસુંને હું જોઈ નહી શકું.  સમયના પ્રવાહમાં લાગણીઓ ધોવાતી રહેશે કોઈનું સ્થાન અહીં કાયમી છે જ નહી. મારું કર્તવ્ય અહીં પુરું થાય છે. હા મારા ગયાં બાદ મારા પ્રાણહીન દેહમાંથી જે પણ અવયવો કોઈ પણ માનવીને કામમાં આવે તો ઉપયોગ જરૂર લે. હું ક્યાં નર્સિંગ-હોમમાં જાઉ છુ તેનું એડ્રેસ આપી શકું તેમ નથી. આપ સૌને તેનું દુંખ થશે પરંતું આજ મારો આખરી નિર્યણ છે. તે લોકો મારા મૃત્યું બાદ જરૂર જાણ કરશે.મારું જીવન એજ આપ સૌ માટે મારો આખરી સંદેશ છે તેમાંથી જો કઈ લઈ શકો તો જરૂર લેશો…ગુડ-બાય!

લિ..વિશ્વના વિશ્રાંમ સ્થાને આવેલ..એક મુસાફર..જેણે સંબંધોની શ્રુંખલા બાંધી ચાલી નીકળી…

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશોજી.

 

 

 

માર્ચ 9, 2014 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

હું પણ “મા” બની….

181202_10201172621500341_1987019061_n

‘આન્ટી શીલા, મેં તમને કેટલી વખત ટોક્યા પણ તમે સમજતાજ નથી, મને ‘બેટી’ કહી ના બોલાવો, હું તમારી કોઈ દીકરીતો નથી,તમારે પેટે મેં જન્મ પણ  નથી લીધો, શા માટે બેટી શબ્દને વગોવો છો ? હવેથી ધ્યાન રહે મને બેટી કહીને બોલાવશો નહી.. માત્ર ‘મોના’.સમજ્યા?

મારું સ્વપ્ન હતું કે મોનાને મારી દીકરી તરીકે જ પ્રેમ આપી એનું દીલ જીતી લઈશ..સ્વપ્ન અને પડછાયો બન્ને મને ઝાંઝવાના જળ જેવાં લાગ્યાં!

રાકેશ અમેરિકાથી અમદાવાદ આવ્યો ત્યારે મારી ખાસ બહેનપણી મીતાએ મને કહ્યુઃ ’ શીલા હું રાકેશને સારી રીતે ઓળખું છું. મારી મોટી બહેન ઈલા શિકગોમાં છે અને રાકેશ અને ઈલા બન્ને એકજ કંપનીમાં જોબ કરે છે. સ્વભાવમાં બહુંજ શાંત છે.  જોબ પણ સારી છે, પૈસે ટકે સુખી છે, પોતાનું ઘર છે. તેની પત્નીનું કાર એક્સીડેન્ટમાં થયેલ મૃત્યું ની કરૂણ ઘટનાએ તેના સુખી જીવનને હચમચાવી દીધું. તને તો ખબર છે કે અમેરિકામાં  ટીન-એજ બાળકોની સંભાળ લેવી તે  હરીકેનના વીન્ડ સામે બાથ ભરવા સમાન છે. તેની ૧૫ વર્ષની એકની એક દીકરીની સંભાળ  રાખી શકે  એવી પત્નિની મળી જાય એ હેતુથી  તે અહી પુનઃ લગ્ન કરવા આવ્યો છે..તો…..

“મીતા, તને તો ખબર  છે કે મારી ઉંમર ચાલીશની થઈ. મેં કદી લગ્ન નથી કર્યા અને કરવા પણ નથી..

‘શીલા તું ગાંડી ના થા…તારા બે ભાઈઓને  તે  મા-બાપ ગુમાવ્યા બાદ એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરી તેમને ભણાવ્યા, લગ્ન કરાવ્યા એ મોટી જવાબદારી અને  ફરજ તે પુરી કર્યા. પછી ક્યાં સુધી  એકલી રહીશ? ઘડપણ આવશે ત્યારે તું  એમ માને છે કે બન્ને ભાઈઓ તારું ઘડપણ પાળશે?  ભુલીજા શીલા. જમાનો બદલાઈ ગયો છે ..ક્યાં સુધી આ શિક્ષકની નોકરી કરતી રહીશ?’

‘ અમેરિકામાં તો બાળકો ૧૮ વર્ષના થાય એટલે મા-બાપથી જુદાજ રહેતાં હોય છે તો તારે માત્ર બે-ત્રણ વરસ સુધીજ તેની દીકરીની  સંભાળ રાખવાની છે અને ત્યારબાદ  તું અને રાકેશ બન્ને એશ-આરામથી લગ્ન-જીવનની મજા માણી શકશો..’

મેં મારા ભાઈ-ભાભીઓ સાથે ખુલાસાથી વાત કરી..સૌએ કોઈ આનાકાની કર્યા વગરજ સંમતી આપી દીધી..”બેના તમારું જીવન અમેરિકા જઈ સુખી થાય તેમાં અમને તો આનંદજ થાયને! મનેતો મનમાં એમજ લાગતું હતું કે ભાઈ-ભાભીઓ કહે શે….’બહેન,,તમોએ અમારા માટે ઘણો મોટો ભોગ આપ્યો છે, અત્યાર સુધી કુંવારા રહી બન્ને ભાઈને ભણાવ્યા-પરણાવ્યા  હવે અમને પણ આપની સેવાનો લાભ આપો..’ મારી અપેક્ષા ઉંધી પડી..મનોમન વિચાર્યું. અપેક્ષાજ માનવીને દુંખની આગમાં સળગાવી દેછે. હું અભાગણ શામાટે  હવામાં  આશાઓના મિનારા ચણી રહી છું ? મેં નિર્ણય લઈ લીધો.. રાકેશ સાથે મારી મુલાકાતમાં થોડી વાતો ,સમજુતી અને તેની “દીકરીની સંભાળ” એમૂખ્ય વિષય રહ્યો.. મેં પણ નક્કી કર્યું કે મા વિહોણી દીકરીને હું જરૂર મા નો નિખાલસ પ્રેમ આપી મારી બનાવી દઈશ..મને પણ દીકરી મળી જશે. એક શિક્ષક છું. બાળકો સાથે વર્ષો  ગાળ્યા છે.બાળકોનો પ્રેમ કેવી રીતે જીતવો એ કળા અમને આવડેછે.

રાકેશ અમેરિકન સિટિઝન હોવાને કારણે મારે જલ્દી અમેરિકા આવવા મળ્યું..એર-પોર્ટપરથી ઘેર આવ્યા. ચાર બેડ રૂમનું હાઉસ ઘણુંજ વિશાળ હતું..મોના સ્કુલેથી આવી ‘ હાઈ ડેડ! કહી સીધી તેના રૂમમાં જતી રહી..રાકેશે બોલાવી..મોનાને મારી ઓળખાણ કરાવી..માત્ર ‘હાઈ આન્ટી શીલા’ કહ્યું અને રાકેશને કહ્યું; ડેડ મારે હોમ-વર્ક ઘણું છે. I am very busy..see you dad..( હું ઘણી વ્યસ્ત છું,,પછી મળીએ ડેડ).મને મોનાની વર્તણુક ના ગમી પણ મનોમન વિચાર્યું કે બાળક છે..ધીરે ધીરે પાટા પર આવી જશે.રસોઈ બનાવાની બાકી હતી..રાકેશ કહ્યું > આપણે બહાર ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમી લઈએ..મે ના પાડી..અહીંની રીતભાતથી અજાણી  હતી.રાકેશે  ઘરની ટુર અને કિચન વિગેરેની વ્યવસ્થા મને સમજાવી..મેં છોલે-પરોઠા અને પુલાવ બનાવી દીધા..મોનાને જમવા બોલાવી પણ કહ્યુઃ  ‘Dad, You know that  I do not like Indian food, I already eat taco dinner with my friends..please do not bother me. OK beti..(ડેડ, તમોને તો ખબર છે કે મને ઇન્ડિયન ફૂડ ભાવતું નથી, મે મારી બેનપણી સાથે ટાકો-ડીનર લઈ લીધુ છે,,હવે મને ખોટા પરેશાન ના કરતાં)..

કોણ જાણે કોણે મોનાની ભડકાવી હશે. કે ‘સ્ટેપ-મધર  અને ડેવિલ બન્ને સરખા’ એજ મોનાની માન્યતા હતી.સ્ટેપ-મધર માની જગ્યા કદી લઈજ ના શકે.અને મારે એના મનમાં ભરાયેલ ભુતને કાઢ્વું હતું.  પણ હજું સુધી કોઈ જાતની સફળતા મળી નથી..રાકેશ જોબ પર જાય,ઘણીવાર ઓફિસના કામે જોબ પરથી મોડો આવે, થાકેલો હોય હું એને શું ફરિયાદ કરૂ? આખો દિવસ ઘરમાં એકલી, ટીવી  જોઈ જોઈને પણ કંટાળો આવે.

મોનાએ મને બહું સ્પષ્ટ શબ્દમાં ચેતવણી આપી દીધી હતી કે મારા રૂમમાં મારી પરવાનગી વગર દાખલ નહી થવાનું.મારાજ ઘરમાં મા-દીકરી વચ્ચે મોટી દિવાલ ઉભી થઈ ગઈ હતી. જે હું તોડવાની કોશિષ કરી રહી હતી..તેણીના પથ્થર સમા ઘા સમા શબ્દો  સામે હું ફૂલથી કામ લઈ રહી હતી પણ મારો ફૂલોનો કચ્ચરઘાણ નીકળી જતો હતો..એક શબ્દ સામે હજારો વિશબાણની વર્ષા વરસી જતી હતી..ધૈર્ય ક્યાં સુધી રાખું?મને લાગતું હતોં કે ‘ઉલ માંથી ચુલમાં’ પડી ગઈ. પતિના પ્રેમની જ્યોત મને એક કારમી કાંતીલ ઠંડીમાં ઉષ્મા  આપી રહી હતી જેને લીધે મોનાના આકરા સ્વભાવ અને ધિક્કારને સહન કરી રહી હતી. એ સોળ વર્ષ બાદ કાર ચલાવતા થઈ ગઈ અને રાકેશે તેણીની બર્થ-ડે મા કાર ગીફ્ટ આપી બસ હવે તો કાર આવી  એટલે  તેણીને તો સ્વતંત્રતાની પાંખ આવી ગઈ. ઘણીવાર  વીક-એન્ડમાં મોડી રાત્રે ઘેર આવે. એના બહાના હોય..ડેડી આજે મારી બહેનપણીને ત્યાં પાર્ટી છે , સહેલીઓ સાથે નાઈટ-આઊટ, મ્યુઝીકલ-કૉન્સર્ટ એવા ઘણાં ઘણાં બહાના તૈયારજ હોય. મારું તો મો શિવાયેલુ રાખતી…હજું  હું તેણીને ગમે કે ના ગમે ‘બેટી’ કહીનેજ બોલાવતી..’ફીર સુબાહ તો આયેગી..એક નયા સૂરજ નિકલેગા..મેરે આંગનમે  આયેંગી નઈ રોશની….’આશાના કિરણ કદી મારા ઘરમાં  આવશે..

મોના પોતાનો રૂમ હંમેંશા બંધ કરીને જ બહાર જાય..એક દિવસ મેં તેણીનો રૂમ ખુલ્લો જોયો , કોઈ વાસ આવતી હતી મેં અંદર જઈને જોયું તો વ્હીસ્કીની બૉટલ હતી, મને નવાઈની તો લાગી પણ અહી ટીન-એઈજ માં કૉમન છે એમ માની મન મનાવી લીધું મને થયુ કે બૉટલ એના કલોઝેટમાં મુકી દઉ તો ત્યાંજ મને શૉક લાગ્યો,બર્થ-કન્ટ્રોલના પેકેજ ત્યાં પડ્યા હતાં..ઘડીભરા તો થંભી ગઈ..મારી જાત પર ધિક્કાર થયો કે મોનાને હું મારી બનાવી ના શકી..કેટલા ખરાબ રસ્તે ચડી ગઈ છે.  મનોમન નક્કી કર્યું કે કોઈ પણ ભોગે હું તેણીને મારી બનાવીશ મા કરતાં  વિશેષ પ્રેમ આપી મોનાનો પ્રેમ હું જરુર જીતીશ..

શનીવારની રાત હતી હું અને રાકેશ લેઈટ મુવી.”બર્નિંગ બેડ” નિહાળી રહ્યા હતાં.સ્ટોરી બહુંજ કરૂણ હતી આંખમાં ઝળહળીયા  આવી ગયાં એજ સમયે ફોનની ઘંટી રણકી..રાકેશે ફોન ઉપાડ્યો. This is the Chicago Police ,is it Mr. Pandit, Yes, I am, I am sorry to let you know that Ms.Mona Got shot in night club and hurt and she is in “Memorial Hosp…Oh no. is she’s OK..Can not tell, she is in serious condition..( હું શિકાગોનો પોલીસ , આપ મિ.પંડીત છો? હા…આપને જાણ કરતાં અમો દિલગીર છીએ કે મીસ મોના નાઈટ-ક્લબમાં ગોળીથી ઘવાઈ છે અને મેમૉરીયલ હોસ્પીટલામાં છે…ઓહ..ના… તેણી બરાબર છે?…કઈ કહી શકાય નહી…બહુંજ કફોડી સ્થિતિમાં છે…)..હું પણ ગભરાઈ ગઈ , હિંમત કરી રાકેશે કાર ગેરેજમાંથી બહાર કાઢી.. મેમૉરિયલ હોસ્પિટલ તરફ…ઈશ્વરને પ્રાર્થના કરતા હતા..”હે ઈશ્વર અમારી એકની એક દીકરીને બચાવે લે જે… ”

માંડ  માંડ ભારે હૈયે હોસ્પિટ પહોંચ્યા ક્રીટીકલ કેરના ડોકટર પીટરસનને મળ્યા..તેમણે કહ્યું કે  ‘ બુલેટ માંથામાં વાગી છતી ..તાત્કાલિક ઑપરેશનથી કાઢી પણ નાંખી છે પણ કહેવું મુશ્કેલ છે..ઈન્ટર્નલ બ્લીડીગ થોડું જોવા મળે છે.એ કન્ટ્રોલ કરવું મુશ્કેલ. અને ઘણુંજ હાની કારક સાબિત થઈ શકે…. ..”સર,,,પ્લીઝ મારી દીકરીને બચાવી લો…મેં આજીજી કરી..We tried our best..now just pray God..( અમો અમારી રીતે પુરી કોશિષ કરી..બસ હવે  ઈશ્વર  પાસે પાર્થના કરો…)..

હું તેણીના બેડ પાસેની ચેર પર બેસી રહી..  મારી “દીકરી”  બેભાન અવસ્થામાં હતી..ઓકસીઝન અને લાહીના બૉટલા ચડાવેલ હતાં.. નર્સ અવાર-નવાર તપાસવા આવતી હતી..મારી આંખ લાગી ગઈ…વહેલી પરોઢીએ..મે. મોનાના મો માંથી..જીણા સ્વરે “મા” શબ્દ સાંભળ્યો..સફાળી જાગી ગઈ. ધૃણાના વાદળા અદ્રશ્ય થઈ ગયાં. આજ મા-દીકરીના મધુર મિલનના સોનેરી કિરણો મારા રૂમમાં નાચવા લાગ્યા!

 

નોંધઃ આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી

જાન્યુઆરી 6, 2014 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

દોસ્તની દોસ્તી….!

What good friends do

અત્યારે સુવાના સમયે? રાત્રીના ૧૧ દસ વાગ્યા ,અત્યારે કોનો ફોન છે?
‘નિલમ પ્લીઝ ફોન ઉપાડને.’.હલો ?
‘નિકુંજ છે?’
‘ હા પણ આપ કોણ?’
‘હું ઈન્ડિયાથી એનો મિત્ર,રીતેશ.’
‘ઓહ! રીતેશભાઈ.’
‘ હું નિલમ…
‘ભાભી કેમ છો?’
‘ બસ મજામાં…’
રીતેશનો અવાજ એકદમ ઢીલો હતો અને માંડ માંડ બોલી શકતો હતો..
‘હું નિકુંજને આપું છું.’.
‘તમારા જીગરી દોસ્ત રીતેશભાઈ છે.’
‘હાય રીતેશ,ઘણાં સમય બાદ અમને યાદ કર્યા.હવે તારી તબિયત કેમ છે? ડાયાબેટિક કન્ટ્રોલમાં છે ને?
‘ના દોસ્ત…બન્ને કિડ્ની કામ નથી કરતી..ડાયલેટશન પર જીવી રહ્યો છું..કોઈ કિડની ડૉનર હજું મળ્યું નથી.’
‘જાણી ઘણુંજ દુઃખ થયું દોસ્ત..હું કોઈ પણ રીતે તને મદદરૂપ થઈ શકું?

રીતેશની ઉંમર માત્ર ૩૮ વર્ષની અને આટલી નાની ઉંમરે બન્ને કિડની કામ નથી કરતી,ડાયલેટશન પર જીવવાનું, બેંકમાં સર્વિસ,જોબ સારી હતી પણ કથળતી જતી બિમારીને લીધે જોબ પર પણ હવે જઈ શક્તો નથી. બે બાળકો, ઉંમર ૧૦ અને ૧૨, એની વાઈફ મેનાએક પ્રાઈવેટ કંપનીમાં ડેટા-એન્ટ્રીની જોબ કરે, રીતેશની બહેન મીતાના મકાન ભાડે રાખી રહેતા હતા.પણ જ્યારથી બહેનને ખબર પડી કે રીતેશની વધતી જતી બિમારી અને જોબ પર પણ જઈ નથી શક્તો,તો ૨૦૦૦ રુપિયાનું ભાડું ક્યાંથી ભરી શકશે? અને રીતેશને કઈક થઈ જશે તો મેનાભાભી મારું ઘર પચાવી પાડશે. એ ચિંતા બહેન-બનેવી બન્નેને કોરી ખાતી હતી.

‘જો મીતા..આ તારા ભાઈને કઈક થઈ ગયું તો આપણે એની વાઈફ અને છોકરાને ઘરમાંથી કાઢતા દમ નિકળી જશે,તું કઈક કર, નહી તો આપણે તો નાહી નાંખવાનું.’
‘હા..પણ અત્યારે હું એમની હાલત બહુંક કફોડી છે.
‘મને…’
‘ના, તું બહું લાગણીશીલ ના બન,ખોટી દયા ખાવાની કોઈ જરૂર નથી,દયામાં ને દયામાં આપણે ઠંડા પાણીએ નાહી નાંખવાનું આપણને પોસાઈ તેમ નથી.’
‘એ વાત સાચી છે..પણ હું કહું એના કરતા તમેજ કહોને.’
‘મને કોઈ વાંધો નથી.’

‘રીતેશભાઈ, અમારે ઘરમાં ઘણી આર્થિક મુશ્કેલી છે અને આ ઘર વેંચી દેવાનુ નક્કી કર્યું છે.અમને તમારી મુશ્કેલીની ખબર છે, તમને ઘર ખાલી કરવા કહેવાનું અમને દુઃખ થાય છે પણ અમારી પણ મજબુરી તમે સમજી શકો છો…’
રીતેશ વચ્ચેજ બોલ્યો.. ‘
પણ અમો આવી હાલતમાં ક્યાં જઈએ? મારે જોબ નથી અને મેનાની આવકમાં માંડ માંડ ગુજારો કરીએ છીએ..બીજે અમારી આવક પ્રમાણે કોઈ પણ ભાડે મકાન ના આપે…’

મીતા વચ્ચે બોલી.રીતેશભાઈ..
‘ભાઈ,તમે ઘણાં વખતથી ભાડું પણ નથી આપ્યું…અમોએ ચલાવી લીધુ.અમારી પણ મજબુરી તમારે સમજવી જોઈએ.’
મીતાનો પતિ કડક થઈ બોલ્યો..’અમોને આ મકાન આવતા મહિને ખાલી જોઈએ…નહીતો…’
રીતેશની વાઈફ મેના બોલી..તમો ચિંતા નહી કરતાં આવતાં મહિને તમારા ઘરનો કબજો આપી દઈશુ..રીતેશ તું કશી દલીલ ન કરીશ. ઉપરવાળો કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે…’

સગી બહેન ભાઈના દુંઃખમાં ભાગીદાર થવાને બદલે મુશ્કેલીની આગમાં તેલ ઉમેર્યું અને તેથીજ રીતેશે અમેરિકા રહેતા તેના નાનપણનો મિત્ર નિકુંજને ફોન કરેલ કે જે પોતાની મુશ્કેલીમાં કઈ કામ આવે…પોતાની સઘળી વાત કરી..નિકુંજ અને નિલમ બન્ને અમેરિકામાં ૨૦ વર્ષથી રહેતા હતાં. બન્નેને સારી જોબ હતી ઉપરાંત નિકુંજ પાર્ટ-ટાઈમમાં રીયલઍસ્ટેટ બ્રોકર તરિકે કામ કરતો જેથી આર્થિક રીતે ઘણોજ સધ્ધર હતો.
‘રીતેશ તું ચિંતા ના કર, અત્યારે તારી તબિયત સાચવ અને હું તને બે દિવસમાંજ ફોન કરું છુ, બધુંજ સારાવાના થઈ જશે.’

નિકુંજ અને અને નિલમે તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરી ૫ લાખનો બે બેડરૂમનો ફ્લેટ અમદાવાદ આશ્રમ રોડ પર ખરીધ્યો અને રીતેશ મેના અને બે બાળકોને રહેવા માટે આસરો થઈ ગયો. આવી દુંખની ભયંકર આંધી સમયે નિકુંજની મદદ નર્કમાં ધકેલાને સ્વર્ગ મળ્યા સમાન હતી.

રીતેશ બહું લાંબુ ખેચી ના શક્યો, થોડા સમયમાંજ આખરી શ્વાસ લઈ નઠારી દુનિયામાંથી વિદાઈ લઈ લીધી. નિકુંજે બન્ને બાળકોની ભણવાની જવાબદારી પણ લીધી.

સમયને સરકતા ક્યાં વાર ? આજકાલ કરતાં ૧૨ વર્ષ વિતી ગયાં. સ્વ.રીતેશના બન્ને છોકરાઓ કોલેજ ગ્રેજ્યુએટ થઈ એક એન્જિનયર અને બીજો બી.કોમ, બન્નેને સારી જોબ મળી ગઈ.આ સઘળું સુખ નિકુંજને આભારી છે. તેઓ હજું પણ નિકુંજે અપાવેલ ફ્લેટમાંજ રહેછે.અમદાવાદ કે જે મેગાસીટી બની ગયું છે અને એના ફલેટની કિંમત વધી ૫૦ લાખ થઈ ગઈ છે.

‘નિકુંજ, ડૉકટરે તને હવે બહું દોડા દોડ કરવાની ના કહી છે. મને પણ તું બહાર જાય છે તો ઘણી ચિંતા રહે છે.’
નિકુંજને ત્રણ મહિના પહેલાજ બાયબાસ સર્જરી કરવી પડી હતી. જોબ પર ઘણાં વખતથી નહોતો જતો.યુ.એસ.ની ઈકોનૉમી અત્યારે ઘણીજ ડાઉન છે. જોબ માર્કેટ પણ અત્યારે ઘણું ડાઉન છે..નિલમને પણ જોબમાંથી લેઈડ ઓફ મળેલ છે. પોતાની પાસે જે સેવિંગ  હતું એ પણ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું.

‘નિકુંજ, તમારા સ્વ મિત્ર રિતેશભાઈને આપણે એમની મુશ્કેલીઓમાં રહેવા આસરો આપ્યો, છોકરોને આપણે ભણાવ્યા અને અત્યારે તેઓ ઘણાંજ સુખી છે એ વાતાથી આપણે ઘણાં ખુશ છીએ અને આનંદ પણ છે. પણ અત્યારે આપણી સ્થિતિ ઘણીજ નાજુક છે.  માંડ માંડ આપણું ગુજરાન ચાલે છે. રીતેશભાઈને રહેવા આપેલ આપણાં ફ્લેટની કિંમત અત્યારે ૫૦ લાખ રુપિયા થઈ ગઈ છે અને તેને વેંચી દઈએ તો આપણને અમેરિકન ડોલર્સ પ્રમાણે ૧૦૦,૦૦૦ ડોલર્સ મળે. આ રકમ આપણાં માટે આવી કપરી મુશ્કેલીઓમાં ઘણીજ મદદરૂપ થઈ શકે તેમ છે , પૈસાની  કપરી ઝંઝાવટ માંથી બહાર નિકળી શકીએ તેમ છીએ અને બીજું તેઓ ઘણાંજ સુખી છે.  તેમના છોકરાઓ સારું કમાય છે અને આર્થિક  રીતે અત્યારે ઘણાંજ સધ્ધર છે. ધારેતો આ ઘર ખાલી કરી બીજું ઘર લઈ શકે તેમ છે.’

‘તમારી બિમારી અને મારી જોબ છૂટી જવાથી આપણે આર્થિકરીતે ઘણાં નબળા બની ગયા છીએ. ઘરનો હપ્તો પણ આપણે બે મહિનાથી નથી ભરી શક્યા.તમે ફોન કરી જુઓને. હા  મને ખાત્રી છે કે તેઓ ના નહી પાડે. આપણે એમની મુશ્કેલીમાં ઘરથી માંડી છોકરાઓને ભણાવવામાં ઘણાંજ મદદરૂપ થયાં છીએ તે વાત તેઓ સમજી શકે તેમ છે.

સ્વ.રિતેશની પત્નિ મેના અને તેણીના બન્ને દિકરા ફ્લેટમાં ઘણાંજ ખુશીની જિંદગી જીવી રહ્યાં હતા.ઘરમાંબ્રાન્ડ ન્યુ ફર્નિચર અને એક જુની કાર પણ લઈ લીધી..ઘરનું ભાડું કે કોઈ મોરગેજના કોઈ હપ્તા ભરવાના નહી.

‘ મમ્મી ,નિકુંજ અંકલનો ફોન આવે તો લેવાનોજ નહી. હવે એ લોકો આપણાં આ ફ્લેટને વેંચી નાંખવા માંગે છે..મમ્મી તમને ખબર છે આ ફ્લેટની કિંમત ૫૦ લાખ ઉપર જતી રહી છે અને આપણાં  એરિયામાં મકાનના ભાવો દિવસે દિવસે વધતા જાય છે. નિંકુજ અંકલ ખોટા ખોટા બહાન કાઢી આ ઘરનો કબજો કરવા માંગે છે.’
‘પણ બેટા…’
‘મમ્મી..તું ખોટી ચિંતા ના કર..એ ત્યાં બેઠાં કશું કરી શકે તેમ નથી..અમોએ આપણા લોયર સાથે પણ આ બાબતમાં ચર્ચા કરે લીધી છે.આ ઘર આપણુંજ કહેવાય.. અમેરિકામાં તો બધાંજ એશ-આરામની જિંદગી જીવતા હોય છે. આ તો નિકુંજ અંકલનું ખોટા રોદણાં છે.

‘નિલમ, રિતેશની વાઈફ કે એના બન્નેમાંથી કોઈ છોકરા હવે મારો ફોન ઉપાડતાંજ નથી..આપણું ત્યાં કોઈ સગું નથી કે તપાસ કરી શકે. શું કરીશું ?

‘ નિકુંજ,આપણાં નસીબમાં આવું તે કેવું કે આપણે સૌનું ભલું કરીએ.અને સારું ઈચ્છીએ છીએ,કોઈનું પણ આપણે ખરાબ કર્યુ નથી. જે ફેમિલીને મગરમચ્છાના જડબે સલાક સંકજામાંથી ફસાયેલ તેને ઉગારી મહેલમાં બેસાડ્યા તેજ આપણી આવી કફોડી અવસ્થામાં મોં ફેરવી લે છે. કોઈ પણ જાતની દયા વગર. આવું જ માનવ જીવનમાં બનતું રહેશે તો કોણ કોને મદદ કરશે. કોઈ માનવતા જેવું રહ્યું જ નથી .મારી તો ઈશ્વર પર પણ શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે.’

‘તું ચિતા ના કર..કઈ તો રસ્તો નિકળી જશે,,ઉપરવાળા પર શ્રદ્ધા રાખ.’
નિલમ તુરતજ બોલી.’ આપણને મોરગેજ બેંક તરફથી ફાઈનલ નોંટિશ પણ મળી ગઈ છે..અને આવતી કાલ સુધીમાં હપ્તો નહી ભરી દઈએ તો તે લોકો આપણાં ઘરને સીલ મારી દેશે.આપણે પહેર્યા કપડે બહાર રસ્તા પર આવી જશું.’

નિકુંજે ઘણાં મિત્રોને ફોન કર્યા..માત્ર દિલસોજી સિવાય કશું ના મળ્યું. આખી રાત નિકુંજ અને નિલમ બેસી વિંચારવા કરતાં ઉપરવાળાને પ્રાર્થન કરતાં રહ્યાં કોઈ રસ્તો નિકળે !  નરસિંહ-મેતાની કોઈ હુંડી સ્વિકારે?

સવારે ૯.૦૦ ડૉર બેલ વાગ્યો, મોરગેજ બેંક તરફથી એક કર્માચારી અને બે પોલીસ ઘરનો કબ્જો લેવા બહાર ઉભા હતાં. ૧૦૦,૦૦૦ ડૉલર્સની હુંડીનો કબજો દેશમાં કોઈ લુંટારા લુંટીને જલશા કરી રહ્યાં હતાં…

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપાવા વિનંતી..

મે 13, 2013 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 10 ટિપ્પણીઓ

સુહાગનની પહેલી રાત!

58859_561209430567730_689589830_n

અમેરિકામાંજ ડેની જન્મ્યો હતો છતાં નાનપણથી મમ્મી-ડેડીના ધાર્મિકતાના અંકુરો ફૂટ્યા હતાં તેથીજ આપણાં બધા રિવાજોને એ અનુસરતો હતો. આવા કહીયાગરા દિકરાથી મમ્મી-ડેડી ઘણાંજ ખુશ હતાં.નાનપણથી તેને વેજીટેરીયન ફૂડની ટેવ પડી ગઈ હતી.સ્કુલે ઘેરથી લંચ લઈ જવાનું, હા કોઈવાર સ્કુલમાં બીજા ઈન્ડીયન તેને વેદીયો કહી ચીડવતા પણ એ બહુંજ શાંત સ્વભાવનો હતો તેથી કદી ગુસ્સે ના થાય હસીને મિત્રોને કહી દે.
” તમે અહીં આવી અમેરિકન બની ગયાં છો અને હું અહીં જન્મી ભારતિય રહ્યો છું, મને તેનું ગૌરવ છે”.

ડેની, એલિમેન્ટ્રી સ્કુલથી બેઈઝ-બોલ ટીમમાં હતો,તે ફર્સ્ટ બેઈઝની પોઝીશન પર રમતો તેમજ તે ટીમમાં એક સારો હીટર હતો,ઘણાજ હોમરન કરી ટીમમાં તેનું નામ આગળ હતું તેથીજ સારી કોલેજમાં તેને ફુલ-સ્કોલરશીપ સાથે એડ્મિશન પણ મળી ગયું. સેન્ડી એની હાઈસ્કુલ સ્વીટ-હાર્ટ ગર્લ્ફ્રેન્ડ હતી.સેન્ડી પણ સ્પોર્ટસમાં ટેનીસ ચેમ્પીયન થયેલી જેથી તેણીને પણ ડેનીના કોલેજમાં એડ્મિશન મળી ગયું. સેન્ડી અવારનવાર ડેનીના ઘેર આવતી અને ડેનીના મમ્મી-ડેડી બન્નેને ખબર હતી કે સેન્ડી એક સારી અને સંસ્કારી છોકરી છે.સેન્ડીને પણ વેજીટેરિયન ઈન્ડિયન ફૂડમાં ઢોસા,ઈડલી..છોલે-પુરી અને ગુજરાતી ફૂડમાં દાળ-ભાત રોટલી બધુંજ ભાવે. ડેનીના ઘેર આવે ત્યારે પોતાના શુઝ-ચંપલ બહાર કાઢીનેજ ઘરમાં આવે તેણીને ખબર છે કે ડેનીના મમ્મી-ડેડી ધાર્મિક વૃતિના છે.ડેનીના ઘેર ઘણીવાર ભારતથી કોઈ સાધુ સંત આવે તો હિન્દુ રિવાજ મુજબ તેમને પગે પડતી અને આશિષ લેતી.તેણીએ કોલેજમાં હિન્દુ-ધર્મ વિશે કોર્ષ લઈ હિન્દુધર્મ વિશેનીસારી એવી જાણકારી લીધી હતી.આથી ડેનીના મમ્મી-ડેડી ઘણાંજ ખુશ હતાં. બીજા મિત્રોને ગૌરવ સાથે કહેતાઃ

‘સેન્ડી અમેરિકન હોવા છતાં આપણાં ધર્મને કેટલું માન આપે છે, અમારા ઘણાં ધાર્મિક પ્રસંગોમાં તેણી સાડી અને પંજાબી પહેરે છે, દિવાળી જેવા તહેવારમાં અમોને પગે લાગી આશિર્વાદ લે છે.’

ડેની ઈલેકટ્રીક એન્જિનયર અને સેન્ડી કોમ્પુટર એન્જિનિયર અને બન્નેને સારી જોબ મળી ગઈ.

‘ડેની, બેટા સેન્ડી ઘણીજ સારી છોકરી છે અને તમે બન્ને ઘણાં વર્ષથી સાથે મિત્ર તરિકે રહ્યા છો અને અમને પણ સેન્ડી ગમે છે તો..’
ડેની વચ્ચેજ બોલ્યો.

‘ હા ડેડી, મેરેજ કરી લઈએ.એમજ તમે કહો છો..મારે તેણીને પહેલાં રીંગ આપી પ્રપોઝ કરવું છે.’

” હા તો બેટા ,રમેશ અંકલને કહી તેમના સ્ટોરમાંથી એક સારા હીરાની રીંગ ઓર્ડર કરી દે..રીંગ આપ્યા બાદ તારા મમ્મીનો વિચાર તો ભારતમાં જઈ ધામધુમથી લગ્ન કરવાનો છે. લાસ્ટ ટાઈમ આપણાં ગુરૂજી શિવાનદજી અહી આપણાં ઘેર આવ્યા
ત્યારે કહેતાં હતાં.

” ડેનીના લગ્ન તમારે ભારત આવી,મારા આશિર્વાદ લઈનેજ કરવાં પડશે.આ ધોળી છોકરી ઘણીજ સારી છે, પરી જેવી લાગે છે.જ્યારે સેન્ડી તમારે ઘેરે આવે છે ત્યારે મારા ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લે છે.તમોએ આ ધોળીને ભારતિય સંસ્કાર આપ્યા છે’.

‘હા ડેડી,મારે સેન્ડીને પુછવું પડે!

‘બેટા, મને ખબર છે કે સેન્ડી ના નહી કહે, બહુંજ કહીયાગરી છોકરી છે. બિચારી! અઢાર વર્ષની થઈ ત્યારથી તેણીના મધર-ફાધરે જુદા રહી જાતે ભણવાનું કહ્યું અને જાતમહેનત જીદ્દાબાદ કરી જાતે જોબ કરી ભણી..મને ખાત્રી છે કે એ ના નહી કહે.’

ડેની અને સેન્ડી બન્ને ભારત જઈ લગ્ન કરવામાં સહમત થયાં. બન્નેએ જોબ પરથી ત્રણ વીકની રજા લીધી.સેન્ડીએ કદી પણ ઈન્ડિયાની મુલાકાત લીધી નહોંતી. તાજ-મહાલ,સિમલા.કાશ્મિર,કેરાલા વિશે બહું વાચેલ અને સાંભળેલ અને તેણીની ઈચ્છા ઘણાં સમયથી ભારતની મુલાકાત લેવાની હતી.સેન્ડી ભારતની સુંદરતા,વિવધ સસ્કૃતિના દર્શનની અભિલાષી હતી..તેણીએ ડેનીને કહ્યું.

“મારું ઘણાં વખતથી સ્વપ્ન હતું એ હવે સાકાર થશે,હા આપણે હનીમુન તો સિમલા અથવા કાશ્મિર જઈનેજ કરીશું. તારા મમ્મી-ડેડીનો આપણાં મેરેજ ઈન્ડિયામાં કરવાનો વિચાર મને ખુબજ ગમ્યો..ડેની બોલ્યોઃ

‘હા હું પણ તેમના આ આઇડિયાથી બહું ખુશ છું અને આપણાં ગુરૂજી શિવાનંદના આશિષ પણ મળશે.

અમદાવાદમાં કર્ણાવટી હોટેલમાં લગ્ન સ્થળ નક્કી થયું અને સેટલાઈટ રોડ પર ફૂલ ફેસિલીટી વાળું હાઉસ ભાડે રાખ્યું. લગ્નમાં ૧૦૦૦થી વધારે મહેમાન હાજર હતાં.સેન્ડી ભારતિય રીત રિવાજ મુજબ સજ્જ થઈ હતી.લાલ- ગુલાબી કલરની ભાતવાળી સુંદર ચુંદડી, ગુલાબી ચંપલ, હીરા જડીત હાર, સોનાના દાગીનામાં સ્વર્ગની અપ્સરા જેવી લાગતી હતી.સૌ મહેમાનોને એક અમેરિકન છોકારીને સંપૂર્ણ ભારતિય વેશમાં જોઈ નવાઈ લાગતી હતી.સૌની નજર સેન્ડીના આભુષણ-પહેરવેશ પર હતી.ડેની પણ હાથીની સવારી અને બેન્ડ-વાજા અને સાથે સૌ નાચતા-ગાતા માંડવે આવ્યો.સેન્ડી મનોમન ઘણીજ ખુશ હતી.તેણીએ જિંદગીમાં આવી જાહોજલાલી વાળા લગ્ન જોયા નહોતા. પોતાના આવા રાજાશાહી જેવા લગ્ન થશે એ કલ્પના પણ નહોતી કરી.મનોમન હરખાઈ.

‘ હું કેટલી નસીબવંતી છું કે મને આવો સારો દેખાવડો , સંસ્કારી પતિ અને સારા મા-બાપ જેવા સાસુ-સસરા મળ્યા! જે સુખ મને નાનપણમાં નથી મળ્યું એ મને આજ મળી ગયું.

લગ્નબાદ સૌ ઘેર આવ્યા સાંજના ૮ વાગ્યા હશે.
‘સેન્ડી નીચે કાર તૈયાર છે . ડેનીની મમ્મી બોલી.
‘ કપડા બદલતા પહેંલા આ દુલ્હાનનાજ પહેરવેશમાં તું ગુરૂજીના આશિષ લઈ આવ’! ‘
ઓ. કે મમ્મી પણ ડેની પણ સાથે આ..વે…’

‘ના એ અત્યારે નહી આવે’ સેન્ડી થોડી ખચકાણી..નવાઈ પણ લાગી.

‘હા આપણો ડ્રાઇવર જાણીતો છે તેણે ગુરૂજીનો આશ્રમ જોયો છે એટલે કોઈ વાંધો નહી આવે..તું આશિષ લઈ પાછી આવીજા,મોડું થાય તો ચિંતા નહી કરતી અમો મોડે સુધી જાગી તારી રાહ જોઈશું. અને જેવી આવે ત્યારે તમારો હનીમુન રૂમ તૈયાર છે.’
‘ઓ કે,મમ્મી.’ લગ્ન જેવા શુભપ્રસંગે સેન્ડીને કોઈ દલીલ કરવી યોગ્ય ના લાગી.

Mom, I hate our Guruji..he is a nasty guy…he rape me..mom..( મમ્મી, આપણાં ગુરૂજીને ધિક્કાર, તેણે મારી પર બળાત્કાર કર્યો મમ્મી!. સેન્ડી કારમાંથી ઉતરી…રાત્રીના ૧૧ વાગ્યા હશે.. સીધી સાસુમાને રડતા રડતા કહ્યું..”
No Sandy, that our tradition to get blessing from Guruji on the first night.’
‘what did you say mom? Tradition! he rape me and you call it tradition!’

‘Sandy, he is  Holly-man(ના સેન્ડી, પહેલી રાતે ગુરૂજીના આશિષ લેવા એ આપણી પ્રણાલિકા છે.

મમ્મી? તમે શું કીધું ? પ્રણાલિકા ?. તેણે મારા પર બળજબરીથી બળાત્કાર કર્યો એ પ્રણાલિકા ?.. સેન્ડી! એ પવિત્ર માણસ છે)…ડેની મમ્મીની બાજુંમાં ઉભો હતો સેન્ડી તેની પાસે જઈ બોલી.

‘તારી પત્નિ પર આવો જુલ્મ થયો અને તું કશું બોલતો નથી.’
‘ સેન્ડી,માફ કરજે ઘરની જે ટ્રેડીશન હોય તેમાં હું…’
સેન્ડી ઉકળી ઉઠી.. ‘તું કાયર છો..આવા હેવાનિયત ભર્યા ક રિવાજ ને તું…’

વચ્ચેજ ડેનીની મમ્મી બોલી..

‘સેન્ડી બેટી…આ રિવાજ ત્રણ ત્રણ પેઢીથી ચાલે છે..હું પણ પરણીને આવી પછી….

‘મમ્મી, મેં તો વાંચ્યું છે અને સાંભળ્યું છે કે ભારત આધ્યાત્મિકતાનો દેશ છે જ્યાં સંત-સાધુઓ પવિત્ર અને ધર્મ જ્ઞાનની સરિતા વહેવડાવે છે..આવા પાખંડી લોકોને તમે પવિત્ર કહો છો..હું કાલે જ અમેરિકા પાછી જવા માંગું છું. ડેની,તું મારો પતિ નહી પણ દલાલ …’

‘ સેન્ડી,તારી જીભ પર લગામ રાખ નહી તો..ડેનીની મમ્મી તાડુકી ઉઠી…’

‘નહી તો તમે શું કરી લેશો ?..હું અમેરિક જઈ કોર્ટમાં ક્રીમીનલ કેસ કરી તમો સૌ ને જેલભેગા કરાવીશ.’

સેન્ડીએ પોતાના ક્રેડિટ કાર્ડ પર એર-લાઈન્સની પેનલ્ટી ભરી એર-લાઈન્સને ફોન કરી બીજા દિવસનું રિઝર્વેશન કરાવી દીધું.

ડેની અને તેના મમ્મી-ડેડી સૌ સેન્ડીએ આપેલ ચેતવણીથી ડરી ગયાં. તેઓ સૌને ખબર હતી કે અમેરિકન કાયદા આ બાબતમાં બહું જ કડક છે અને જો સેન્ડી અમેરિકા જઈ કોર્ટમાં કેસ કરશે તો આપણાં સૌને જેલમાં જવાનો વારો આવશે.ચિંતા કોરવા લાગી. અંદરો-અંદર વાત કરવા લાગ્યા.

‘ સેન્ડી,અમેરિકા જાય પહેલાં કોઈ ઉપાય કે નિકાલતો લાવવોજ પડશે.’

સેન્ડી પોતાના રૂમમાં એકલીજ સુવા જતી રહી..રાત્રીનો એક વાગ્યો હતો.

વહેલી સવારે ૨-૩ના સમયે ઘરમાં ભયાનક આગ લાગી! ડેની અને તેના મમ્મી-ડેડી તેમાંથી આબાદ રીતે બચી ગયાં. માત્ર એકલી અટુલી નિરાધાર બની બેઠેલી સેન્ડી સુહાગની પહેલીજ રાતે ઘરમાં બળી રાખ થઈ ગઈ! હવે અમેરિકન કોર્ટમાં જઈ ક્રીમિનલ કેઈસ કોણ દાખલ કરશે?

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશોજી

એપ્રિલ 19, 2013 Posted by | ટુંકીવાર્તા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

માય બેસ્ટ ડેડી!

318208_485588231499332_791027376_n

                                       મેં મારી મમ્મીને જોઈ નથી ,મમ્મીની મમતા પામી શક્યો નથી. સાંભળ્યું છે કે  ‘ મા એ મા બીજા બધા વગડાના વા.  ” જનનીની જોડ સખી નહી મળે રે લોલ.’ આવા સુંદર વખાણ કવિ, લેખકોએ કર્યા છે. ઘણાં સંતાનોએ મા ના વહાલને માણ્યું હશે.  મારી માની મમતાનો સ્વાદ  ચાખી શક્યો નથી.  પણ હું મારા ડેડ વિશે જરૂર કહીશ કે મેં માની  ઉણપ કદી પણ અનુભવી નથી, મારા ડેડીએ  માની મમતાથી માંડી સ્નેહના સાગરમાં મને  તરબોળ રાખી   પિતાના વાત્સલયની છાયામાં સલામત અને સુખના સરોવરમાં તરબોળ રાખ્યો  છે. મારા ડેડીએ મને ઉંઘ ના આવે તો બાળગીત ગાયા છે, બાળવાર્તાઓ કહી છે. મારી તબિયત નરમ હોય ત્યારે રાતના ઉજાગરા કર્યા છે. મારા ઉછેર માટે  તેમણે  તેમની જિંદગીના ઘણાં મોજ-શોખ જતાં કર્યા છે. મારી મમ્મીના અવસાન બાદ તેમની નાની ઉંમર હતી છ્તાં તેમણે ફરી લગ્ન ના કર્યા..આથી મોટો ત્યાગ ક્યો હોય શકે?

               ‘બેટા અતુલ!  સવારના પહોરમાં ક્યાં ખોવાઈ ગયો છે!  મેં તને બે વખત બુમ પાડી કે ચા-નાસ્તો તૈયાર છે! ‘ I am sorry daddy..I was just..(ડેડી, માફ કરજો હું જરા..)’  ‘ એમજ કેહેને કે તારી ગર્લ-ફ્રેન્ડ જ્યોતિકાના. .’  ‘ના ના ડેડી..એવું  નથી.’ અતુલે વાત બદલી…Good morning Daddy!, આજ  સવારથીજ બહાર સ્નો પડવાની શરૂઆત થઈ ગઈ છે.  પણ આજ સન્ડે છે એટલે કોઈ ચિંતા નથી.’  ‘હા બેટા..આજ આપણે take it easy( સહજ રીતે)લેવાનું છે..બસ ઘરમાં બેસી સાથે ફૂટબોલ ગેઈમ જોઈશું સાથે હોટ પૉપકોર્ન,ચીપ્સ,સાલ્સા અને સાથે થોડું ડ્રીન્ક લઈ મજા કરીશું.’ ‘  Yes,dad, I am with you!( હા ડેડી, હું તમારી સાથે સહમત છું)’

                ડેડીને દિકરો મિત્રની જેમ રહેતાં હતાં. અતુલ અને એના ડેડી અલ્પેશ બન્ને  જીગરીજાન દોસ્તની જેમ એકદમ નજીક હતાં કે લોકોને પણ કોઈવાર ઈર્ષા જાગે!  આવો અદભુત પ્રેમ બાપ-દિકરા વચ્ચે બહુંજ અલ્પ પ્રમાણમાં સમાજમાં જોવા મળે! અતુલ માત્ર બે વર્ષનો હતો ત્યારે તેની મમ્મી કાર એક્સીડન્ટમાં ઈશ્વરને વહાલી થઈ ગઈ હતી. ઘણાં મિત્રો, સગા વહાલાઓએ અલ્પેશને બહુંજ સમજાવ્યો કે હજું તારી ઉંમર માત્ર ૨૮ વર્ષનીજ છે અને તું બીજા મેરેજ કરી લે. પણ અલ્પેશ બહું જ દ્રઢ અને મક્કમ હતો કે ના હું મારા દિકરાની કેર કરીશ અને મા-બાપ બન્નેનો પ્રેમ આપી ઉછેરીશ એજ મારું મૂખ્ય ધ્યેય અને લક્ષ રહેશે. અલ્પેશ પ્રાઈવેટ કંપનીમાં ઑડીટર તરીકે જોબ કરતો હતો અને તેનો બૉસ પણ સારો હતો કે અતુલ સાંજો-માંદો થાય તો એ ઘરે રહી પોતાના દીકરાની કેર કરી લે. જોબ બહુંજ ફ્લેકસીબલ હતી તેથી અતુલને મોટો કરવામાં કોઈ પણ જાતની તકલીફ ઉભી થઈ ના હતી.અતુલ પણ ભણવામાં ઘણોજ હોશિંયાર હતો.આજ એ ફસ્ટ કલાસ સાથે સી.પી.એ.ની ડિગ્રી મેળવી છે અને અત્યારે ઘણી સારી કંપનીઓમાંથી જોબની ઑફર આવે છે.પણ અતુલને પિતાને એકલા છોડવા નથી.વૉશીગટ્ન ડીસીમાં જ જોબ મળી જાય તો ડેડી સાથે રહી, ડેડીનું નિવૃતીનું શેષ જીવન ઉજ્જવળ બનાવી તેનું ઋણ અદા કરવાનું હતું.

                       ‘બેટા, તને નથી લાગતું કે હવે તારે જ્યોતિકા સાથે લગ્ન કરી લેવા જોઈએ? તેણીએ પણ કમ્પુટર એન્જિનયર પુરુ કરી લીધુ છે.’ 

‘ડેડી તમે હંમેશા મારા મનની વાત પહેલા જ જાણી લો છો! હું તમને કહેવાનો જ હતો કે આવતા વિકમાં જ્યોતિકાને પ્રપોઝ કરી રીંગ આપી દઉ.’ 

‘બેટા હું બહુંજ ખુશ છું, જ્યોતિકા તારા માટે પરફેક્ટ લાઈફ-પાર્ટનર છે, તમારા બન્નેની જોડી રાધા-કૄષ્ણ જેવી સુંદર લાગે છે.’

‘ડેડી..હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો ? હું થોડો શ્યામ કલરનો છું એટલે મને કૄષ્ણ કહ્યો અને જ્યોતિકાને રુપાળી રાધા! આવો અન્યાય ના ચાલે ?’

‘ અતુલબેટા! કૃષ્ણ શ્યામ હતાં પણ સ્માર્ટ અને મુખડું નમણુંને પ્રભાવશાળી હતા એથીજ રાધાને ગમતા હતાં.’

‘હા ડેડી દીકરાને ખોટું ના લાગે એટલે હવે માખણ મારવા લાગ્યા!’ આવી હસી મજાક ઘરમાં કાયમ ચાલતી. બેજ વ્યકતિ ઘરમાં છે  છતાં ઘરમાં કિલ્લોલભર્યું  વાતાવરણ રહેતું.

         અતુલ-જ્યોતિકાના લગ્ન ધામધુમથી થયાં. ઘરના વાતાવરણમાં જ્યોતિકા આવવાથી જાણે વસંત ઋતુમાં કોયલનો મધુર અવાજ ગુંજતો થયો. જ્યોતિકાને પિયરને ભુલાવી દે એવો સ્નેહ-સત્કાર સાસરે મળ્યો.અલ્પેશ જ્યોતિકાને કહેતો કે

‘બેટી,મેં દીકરી વિશે ઘણું વાંચ્યું છે પણ અનુભવ્યું નથી.આજ તારા આવવાથી  દીકરી કેટલી મૂલ્યવાન અને વહાલનો એક મહાસાગર છે તે હું આજ અનુભવું છે. મારી જાતને હું ધન્ય ગણું છું કે મને આવી ગુણવાન દીકરી મળી.બસ અતુલ અને તું મારા જીવનની અમૂલ્ય ભેટ છે.મારું જીવન સાર્થક ગણું છું કે મને આવા સુંદર સંતાન મળ્યા.’

 ‘ ડેડી! પિતા વાત્સલ્યનો આપની પાસે અઢળક ખજાનો છે, કોઈ પણ દીકરીને આપ બાપ જેવા સસુર મળેતો તો એને પિયર કદી પણ યાદ ના આવે એવો અદભુત પ્રેમ મને મળી રહ્યો છે. આનાથી વિશેષ નસીબદાર દીકરી કોણ હોય શકે ?’

કહેતા કહેતા જ્યોતિકાની પ્રેમાળ આંખો ભીંની થઈ ગઈ! અલ્પેશે સ્નેહથી ભેટી જ્યોતિકાના આંસુ લુછી નાંખ્યા.  ત્યાંજ રૂમમાં અતુલ પ્રવેશતાજ મજાકમાં બોલ્યો. ‘

ડેડી!  that is not fair! I came first in your life and then  Jyotika..Lately you are giving so much love to her. That’s discrimination!( આ બરાબર ના કહેવાય! હું તમારા જીવનમાં પહેલા આવ્યો અને પછી જ્યોતિકા. હમણાં હમણાં તમે જ્યોતિકાને બહુંજ પ્રેમ આપો છો, એ તો પક્ષપાત કહેવાય.’)….

‘તારે જે કહેવું હોય તે કહે પણ હું તો મારી દીકરી જ્યોતિકાનેજ હવે વધારે પ્રેમ આપીશ. અલ્પેશે હસતાં હસતાં જવાબ આપી દીધો..જ્યોતિકાએ અતુલને અંગુઠો બતાવ્યો..’લે લેતો જા..’ અતુલે આવી જ્યોતિકાને માથે ટાપલી મારી.. ‘ડેડી!

‘અતુલ મારી દીકરીને ખોટી રીતે હેરાન ના કર!’  આવો સુખી પરિવાર જોઈ કોઈ હરખાય તો કોઈને  ઈર્ષા પણ આવે!

                                                   અમારા  સુખી પરિવારના સરિતાનો પ્રવાહ વહેતો ચાલ્યો. મારા ડેડી નિવૃત થયાં બાદ મેં અને જ્યોતિકાએ ડેડીને  નિવૃતીની પાર્ટી રૂપે ત્રણે વેકેશનમાં યુરોપની ટુરમાં ગયાં. ડેડી બહુંજ ખુશ હતાં. યુરોપના ૧૫ નાના દેશોની મુલાકાત લીધી અમારી યાત્રા બહુંજ સફળ રહી. ટુરમાંથી પાછા  આવ્યા બાદ ડેડી એ પ્રવાસ વર્ણનની બુક લખવાનું નક્કી કર્યું, મે તેમને બધા ફોટા અને વિડિયો,અને ૧૫ દેશોના નામ સાથે લીસ્ટ આપી દીધું જેથી બુક લખવામાં સરળ પડે. અમો જોબ પર જઈએ એટલે સવારના અડધી કલાક યોગા, ૧૦ મિનિટ ટ્રેડમીલ પર અને પછી ચા-નાસ્તો, ત્યાર બાદ લેપ-ટોપ પર ગુજરાતી ભાષામાં પોતાની બુક લખે. રોજ અમો સાંજે આવીએ એટલે રસોઈ તૈયાર રાખે. મારા ડેડીને રસોઈ કરવાનો જબરો શોખ! ડાઈનીંગ ટેબલ પર ડીશ,ચમચા-ચમચી સાથે  રોજ નવા નવા મેનુ સાથે ડીનર રેડી હોય! હું અને જ્યોતિકા કેટલા નસીબવંતા કહેવાયીએ!  ડેડી!ની તુલના હું કોઈ સાથે ના કરી શકું! મા ગયાં પછી ઈશ્વરે તેમને માના સમગ્ર ગુણોની શક્તિ પ્રદાન કરી દીધી હતી. મને માફ કરજો પણ  એથી જ મને મારી મા કદી પણ યાદી નથી આવી!

                                                                 ‘જ્યોતિકા, ગરાજ ડોર કેમ ખુલ્લું છે?’

મેં કાર ડ્રાઈવેમાં લેતા પુછ્યું.

‘ ડેડી! કદાચ ફ્રન્ટ-યાર્ડની બાજુંની સાઈડમાં રીંગણા અને મરચાના છોડને પાણી પાતા હશે!  

મેં કાર ડ્રાઈવે માં પાર્ક કરી સાઈડમાં જોવા ગયો તો ડેડી નહોતા. હું અને જ્યોતીકા બન્ને ઘરમાં જઈ ..’

ડેડી..ડેડ ક્યાં છો ?’

કઈ જવાબ   મળ્યો નહી! ડાઈનીંગ ટેબલ પર રાબેતા મુજબ ડીનર તૈયાર હતું. ઘર પાસે પોલીસ-કાર અને એમ્બ્યુલન્સ આવી ઉભી રહી. પોલીસના હાથમાં ગન હતી. અમો બન્ને ગભરાઇ ગયાં. પોલીસે કહ્યું..’તમો ઘરના માલીક છો? અમોએ હા પાડી..પોલીસે કહ્યું કે તમારા પડોશીએ  ૯૧૧ પર ફોન કરી  કીધું છે કે..તમારા ઘરમાંથી ગન(બંધુક)માંથી બે-ત્રણ ગોળીના ધડાકા થયા છે અને સાથો સાથ તમારા જ ગરાજ પાસેથી એક લાલ  પીક-અપ(ટ્રક) માં બે અજાણા શખ્સ(માણસો) ભાગી છુટ્યા છે…અમોને કશી વસ્તુંની ખબર નહોતી અમોએ કીધું કે અમો હમણાંજ જોબ પરથી પાછા ફર્યા છીએ.અને મારા ડેડી ઘરે હોય છે.અને એ દેખાતા નથી..’તમો અહીંજ રહો અમો ઘરમાં તપાસ કરીએ છીએ.’   બે પોલીસ ઘરમાં ગન લઈ ચારે બાજું ફરી વળ્યા.ડેડી, ના મળ્યા..પોલીસ ઉપરના માળે ગયા..અમારી ચિંતા વધી ગઈ. જ્યોતીકા રડવા  લાગી, મારું શરીર પાણી પાણી થવા લાગ્યુ. બે  ત્રણ મિનિટ બાદ એક પૉલીસે નીચે આવીને કહ્યુ..

‘ઉપરના બેડરૂમમાં એક ડેડ બૉડી પડ્યું છે..તમો ઉપર આવી ઓળખો.’

એક ધ્રાસ્કા સાથે અમો બન્ને ઉપરના માળે ગયા…ડેડી…લોહી-લુહાણ અવસ્થામાં ખુલ્લી આંખ રાખી…અમારી છેલ્લી રાહ જોઈ રહ્યા અને કહી રહ્ય હોય કે ..’ચાલો બેટા ડીનર તૈયાર છે.” જિંદગીમાં પહેલીવાર લાગ્યું કે મેં આજ મા-બાપ બન્નેને એકી સાથે ગુમાવ્યા છે કોઈ અજાણ્યા પાપીના હાથે.. વગર વાંકે!.

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી..

ફેબ્રુવારી 25, 2013 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

વતન પ્રેમી!

301995_181001005315989_100002182736104_383590_2033778213_n
‘શેઠાણી,મારો પતિ દારૂડિયો,જુગારી છે,તમો જે પગાર આપો છો તે બધો લઈ લે.’જીવી પોતાની હૈયા વરાળ કાઢતી બોલી..મેં કહ્યું જો જીવી, મે તને કેટલીવાર કીધું છે કે મને તારે શેઠાણી કહીને નહીં બોલાવવાનું,મને આન્ટી કહીને બોલાવાની. ‘અહીં જે જે બંગલામાં કામ કરૂ છું તે સૌને મારે શેઠાણી કહીને જ બોલાવવું પડે નહી તો શેઠાણી ગુસ્સે થઈ જાય.’ ‘હા પણ હું જુદી છું..અમોને શેઠ હોય કે વાણોત્તર આમારા માટે બધા સરખા.’ ‘.હા..આન્ટી તમો પરદેશી છો અને તમો મને કોઈદી કામવાળી તરીખે માનીજ નથી,માનથી બોલાવો છો અને ઘેરે જમવાથી માંડી અવાર-નવાર નવી સાડી અને ઘણી ઘર વખરી આપોછો.’

અમો બન્ને પતિ-પત્ની દરવર્ષે ભારત આવીએ છીએ અને ત્રણ મહિના રહીએ છીએ.અહીં અમદાવાદમાં બે બેડરૂમનો ફ્લેટ સેટલાઈટ એરિયામાં લીધો છે. દેશમાં દિનપ્રતીદીન વધતી જતી મોંઘવારીમાં દર વર્ષે વસ્તુંના ભાવમાં ૨૦ થી ૩૦ ટકા વધારો થતો હોય છે..માસિક ખર્ચ અમો એન.આર,આઈ.ને રૂપિયા ૩૦,૦૦૦ માત્ર ખાવા-પિવા અને ટ્રાન્સ્પોર્ટેશનમાં ખર્ચાય જાયછે.અહીંની મોંઘવારી અજગરની જેમ દીન પ્રતિદીન ભરડો લેતી જાય છે.ઘણીવાર લાગી આવે કે મહિને ૨૦૦૦-૩૦૦૦ રૂપિયા કમાતા વ્યક્તિનું શું થતું હશે? વતનમાં ચોરી,ભષ્ટાચાર અને લુંટફાટનું મૂખ્ય કારણ ગરીબાઈ પણ હોય શકે અને તેને લીધે પ્રમાણિકતા,ભેળશેળ જેવા દુર્ગુણો ઘુસી જતાં હોય છે. માનવીને મુળભૂત જરૂરિયાતમાં પુરતું ખાવા-પિવા મળે,આરામથી જિંદગી જીવે તો ભષ્ટાચાર કે ચોરી કરવાનો કોઈ સવાલજ ઉભો ના થાય! વતન છે પણ આપણાંજ વતનમાં “એન.આર.આઈને ધુતો..” એમને તો ૫૦ રૂપિયા એટલે એક ડોલરજ થાયને..એમને શું વાંધો? એ વેપારીથી માંડી નાના શાકભાજીવાળા અને રિક્ષાવાળાનું વલણ અહીં થઈ ગયું છે.દુઃખ થાય છે કે આપણાંજ વતનમાં અમેજ લુંટાઈએ છીએ.દેશવાસીઓને ખબર નથી કે અમેરિકામાં એક ડોલર કમાવો સહેલો નથી! અહીં એક રૂપિયાની કોઈ કિંમત નથી. થોડા સમય માટે આવા વિચારો આવી જાય પણ “ચાલ્યા કરે!”..’માણસોની મજબુરી છે.’ માની મનને મનાવી લઈએ.વતનની ધુળમાં હજું પ્રેમની સુવાસ માણીએ છીએ.જન્મદાતામાંના ખોળામાં આળોટવાનું મન થાય એ સ્વાભાવિક છે.અહીં આવી બની શકે તો થોડી માનવ-સેવા કરી ઋણ અદા કરવાનું મન થાય.

મજબુરી , ગરીબાઈ છે એથીજ કામવાળી જીવીને કપડા અને બીજા લોકો જીવીને મહેનતાણું આપે તેના કરતાં વધારી આપીએ તો તેને મોંઘવારીમાં થોડી રાહત થાય.એજ ઉદ્દેશથી મારા પતિ રૂપેશ પણ એટલોજ ઉદાર છે અને ઘણીવાર કહે.’ મીતા, તું તો જાણે છે કે સૌ કામવાળા આપણી આવવાની રાહ જોંતા હોય છે એનું કારણ કે એમને એમની મહેંનત કરતાં વધારે મહેંનતાણું આપી આપણે એમને ઘણાંજ ખુશ રાખીએ છીએ. એમની ખુશીમાં આપણી પણ ખુશી છે.’

‘બિચારી જીવીની વાતો સાંભળી આપણને ઘણું દુઃખ થાય.આટલું કમાય છે,દિવસ રાત કામના ઢસરડા કરે છે તોય એનો આળસું પતિ એને મારે. તેણીના પૈસે જલસા કરે સાથો સાથ સાસુ-સસરા સૌ આળસુંના ગોર. તેણીના ઘર-કામમાં કશી મદદરૂપ ના થાય.જીવી એકલા હાથે ચાર ચાર જણાંનું ભરણ-પોષણ કરે! જીવી ઘણીવાર પોતાની દર્દભરી વાતો કરે ત્યારે આપણી આંખમાં પણ આંસુ આવી જાય..એટલે રૂપેશ અમેરિકાથી નવા નવા શર્ટ, પેન્ટ અને હું સાડીઓ લાઉં ને જીવીને આપું બિચારી ખુશ ખુશ થઈ જાય..જીવી અમારે ત્યાં છેલ્લા પાચ વર્ષથી નોકરી કરે છે.ઘરનું સઘળું કામકાજ તેણી કરે છે.અમો ઘણીવાર બહાર જવાનું થાય ત્યારે ઘર તેણી સંભાળે, તેણીને એક વધારાની ચાવી આપી રાખેલ જેથી કામ-કાજ પતી જાય એટલે ઘર બંધ કરી પોતાના ઘરે જાય.એક બે વખત અમો સેલ ફોન લઈ આપેલ પણ તે સેલ ફોન એનો ગુંડો પતિ લઈ લે અને પછી વેંચી દે. અમો અહીં ભારતમાં આવીએ એની રાહ જોતી હોય ત્રણ મહિના અમારે ત્યાં ફૂલ ટાઈમ ઘરનું સાફ સુફીથી માંડી સઘળું કામ કાજ તે સંભાલી લે અને અમો મહિને ખાવા-પિવા સાથે૩૫૦૦ રૂપિયા આપીએ..બિચારી ખુશ ખુશ થઈ જાય!એ ઘણીવાર કહે આન્ટી મને તમારા દેશમાં લઈ જાવ ને! હું તમારું ઘરનું બધું કામકાજ સંભાળી લઈશ! ‘જીવી,ત્યાં આવવું સહેલું નથી.ઘણાં પેપર વર્ક કરવા પડે.અમો અહીંથી જઈએ ત્યારે પણ ટીપમાં ૫૦૦૦ રુપિઆ આપીએ.

‘રૂપેશ,છેલ્લા ત્રણ ચાર દિવસથી જીવી નથી આવતી.’ ‘ મીતા માંદી હશે..કા’તો તેણીના પતિએ ઢોરની જેમ મારી હશે. મારી પાસે કોઈ તેણીનો કોન્ટેક છે નહી. જીવી ક્યાં રહે છે તેની પણ મને ખબર નથી. ઘરના કામકાજમાં બહુંજ મુશ્કેલી પડે છે. ‘હની,આપણે અમેરિકામાં ક્યાં કામવાળી હોય છે આપણું બધું કામકાજ જાતે જ કરી લઈએ છીએ..હા પણ ત્યાંની વાત જુદી છે..તો તપાસ કર કે આપણાં કોઈ પડોશીને તેણીની કઈ ખબર હોય.

ડોર બેલ વાગ્યો..સાહેબ નવા સૉફાસેટ અને ડાઈનીંગ સેટની ડિલીવરી છે .ઓકે! એ લોકો જુના સોફાસેટ લઈ નવા મુકવાના હતાં, બધું સેટ થઈ ગયાં પછી તેમની સાથે આવેલ માણસને એક લાખ રોકડા અપવાના હતાં. ‘ હની..તીજોરીમાંથી…ઑકે.. રૂપેશ અહીં આવતો..તીજોરીમાં કોઈ પૈસા નથી..તે કોઈ બીજી જગ્યાએ મુક્યા છે. હની ત્યાં તીજોરીમાં કવર છે તેમાં છે..હની કશું નથી. ફર્નિચરવાળો ઓળખીતો હતો મેં ફોન કરી જાણ કરી કે પછી પૈસા મોકલાઉ તો ચાલશે? ઑકે , રૂપેશભાઈ તમારા પૈસા ક્યાં જવાના છે. સમય મળે આપી જજો અથવા તમે કહો ત્યારે માણસ પૈસા લેવા મોકલી દઈશ.પૈસાની ચિંતા ના કરશો..

બે વીક પહેલાંજ બેંકમાંથી કેશ ઉપાડી ફર્નિચર માટે પૈસા લાવી મેં તીજોરીમાં મુકી દીધા હતાં. ઘરમાં બધી જગ્યાએ શોધવા ફરી વળ્યા. કઈ પૈસા મળ્યા નહી.શું કરીશું? ચોરી થઈ ગઈ હશે! તીજોરી તુટેલી પણ નહોંતી.કોઈ ચોરીના ચિન્હ અમને દેખાય નહી.તો થયું શું? જીવી પણ છેલ્લા ચાર દિવસથી નથી આવતી. નહીંતો તેણીને પુછી લઈએ કે અમારાથી ઉંમરને હિસાબે ઘણીવાર વસ્તું ક્યાં મુકી છે તેની અમને ખબર નથી રહેતી ત્યારે તેણી ઘણીવાર વસ્તુ શોધવામાં મદદ કરતી.જીવી ઘણીવાર મજાકમાં કહેતી કે આન્ટી તમને કશું યાદ નથી રહેતું.ઘરમાં શું શું છે તે પણ તમને યાદ નથી રહેતું.’અરે..ગાંડી તું છે તો અમારે શું ચિંતા.ઘરમાંથી વસ્તુ ક્યાં જવાની છે? તું અમને બહું સારી અને પ્રમાણિક અને વિશ્વાસુ છોકરી મળી ગઈ છે તેથી અમોને કશી પણ ચિંતા નથી.’

બે અઠવાડિયા પછી અમારા ફ્લેટ પર પોલીસ આવી પુછ્યું..’આપ એન.આર.આઈ છો ? અમેરિકાથી આવો છો? મેં હા કહી..તેમણે આગળ પુછ્યું..’તમારે ત્યાં જીવી નામની કોઈ નોકરાણી કામ કરતી હતી ? હા પણ શું થયું ? બિચારી છેલ્લા દસ દિવસથી કામે નથી આવી.એ બિચારીનો પતિ દારૂડિયો, જુગારી અને ગુંડો છે અને સાસું સસરાનો પણ એટલો જ ત્રાસ છે.બિચારી જીવીને માર માર્યો લાગે છે.સાસરાવાળા બહું સારા નથી જીવીને બહુંજ ત્રાસ આપે છે.’ ‘ બેન એ વાત સાચી નથી. બધી બનાવટી વાતો છે એ જીવી પરણિત છે જ નહી.એક લુંટારૂ ટોળકીમાં ભળેલી છે. હું અધવચ બોલી..હોય જ નહી. અમો સાચું નથી માનતા. ‘બેન,ત્રણ ચાર દિવસ પહેંલાજ “મધુ માધવ છાપરણ” ઉર્ફે જીવી એસ.જી. હાઈવે પર એક બેનના ગળામાંથી સોનાનો ચેઈન બાઈક પર છીનવવા જતાં પોલીસે પકડી પાડી અને તેણીના ઘરે તપાસ કરતાં ૯૦,૦૦૦ની રોકડી રકમ મળતાં વધું તપાસ અને રિમાન્ડ પર લઈ દબાણ કરતાં માહિતી મળી કે એ તમારી વિશ્વાસું નોકરાણીએ એક લાખની રકમ તમારા જ ઘરમાંથી ચોરી કરી છે. ઉપરાંત તેણીના ઘરમાં નાની-મોટી ઘણી વસ્તું પરદેશની જોવા મળી છે. તે અંગે વધુ પુછતાછ કરતાં ખબર પડી છે કે તમોને વિશ્વાસમાં તેમજ તમારા ભુલકણા સ્વભાવનો ગેરફાયદો લઈ ધીરે ધીરે ઘણી નાની-મોટી વસ્તુંની ચોરી કરી છે. સાથોસાથ એ પણ બકી છે કે આપના પતિના કપડા ધોતા ઘણીવાર ત્રણ સો ચારસો ની નોટો નીકળે તો ૫૦ રુપિયા જેટલા તમને આપી દે એટલે તમને લાગે કે જીવી કેટલી પ્રમાણિક છે! તમને આ વિશ્વાસમાં લેવાનું તેણીનું બધું કાવત્રુ હતુ. છેલ્લા પાંચ વર્ષમાં તમને ઘણાં લુંટ્યા છે અને તમને ખબર પણ નથી પડી. પોલીસ બધું પેપરવર્કસ કરી અમારી સહી લઈ જતા રહ્યા.અને જતાં જતાં કહ્યું.’ચિંતા ના કરશો અમો અમારી રીતે બધી તપાસ કરી જાણ કરીશું.’

‘ રૂપેશ, આપણાં જ વતનમાં આપણે લુંટાયા! પાચ વર્ષમાં આપણા ભુલકણા સ્વભાવ, ઉંમર અને વિશ્વાસનો ગેરલાભ લઈ તેણીએ શું શું નહી ચોર્યું હોય!આપ્ણે કોનો વિશ્વાસ કરીએ? દેશમાં પ્રમાણિકતાનું પતન થઈ ગયું છે! મીતા, છાપામાં વાંચીએ છીએ કે ‘એક લાંબા સમયથી કામ કરતાં નોકરે માલિકનું પૈસા માટે ખુન કરી નાંખ્યું ‘..તો આપણે તો સલામત છીએને? તને બહું ચિંત્તા થતી હોય તો આ ફ્લેટ વેંચી દઈ બધું સમેટી અમેરિકા પાછા.રૂપેશ, તારી વાત મને ગમી..પણ આપણે જે વીલમાં લખ્યું છે તે પ્રમાણે જ થવુ જોઈએ. હા…હા..એજને કે ફ્લેટ વેંચી જે પૈસા આવે તે..ગરીબ બાળકોની કેળવણી માટે ડૉનેશનમાં આપી દેવાના…બસ ખુશ હની ?

ડિસેમ્બર 8, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

જ્યાં ઈશ્વર પણ આંખ આડા કાન ધરે છે!!

મારા પતિ અમૃતલાલ વહેલા સવારે ૪.૩૦ વાગે ઉઠે ત્યારે તેના માટે મારે  ગરમ પાણી તૈયાર કરી જ રાખવું પડે જો એ ક્રમમાં મોડું થાય તો મારે અધમણ ગાળો સાંભળવાની તૈયારી રાખવાની. નાહી ધોઈ બરાબર સવારના પાંચવાગે ઘરમાં રાખેલ મંદીરમાં  એમના  આસન પર આવી જાય ત્યારે દિવેલીમાં ઘી,માચીસ બધું  તૈયાર કરી રાખવાનું  એમાં કોઈ જાતની બાંધ છોડ નહી.આજ  મને સતત શરદી-ઉધરસ થઈ જવાથી મોડું ઉઠાયું અને એ બહં જ ગુસ્સે થઈ ગયાઃ ‘તને કશી ભાન પડતું નથી,આ તારાજ લીધે મારા લાલાજીને જગાડવામાં આટલું મોડું થઈ ગયું.તને ખબર તો છે કે મારે મારા લાલાજીને ઉઠવાનો સમય પાંચ વાગે છે અને એના માટે તું જ જવાબદાર છે એકદમ ગુસ્સે થઈ તાંબાનો લોટો સીધો મારા તરફ ઘા કર્યો. મારી આંખ બચી ગઈ,મો પર વાગ્યું. ‘પણ…મારી તબિયત થોડી..’ ‘તબિયત..તબિયત બસ થોડી માંદગી આવી ગઈ એમાં આવડા મોટા ભવાડા!મરી તો નથી ગઈને? ચાલ જલ્દી મારું આસન ગોઠવી દે.મારે કેટ્લું મોડું થયું છે. બધુ પાપ તને જ લાગવાનું છે! મેં ગભરાતા, ગભરાતા દોડા દોડી કરી બધું ગોઠવી દીધું.પહેલા જપ, લાલાજીની પૂજા પછી  આરતી  બધું એક કલાક ચાલે.આ વિધી દરમ્યાન કોઈ એમને જરી પણ ખલેલ ના પાડી શકે.એક વખત મારી  દીકરી નૈનાએ ઉઠી તેના પૂજાના રૂમમાં જઈ પિતાને કહ્યું ‘પપ્પા,મને પેંડાનો પ્રસાદ આપો. બસ પૂજામાં ભંગ પડ્યો. નૈનાને તો ગાલ પર થપ્પ્ડ પડી સાથો સાથ મારું પણ આવીજ બન્યું! શું કરું એક પણ સામો શબ્દ બોલ્યા વગર સાંભળી જ લેવાનું.પૂજામાંથી બહાર આવે એટલે..”હરે કૃષ્ણ ,હરે રામ!” ના જાપ સાથે ટેબલ પર પધારે ત્યારે  ચા-નાસ્તો ટેબલ પર ૬.૩૦ વાગે તૈયારજ હોય. ૭.૩૦ વાગે મંદીરે જાય.ત્યારે પણ ભગવાનને ધરાવવા ફળ-ફળાદી બધું હું  તૈયારજ રાખું.મારા  પતિના આવા આકરા અને દુર્વાસા ઋષી કરતા પણ ક્રોધી સ્વભાવને હું  જાણી ગઈ હતી.એમના ધાર્મિક કાર્યમાં જરી પણ અવરોધ ના આવે તેની સતત કાળજી રાખતી.

અમૃતલાલ મંદીરે જવા નિકળ્યા, મોબીલ પર એમના મિત્ર મુકેશનો ફોન આવ્યો.’શું કરો છે? યાર મંદીરે જાઉં છુ..શું કઈ કામ હતું?’  ‘હા,તારી ઓફીસમાં મેં ટેન્ડર ભરેલ છે પણ..તારો સાહેબ..’મંજૂર કરી આગળ જવાજ નથી દેતો એમને…તું ચિંતા ના કર…’ ‘મને પાંચ હજાર આપી દેજે હું બધું સંભાળી લઈશ ?’ ‘ યાર પાંચ હજાર ? ૫૦૦૦ તો આવી મોંઘવારીમાં કશુંએ ના કહેવાય. મને અને  તને પણ  ખબર છે કે તારા કામમાં કેટલી ભેળ-શેળ હોય છે.’ ‘ઑકે! તારા ઘેર ૫૦૦૦ મોકલી આપીશ.’ ‘બસ સમજીલે કે તારી ફાઈલ આગળ નીકળી ગઈ.’   ‘શેઠ..મને કઈ ખાવા પૈસા કે ગાંઠીયા લઈ અપાવોને,બહું જ ભુખ લાગી છે એક પાંચ વર્ષની બાળકી એના પગ પાસે કરગરી રહી હતી.અમૃતલાલે પગથી ધક્કો લગાવી કહ્યુઃ” હટ,તારા મા-બાપે તમને લોકોને જણીને રસ્તા પર છોડી ભીખ માંગતા કરી દીધા છે..જા અહીંથી નહીંતો બીજી લાત પડશે..બિચારી બાળકી ડરીને રડતી રડતી દૂર જતી રહી.

અમૃતલાલ મંદિરેથી ઘેર આવે પહેલા ૧૦.૩૦ વાગે લન્ચ તૈયારજ હોય. ઓફીસનો સમય ૧૧ વાગ્યાનો છે છતાં અમૃતલાલનો ઓફીસે પહોંચવાનો સમય ૧૨ વાગ્યાનો! છતાં તેના સાહેબ કોઈ એક શબ્દ પણ કહી ના શકે એટલી એમની દાદાગીરી.ઓફીસે પહોંચી તુરત અગરબત્તી સળગાવી તેના ટેબલ પર રાખેલ તેના લાલા ભગવાનની છબી પર આરતી ઉતારી છબી પાસે રાખેલા સ્ટેન્ડ પર મુકી દે એમાં ૧૫ મિનિટ જેવો સમય લઈ લે,કોઈ કશું બોલી ના શકે!

ભગવાનને પ્રાર્થના કર્યા બાદ  પટ્ટાવાળાને બોલાવે..’હે રમણ! ગઈ કાલે હું ઓફીસેથી વહેલો નિકળી ગયો હતો..પછી કોઈ…’  રમણને ખબર છે કે એ શું કહેવા માંગે છે..’હા સાહેબ,બ્રેક સમયમાં આપણે હિસાબ સમજી લેશું!’ ‘ ગુડ..મનમાં બોલે પણ ખરો..’સાલો એક નંબરનો લાલચું અને ચાલુ માણસ છે..ઘરમાં સુંદર બૈરી છે તોય ઓફીસમાં કામ કરતી યુવાન છોકરીઓ પર નજર બગાડી ચારે બાજું  ફાંફા મારતો હોય છે.!’

મારા પતિને સૌ ‘અમૃતભગત’ કહીને બોલાવે પણ મેં ઘણીવાર લોકોને પાછળથી કહેતા સાંભળ્યા છે કે..’અમૃત ઠગત..એક નંબરનો ઢોંગી’સાંભળું ત્યારે દુંખ લાગે પણ કેટલાને વારવા જાઉં!મને પણ મનમાં ઘણીવાર થઈ જાય કે હું ક્યાં આવા માણસમાં ફસાઈ પડી!

મારી મોટી બહેન અમેરિકા છે, એ ત્યાંની સિટિઝન થયાં બાદ અમોને સ્પોન્સર કર્યા ત્યારે મારી દીકરી નૈના માત્ર પાંચ વર્ષનીજ હતી. મારા પતિ ઈન્ડિયામાં બી.એ હતાં પણ અમેરિકામાં ઓફીસની નોકરી ના મળી એથી મારા બનેવીએ એક દેશીની મોટેલમાં રખાવી દીધા.૨૦ રુમ્સની મોટેલ હતી.ત્યાં રહીને મોટેલ ચલાવવાની.એરિયા બહું સારો નહોતો.

‘અમૃત, તમે આવા ધંધા ના કરો, થોડા તો પ્રમાણિક થાવ!’ ‘ રહેવા દે સત્યવાન સાવિત્રી, તને કશી ભાન ના પડે..મોટેલના માલિક મુકેશભાઈ જે પગાર આપે છે તેમાં આપણે કશું સેવિંગ કરી ના શકીએ..દસ ઘરાક આવે તેમાંથી આઠ ઘરાકના જ પૈસાનો હિસાબ આપવાનો બાકીના ખિસ્સામાં જ નાંખવા પડે.હા જો મારો સંધ્યાની આરતી અને લાલાજીને થાળ ધરાવવાનો સમય થઈ ગયો છે.તો મેં કીંધું એમજ તારે કરવાનું..સમજી ગઈને?’  મારે ‘હા’જ કહેવાની રહી નહીતો ગાળો ઉપરાંત એકાદી ગાલ પર પડી જાય! મારી મોટી બહેનને એમના કૃર સ્વભાવની ખબર છેમને ઘણીવાર કહેતી આવા ઢોંગી અને પાખડી પુરુષ સાથે તું જ રહી શકે એ જગ્યાએ હું હોઉ તો ક્યારના… પણ હું કહેતી કે લગ્ન કર્યા ૧૦ વર્ષ થઈ ગયા અને પડ્યું પાનું નિભાવે છુટકોજ નથી.એમાંય બિચારી મારી નૈનાનું શું જો હું ડિવોર્સ લઉ તો?

મને ના ગમતું બધું ગેરકાનુની કામ એ મોટેલમાં ચલાવતા અને પોતાના ખિસ્સા ભરતાં.મોટેલ ખોટમાં ચાલે છે એવું જુઠ્ઠાણું મુકેશભાઈને કહે.મુકેશભાઈને ક્યાં ખબર હતી કે મોટાભાગના પૈસા એમના ખુસ્સામાં જાય છે.એ જ મુકેશભાઈએ પ્રપોઝલ મુકી કે તમારે આ મોટેલ ખરીદી લેવી હોય તો..બસ એતો એમને જોઈતું હતું. બે વર્ષની અંદર ઘણા ગેરકાયદાસેર બનાવેલ પૈસાથી મોટેલના માલિક બની બેઠા!..હું પ્રેગનન્ટ થઈ મારે આઠમે મહિને પણ બધા રૂમ્સ મારે સાફ કરવાના, એ મોટા ભાગે ફન્ટ ડેસ્ક પર સાહેબની જેમ બેસી ઓર્ડર કર્યા કરે તું બધા ખાલી રુમ્સ સાફ કરી નાંખજે.જાણે હું એમની નોકરણી!

એમને શીલા સાથે લફરું હતું એ મને જ્યારે ડિવોર્સના પેપર્સ મારા હાથમાં આવ્યા ત્યારે ખબર પડી! મોટેલનું કામ, ઘર કામ ઉપરાંત નૈનાની સંભાળ લેવાની સાથો સાથ પ્રેગનન્સીમાં એટલી બધી થાકી જતી કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનો મને ખ્યાલ જ નહોતો.

કોર્ટમાં એમણે મોટેલમાં ઘણીજ ખોટમાં ચાલે છે એ બતાવ્યું અને પોતાની પાસે કશું સેવિંગ છેજ નહી.બહું જ લુચ્ચાઈ ભર્યું વર્તન અને ઠગાઈ કરવામાં એ બહુંજ ચાલાક હતાં.મારે ભાગે કશું ના આવ્યું.નૈનાની સંભાળ માટે એલિમનીના માત્ર ૨૦૦ ડોલર્સ નક્કી થયાં.નૈનાની જવાબદારી મે લીધી એમાં એમને કશો વાંધો નહોતો એતો ઉપરના ખુશ થયાં જવાબદારીનું લફરું ગયું  અને હું શીલા સાથે રંગ રલીયા માણી શકીશ..મને ખબર હતી કે સ્વાર્થી બાપ પોતાની દીકરીની પણ કશી દયા ખાય તેમ નથી.ડિવોર્સબાદ મારી ધારણા સાચી પડી.એમનો ખરાબ ઈરાદો અને પ્લાન મુજબ બધીજ સેવિંગની રોકડી રકમ શીલાને આપી દીધી હતી જેથી કોર્ટમાં એની કશી આવક કે કશું સેવિંગ નથી એ બતાવ્યું જેથી મને કાળી કોડી પણ  ના મળે!

મોટી બહેનની મદદથી મેં મારા પુત્ર  હિમેશને જન્મ આપ્યા બાદ મેડિકલ ટેકનોલોજીની સ્કુલ કરી મને સારી જોબ મળી ગઈ.બાળકોને ભણાવવામાં અને સંભાળ રાખવામાં સમય ક્યાં સરકી ગયો તેનો કશો ખ્યાલ ના રહ્યો.એકલા હાથે પારાવાર  મુશ્કેલીઓનો સમુંદર પાર કરી મારી મંઝીલે પહોંચી તેનો મને આનંદ અને મારી જાત પર એક સ્ત્રી તરીકે ગૌરવ લઉં છું

નૈના  આર.એન સર્ટીફાઈડ નર્સ બની અને હિમેશ કમ્પુટર એન્જિનિયર થયો.નૈના અને હિમેશ બન્નેને એના ડેડીના પાંખડી,લાલચું અને  સ્વાર્થી ભર્યા ઈતિહાસની ખબર છે.કે જેણે મદદ તો બાજુંમાં રહી પણ કદી પોતાના બાળકોનો સંપર્ક પણ નથી કર્યો ,પોતાની કૉમન ગણાતી વાઈફ  શીલા,પૈસો, મિલકત,એશ આરામ એજ એમની દુનિયા હતી. હું, નૈના અને હિમેશ ત્રણેજણ બેઠાં હતાં ત્યારે મારી દીકરી નૈનાએ  વાત કાઢી.’મમ્મી,તમોએ  એકલા રહી,અપાર મુશ્કેલીઓનો સામનો કરી  અમારી પાછળ  જે  સેક્રીફાઈસ(ત્યાગ) આપેલ છે તે અજોડ છે.મમ્મી તું મહાન છે.પણ બીજી બાજુ આજે  આ શહેરમાં  સમાજના એક અગ્રગણી,જેની પાસે મોઘામાં મોઘી  મર્સિડીઝ કાર  છે.ત્રણ થી ચાર મિલિયનનું મકાન છે, ઘણીજ સંસ્થાના પ્રમૂખ પદે ચુંટાયેલા ડેડી, મંદીરોના મેઈન ટ્રસ્ટી જેને શહેરમાં સૌ દાનેશ્વરી તરીખે ઓળખે છે જેણે પોતાના ખુદના બાળકોની કદી કોઈજ સંભાળ કે પરવા પણ નથી કરી,એમના ઉજળા દેખાતા દેખાવની  અંદર છુપાયેલ દાનવને કેમ કોઈ ઓળખી નથી શક્તું ? એમની અપ્રમાણિક આવક,ગોરખ ધંધા,લુચ્ચાઈ અને દાનવ ભર્યુ વર્તન કરનાર વ્યક્તિ આટલી  બધી સુખી કેમ છે ? તે અમોને કાયમ શિખવાડ્યું છે કે પાપ કદી પણ ના કરવું, પાપ  હંમેશા છાપરે ચડીને પુકારે,કુક્ર્મોનો હિસાબ આપવોજ પડે..પાપીને હંમેશા ઈશ્વર સજા કરે છે તો  શું પપ્પા માટે  ઈશ્વર પણ આંખ આડા કાન ધરે છે ?’ હું એનો શું જવાબ આપું?

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી..

ઓક્ટોબર 26, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 9 ટિપ્પણીઓ

જ્યારે વેકેશન વેરી બને!

Colorado Wild Bear..

*********************************************************

‘ડેડી, હજું મમ્મી  કેમ પાછી નથી આવી? ચાર વર્ષની મીતાએ મુકેશને સવાલ કર્યો..એજ સવાલ નો  એક વર્ષથી એકજ જવાબ આપી મુકેશ પણ હવે મુંઝવણમાં મુકાઈ ગયો છે.ચાર વર્ષની બાળકીને સાચી હકિકત કહેવાથી એની પર સાયકૉલોજીકલ કઈ અસર પડશે અને એના શું રિયેકશન આવશે તેની ધારણા કરવી મુશ્કેલ છે. મમ્મીની સત્ય

હકિકત આ બાળકી સાંભળી શકશે ખરી? તેના માટે મુકેશે તેના મિત્ર સાયકો.ડોકટર અમિતની સલાહ લીધી..અમિતે કહ્યું.” મુકેશ,અહીં અમેરિકામાં તો બાળકોને પેરન્ટસ સાચી હકિકત કહી દેતા હોય છે’.મુકેશને એ વાત હજું ગળે ઉતરતી નથી.

‘મુકેશ, તું બધું એકલા હાથે કામ ન કર,હું તને મીતા સુઈ જાય પછી હેલ્પ કરાવું છું.’ મેં મારી પત્નિ રચનાને કહ્યું..’ના હની, Thank you, I want you to take care of  our baby boy!(આભાર,બસ, તું આપણાં આવનાર રાજકુમારની સંભાળ રાખ) રચનાને ત્રણ મહિના થયાં છે અને ડૉકટરે ટેસ્ટબાદ સારા સમાચાર આપ્યા કે રચનાને આ વખતે બાબો છે.હું  રચનાને કશું પણ ભારે કામ કરવા દેતો નહોંતો.મેં વેકેશનમાં કોલોરોડો સ્ટેટની મુલાકત લેવાનું કહ્યું તો ડોકટર સ્મિથે કહ્યું કે હજું ત્રણજ મહિના થયાં છે અને રચનાની તબિયત પણ સારી છે તો તમે વેકેશનમાં જઈ શકો છો.મેં આગલી રાતે બધો સામાન અને જરૂરિયાત વસ્તું કારમાં પેક કરી દીધી હતી.રચના, મે સવારે ચાર વાગ્યાનો આલાર્મ મુકી દીધો છે અને મારો પ્લાન સવારે છ વાગે નીકળી એરપોર્ટ પર પહોંચી જવાનું અને એરપોર્ટ પર કાર પાર્ક કરી ૮ વાગ્યાનુ પ્લેન લેવાનું છે. ‘ઑ.કે હની હવે આપણે સુઈ જઈએ.રાત્રીના દસ વાગ્યા છે અને વહેલા ઊઠવાનું છે.ડેનવર પહોંચી હોટલમાં એક-બેકલાક આપણે આરામ કરીશું’..’યસ હની એ મારા પ્લાનમાંજ છે.’ ‘મુકેશ, મને ખબર છે તારો પ્લાન, વેલ-પ્લાન હોય છે છતાં હું તને વારંવાર ટોક્યા કરું છું.’  ‘માય ડાર્લિંગ આને ટોકવાનું ન કહેવાય.મારી કોઈ ભુલ થઈ ગઈ હોય કે કઈ રહી ગયું હોય તો તું મને બધું યાદ કરાવે તો મને ગમે છે.’

ડેનવર પહોંચ્યા પછી  અમારા પ્લાન મુજબ અમોએ રેન્ટલ કાર કરી લીધી અને હોલીડે-ઈનમાં પહોંચી સૌએ આરામ કર્યો.એકાદ-વીક ડેનવર રહી, સ્કી-માઉન્ટેઈન એરિયામાં રિસોર્ટમાં એકાદ દિવસ રહેવાનું ઉપરાંત  ફેમસ માઉન્ટેઈન ટ્રેઈન રાઈડ વિગરે કવર કરવાનું  હતું. તેમજ ત્યાંના Aspen Highlands(એસ્પેન હાઈ-લેન્ડ્સ)માં  માઉન્ટેઈન સ્કી-એરિયામાં ઘણું જોવાનું હતું. રચનાની તબિયતે ઘણોજ સાથ દીધો..મીતા તો પર્વત વિસ્તારમાં સ્નો જોઈને ખુશ થઈ ગઈ.રિસોર્ટ એરિયામાં બસ સ્નો-બોલ,શાન્તા-ક્લોઝ બનાવવામાં મને બીઝી કરી દીધો.

એપ્રિલ માસ ચાલતો હતો છતાં એસ્પેન એરિયામાં રાતના સમયે હેવી જેકેટની જરૂર પડતી.બીજે દિવસે માઉન્ટેઈન તરફ સ્કી એરિયા તરફ જવા અમો સૌ હેવી જેકેટ અને જરૂરી નાસ્તો,પાણીની બોટલ રેન્ટલ કારમાં પેક કરી દીધું.સ્ટેટ હાઈવે  ૮૨, લોકલ હાઈવે ૧૫ ઉપર સ્નો પડવાની શરૂઆત થઈ ગઈ હતી.લોકલ રેડિયામાં સાંભળવા મળ્યું કે આજે ત્રણ થી ચાર ઈન્ચ સ્નો પડે એવી શક્યતા છે.અમારી રેન્ટલ કાર કેમરી બ્રાન્ડ ન્યુ  હતી તેથી કોઈ ચિંતા નહોતી. ‘મુકેશ,સ્નો જોવાની મજા આવે છે પરંતુ તને સ્નોમાં ચલાવવાની બહું પ્રેકટીસ નથી તો સાવચેત રહેજે.’  ‘ઓકે હની..માઉન્ટેન-એરિયામાં સ્નો પડતો હતો તેથી હાઈવે પર કાર બહું જ ઓછી દેખાતી હતી.મીતા તો અવાર-નવાર વિન્ડો રોલ કરી સ્નો હાથમાં લેવાની મજા માણી રહી હતી..સ્નોની ગતી વધતી જતી હતી. રસ્તામાં મેક-ડોનાલ્ડમાં બપોરે લન્ચ લીધું અને બે વાગે નક્કી કર્યું કે આપણે પાછા ફરીએ..સ્નો વધી રહ્યો હતો અને અમારા માટે આ રસ્તાઓ અને એરિયા અજાણ્યા હતાં. મેપ પ્રમાણે ૧૫૦ માઈલ પાછા જવાનું હતું.હાઈવે પર સ્નો-વ્હીકલ ફરતાં હતાં અને હાઈવે સાફ કરી રહ્યાં હતાં પરંતું સ્નોની ગતી ભારે હતી.વીઝીબિલીટી માત્ર ત્રણથી ચાર ફૂટની જ હતી. ‘મુકેશ..બી-કેરફૂલ! હાઈવે પર માત્ર બેથી ત્રણ કાર માંડ જોવા મળતી હતી એ પણ બંધ થઈ ગઈ! હજું ૧૦૦ માઈલ બાકી હતાં, હેવી સ્નોમાં મેં ક્યારે બીજા નાના હાઈવેની એકઝીટ લઈ લીધી તેની ખબર પણ ના પડી.ત્યાં તો કોઈ કાર પણ નહોતી.વેરાન વગડો! આગળ વધ્યો તો ત્યાં રસ્તો બંધ થતો હતો..સ્નોના ઢગલા ચારે તરફ  જે સ્નો ફોરકાસ્ટ હતું તેના કરતાં વધારે સ્નો પડી ગયો હતો અને હજું હેવી પડી રહ્યો હતો.અમો ગભરાઈ ગયાં શું કરવું . આજુ બાજું કોઈ હેલ્પ કરવા વાળું નહોતું. ‘મુકેશ, સેલ-ફોન પરથી ૯૧૧ ફોન કર તો કોઈ હેલ્પમાં આવી શકે.’  ‘હા.ગુડ-આઈડિયા! ઓહ! માય ગૉડ! સેલ-ફોન ક્યાં છે ? કારમાં બધે જોયું કઈ સેલ-ફોન ના-મળ્યો..મને લાગે છે કે હોટેલમાં મે ચાર્જમાં મુક્યો હતો અને લેવાનું જ ભુલી ગયો છુ.સાંજના ૭ વાગી ગયાં હતાં.રસ્તા પર પાછા જવા નજર કરી તો રસ્તાપર ત્રણથી ચાર ફૂટના સ્નોના ઢગલા! અજાણી વેરાન જગ્યા!કારમાં ગેસ-ગેઈજ પર નજર કરી તો અડધાથી ઓછો ગેસ હતો! સ્નો હેવી ફૂંકાય રહ્યો હતો. ‘હની! કારમાં થોડી ચીપ્સ અને કુકી છે,એકાદ બોટલ વૉટર.મને તો બરાબરની ભુખ લાગી છે.રચના,આવા ભયાનક વેધરની આપણે કલ્પના પણ નહોતી કરી.ચારે બાજું નજર કરી પણ કઈ આજું બાજું ઘર કે ગેસ-સ્ટેશન પણ જોવા મળે નહી! મે કાર રિવર્સ કરવાની કોશિષ કરી કે પા્છો જે રસ્તે આવ્યો તે રસ્તે  જાઉ! કાર સ્નોમાં બરાબરની ફસાઈ ગઈ હતી.ઘણી કોશિષ કરી પણ સ્નોમાંથી બહાર ના નિકળી.કારનું હીટર ચાલુ હતું જેથી ઠંડી થી થોડી રાહ્ત મળી તેમજ હેવી જેકેટ સાથે બ્લેન્કેટ હતો તે ઓઢી લીધો. ‘રચના, મને લાગે છે કે હું ચાલીને આજું-બાજું જોઉં કે કોઈ મદદ મળે. આજુબાજુ કોઈ ઘર હોય!’ ‘આવા વેરાન વગડામાં કોણ હોય? અંધારું થતું જાય છે અને સ્નો વધતો જાય છે,મુકેશ,મને તો બીક લાગે છે કે કોઈ વાયલ્ડ બેર( જંગલી રીછ)ની! હની, તું ક્યાંય જતો  નહી!  મીતા, નેપ લઈ ઉઠી અને બોલી ડેડી.’આપણે કયાં છીએ ? ઘરે આવી ગયાં.મને ભુખ લાગી છે.’ રચનાએ ચીપ્સ અને કુકી જે હતું તે આપ્યા.પોતાને પણ ભુખ લાગી હતી પણ શું કરે?પોતાના સંતાનની સંભાળમાં મા પોતાનું સઘળું દુંખ ભુલી જાય છે. મીતાનુ પેટ ભરાઈ એટલું માંડ હતું.’રચના,મને માફ કરજે આપણે ફસાઈ પડ્યા છીએ.’  ‘મુકેશ એમાં તારો ક્યાં દોષ છે? this is nothing but our bad luck!(આ નસીબના દોષ સિવાય કશું નથી). કહેવાય છે કે પ્રેગનન્સીની ભુખ ઉચા આકાશને પણ કરડી ખાય છે! રચના તમે બન્ને કાર લોક કરીને બેસો હું નજીકમાં વૉક કરી જાઉ છું.જોઉ કે કોઈ ગેસ-સ્ટેશન નજીકમાં હોય? મુકેશ, મને કશું આસપાસ સ્નો સિવાય  દેખાતું નથી. એકબાજું બીક અને બીજી બાજુ કડકડતી ભુખ! રચના, ચિંતા ના કર મને કોશિષ તો કરવા દે!’ ‘ઑકે હની.પણ બહું દૂર ના જતો!આ ફ્લેશ-લાઈટ લેતો જા!’ ‘ઓકે હની..રસ્તા પર ત્રણ-ત્રણ ફૂટના સ્નો પડેલો હતો રાત્રીના ૯ વાગી ગયાં હતાં.. મને આવા હેવી સ્નોમાં ચાલવાની કદી પણ પ્રેકટીસ નહી.સ્નો શુઝ નહોતા એટલે માંડ, માંડ ચાલી શકતો હતો. દૂર એક નાની લાઈટ જોઈ. ઘર હશે.તે તરફ ચાલ્યો.હેવી સ્નો ખુંદતા ખુંદતા ત્યાં પહોંચતા એક કલાક જેવું થઈ ગયું, ઘર નહી પણ નાની એવી એક બેડરૂમની કેબીન હતી. ડોર ખખડાવ્યું. ‘who is there?’  ‘sir, I need some help'(કોણ છે..સર, મારે મદદની જરૂર છે)એક મોટી ઉંમરનો વ્યક્તિએ દરવાજો ખોલ્યો! ઉંચો પડછંદ અને હાથમાં ગન હતી.ઘડીભર તો હું ગભરાઈ ગયો..મેં કહ્યું અમો રસ્તો ભુલી ગયાં છીએ અને મારી કાર સ્નોમાં ફસાઈ ગઈ છે. મારી બે વર્ષની બેબી અને મારી પ્રેગનન્ટ વાઈફ કારમાં છે.મને મદદ કરશો?
તેનું નામ તેણે માઈકલ કહ્યું અને તે રિટાયર્ડ પોલીસ ઓફીસર હતો.મને કહ્યું મને માફ કરજો આવા સ્ટોર્મી વેધર અને વેરાન જગ્યામાં બહુંજ કેરફૂલ રહેવું પડે! મને અંદર બોલાવ્યો.હકીકત જાણી.હજું હેવી સ્નોની આગાહી છે.બધા રસ્તાઓ બંધ છે.માઈકલે હાઈવે ડિપાર્ટમેન્ટને ફોન કર્યો પણ લાઈન બીઝી હતી.૧૦ મિનિટ સુધી ફોન કરવાની કોશિષ કરી પણ કોઈ સફ્ળતા ના મળી.
તમારી કાર ક્યાં છે તેનો તમને ખ્યાલ છે? રસ્તાનું નામ? તમે જે રસ્તે આવ્યા છો તે રસ્તા પર પણ અત્યારે ચાર-ચાર ફૂટ સ્નોના ઢગલા થઈ ગયાં છે.મારી પાસે પણ સ્નો-વ્હીકલ નથી. તમારી વાઈફને કીધું છે ને કે કાર લોક રાખે ? રાત્રે વાઈલ્ડ-બેર( જંગલી રીંછ) ખાવા માટે આજુ-બાજું ફરતા હોય છે. તેમજ કાર-હીટર ચાલું હશે તો કોઈ વાંધો નહી આવે.મારી ચિંતા વધી. મેં કીધું કે હું પાછો જાઉ ? ‘રાત્રીનો અંધકાર અને તોફાની સ્નોમાં તમને રસ્તો મળવો મુશ્કેલ છે.ઉપરવાળા પર ભરોસો રાખો! સવાર સુધી રાહ જુઓ તો આપણને કોઈ મદદ મળી રહે.તમે ફાયર-પ્લેસ પાસે હું સ્લિપીંગબેગ આપું છું ત્યાં સુઈ જાવ!’ મને સુતા પહેલાં સુપ-કુકી અને ચીપ્સ આપ્યા.મારી ભુખ પણ મરી ગઈ હતી.મોઢામાં જરા પણ ઉતરે નહી..બિચારી રચના ભુખથી તડપી રહી છે અને હું અહી…આગળ કશુ ખાઈ ના શક્યો.માઈકલ ગુડ-નાઈટ કહી એના નાનારૂમમાં સુઈ ગયો.થોડી થોડી વારે હું બહાર જોઉ કે સ્નો બંધ પડ્યો!કહેવાય છે કે સમયને જતાં વાર નથી લાગતી,ઝડપથી સાપની જેમ  સરકી જાય છે! મને તો અહી લાગ્યું કે સમય થંભી ગયો છે.થોડી થોડી વારે ઘડીયાળ તરફ નજર કરું, કલાકનો,મિનિટ અને સેકન્ડના કાંટા જાણે હલતાજ નહોંતા.મીતા અને રચના સલામત હશેને ? કોઈ વાઈલ્ડ-બેર(જંગલી રીંછ) તો ત્યાં નહી આવ્યો હોયને ? કારનો ગેસ ઓછો હતો તો ખલાસ નહી થઈ ગયો હોયને! કાર ગેસને લીધે બંધ થઈ જશે તો કાર-હિટર પણ બંધ થઈ જશે તો આવા ફ્રીઝીંગ-કોલ્ડમાં મીતા અને રચનાનું શુ થશે? આવા સમયે આવતા નરસા વિચારોએ મારા મનને જીવતા  નર્ક બનાવી દીધું.માંડ માંડ સવારના પાંચ વાગ્યા. હુ ધીરે રહી પોર્ટેબલ બાથરૂમમાં ગયો અને ત્યાં માઈકલ પણ જાગી ગયો.તેણે તુરત હાઈવે-ડિપાર્ટમેન્ટને ફોન કર્યો તેઓને મારી સંપૂર્ણ પરિસ્થિતીની વાત  કરી.મને કહ્યુઃ
‘સ્નો-મુવીંગ વ્હીકલ સાથે એમ્બ્યુલન્સ-ફાયર બ્રિગેડ હાઈવે ડિપાર્ટમેન્ટ  આ બાજું મોકલી રહ્યાં છે અને ટૂંક સમયમાં એ લોકો અહી આવી પહોંચશે.તમો જરી પણ ચીંતા ન કરો,સૌ સારાવાના થઈ જશે.’ મે માઈકલનો આભાર વ્યક્ત કર્યો તેણે કહ્યું કે રાત્રીના બે વાગ્યા પછી સ્નો પણ બંધ થઈ ગયો છે અને હાઈવે-ડિપાર્ટમેન્ટ બધા હાઈવે પર સ્નો દૂર કરવા કામે લાગી ગયાંછે.હું ધારું છું કે તમારી કાર અહીંથી એકાદ માઈલજ દૂર હશે.પણ હેવી સ્નોના ઢગલાને લીધે  ત્યાંનો રસ્તો  શોધવો મુશ્કેલ છે.

અડધી કલાકમાંજ  સ્નો મુવીંગ વ્હિકલ પાછળ એમ્બુલન્સ, ફાયર-બ્રીગેડ અને પોલીસ કાર આવી ગયાં. તેમણે હેલિકૉપ્ટરને પણ જાણ કરી દીધી હતી..હેલિકોપ્ટરે કાર-ફાયન્ડરની મદદથી કાર ક્યાં છે તે શોધી અને ત્યાં સ્નો-મુવીંગ વ્હિકલ ,સાથે સૌ પહોંચી ગયાં. મારી સાથે માઈકલ પણ હતો.કારનું  એન્જિન ગેસ ખલાસ થઈ જવાથી કાર બંધ પડી ગઈ હતી. ડૉર બંધ હતાં,મેં ઈશ્વરનો આભાર માન્યો કે અંદર મીતા અને રચના સલામત છે.
ડૉર ફ્રીઝ થઈ ગયો હતો.ફાયરબ્રિગેડના માણસોએ એન્ટીફ્રીઝ સ્પ્રે ઉપયોગ કરી દરવાજો ખોલ્યો. તો મારી માન્યતા ખોટી પડી.કારની અંદર માત્ર મીતા બે-ભાન અવસ્થામાં પડી હતી.તેણી પર બે હેવી જેકેટ અને ધાબળો ઓઢાડેલ હતાં.ઉપર હેલિકૉપ્ટર ફરતું હતું પાર્ક કરવાની જગ્યા નહોંતી. રેડિયો દ્વારા હોલિકૉપ્ટર પરથી દોરડા દ્વારા એનો માણસ નીચે આવે તે પહેલાંજ એમ્બ્યુલન્સના પેરામેડિકના માણસોએ મીતાને સી.પી.આર.આપ્યો.કારમાં હીટર ના ચાલવાથી ફ્રીઝીંગ ટેમ્પરેચરને લીધે બેભાન થઈ ગયેલી. મીતા ભાનમાં આવી અને એ સાથેજ હેલિકૉપ્ટરમાં તેને લઈ જવામાં આવી.”રચનાનું શું થયું હશે?’ મારી ચિંતા વધી. પોલીસે તપાસ આદરી.અનુમાન કર્યું કે પ્રેગનન્સીને લીધે સ્ત્રીને બાથરૂમ વધારે જવું પડે. તેણી સ્નો બંધ થઈ ગયાં બાદ બહાર બાથરૂમ જવાં નીકળી હોય.શક્ય છે કે વાયલ્ડ બેર(જંગલી રીંછ) ત્યાં આવી ગયું હોય.હું આ વાતથી એકદમ ગભરાઈ ગયો. અડધા માઈલના એરિયામાં તેઓ સ્નો-મુવર સાથે રચનાને શોધી રહ્યાં હતાં.બે કલાક બાદ જે સમાચાર આવ્યા તે સમાચારે મને હલબલાવી નાંખ્યો…મારાથી ચીસ પડાઈ ગઈ..”રચના”..રચના
જંગલી રીંછનો ભોગબની ચુકી હતી..તેણીનું  ગળું ફાડી ખાધુ હતું.’મારી વહાલી પત્નિ સાથે આ સંસારમાં આવનાર દીકરો” ડેડી” કહે એ પહેલાંજ કાળનો કોળીયો બની ગયો.’

મારી વહાલી દીકરી મીતાને આ ભયાનક વાત કેમ કહી શકું?કે તારી મમ્મી જંગલી રીંછનો શિકાર બની ચુકી છે.મીતાની રોજ એકની એક વાત, રોજ મારો એકનો એક જવાબ , ક્યાં સુધી હું જુઠનો સહારો  લેતો રહીશ ? અને મારી ભોળી દીકરીને બનાવતો રહીશ. ચાર વર્ષની મીતા તેણીની ઉંમર કરતાં વધારે સ્માર્ટ હતી.ટીવી પર કાર્ટુન  “લાયન્સ કીંગ” મુવી જોયાબાદ હંમેશા સવાલ કર્યા કરતી. લાયન્સ-કીંગ કેમ મરી ગયો ?એ હવે પાછો નહી આવે ડેડી ? મારામાં રહેલી શક્તિ એક વખત ભેગી કરી મીતાને કહ્યું.’મીતા બેટી..જે મરીને ભગવાન પાસે જાય એ કદી પાછા ના આવે?’ ‘ડેડી…મમ્મી પણ મ…રી…આગળ બોલે તે પહેલાંજ મે તેણીના મો પર હાથ રાખી ખોળામાં લઈ લીધી.’બેટી..હવે તો હું જ તારી મમ્મી..હું જ તારો ડેડી..હું અને તું..એજ આપણી દુનિયા. મીતાની  આંખ મારા પર અચરજતાથી સતત જોતી રહી!!તેણીની આંખોમાં સેકડો સવાલ હતા!

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી..

ઓક્ટોબર 6, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

સંઘર્ષ કે આપઘાત?

રાકેશ પોતાની પાછલી જિંદગીની બહુંજ ઓછી વાત કરતો હોય  છે.અને એ બાબતમાં હું પણ તેને કશું પુછું પણ નહી.અમારા લગ્ન-જીવનને ૩૦ વર્ષ થયાં,જીવનમાં ઘણી ચડ-ઉતર આવી પરંતુ જીવનની સમતુલ્લા હંમેશા જાળવી રાખી છે.અમારા સંતાન રીતુ અને ચિન્તુ બન્ને ભણી ગણી લોસ-એન્જલસમાં સી.પી.એ ફાર્મ ચલાવે છે. બન્ને મેરીડ છે.અમો બન્ને એકલા પડી ગયાં છીએ છતાં જિંદગીની એક એક પળની મજા માણીએ છીએ.મેં ૨૦ વર્ષ ફેડરલ ગર્વન્મેન્ટમા જોબ કરી નિવૃતી લીધી.રાકેશે પોતે અહીં અમેરિકા આવી ક્રીમનલ લૉયરની ડીગ્રી લીધી. તેની ક્રીમિનલ લૉયર તરીકે પ્રેકટીસ હજું સારી ચાલે છે.એ એમની આવકમાંથી અડધી આવક ગુજરાત દરિદ્ર બાળકોના વિકાસ અને કેળવણી માટે મોકલી આપે છે.એની પાછળ રાકેશના જીવનમાં બનેલી એક કરૂણ ઘટના જે બનતા રહી ગઈ.જે બની ગઈ હોત તો એ કદાચ મારા સુખી સંસારમાં આજ એ ના હોત!

‘લત્તા, મારા કુટુંબની એકદમ દરિદ્ર પરિસ્થિતીને તું  જાણતી હતી છતાં તે મારી સાથે લગ્ન કરવાની હા પાડી.’

‘રાકેશ,મને ખબર હતી કે તું એક ધુળમાં પડેલો કોહીનૂરનો હીરો હતો,તું મારા કરતાં ભણવામાં ઘણોજ હોશિંયાર અને બુદ્ધીમાન હતો.મેં મારા પિતાને જ્યારે તારી સઘળી હકિકત કહી હતી.પહેલાં તો જેમ મુવીમાં બને છે તેમ  ના કહી દીધી.

‘આવા તવંગર ઘરમા તું કદી પણ સુખી નહીં રહી શકે.રાકેશના કુટુંબની સઘળી જવાબદારી તેના પર આવી જશે અને તમારે બન્નેને જિંદગીભરા વૈતરા કરી એમના કુટુંબનું ભરણ-પોષણ કરવું પડશે.હું મારી એકની એક દીકરીને જાણી જોઈ કુવામાં નથી નાંખવા માંગતો.’

પરંતુ મારો મોટો ભાઈ મહેશ અમેરિકા હતો અને એમની મદદ અને સમજાવટથી મારા પેરન્ટસ તૈયાર થઈ ગયાં. લત્તા, હું તારા લીધેજ આજ અમેરિકાની ધરતી પર છું..નહીતો…ક્યારનો આ દુનિયામાંથી…રાકેશની આંખમાં આંસુ આવી ગયાં…

‘રાકેશ ,આ વાત બંધ કર..’ના લત્તા,આજે તો મારે તને સઘળી વાત કરી મારું દિલ હળવું કરવું જ છે.

‘રાજકોટથી અમદાવાદમાં આવી  કોલેજ કરવાની  મારી મોટામાં મોટી ભુલ હતી ખરું કહું તો એ મારી સજા હતી.હેતુ સારો હતો પણ એ હેતુના બીજ સારા હતાં પણ એજ બીમાંથી જગલી વીડ ઉગી કાંટા બની જશે….મે વાતનો દોર બદલતા કહ્યું.

‘હે! રાકેશ તું અમદાવાદ ભણવા ના આવ્યો હોત તો આપણે કદી  મળ્યાજ ના હોત! ખરુને?’

મેં વાત હળવી કરવા કોશીષ કરી.’

એ વાત સો ટકા સાચી છે, જેને લીધે આજ હું અહીં છું. મેં  કદી પણ વિચાર્યું નહોતું કે મારી જિંદગી નર્ક બની જશે! મારા માસી અમદાવાદમાં રહેતાં હતા.એના ઘરમાં એમના છ છોકરાઓ અને માસાની માત્ર એક આવક. છેડા કદી એક ન  થાય! કાયમ ઘરમાં પૈસાનો કકળાટ!એજ માસીએ મને ભણવા માટે અમદાવાદ બોલાવી લીધો કે રાકેશ હોશિંયાર છે અને અહીં સારી કોલેજમાં એને એડમીશન મળી જશે.મારા મમમી-ડેડી એ વાતમાં સહમત થયાં.મને કૉમર્સ-કોલેજમાં એડમીશન મળી તો ગયું તેમજ મારા કોલેજની ફી ફેમિલીની ઓછી આવકને લીધે માફ થઈ જતી હતી.છ મહિનામાંજ માસીનો અસલી સ્વભાવ જોવા મળ્યો.ભારે ગુસ્સાવાળા.માસા સાથે,એના છોકરાઓ સાથે બસ કકળાટજ કર્યા કરે-ગુસ્સે થઈ છોકરાઓને મારે.આવક ઓછી એટલે ઘરમાં ચીજ વસ્તુ લાવવા પૈસા પણ નહી.મારી સાથે પણ ઘણીવાર ગુસ્સાથી વાત કરે.રસોઈ જો ગુસ્સામાં કરે તો બે-ત્રણ વસ્તું બળી ગઈ હોય,જમવાના સમયમા કોઈ ઠેકાણું જ નહી.મેં પાર્ટ -ટાઈમ સર્વિસ કરવાનું  નક્કી કર્યું સવારે કોલેજમાં અને બપોરબાદ નોકરી. જે મહિને પગાર આવે તે માસીને ખાવા ખર્ચીમાં આપી દેવાનો.કોઈ વખત હાથ-ખર્ચીના ૧૦-૨૦ રુપિયા પગારમાંથી મને આપે. માસીને ખબર હતી કે મારે કોલેજ બાદ નોકરી પર જવાનુ હોય તો પણ મારા માટે ઘણીવાર સમયસર રસોઈ ના બનાવે અને મારે ભુખ્યા-પેટે નોકરી પર જવું પડે.ખિચ્ચામાં એક પૈસો ના હોય કે જેથી બહાર નાસ્તા-પાણી કરી લઉ. નોકરી પર શેઠ બે વખત ચા મંગાવે તેમાંથી આખો દિવસ ચલાવી લઉ.સાંજે આંઠ વાગે નોકરી પરથી આવું.માસીનું મો મોટાભાગે બગડેલું જ હોય. કિચનમાં  જઈ જોઉં તો વધ્યું-ઘટ્યું જમવાનુ પડ્યું હોય તે  જમી લેવાનું.મને સાંજે દુધ પિવાની ટેવ પણ દુધનો છાંટો પણ ન મળે.હું કોલેજમાં કોઈ મિત્ર પણ ના બનાવી શકું ! એક વખત મારા મિત્રને ઘરે બોલાવ્યો તો માસીને ચા બનાવવા કહ્યું.માસી મો  બગાડી મારા મિત્રની હાજરીમાં કહ્યું.

‘ આ ઘર કઇ ધર્મશાળા નથી.બધાને મફતમાં ચા પિવડાવશું તો દીવાળું ફૂકવુ પડશે!’

ત્યારથી કોઈ મિત્રને  હું માસીના ઘેર ના બોલાવું. મારા પેરન્ટની આર્થિક પરિસ્થિતી એટલી નબળી હતી કે રાજકોટથી પપ્પા કે મમ્મી પાસેથી પૈસા પણ ના મંગાવી શકું.એક તો મારુ શરીર બહુંજ દુબળું ઉપરથી ખાવામાં અડધા ભુખ્યા રહેવું પડે! દિવસે દિવસે શરીર પણ નબળું પડવા લાગ્યું. કંટાળી ગયો હતો.કોને આ મનની વાત કરું ? એક બાજું ભણવાનું,નોકરી કરવાની અને બીજી બાજું આ માસીનો માનસિક ત્રાસ.મેં માસીને કંટાળીને કહ્યું કે હું છેલ્લું વર્ષ રાજકોટ કરીશ તો તુરતજ ઉકળી પડયા.

‘મેં  ત્રણ વર્ષ  અહી રાખી ભણાવ્યો અને હવે પાછો રાજકોટ જઈ અપજશ આપવા માંગે છે. જશ ઉપર જુતીયા!’

એમ કહી એતો માથું કુટવા લાગ્યા.મારી તો સેન્ડ્વીચ જેવી પરિસ્થિતી થઈ ગઈ. કોઈ ખાવાનું ઠેકાણું નહી, કોઈ સુવા કે ઉઠવાનું ઠેકાણું નહી.એક રૂમ, એક રસોડા માં આઠ આઠ જણાં એ તો ઠીક છે હું રાત્રે ચાલીમાં સુતો અને મોડી રાત સુધી વાંચી અભ્યાસમાં ધ્યાન આપતો.મારે દર વર્ષે ફર્સ્ટક્લાસ આવે એનો મને ઘણોજ આનંદ હતો. પણ સાપના ફૂંફાડા મારતી માસીનો માનસિક ત્રાસ  મને મેન્ટલી ટોર્ચ્યુન કરી રહ્યો હતો.આ બધી વાત, મમ્મી-પપ્પાને દુઃખ થાય એથી  મેં કદી એમને કહી જ નહોતી.

એક દિવસ રાત્રે ૮.૦૦ વાગે નોકરી પરથી આવ્યો, બરાબરની ભુખ લાગી હતી,રસોડામાં ગયો તો એકાદ રોટલી,નાની વાટકી શાક હતું.

‘માસી, આટલું જ છે?’ મને બહુંજ ભુખ લાગી છે.’

‘ જે છે તે બધું રસોડામાં છે, ખાઈલે.હું અત્યારે થાકીને લોથ થઈ ગઈ છું,મારે તો બસ બધાના વૈતરાજ કરવાના!

મને તો ઉંઘ આવે છે.’

‘માસી હું એકાદ-બે ભાખરી બનાવી લઉ?’

‘ ઘરમાં લોટ જ નથી.’

મેં રસોડાના ડબ્બામાં જોયું તો આખો ડબ્બો લોટનો ભરેલો હતો. માસીના આવા જુંઠાણા સાથે ત્રાસભર્યા વર્તનથી  ત્રાસી ગયો. ભુખ્યા પેટે જે ક્રોધ આવે તે જવાળામૂખી કરતા પણ વધારે ભસ્મીભૂત કરનાર હોય છે.. માસીને કીધા વગર,કશું  જમ્યા વગર જ ભૂખ્યો, ભૂખ્યો  અગાસીની પાળ પર ચડ્યો..આ પુતના માસી, મારો જીવ લઈ ઝંપશે!આમની સાથે હું જીવી જ કેવી રીતે શકું?

ચાર માળના મકાનની અગાશી પરથી ઝંપલાવા એક પગ બહાર કાઢ્યો..બીજો પગ ઉપાડી મારી જાતને ઝંપલાવાની તૈયારીમાંજ હતો..શું થયું ? એકદમ મમ્મી યાદ આવી ગઈ.એની મમતા મને વહાલથી બોલાવી રહી એવો આભાસ થયો..એજ ઘડીએ હું ક્ષણભર થંભ્યો. હું આપઘાત કરીશ તો મારી મમ્મી નહીં જીવી શકે! એ પણ પ્રાણ ત્યાગ કરશે! રાકેશ! તું  શુ  કરી રહ્યો છે ? તેનું તને ભાન છે? મોતની ખીણમાં એક વખત કુદકો માર્યા પછી કોઈ પાછું ફરી શકતું નથી.મોત તો કોઈ પણને ભરખવા હંમેશા તૈયારજ હોય છે.બન્ને પગ પાળ પરથી અગાસી પર લીધા અને એ જે ક્ષણો હતી એ ભયાનક હતી.આપઘાત એતો માનવ જીવનનો  અંત છે.  આવતી સમસ્યાનો ઉકેલ નથી, દુઃખના દાવાનળનો કોઈ ઉપાય નથી. મન ઉપર સારા-નરસા વિચારોનો હુમલો થઈ રહ્યો હતો.હજું પાળ પરજ બેઠો હતો. મમ્મી  મારા રટણમાં  હતી.

‘રાકેશ તું  ભણીગણી સારી નોકરી કરજે.અમારુ જીવન સુધારજે!’

એ મમ્મી એ કહેલા શબ્દો એકધારા માઈન્ડમાં પરોઢની આરતીની ઝાલરની જેમ વાગતા રહ્યાં હતાં.રાકેશ, ઊઠ! આપઘાત એ તો કાયર-વ્યક્તિનું કામ છે..એને માનવ ના કહેવાય! માનવ એજ કહેવાય કે જન્મથી મરણ સુધી સતત જીવન-સંગ્રામ અને સંઘર્ષ કરી  જીવન જીવી જાય,નહી કે આપઘાત. હા લત્તા મારા પૉઝીટીવ વિચારોએ અને મમ્મીની મમતાએ  મને જીવાડી દીધો!’  રાકેશની આંખમાં ઝળઝળીયા આવી ગયા!

રાકેશે મારા ખોળામાં માથું  મુક્યું દીધું. હ્ર્દયમાં સઘરી રાખેલ અસહ્ય દર્દભરી ઘટના શબ્દો દ્વારા નીકળી આંસુમા વહી ગઈ. એ આસુંના વરસાદે મારા ખોળાને ભીંજાવી દીધો.એ ભીંજાસની મને પણ ઠંડક લાગી.

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી

સપ્ટેમ્બર 8, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

કાળોકેર વર્ષાવતી એક સાંજ..!

‘નીશા, આ ઘરમાં મારું શૈશવકાળ  ફૂલોની સુગંધથી મહેંકતું  હતું,ચારે બાજું ખુશીના ગીતો ગવાતા હતાં. જે માંગુ એ મળે. સ્ટોરમાં જેવા નવા ટોય્ઝ આવે તુરત મમ્મી-ડેડી અમારા માટે  લઈ આવે.મારા અને મારી નાની બહેન રિન્કી માટે ટોય્ઝ માટેજ સ્પેસિયલ રૂમ હતો.મારો બેડરૂમ અલગ, મારી પસંદગીનો રૂમનો કલર,વૉલ-પેપર અને મને ગમતા માઈકલ જેકશનના ફૉટા મારા રૂમમાં,જેવો રૂમમાં જાવ એટલે ઓટોમેટીક લાઈટ અને મને ગમતું મ્યુઝીક શરૂ થઈ જાય અને રિન્કીનો રૂમ પણ  ‘ડૉરા”ની ડોલ્સથી અને પિન્ક કલરના જુદા જુદા  વૉલ-પેપર્સની ડિઝાઈનથી સુંદર અને શોભીત લાગતો હતો. નીલેશ એના જુના ઘર પાસે પસાર થતાં જ  પોતાની જુની વાતો વગોળવા લાગ્યો.

‘આવી સુંદર મજાની યાદોની સાથે સંકળાયેલી એક તોફાની ભયાનક સાંજે…’

‘નીલેશ, Be positive'( સારૂ વિચાર)! જે બની ગયું તે તારો પીછો છોડતું નથી અને તને  nightmare(ગમગીન) થઈ જાય છે હવે તું એ વિચારવાનું જ છોડી દે!’

નીશા ડાર્લિંગ, કહેવું સહેલું છે કરવું કઠીન છે.તને ખબર છે કે મેં કેટલી સાયકાટ્રીકની મુલાકાત અને ડીપ્રેશનની દવાઓ લીધી છે પણ એ ઘટના મારા માઈન્ડમાંથી  ૧૦૦%  દૂર થતી જ નથી.’

બે વર્ષ પહેલાં નીશા સાથે લગ્ન કરતાં પહેલાં નીલેશે પોતાના જીવનમાં બનેલી કરૂણ ઘટનાની સઘળી વાત કરી હતી. નીશા સાથે લગ્ન બાદ નીલેશ ઘણોજ ખુશ રહે છે.નીશા કદી પણ નીલેશના જીવનમાં બનેલી કરૂણ ઘટનાનું રિપિટ કરતી નથી જો નીલેશ કઈક તેની વાત કરે તો તુરતજ બીજી વાત પર એને ચઢાવી દે!

‘નીલેશ, Make a right turn on next traffic light, do not forget that we are going to your favorite Italian ‘Anna Restaurant’.'( નીલેશ,ધ્યાન રાખ, બીજી ટ્રાફીક લાઈટ પર જમણી બાજું વળવાનું છે..ભુલી નહીં જતો કે આપણે તારા મન-ગમતા  “એના ઈટાલિયન રેસ્ટોરન્ટ”માં જવાનુ છે).

‘ હા હની..હું તો વાતમાં અને વાતમાં ભુલી ગયો હતો..સારૂ કર્યું કે તે યાદ કરાવી દીધું.’

નીલેશના પેરેન્ટ્સ લોસ-એન્જલસમાં સબર્બ કૉરૉનામાં રહેતા હતાં.છ બેડરૂમનું ભવ્ય મકાન, હીટેડ સ્વીમીગ પુલ, ઝકુજી ,બેક-યાર્ડમાં પણ બાળકો માટે સ્વીંગ-સેટ અને યાર્ડમાં બીગ ઓરેન્જ ટ્રી,બનાના ટ્રી, લેમન ટ્રી અને જુદી જુદી જાતના ફ્લાવર્સ. બગીચાની કેર કરવા નર્સરીવાળાને કોન્ટ્રાકટ આપેલ.આટલી જાહોજલાલીમાં જીવી રહ્યાં હતાં.નીલેશના ડેડી મહેશ  ૩૦ વર્ષની નાની વયે ‘લોટસકંમ્પુટર કંપની’ માં પ્રેસીડેન્ટ હતાં.બન્ને બાળકો માટે અત્યારથી એક એક લાખ ડોલર્સ એજ્યુકેશન માટે ૫૨૯ એકાઉન્ટમાં મુકી દીધા હતાં. ઈન્ડીયાથી એમના સાસું-સસરા તેમજ તેનો સાળો , તેની પત્ની અને એક છોકરાને અહીં બોલાવી લીધા હતાં. ઘર આલિશાન હતુ.તેથી સૌને અલગ અલગ બેડરૂમની વ્યવસ્થા હતી. સાળા માટે મહેશે સબવે-સેન્ડવીચ લઈ આપી જેથી એમનો સાળો અને સાળાની વાઈફ સેન્ડવીચ શૉપ ચલાવે.સાસુ સસરા બાળકોનું ધ્યાન રાખે જેથી બેબી-સીટીંગના પૈસા પણ બચે.આજના મોર્ડન યુગમાં પણ સૌ સાથે એકજ ઘરમાં સંપથી  રહેતા તે જોઈ ઘણાં ગુજરાતી ફેમીલીને નવાઈ લાગતી.

‘ ડેડી કદી પણ ઘરમાં કોઈ જાતની દખલગીરી કરે નહી. સૌ સાથે રહે તેથી ઘણો  ઘરનો ખર્ચ વધી જાય છતાં ડેડી સૌની સાથે હસી-મજાકથીજ વાતો કરતા હોય. મારા મામા અને મામી   કંજુસ ખરા.ઘર ખર્ચીમાં એક પૈસો ના ખર્ચે. ડેડીનો સેલેરી અને એમણે કરેલા પૈસાના ઈન્વેસ્ટમેન્ટમાંથી મહિને ઘણી સારી આવક આવતી હતી.  ડેડીએ સ્ટૉકમાં બનાવેલ પૈસામાંથી ચાર-મિલિયનનું ઘર પણ ભરપાઈ કરી દીધેલ.

‘નીશા, મને યાદ છે કે   હું ૧૦ વર્ષનો હતો.ઘરમાં સુખ શાંતી હતી અને એક દિવસ અચાનક…’

‘નીલેશ પાછી એકની એક વાત કરે છે.તું ડ્રાઈવીંગમાં ધ્યાન આપ.’

‘હા પણ.. અમો સૌ સાંજે મારા મામા-મામી.દાદા-દાદી, ડેડી, મમ્મી  સાથે ડાઈનીંગ ટેબલ પર જમતા હતાં અને એ સુંદર સોહામણી  સાંજ કાળ-કોટડી બની ગઈ . જમતા જમતા મામાએ વાત કાઢી અને મારા ડેડીને કહ્યું.

અત્યારે સ્ટોક માર્કેટમાં કેટલી ખોટ ખાધી?.’

‘તમે એની ચિંતા ના કરો. એ મારે જોવાનું છે.’  ગ્રાન્ડપા એ અંદર ટપકો પુરાવ્યો.

‘અત્યારે માર્કેટ સારૂ નથી અને મને ખબર છે કે તમોએ ઘણાં પૈસા ગુમાવ્યા છે. જો આવી રીતે કરતાં રહેશો તો દિવાળું ફૂંકવાનો વારો આવશે.’

‘પપ્પા, તમે આ ઉંમરે આ વાતમાં ધ્યાન ના આપો..ઈશ્વર-ભજન કરો.’

વચ્ચે  ગ્રાન્ડમા બોલ્યાઃ

‘આતો તમારા હીતની વાત છે. મારી દીકરી રસ્તા પર ના આવી જાય એતો અમારે જોવું પડે ને?’

‘ મમ્મી,એ તમારી દીકરી છે પણ મારી તો પત્નિ છે તમારા કરતાં મને વધારે પડી છે.

સાથો સાથ મારી મમ્મી  વચ્ચે બોલીઃ

‘પણ તમોએ પાચ  લાખ ડોલર્સ સ્ટોકમાં ગુમાવ્યા.  પૈસાનો ધુમાડો કર્યો અને વધારે ગુમાવશો તો આ ઘર પણ વેંચવાનો વારો આવશે..ઘરમાં નવ જણાં છીએ અને બધા રસ્તા પર આવી જશે.’

ડેડીએ કહ્યું.’ તમો બધા સાથે મળી મારા પર હુમલો કરતાં હોય એવું મને લાગે છે.મને શાંતીથી જમી લેવા દો અને તમો સૌને કહી દઉ છું. ઘરમાં મારા એકલાની આવકમાંથી તમારા સૌનું ગુજરાન  ચાલે છે અને હજું સુધી કોઈ પાસે મે હાથ લાંબો  કર્યો નથી.

અને મમ્મી તરફ ફરીને કહ્યુઃ ‘તારા ભાઈ-ભાભીને સબવે મેં અપાવી,આવક પણ સારી છે છ્તાં મેં કદી એની પાસેથી એક પૈસો માંગ્યો નથી.’ તુરતજ મારા મામા  ડાઈનીંગ ટેબલ પરથી ઉભા થઈ બરાડા પાડવા લાગ્યા.

‘બહેન, મારા બનેવીને કહી દે કે મને ખોટા મેણાં ના મારે..એમનો એક એક  પૈસો  હું આપી દઈશ..એમાં મોટો ઉપકાર કોઈ નથી કર્યો.’

મામાની તરફેણ કરતાં ગ્રાન્ડમા બોલ્યા.

‘હા મારો દીકરો અને અમો સૌ તમારા રોટલા ખાઈએ છીએ એટલે અમારે આ બધું સાંભળી લેવું પડે છે. અમોને ખોટા મેણાં તોણા સંભળાવવાની કોઈ જરૂર નથી. તમો ભણ્યા છો પણ ગણ્યા જ નથી. ડેડીએ નમ્રતાથી કહ્યું.

‘મમ્મી તમો આવું ના બોલો, મેં તમને એક દીકરાની જેમ માન આપ્યું છે અને તમો મારા વિશે આવું બોલો છો?’

ડેડી પર એકી સાથે  શબ્દ પ્રહાર શરૂ થયાં. એક તો પાચ લાખ માર્કેટ તુટતા ગુમાવ્યા અને ઉપરથી જમતાં વખતે સૌ એકી સાથે આંધીની જેમ તુટી પડ્યા.ઝેર ઓકવા લાગ્યા. છતાં ડેડીએ  ઠંડા કલેજે બધું સંભાળવાની કોશિષ કરી.

‘મહેરબાની કરી સૌ શાંત થઈ જાવ. તમારે કોઈને રસ્તા પર નહી જવું પડે હું  બધુ સંભાળી લઈશ.”પણ કોઈએ એની વાત પર ધ્યાન ન આપ્યું.

‘ખોટી..ખોટી ડાહી..ડાહી વાતો ના કરો..કંપનીના પ્રેસિડેન્ટ તમને કોણે કર્યા ?  પાંચ, પાંચ લાખ ડોલર્સ ગુમાવ્યા છતા શાન ઠેકાણેજ આ

વતી નથી.જવાદોને આ માણસ નહી સમજે.જ્યારે ભીખ માંગવાનો વારો આવશે અને છોકરા-બૈરી સૌને શેલટરમાં મુકવાનો વારો આવશે ત્યારે સમજ પડશે.’ દલીલ એક પક્ષિય બની ગઈ  હતી  ડેડીમાં રહેલી અથાંગ  ધીરજ અને શાંતી પર કુટુંબીજનોનો  અસહ્ય શબ્દ પ્રહારના તણખલા ઉગ્ર બની  ગયા અને અચાનક બોમ્બની જેમ વિસ્ફોટ થયો!

ડેડીનો ગુસ્સો ગયો.

‘Go to hell,  You are all selfish,cunning.  pulling trigger on me. no way! ( જહન્નમમાં જાવ,તમો બધા સ્વાર્થી અને લુ્ચ્ચા છો. આવી રીતે મારી પર હુમલો ! નહી ચલાવી લઉ!) ડેડી જમતાં જમતાં થાળી પછાડી સીધા બેડરૂમમાં!…બહાર આવ્યા,,હાથમાં ગન હતી… જોઊ છું કે હવે કોણ બચે છે?

મોટી રાડ પાડી. સૌ ગભરાય ગયાં..ધડા ..ધડ ..આડે ધડ…ગોળીઓનો વરસાદ…ગ્રાન્ડપા-ગ્રાન્ડમા, મામા.મામી… હું ગભરાઈને છાનોમાનો  લંપાઈ  મમ્મી-ડેડીના રૂમના ક્લોઝેટમાં  નીચે જઈ સંતાઈ ગયો.ગોળીઓનો અવાજ ચાલુ હતો! એક વખત ડેડી, બેડરૂમમાં દોડતા આવ્યા..નીલેશ!પણ હું કશું બોલ્યો નહી અને એ જતાં રહ્યાં. પંદર મિનિટમાં પોલીસ,એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો..તેઓ ઘરનો દરવાજો તોડી ઘરમાં આવ્યા. કોઈ નેબર ( પડોશ)માંથી ગોળીના અવાજને લીધે પોલીસ અને ૯૧૧ને ફોન કરી દીધો હતો. મને પોલીસે કહ્યુ.

‘Do not worry, come out..you are safe..worse is over( ચિંતા ના કર, બહાર આવ! તું સલામત છો, હવે ભય નથી)

મને આંગળી જાલી લઈ ગયાં , ચારે બાજું લોહીના રેલા..બધા બેભાન જેવા કોઈ કશું બોલતું નથી..મારા ડેડી કયાં છે? મેં પોલીસને પુછ્યું…પોલીસ જવાબ દે એ પહેલાં મેં ડેડીને જમીન પર પડેલા જોયા…અઠવાડીયા પછી ખબર પડી કે મારા સિવાય કોઈ બચ્યું નહોતું.. બધાને મારા ડેડીએ ફૂંકી માર્યા હતા અને પછી ખુદ પોતાની જાતને..

‘નીલેશ! watch out..(  ધ્યાન રાખ)’     નીશા કહેવા જતી હતી એજ ઘડીએ નીલેશની કાર બીજી કાર સાથે… ધડા..ધડ…બે ત્રણ કાર અથડાઈ…નીલેશ, દર્દભર્યા  વિચારોમાં અને વિચારોમાં રેડ-લાઈટમાં જતો રહ્યો અને મોટો એકસેડન્ટ કરી બેઠો…પહેલી વખત ખુદ ડેડીના ગોળીબારથી બચી ગયો..આ વખતે નીશા કે જે  બે મહિનાની પ્રેગનન્ટ હતી એ બચી સાથો સાથ  નીલેશ પણ બચી ગયો… કોના નસીબથી ?

આપનો અમૂલ્ય અભિપ્રાય આપવા વિનંતી.

ઓગસ્ટ 29, 2012 Posted by | ટુંકીવાર્તા, વાચકને ગમતું, સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

વતનની ચીઠ્ઠી.

‘Hay, Rick, you have to pay me 20 dollars tomorrow for this week ride…’Ok I will.'( ‘હેય, રીક,તારે મને  આ અઠવાડિયાના કારમાં લઈ જવા-આવવાના ૨૦ ડૉલર્સ આપવાના બાકી છે..ઓકે,આપી દઈશ..’)  રમેશ ડેની સાથે જોબ જવા રાઈડ લેતો હતો. રમેશને  સૌ રીક કહીને બોલાવતા. રમેશ બાર કલાકની જોબ કરી થાકી લોથ જેવો થઈ ગયો હતો. પોતાનું એપાર્ટમેન્ટ્ ચાવીથી ખોલ્યું .એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં પાંચ જણા રહેતા હતા.જેથી ઓછા ખર્ચમાં ચલાવી લેવાઈ.એક પટેલભાઈ આ એપાર્ટમેન્ટના માલિક હતાં નહીતો એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં પાંચ વ્યક્તિ રહીજ ના શકે અને પટેલભાઈ પણ બધા કરતા ૨૦ ડોલર્સ ભાડું વધારે લેતા.  રમેશ રસોડામાં ગયો. સેન્ડવીચ અને ચીપ્સ પડ્યા હતા.જલ્દી, જલ્દી ખાઈ પોતાની સ્લીપીંગ બેગમાં સુવા જતો હતો ત્યાં પથારી પાસે એક પત્ર પડ્યો હતો. ભારતથી આવ્યો હતો.રમેશે જોયું તો તેના મા-બાપનો પત્ર હતો. ખુશ થયો..વાંચવા લાગ્યોઃ

પ્રિય પુત્ર રમેશ,

‘તું સુકુશળ હઈશ.તને અમેરિકા ગયાં એક વર્ષ થઈ ગયું. તું ત્યાં પહોંચી ગયાંનો પત્ર પછી તારા તરફથી કોઈ પત્ર આવ્યો નથી. આપણાં પડોશમાં રહેતા ડૉ.રમણભાઈનો દીકરો અઠવાડીયામાં બે વખત અમેરિકાથી  તેને ફોન કરે છે.અને અમો કેવા અભાગી છીએ કે તારો કોઈ ફોન કે પત્ર પણ નથી આવતો.બેટા,એવું ના બને કે બીજા છોકરાની  જેમ અમેરિકા ગયાં પછી છોકારાઓ પોતાના મા-બાપને ભુલી જાય.તને ખબર છે બેટા કે અમો એ ઘરબાર વેંચી અને અમારું જે પણ સેવિંગ હતું બધું ખાલી કર્યું ઊપરાંત બેંકમાંથી બે લાખની લોન લઈ તને અમેરિકા મોકલ્યો અને તું અમને સાવ ભુલી ગયો. તને ખબર છે કે બેટા, મારી એકની આવક ઉપર આપણું ઘર ચાલે છે. લોનના હપ્તા તો ભરવાજ પડે અને હપ્તા ભર્યા પછી બાકી જે પૈસા વધે છે તેમાંથી અહીંની કાળી મોંઘવારીમાં ઘર ચલાવવું  ઘણુંજ મશ્કેલ  પડેછે.એકના એક દિકરા પર અમારા કેટલા આશા, અરમાન અને સ્વપ્ના હતાં!સાંભળ્યું છે કે ત્યાં સૌ જુવાનિયા ડાન્સ ક્લબ અને બારમાં જઈ ડ્રીન્કસ લે છે.મોઘામાં મોઘી સ્પોર્ટસ કાર લે અને છોકરીઓ સાથે ડેઈટ્સમાં જઈ , મોઘામાં મોઘી રેસ્ટોરન્ટમાં ડીનર લઈ પૈસા બહુંજ ખોટી રીતે વેડફતા હોય છે. અમોને અહીં ખાવાના સાસા પડેછે.બેટા, કઈક તો અમારી દયા ખા.અમને લાગે છે કે તું પણ અમેરિકાના રંગીલા જીવનમાં ઓતપ્રોત થઈ ખોવાઈ ગયો છે. અમોને સાવ ભુલી ગયો છે.તું કેટલા જલશા-મોજ મજા માણે છે! અને તારા મા-બાપ અહીં રાતા પાણીએ રોવે છે. બેટા,તું અમારો આધાર છે, અમારી છત છે, જો એ પડી ભાંગી તો અમો તો ક્યાંયના નહીં રહીએ.મહિને ૧૦૦ ડોલર્સ  મોકલે તો પણ ૫૦૦૦ રુપિયામાં અમારો ઘણો ખરો ખર્ચ નિકળી જાય. તારી મમ્મીને ડાયાબેટિક  સાથે બ્લડ પ્રેશર પણ રહે છે.ઘર ગથ્થુ ઉપાયથી ચલાવી લઈએ છીએ.ડૉકટર પાસે જઈએ તો  મોટા મોઢા ફાંડે છે.શું કરીએ? આશા રાખીએ છીએ કે આ પત્ર મળે તુરત પત્ર લખજે અને તારી કમાણી માંથી  થોડા ડૉલર્સ મોકલી આપે તો અમારી નાવ ચાલે.’

મા-બાપના અશિષ..

રમેશની આંખમા ઝળઝળીયા આવી ગયાં.મારા  બિચારા મા-બાપને ક્યાં ખબર છે કે’સ્વર્ગ સમાન  અમેરિકા’માં  ખુણામાં પડેલા ગારબેઈજ કેન  સમાન મારી  આ  અભાગી જિંદગીની અવસ્થા કોઈને નજરમાં ના આવે ? ગેર-કાયદે પ્રવેશનાર હું કેવી જિંદગી જીવી રહ્યો છું તેનો અહેસાસ જંગલમાં વિખુટા પડેલા હરણના બચ્ચા પર સિંહનો પડતા પંજા સમાન છે. એક ભીખારી કરતાં કંગાળ જિંદગી જીવતો હું..કૉકરોચ(વંદા)ની જેમ પેટ ભરવા ખુણે-ખાંચરે સંતાતો રહી જિંદગી જીવી રહ્યો છું. પેસ્ટ-કન્ટ્રોલ વાળો મારી પર દવા ના છાંટી દે એથી ચારે બાજું સંતાતો ફરું છુ. રમેશ પેન અને કાગળ લઈ મા-બાપને સત્ય હકિકત લખવા બેઠો.

પૂજ્ય પિતા અને મા,

આપનો પત્ર વાંચી હ્ર્દય દ્ર્વી ઉઠ્યું.મારા મા-બાપની આવી હાલત થઈ જશે તેની મેં કલ્પ્ના પણ નહોંતી કરી.આના કરતા હું અમેરિકા ના આવ્યો હોત તો સારું હતું .  આપને લાગે છે કે હું કેટલો સુખી છું?   જલશા કરું છુ,  પણ મારી  હકિકત પાના વાંચવા જેવા નથી.પણ કડવુ સત્ય કહ્યા વગર  છુટકો નથી.  મારું પણ દીલ હળવું થાય અને આપને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે કે આપનો દીકરો સ્વર્ગની સુવાળી પથારીમાં નથી આળટતો! પપ્પા, ત્યાંથી આપની વહાલભરી વિદાય લીધા બાદની મારીસાચી કથા લખી જણાવું  છું.

આપે એજન્ટને ૧૦ લાખ આપ્યા.ગેરકાયદે હું મેકસિકો આવ્યો. ત્યાંજ મારા દુઃખના આંધણ ઉકળવાની  શરુયાત થઈ.મને મેકસિકો એરપોર્ટથી બે માણસો એક જુની ગંદી કારમાં લઈ ગયાં. હું એમની ભાષા સમજી શકતો નહોતો અને એ મારી ઈગ્લીશ ભાષા.ઈશારાથી થોડુ જે સમજાય તે સમજી લેતો. મને એક જંગલ જેવા વિસ્તારમાં  સાવ ભંગાર અને ગંધ મારતા ઘરમાં લઈ ગયાં જ્યાં મારી જેવા ગેરકાયદે અમેરિકામાં  જવા માટે આઠથી દસ માણસો હતાં.ખાવામાં મીટ(માંસ)સેન્ડવીચ, કોર્ન ચીપ્સ ,બિન્સ આપવામાં આવ્યા પણ મે માત્ર ચીપ્સ અને બીન્સથી ચલાવી લીધું.આજું બાજુંનું વાતાવરણ બહુંજ ગંદુ હતું.મચ્છરનો  ભયંકર ત્રાસ હતો. એક સ્લીપીંગ બેગમાં જમીન પર   ત્રણ જણાંને સાથે સુવાનું.  મને તાવ, શરદી-ઉધરસનો હુમલો થયો તે લોકોએ કઈ દવા આપી. પહેલવાન જેવા પટ્ઠા માણસોના હાથમાં ગન પણ હતી અને તેઓ તાડુકીને જ વાત કરતાં એમની સ્પેનીશ ભાષામાં. બે દિવસબાદ  રાત્રીના ૧૦ વાગ્યા  પછીના  સમયે અમો દસ જણાંને જંગલના રસ્તે ચાલીને લઈ ગયાં. રસ્તો વિકરાળ હતો.  એક બેવખત બંદુકમાંથી ગોળીઓ છુંટવાનો આવાજ આવ્યો, અમો ગભરાયા,સૌને દોડવાનું કહ્યું. બે માઈલ દોડ્યા બાદ અમોને એક વેનમાં બેસી જવા કહ્યું.   વેનમાં ૨૦ જણાં એટલા ખીચો ખીંચ ભરવામાં આવ્યા કે બેસવુ મુશ્કેલ થઈ જાય..અમોને તૂટ્યા-ફૂટ્યા ઈગ્લીશમાં  કહેવામાં આવ્યું કે તમો સૌને અમેરિકા બોર્ડર પાર કર્યા બાદ અમેરિકામાં છોડી મુકવામાં આવશે અને ત્યાં તમોને નકલી ગ્રીન-કાર્ડ, નકલી સોસિયલ-સીક્યોરિટી કાર્ડ, ઓળખ-કાર્ડ આપવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવામાં રીસ્ક(જોખમ) છે જેમાં તમારી જાન પણ જાય. હું બહુંજ ગભરાયેલો હતો.  ભુખ્યા, તરસ્યા અને૧૧૦ ડીગ્રીની સખત ગરમીમાં વેનમાં ધાણીની જેમ સેકાઈ ગયાં. તરસથી જાન જતી હોય એવું લાગ્યું પણ કોઈ ઉપાય ક્યાં હતો? એક બે જણાએ તો પોતાનું પી(Urine)..તરસને છીપાવવા..લખતા શરમ આવે છે. ભુખ અને તરસ  માનવીને ગીધ્ધડ બનાવી દે છે.  હું  તરસને લીધે એકાદ કલાક મુર્છિત થઈ ગયો. પણ તમારા આશિર્વાદથી બચી ગયો. વહેલી સવારે  ત્રણ વાગે એક ભયાનક વિસ્તારમાં ઉતારવાંમાં આવ્યા.ત્યાં બેત્રણ માણસો અમને  એક અજાણી જગ્યાએ લઈ ગયાં.  નાસ્તામાં બ્રેડ, બિસ્કિટ ક્રેકર, કોફી આપ્યા..હાશ..ઘણાં વખત પછી કઈક સારું  ખાવા તો મળ્યુ. અમો અમેરિકાની સરહદમાં આવી ગયાં હતાં. નકલી પેપર્સ  અમોને આપવામાં આવ્યા.અમો ટેક્ષાસ સ્ટેટમાં આવી ગયાં હતાં. ટેક્ષાસના બ્રાઉન્સવીલ શહેરમાં  હું આવી ગયો. કોઈને પણ ઓળખું નહી. શહેરમાં એક ભારતિયની હોટલ હતી.હું બાથરુમ જવા ગયો.પહેલા તો મારા હાલ જોઈ હોટેલમાં જવાનીજ ના કહી. પપ્પા..મારા હાલ એક શીકારીથી હણાયેલા હરણા સમાન હતી. એકના એક કપડાં એક અઠવાડિયાથી પહેંરેલા, વેનમાં પાંચ કલાક ગરમીમાં રહેવાથી ગંધ મારે! બાવાની જેમ ડાઢી વધી ગયેલી. મારા કરતાં ભીખારી પણ સારા લાગે! મને ગુજરાતીની હોટેલ લાગી એટલે મે ગુજરાતીમાં  કહ્યું.”ભાઈ હું ગુજરાતી છું.હું..આગળ બોલુ  તે પહેલાં  મને કહ્યું અંદર આવો..મને  હોટેલમાં રૂમ આપ્યો.મેં મારી કરુંણ કથની કહી. બાબુભાઈ પટેલ બહુંજ દયાળુ હતાં તેમણે મને કહ્યું કે તમે એક બે દિવસ અહીં હોટેલમાં રહી શકો છો,પછી તમારે કોઈ રસ્તો કાઢવો પડશે કારણ કે આ મેક્સિકન બોર્ડર છે જેથી અવાર-નવાર ઈમીગ્રેશન અને પોલીસના માણસો અમારી હોટેલમાં ચેક કરવા આવે છે..મારી માટે તો એ ભગવાન સમાન હતાં.

મારી વિનંતી અને આજીજીને લીધે મને એમની હોટેલમાં એકાદ વીક રહેવા દીધો અને હું એમના રૂમ સાફ કરી દેતો.મને ત્યાંથી બસમાં બેઠાડી દીધો અને મને કહ્યું કે સેનેટૉનિયોમાં મારા મિત્રની મોટ્લ છે તે તમને ત્યાં રાખી લેશે. મેં તેમની સાથી વાત કરી લીધી છે. તું ગેર-કાયદે છો તેથી પગાર રોકડા અને કલાકના ૨ ડોલર્સજ આપશે. ગેર-કાયદે કોઈને રાખવામાં સરકારી જોખમ છે.મેં કહ્યું મને મંજુર છે.

પપ્પા, બાર, બાર કલાક જોબ કરું ત્યારે માંડ ૨૪ ડોલર્સ મને મળે! એમનો આભાર કે મને રહેવા એક નાનોરૂમ આપેલ અને જેમાં હું રસોઈ પણ કરી શકું. દરિયાના મોજાને કાયમ કિનારા સાથે અથડાવાનું-પછડાવાનું અને ભાંગીને ભુક્કો થઈ જવાનું એમ મારું એવું જ થયું.  મોટ્લ બરાબર ચાલતી નહોતી અને ખોટમાં જતી હતી.હોટ્લના માલિક ગંજુભાઈ મને છુટ્ટો કર્યો. ગેર-કાયદે આવેલ વ્યક્તિ અહીં શું કરી શકે? મારે આગળ અભ્યાસ કરવો હતો. મને મોટું સ્વપ્ન હતું કે હું અહી એન્જિનયરમાં માસ્ટર કરીશ પણ એ માત્ર સ્વપ્નજ રહ્યું. શહેરમાં કોઈ ગેર-કાયદે ઈમિગ્રાન્ટને  જોબ આપે નહીં. મારા જેવા બીજા ત્રણ-ચાર ભારતિય હતાં એના સંપર્કામાં આવ્યો. પપ્પા,એક નાનું  એવું એક બેડરૂમનું એપાર્ટમેન્ટ માંડ માંડ મળ્યું છે જેમાં મારી જેવીજ હાલતના અમો પાચ જણાં રહીએ છીએ.કોઈ પણ જોબ આપવા તૈયાર ના થાય.અમોને જે જોબ મળે તે ગેર-કાયદે અને૧૦થી ૧૫ કલાક જોબ કરવાની અને મળે માત્ર ૨૦-૨૫ ડોલર્સ.એમાં ખાવા-પિવા અને એપાર્ટમેન્ટના ભાડા કાઢવાના, અમારી ઘરની મિલકત ગરાજ સેલમાંથી લીધેલ જુના સોફાસેટ,તુટેલ ડાઈનીંગ સેટ .એકાદ બે તપેલી,ત્રણ ચાર સ્પુન અને જમવા માટે પેપર્સ પ્લેટ જેથી વાસણ સાફ કરવાની    ચિંતા નહી.  અને હા પપ્પા..પેલા  વેનમાં અમોને મુકી ગયા અને ડુપ્લીકેટ પેપર્સ આપ્યા તેના માણસો  અમારો પીછો કરે છે અને એમને મારે ૨૦૦૦ ડોલર્સ આપવાના છે.  મારા આ નાના પગારમાંથી મહિને  ૧૦૦ ડોલર્સ રોકડા આપી દેવાના નહીતો એ લોકો બહુંજ ખતરનાક હોય છે જો મહિને હપ્તો ના આપીએ તો  એમને મારી નાંખતા જરી પણ દયા ના આવે! જાનનું જોખમ!શું કરુ?  પપ્પા, સુવાળી લાગતી ઝાળમાં એવો ફસાયો છું કે એમાંથી  છટકી શકાય એમ છે જે નહી.

ઘણીવાર એવું થઈ જાય છે કે પાછો આવી જાઉ.પણ જ્યાં ખાવાના સાસા પડે છે? ત્યાં પાછા આવવા માટે  ટિકિટના પૈસા ક્યાંથી કાઢુ? ઘણીવાર તો એવો નિરાશ થઈ જાઉ છું કે આપ—ઘાત…. જવાદો એ વાત.આ દીકરાનો એક દિવસ એવો નહી ગયો હોય કે  મારા-મા-બાપ યાદ ના  કર્યા હોય! તમારું સ્વપ્ન ક્યારે સાકાર થશે ?પપ્પા મને ખબર નથી બસ આશાને સહારે જીવુ છુ કે એક દિવસ એવો આવશે..સોનાનો સૂરજ ઉગશે.,પ્રભાતિયે મંગળ ગીતો ગવાશે અને આંગણે લક્ષ્મી  આવી  ડૉલર્સની માળા પહેરાવશે!

લી-આપનો કમ-નસીબ,વિહોણો સંતાન રમેશ..

રમેશે પત્ર લખ્યા પછી તુરત વિચારવા લાગ્યોઃ

‘ હું તો અહીં દુઃખી છું અને આ મારી સઘળી મુશ્કેલીઓનો અહેવાલ અને મારી જિંદગીની સાચી હકિકત આ પત્રમાં વાંચી મારા મા-બાપને કેટલો આઘાત લાગશે ? મારા મા-બાપ બહુંજ લાગણીશીલ છે અને એમનું હ્ર્દય ભાંગી પડશે. એમને કઈક થઈ જશે તો હું તો ક્યાંયનો નહી રહું અને એનો જવાબદાર હું બનીશ.હું એક પુત્ર તરીકે આવી ખતરનાક બાજી નહી રમી શકું.

રમેશે તુરતજ મા-બાપને લખેલ પત્ર ફાંડી નાંખ્યો અને નક્કી કર્યું કે બસ આવતી કાલે ગમે તે રીતે૧૦૦ ડોલર્સ વેસ્ટર્ન યુનિયન દ્વારા  મોકલી  આપીશ. પેલા મેક્સિકોના માણસોને ૧૦૦ ડોલર્સનો હપ્તો નહી આપું તો એ શું કરી લશે ?..રમેશને ખબર નથી કે પોતે પોતાની જાત અને જાન સાથે કેટલી  ખતનાક રમત રમી રહ્યો છે!

આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશોજી.

જુલાઇ 30, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

કન્યાદાન !

‘મૉમ,I do not care what you are saying. I born here and grown up with modern world. You are living with old indian traditional world.(મૉમ, તું શું કહે છે એની મને પડી નથી. હું અહી જન્મી છું અને અહીંની આધુનિક દુનિયામાં મોટી થઈ છું) તું ભારતના જુના રીતે-રિવાજોમાં જીવી રહી છો).’

વચ્ચેજ મીતા બોલીઃ’ પિન્કી,ભલે અમો જુના રિવાજોમાં જીવીએ છીએ પણ સુખી છીએ.તને ખબર છે કે હું તારા ડેડી ૨૫ વર્ષથી સુખી લગ્ન જીવન જીવી રહ્યાં છીએ..કેટલાં સુખી છીએ?’  ‘ મમ્મી તું ખોટી ડંફાસ ના માર.જ્યારે જયારે તારા અને ડેડી વચ્ચે કોઈ પણ માથા-કુટ થાય છે ત્યારે તારેજ નમવું પડે છે.તારી કોઈ વાત ડેડીએ કદી માની છે?તું વાત કરે ત્યારે ડેડી હંમેશા તને કહે તને કશી ભાનજ  નથી પડતી.’

‘બેટી,અમારા મા-બાપે હંમેશા અમને શીખવાડ્યું છે કે ઘર સંસાર સારો રાખવો હોય તો પતિનું હંમેશા માનવું અને તેમને માન આપી સેવા કરવી.’  ‘ હા મમ્મી, પતિ દેવો ભવ! પતિ તમારો દેવ! તમે એમની દાસી.’  ‘ પિન્કી, તું શું કહેવા માંગે છે? તું આવો બકવાસ ના કર.’ ‘તને સાચું કહું છુ એટલે બકવાસ લાગે છે.પણ હું એવી વ્યક્તિની પંસદગી કરીશ કે એક મિત્રની જેમ મારી સાથે રહે અને મારું કહ્યું કરે.હું તારી જેમ પતિની પુજા નથી કરવાની. તને એ પણ કહી દઉ કે લગ્ન પછી મારી અટક(સર-નેઈમ) બદલવાની નથી અને અમો બન્ને લગ્ન બાદ હું મારું ચેકીંગ અને સેવીંગ એકાઉન્ટ મારા નામનું જ રાખવાની.’  ‘ બેટી,તું સાવ બદલાઈ ગઈ છો..આવું અમેરિકન-સોસાયટીમાં ચાલે આપણાં સમાજમાં ના ચાલે.તું ખોટી રીતે બદનામ થઈ જઈશ.’  ‘મમ્મી,મને લોકોની નથી પડી.’  ‘હા તને ના પડી હોય પણ અમારી ઈજ્જત-આબરૂં ધુળમાં ભળી જાય. લોકો કહેશે કે જોયું દીકરીને કશા સારા સંસ્કાર નથી આપ્યા.અમારી એકને એક દીકરી અને તું આપણું ચાર-બેડરૂમનું ઘર છે છતાં એક્લી એપાર્ટમેન્ટમાં રહે છે.લોકો ખોટી વાતો કરે છે કે એકલી રહે એટલે એ ધાર્યું કરી શકે,બોયફ્રેન્ડને અને અન્ય મિત્રોને બોલાવી ડ્રીન્કસ પાર્ટી કરે,વીકેન્ડમાં બે-ત્રણ વાર નાઈટ્સ કલબ્સમાં જાય અને ત્યાં ડ્ર્ગ્ઝ પણ લે આવી આવી વાતો લોકો કરતાં હોય છે.’  ‘ભલે ને કરે. ડેડી સાથે ઓફીસમાં જોબ કરતી પેલી પંજાબણ ડોલીની વચ્ચે જે સંબેધો ચાલે છે તેની તને પણ ખબર છે અને ડેડી ખુલ્લેઆમ ઘણી વાર ઘરે પણ લાવે છે,તેની સાથે વીકેન્ડ ગાળે છે તો તે શું કરી લીધું? મને બધીજ ખબર છે.હું નાનપણથી આ બધું જોતી આવું છું.બસ એક સતી સાવિત્રીની જેમ એમની સદા પૂજા કરતી રહી છો.ચુપ ચાપ બધું સહન કરી લે છે.અને મારા વિશે લોકો ખોટી અફવા ઉડાડે છે મને એની નથી પડી પણ..’

‘મમ્મી, તું આવી વાતો સાંભળી કેમ લે છે? You can tell them..mind your own business and shut your mouth(એ લોકોને તું કહી શકે કે તમે તમારું સંભાળો અને ગંધાતું મો બંધ રાખો).’  ‘બેટી તું કહે છે એ સાવ સરળ વાત નથી કેટ કેટલાને મોઢે ગરણા બાંધવા જાઉ?’

મહેશભાઈ જોબના કામે એક અઠવાડીયું બહારગામ ગયાં છે અને પિન્કી એક અઠવાડીયું મમ્મીને કંપની આપવા આવી છે.ડેડીના ઘરેથી જોબ પર જાય છે પણ મા-દીકરી આજે શુક્રવાર હોવાથી મોડી રાત સુધી વાતોએ ચડ્યા છે. પિન્કી અહીં જન્મેલી અને અહીંના વાતાવરણ અને સોસાયટીમાં ઉછરેલી છે,ભારતીય જુના રિત-રિવાજો એને જરા પણ પસંદ નથી. મમ્મી-ડેડી સાથે ૨૧ વર્ષ ગાળ્યા અને એમાં જોયું કે મમ્મીનો કોઈ પણ જાતનો ઘરમાં વોઈસજ નથી. બધું ડેડીનું ચાલે. ડેડી કહે તેજ ઘરમાં થાય.મમ્મી પણ જોબ કરે છે એ પણ પૈસા કમાય છે છતાં પતિ એટલે પરમેશ્વર.કાર લેવી હોય, ઘરમા ટીવી અરે! ઘરમાં નાનામાં નાની વસ્તું લેવી હોય તો ડેડીને જ પુછવાનું અને એ હા પાડે તો જ વસ્તું ઘરમાં આવે નહીતો નહી. બન્ને જોબ કરે છે બન્ને સાંજે પાંચ વાગ્યા પછી આવે છે પણ મહેશ ઘેર આવી કપડા બદલી સીધા સોફા પર ટીવી અને બીયરની બોટલ લઈ બેસી જાય અને મીતા રસોડામાં ત્રણે માટે રસોઈ બનાવે અનેપછી ડીશ સાફ કરવાની.પિન્કીને આવી પરિસ્થિતિમાં રહેવું ગમતું જ નહી એટલેજ જેવી જોબ કરતી થઈ તુરતજ જુદી થઈ ગઈ. તેણીની કોલેજ માટે  ડેડીએ ખર્ચનો હિસાબ પણ તેણીએ રાખેલ ને અત્યારે મહિને મહિને ડેડીને ૫૦૦ ડોલર્સનો ચેક મોકલી આપે છે.

‘પિન્કી,તું બધી વાત મને કરે છે તે તું તારા ડૅડીને કરીશને તો તને ધમકાવી નાંખશે.’  ‘મમ્મી, હું હવે નાની બાળકી નથી કે ડેડીનું ગમે તે સાંભળી લઉ.હા એ સાચી સલાહ આપે તો જરૂર માનીશ.તારી જેમ નહી કે ડેડી ગમે તે કહે તે તારે તો માનવું જ પડે.તારો પોતાનો કોઈ મત ચાલેજ નહીં.’

‘મમ્મી, તમો ભારતના પુરુષ-પ્રાધાન્ય દેશમાં રહી સાવ નિર્બળ બની ગયાં છો,ત્યાંના દરેક ધાર્મિક-પુસ્તકોમાં પતિને જ મહત્વ આપવામાં આવ્યું છે.છોકરીઓને નાનપણથી પતિની સેવા કરવાથી સુખ મળે, સ્વર્ગ મળે,મોક્ષ મળે એવું ઘણું ઘણું શિખવાડવામાં આવ્યું છે.દરેક વ્રતમાં પતિનું લાંબું આયુષ્ય માટે પાણી લીધા વગર દિવસો સુધી સાધના કરવાની.પતિ કે છોકરાને કેમ પત્નિના લાબાં આયુષ્ય માટે કોઈ વ્રત કે ઉપવાસ નથી? રામાયણ કે મહા-ભારત જેવા પવિત્ર ગ્રંથમાં પણ સીતા-દ્રોપદીને કોઈ પણ કારણ વગર કપરામાં કપરી પરિક્ષામાંથી પસાર થવું પડ્યું છે.આપણાં મોટાભાગના ગ્રંથો પુરુષોએ જ  લખ્યા છે અને એજ પુરુષ લેખકોએ સ્ત્રી માટે બધા કાયદા-કાનુન, રિત-રિવાજો લાદી દીધા છે.પુરુષને કોઈ જાતની સીમા કે બંધંન લાદવામાં આવ્યાજ નથી.તેથી ભારતમાં સ્ત્રી હંમેશા અબળા અને નિર્બળ રહી દાસીની જિંદગી જીવી રહી છે.’

‘પિન્કી, રાત્રીના ૧ વાગ્યો છે.ચાલ આપણે સુઈ જઈએ.હજું તારા ડેડીને આવવાના બે દિવસ બાકી છે બાકીની બધી વાતો પછી કરીશું.’  ‘મમ્મી,ઑકે! પણ મને ખબર છે કે તું તો હવે બદલાવાની નથી પણ હું તો મારી જિંદગી મારી રીતેજ જીવીશ. જેટલો પુરુષને હક્ક છે એટલોજ સમાન હક્ક સ્ત્રીને પણ છે.’ ‘ ઑકે બેટી…ગુડ-નાઈટ!!’

પિન્કીનો બોયફ્રેન્ડ મૅથ્યું અહીં અમેરિકન બ્લેક છે અને પિન્કીની દરેક વાતો તેને મંજુર છે.આજના મોર્ડન વિચારનો છે. પિન્કીથી બે વર્ષ નાનો હતો પણ બન્નેના જીવ મળેલા, મન મળેલા તો પછી ઉંમર તો ખાલી નંબર છે !  પરંતું પિન્કીના ડેડીને એ મંજુર નહોતું.પિન્કી સી.પી.એ છે અને કંપનીમાં વાઈસ-પ્રેસીડેન્ટની પોસ્ટ ધરાવે છે અને તેણીનો બોયફ્રેન્ડ મેથ્યુ  બી.એ અને મેડીકલ એકાઉન્ટીંગનો અભ્યાસ કરી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ છે પગાર પણ પિન્કી કરતાં ઓછો.

પિન્કીના ડેડી મહેશભાઈ ગુસ્સામાં ઉશ્કેરાઈ જઈ પિન્કીને કહેતાં:  ‘તને કંઇ ભાન પડે છે કે નહી! એકતો ઉંમરમાં તારાથી નાનો, ઓછું ભણેલો, પગાર પણ ઓછો.આવા છોકરાને તે પસંદજ કેવી રીતે કર્યો? અને આપણો સમાજ આવા કાળીયાને કોઈ રીતે પસંદ નહી કરે હું પણ નહી. તારા માટે તો ડોકટર અને એન્જિનિયર છોકરાના માંગા આવે છે. પુરુષ એવો હોવો જોઈએ કે ઘરની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લે અને બૈરી કરતાસારુ કમાતો હોય.નહી કે બાયલા જેવો!અને એ પણ કાળીયો તને મળ્યો બીજા ભારતિય કે ગુજરાતી છોકરા મરી પરવાર્યા છે.કાળીયા કરતાં તો કોઈ ધોળીયાને પસંદ કર્યો હોત તો પણ મને વાંધો નહોતો.મારી તો આપણાં સમાજમાં આબરૂના કાકરા કરી નાંખ્યાં….’    ‘ ડેડી તમો બોલી રહ્યાં હોય તો હું હવે બોલી શકું?’  ‘ પહેલું એકે  મારી જિંદગી છે,મારુ જીવન છે અને મારે જે રીતે જીવવું હોય તે પ્રમાણેજ જીવવાનો મને અધિકાર છે.એ મારી પંસદગી છે.કોણે કહ્યું કે પુરુષજ વધારે ભણેલો અને વધારે કમાતો હોવો જોઈએ? સ્ત્રી પુરુષ કરતા વધારે કમાતી હોય, વધારે ભણેલી હોય તો એમાં શું તફાવત પડે? તમે વ્યક્તિનું દીલ નથી જોતાં.બસ ચામડીનો ભેદ જુઓ છો. તમો વારે ઘડીએ “કાળીયો..કાળીયો” શબ્દ વાપરો છે તે મને જરી પણ પસંદ નથી.મેથ્યુ દીલનો સાફ છે, માયાળું છે અને હું તેને વર્ષોથી ઓળખું છું.એજ મારો જીવન સાથી બનશે. તમને ગમે કે ના ગમે હું લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ.

‘પિન્કી , તને કહી દઉં છું કે જો તું મેથ્યું સાથે લગ્ન કરીશ તો આ ઘરમાં તને કોઈ આશરો કે મદદ નહી મળે, અમો તારા લગ્નમા પણ નહી આવીએ.અને લગ્નબાદ અમે તારું કાળું મો પણ જોવા નથી માંગતા…’  ‘ડેડી, Stop it now. I can not stay in this house even for one minute.I do not care if you do not come to my wedding, that is OK with me..I do not need your blessing. ( ડેડી, હવે ચુપ થઈ જાઉ,હવે હું આ ઘરમાં એક પળ પણ રહેવા માંગતી નથી. તમે મારા લગ્નમાં ના આવો એની મને પડી  નથી.મારે તમારા આશિષની જરુર નથી). હું જાઉં છું , કદી પણ આ ઘરમાં પગ નહી મુકું.’

મીતા દોડતી આવીઃ..રડતી રડતી બોલી.. ‘પિન્કી…બેટી ,ના જા. મારા સમ..તારા ડેડીનો સ્વભાવજ એવો છે.’   પિન્કી, મમ્મી આવે પહેલાંજ ઘરમાંથી દોડી પોતાની કારમાં જતી રહી. મીતા રડતી રડતી મહેશને કહ્યું.  ‘તમે પણ છોકરા સાથે છોકરા થઈ ગયાં છો..એ અપસ્ટે થઈને ગઈ છે અને મને ચિંતા થાય છે કે ડ્રીઇવીંગમાં ધ્યાન નહી રહે અને કઈક એકસીડેન્ટ કરી બેસશે તો આપણે..મને બહુંજ ચિંતા થાય છે’   .’એ શું બોલી ગઈ તેનું તને ભાન છે ? મને કશી પડી નથી , આવા સંતાન કરતાં ના…હોય..’ ‘ના ના આવું   અશુભ ના બોલો..આપણું એકનું એક સંતાન છે..થોડી સમજાવટથી કામ લેવું જોઈએ.’  ‘.મને કોઈ લેકચર આપવાની જરૂર નથી. હું ગુસ્સે થાવ તે પહેલાં તું અહીંથી જતી રહે નહી તો સારા વાન નહી થાય.’   મીતા મહેશને સ્વભાવ જાણતી હતી.પોતાના રૂમમાં જઈ પિન્કીને સેલ પર ફોન કર્યો પણ તેણીએ ફોન ઉપાડયો નહીં. મીતાની ચિંતા વધવા લાગી. ‘હે! ભગવાન, બધા સારાવાના કરજે!’

મીતા વિચારોમાં ચડી ગઈ.  ‘મારી દીકરી કંઈક કરી બેસશે તો હું કઈની નહીં રહું. મુકેશ પણ જિદ્દી અને જુના વિચારોનો છે..અમેરિકામાં ૩૦ વર્ષથી છે પણ જરીયે સુધર્યો નથી.બીજા કોઈ એની સાથે ટકી ના શકે, હુંજ બધું સહન કરી એની સાથે રહી શકું.

અચાનક મીતાની જોબ પર પિન્કીનો ફોન આવ્યો, મીતા ખુશ ખુશ થઈ ગઈ’  ‘બેટી, Are you OK? I   apologize  behalf of your dad! he should not behave or talk to you like that! I am sorry..(બેટી,તું બરાબર છે ને? તે દિવસે તારા ડેડીનું વર્તણુક અને જે વાત કરી તેના માટે હું માફી માગું છું.મને માફ કર બેટી).’  ‘.મમ્મી, એમાં તારો કશો દોષ નથી તું શા માટે ડેડી વતી માફી માંગે છે..મમ્મી,તું નિખાલશ છે તે તેથી તારી સાથે હું મારા જીવનની બધીજ વાત કરી શકું છુ. તું મારી મમ્મી જ નહી પણ બેનપણી પણ છો.’

‘મમ્મી, મે બે મહિના પછી જુનની ૨૦મી તારીખે મેથ્યું સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.અમો હિન્દું વિધિથી લગ્ન કરવાના છીએ અને મેથ્યુ પંણએમાં સહમત છે તેના માટે મેરેજનું આઉટ-ફીટ હું અહીંથી ખરીદવાનું છું .’   ‘બેટી, મારી એક વાત કહું? તારા લગ્નનું આઉટ-ફીટ હું લઈશ.’  ‘મૉમ!  ડેડીતો મારા લગ્નમાં આવવાજ નથી એ મને ખબર છે પણ તને આવવા દેશે ?’  ‘ બેટી,એની તું અત્યારે ચિંતા ના કર, બધું સારાવાના થઈ જશે. મારા પોતાના સેવીંગમાંથી હું તારા લગ્નનો ડ્રેશ લઈશ.બેટી , તારે કોઈ પણ કામ-કાજ હોય તો મને જોબ પર ફોન કરજે..’  ‘ઑકે..મૉમ..જરૂર.

મીતા અને તેની અન્ય બેનપણી અને પિન્કીની બધી સહેલીઓની મદદથી મેરિયાટ હોટેલમાં સવારે હિન્દુ વિધી થી લગ્ન અને સાંજે ૭ વાગે રિસેપ્સન નક્કી થયું.

‘મિતા ,મેં તને ના પાડી છે કે તારે પણ  પિન્કીના લગ્નમાં જવાનું નથી.’  ‘મહેશ, હું મા છું..મે નવ- મહિના મારા કુખમાં પાળી-પોશી અને જન્મ આપ્યો છે..જન્મદાતા મા ની લાગણી તમે પુરુષ કદી પણ સમજી નહીં શકો.’  ‘મારે તારું કશું સમજવું નથી, જો તું એના લગ્નમાં જઈશ તો તારા માટે આ ઘરના દ્વાર હમેશને માટે બંધ થઈ જશે.’  ‘ તમો ગમે તે કરો હું તો આજે મારી દીકરીના લગ્નમાં જવાની એટલે જવાની.’  મહેશ ગુસ્સે થઈ તાડુક્યોઃ ‘ખબરદાર, જો ઘરમાંથી આજે બહાર પગ મુક્યો છે તો.’  ‘..તો તમે શુ કરી લેશો ? તમે તો તમારી ફરજ ચુકી ગયા, પિતાનું વાત્સલ્ય ક્યાં ગયું? દીકરીને કન્યાદાન આપનાર બાપ આજ દીકરીનો દુશ્મન બની ગયો છે.અરે! જે કન્યાદાન કરે છે એના માટે તો કહેવાય છે કે એનું જે પુણ્ય મળે છે તેને તો સ્વર્ગની સીડી મળી જાય છે.તમારા હાથમાં આવો સુંદર અવસર  આવ્યો છે.અને તેને તું ઠુકરાવી દે છે. કહેવાય છે કે બાપને દીકરીજ , લગ્ન-વખતની વિદાય ચોધાર-આસુંએ રડાવી જાય છે. તેણીની વિદાય બાપને આંસુના સાગરમાં ડુબાડી દે છે.અને તમો…’  ‘મીતા, તારું ભાષણ બંધ કર,અને છાની-માની ઘરમાં ચુપ-ચાપ બેસીરે.’  ‘ આજ મહેશ મને  કોઈ રોકી શકે તેમ નથી….’  ‘તો સાંભળીલે..જો તું ગઈ છે તો ફરી આ ઘરમાં આવવાનો હક્ક ગુમાવી દઈશ..તારા માટે મારા ઘરના દરવાજા હંમેશને માટે બંધ..પિન્કીની જેમ…’

મીતાએ, કાર ગરાજની બહાર કાઢી.  કઈ પણ સાંભળ્યું નથી તેમ હસતી હસતી  બોલીઃ ‘આજ દુનિયાની કોઈ તાકાત મા ની મમતાને રોકી નહી શકે.દુનિયા ઉથલ-પાથલ થઈ જાય,મારું જે થવાનું હોય તે થાય ,હું મારા નિર્ણયમાં મક્કમ છું મા-દીકરીના પ્રેમના માર્ગમાં કઈપણ  અડચણ કે તોફાન આવશે  તેની સામે લડી લેવાની મારામાં તાકાત છે..’

મીતાના ઉંચા અવાજમાં આવી વાતો સાંભળતાજ ,એક્દમ  ગુસ્સે થઈ મહેશ, હાથમાં બેઈઝ-બોલ બેટ રહી પાછળ દોડ્યો પણ ત્યાં સુધીમાં તો મીતાની કાર ઘરથી ઘણી દૂર નિકળી ગઈ હતી,  દીકરીને કન્યાદાન કરવા,આશિષ આપવા..અખંડ સૌભાગ્યવતી કહેવા..પાછળ આવતા ભયાનક વંટોળની પરવા કર્યા વગર…

જુલાઇ 11, 2012 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 11 ટિપ્પણીઓ

યોગેશ આવી ગયો ! !

 

સ્વેતા અને સ્મિતા તમારા બન્નેનો ફેબ્રુઆરીમાં જોડકાનો જન્મ સેન્ટ-લ્યુક હોસ્પિટલમાં થયો, ત્યારે શિકાગોમાં ૧૨” જેટલો અન-યુઝવલ સ્નો પડેલ,આખા શહેરનો વ્યવહાર ખોટવાઈ ગયો. તમારા જન્મબાદ  યોગેશ  મીનાક્ષીને ભાવતી ઈડલી-સંભાર લેવા તેણીનું ફેવરીટ ઈન્ડીયન રેસ્ટૉરન્ટ’મીલન”માં જવા નિકળ્યો. રેસ્ટોરન્ટ હોસ્પિટલથી ૨૦ માઈલ દૂર હતું. હોસ્પિટલથી યોગેશ નિકળ્યો ત્યારે બહું લાઈટ સ્નો પડી રહ્યો હતો.ધીરે ધીરે વધવા લાગ્યો. ૧૦ મિનિટમાં તો એટલો હેવી-સ્નો પડવા લાગ્યો કે ટ્રાફ્રીક ધીરો પડી ગયો. તેમજ આગળ ત્રણ કાર અઠડાતા એક માઈલ સુધી ટ્રાફીક જામ થઈ ગયો.એક ફુટ આગળ કશું દેખાતું નહોતું.એક માઈલ કાપતા એક કલાક ઉપર થઈ ગયો.હજું ૧૫ માઈલ કાપવાના હતાં .સ્નોની ગતી વધી.એક ફૂટથી આગળ રસ્તા પર કશું દેખાતું નહોતું. યોગેશને રસ્તા વચ્ચેજ કારને સાઈડ રૉડ પર પુલ કરવી પડી.

બેટી, યોગેશે મને ફોન કર્યો.. ‘મમ્મી હું ટ્રાફીકમાં અટવાઈ ગયો છે અને રસ્તાઓ હેવીસ્નોને અને એક્સીડેન્ટને લીધે બંધ કરવામાં આવેલ છે તો તું ચિંતા ના કરતી.જેવા રસ્તા ખુલશે કે તુરતજ મીનાક્ષી માટે ઈડલી-સંભાર લઈ આવીશ.અને આજની રાત હું હોસ્પિટલમાં મીનાક્ષી સાથેજ રહીશ, તું કશી ચિંતા ના કરીશ..ઑકે..બેટા…Just be very careful..OK…Mom…bye…I love you…( બેટા, બહુંજ સાવચેત રહેજે..ઓકે..મમ્મી…આવજે બેટા…ભગવાન સારાવાના કરે).. તે તેનો છેલ્લો ફોન હતો…I wish, I could have recorded this conversations.( મે આ વાત રેકોર્ડ કરી હોત…) દાદીમાની આંખમાં ઝળહળીયા આવી ગયાં.પણ દાદીમા ઘણાંજ સ્ટ્રોગ હતા..

બેટી,તારા મમ્મી અને ડેડી હાઈસ્કુલથી સાથે હતાં બન્ને ભણવામાં હોશિંયાર હતાં, મને અને તારા દાદાને ખબર હતી કે બન્ને એકબીજાની નિકટ છે..બન્ને લોયેલા યુનિવર્સિટિમાં સાથેજ એડમિશન લીધું.તારી મમ્મી અવાર-નવાર તેણીના પેરેન્ટ્સ સાથે  ઘેર આવતી અમારે એ જોશી ફેમિલી સાથે પણ નિકટના સંબંધ હતાં, તેણીના પેરન્ટ્સને પણ મીનાક્ષી અને યોગેશના સંબંધ વિશે ખ્યાલ હતો અને તેઓ પણ આ સંબંધમાં ખુશ હતાં.બન્ને કમ્પુટરમાં ડીગ્રી પ્રાપ્ત કરી બન્નેને સારી જોબ મળી ગયાંબાદ બે વર્ષમાં ધામ-ધૂમથી મેરેજ કર્યા..અમો અને તેણીના પેરેન્ટ્સ સૌ ખુશ હતાં..

દુઃખ એ વાતનું હતું કે લગ્નના ૧૦ વર્ષબાદ કોઈ બાળક ના થયું..બન્ને થોડા નિરાશ થઈ ગયાં.છેલ્લે એવા નિર્ણય પર આવ્યા કે ભારત જઈ બાળકને દત્તક લેવું.ડોકટરની એગ્સ ફર્ટિલાઈઝરની ટ્રીટમેન્ટ ચાલુ હતી..નસીબ ફળ્યા… Your mom got pregnant and it was a great news in our life.We all celebrated this great news.After 3 months, they found out that she is pregnant with twins..( તારી મમ્મીને સારા દિવસો જવા લાગ્યા આ સમાચાર અમારી જિંદગીના સર્વશ્રેષ્ઠ સમાચાર હતાં.આ સારા સમાચારને અમો એ વધાવી લીધા..ત્રણ મહીના પછી સમાચાર મળ્યા કે તારા મમ્મીને જોડકા બાળકો છે. મહેંકતા બાગમાં કોયલનું કુંજન! ઈશ્વરે દયા કરી એકી સાથે બે બાળકોને બક્ષ્યા એથી વિશેષ આનંદ ક્યો હોઇ શકે?.તારા મમ્મી-ડેડી બન્ને નો પ્રેમ ફળ્યો અને એનું અમૃત ફળ તેમને મળી ગયું!

બેટી,અતિહર્ષ ને અતિઆનંદની પળો લુંટાતી હોય ત્યારે કયારે તુફાની કાળા વાદળા ઘેરી લે તેની કોઈને પણ ખબર નથી હોતી! તારા ડેડી એ સાંજે હોસ્પિટલ ના પહોંચ્યા. મીનાક્ષીનો મારા પર વારંવાર ફોન આવ્યા કરે કે યોગેશ હજું નથી આવ્યો.મને અને તારા દાદાને બન્નેને ચિંતા થવા લાગી.,,દિવસ થયો…બે દિવસ થઈ ગયાં કોઈ પત્તો નહીં. પોલીસને જાણ કરી, તેઓએ તપાસ આદરી.દિવસો જવા લાગ્યા,ચિંત્તા વધવા લાગી.ઘણા મિત્રો, વૉલીન્ટીયર્સ આજુ-બાજું વિસ્તારમાં પગપાળા માઈલ સુધી યોગેશ અને તેની કારની તપાસ આદરી કોઈ સમાચાર ના મળ્યા.

તારી મમ્મીને અમો હોસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યા..એ તો બાવરી -બાવરી બની ગઈ હતી બસ એકજ રટણ મારો યોગેશ ક્યાં છે? પોલીસને દરરોજ ફોન કરે. ‘Did you find my husband yet?’ (મારો પતિનો પત્તો લાગ્યો?). મેં મિનાક્ષીને જોબ શરૂ કરવા કહ્યું અને કીધું કે અમો બન્ને બાળકીની સંભાળ રાખીશું..જોબ શરૂ કરી પણ એમનું ધ્યાન જોબ પર લાગતું જ નહોતું તેને કારણે જોબ છુટી ગઈ.ઘરે પણ એકજ રટણ..યોગેશ આવ્યો? જો મમ્મી..ડોર બેલ વાગ્યો..બારણું જલ્દી ખોલો..યોગેશ જ હશે. Doctor examined her and said:She is completely mentally disturb( ડોકટરે તેણીને તપાસી ને કહ્યું.. એ ગાડી થઈ ગઈ છે).દવાઓ આપી કોઈ અસર થઈ નહી.તમારા બન્ને બહેનોની જન્મની ખુશાલીમાં આ ભયાનક દુઃખના રાહુ-કેતુ  આવી ગયાં!પોલીસે તારા ડેડીની વર્ષ  બાદ તપાસ બંધ કરી અને લાપત્તા વ્યક્તિ તરીકે જાહેર કર્યા. આવા કપરા આઘાતમાં તારા દાદાનું વર્ષબાદ અવસાન થયું. કુટુંબની સઘળી જવાબદારી મારા પર આવી ગઈ.નસીબે જોગે પેન્શન ઉપરાંત આમારું સારુ એવુ સેવિંગ અને તારા દાદાનો બે લાખ ડોલર્સનો ઈન્સ્યુરન્સને લીધે મને આ જવાબદારીમા  આર્થિક રીતે મુશ્કેલી ના નડી.  ‘દાદીમા, તમને ધન્ય છે.સઘળી કુટુંબની જવાબદારી સાથે અમો બન્ને બહેનોને કોલેજમાં ભણાવ્યા અમો બન્ને બહેનોને  આ સારી જોબ મળી છે તેનો સઘળો યશ તમને જાય છે.’

દાદીમાંની ઉંમર ૮૫ની થવા આવી પણ હજું દરરોજ બે માઈલ્સ વૉક-યોગા કરે છે.તેમની તંદુરસ્તી ઘણીજ સારી છે.મમ્મીની  સાઠની થઈ પણ તેની તબિયત અને માનસિક બિમારીને લીધે  સુકાયેલ વૃક્ષ જેવી થઈ ગઈ હતી!૨૦ વર્ષ વિતી ગયાં ડેડીના કોઈ સમાચાર નથી..માત્ર પોલીસ અને લોકોનું અનુમાનઃ ‘કાર હાઈજેક કરી તેનું મર્ડર કરવામાં આવ્યું હોય!’ એ અનુમાન અમને દુઃખી કરી દે છે પણ અમારી આશા હજું જીવિત છે.

દાદીએ બુમ પાડી..’ સ્વેતા-સ્મિતા જલ્દી દોડો.અમો બન્ને બહેનો મોર્નિંગ-બ્રેક ફાસ્ટ કરતાં હતા.. દોડ્યા,,તો મમ્મી બેભાન અવસ્થામાં લીવીંગરૂમમાં પડી હતી મેં ૯૧૧ને ફોન કર્યો..ઓપરેટરે  સી.પી.આર આપવાનું કહ્યું , મે તેની સુચના મુજબ સી.પી.આર આપવાનું શરુ કર્યું…થોડી ભાનમાં આવી…બોલી…તારા ડેડી આવ્યા?..જો..જો..ડૉરબેલ વાગે છે દોડ..તારા ડેડી આવ્યા છે..હું કહી કહ્યુ તે પહેલાં પાછી.. બે-ભાન અવસ્થામાં જતી રહી. ૧૦ મિનિટમાં એમબ્યુલન્સ આવી. પેરામેડીકે ઈલેકટ્રીક શૉક આપવાનું શરૂ કર્યું..હાર્ટ  ફરી ધબકતું થયું. paramedics said..’we can hear the hearts bits…'( પેરામેડીકે કહ્યુ.તેણીના હ્ર્દયના ધબકારા સંભળાય છે…એક ક્ષણભર..એ પાછી આવી..બોલીઃ  “યોગે..શ આ..વી  ગયો.બીજીજ ક્ષણે ધબકાર બંધ થઈ ગયાં પણ લીવીંગરૂમ ફરી ફરી પડધા સંભળાવા લાગ્યા..’યોગેશ…આવી…ગયો..!’

 આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.. 

મે 18, 2012 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

એક સંત પિતા.

“અમેરિકન ફ્રીડમ રિટાયર્ડ કોમ્યુનિટિ”માં સોમાકાકાની ૮૫મી જન્મગાંઠની ઉજવણી ધુમધામથી ઉજવાઈ. અમેરિકન ફ્રીડમમાં અન્કલ સેમ”થી ઓળખાતા સોમાકાકા સમગ્ર કોમ્યુનિટિમાં સૌના  પ્રિય! કોઈની સાથે સ્પેનીશમાં તો કોઈની સાથે ઈગ્લીશ તો ભારતિય સાથે હિન્દી અને ગુજરાતીમાં મીઠાસભરી વાતો કરી સૌના દિલ હરી લેતા. ૮૫ વર્ષના સોમાકાકાનું નિખાલસ દિલ અને મળતાવડો સ્વભાવ સૌના મન હરી લે. સૌને એમજ લાગે કે  ‘Uncle Sam is my  very close and dear friend.(સોમાકાકા મારા એકદમ નજીકના પ્રિય મિત્ર છે)’સૌના દિલમાં ધબકતા સોમાકાકા સ્વજનથી અધિક ગમે એવો એનો ચંદ્ર જેવો શિતળ સ્વભાવ.

બે દિકરા અને બન્ને ડૉકટર્સ. બન્ને એકજ ગામમાં રહે છતાં સોમાકાકાની  ૭૫વર્ષ બાદ તેમની પત્નિના દેહાંત પછી પણ તેમણે એકલા રહેવાનું પસંદ કર્યુ ત્યારે ઘણાં મિત્રોએ તેમને પૂછ્યુ.’ તમો તમારા સંતાન સાથે કેમ નથી રહેતાં? ત્યારે તેમણે બહું શાંત ચિત્તે કહ્યું.

‘મારા પ્રત્યે મારા દીકરાઓનો  પ્રેમ અદભુત અને અનહદ છે. મારા કહેલા બોલ તેઓ ઝીલી  લે છે. બાપ અને દીકરા વચ્ચે એકધારી વહેતી  પ્રેમધારા મારે એમની એમજ રાખવી છે. બન્ને છોકરાઓને કૌટુબિક જવાબદારી ઉપરાંત તેઓ એમના કામમાં વ્યસ્ત રહે છે.તેમના મોજ-શોખ, રહેણી કરણી મારી રહેણી કરણી કરતા જુદી છે અને એ સ્વભાવિક છે.મારી ઉંમર પ્રમાણે મારા શોખ,મારા વિચારો, ટેવો  જુદી હોય. માનો કે હું એમની સાથે રહુ અને તેઓ મને ખુશ રાખવા પુરેપુરા પ્રયત્નો કરે પણ જેમ સમય જાય તેમ  એ પ્રયત્નોમાં ધીરે ધીરે ઓટ આવતી જાય, તેનો ખ્યાલ તેમને ના આવે પણ હું  એ તુરત જોઈ શકું અને મનને વાળવા છતાં આ માંકડિયું મન વળે નહી અને દીકરા અને મારા વચ્ચે અંતર વધતું જાય.એ અતંરને ટાળવા મેં મારી રીતે જીવન જીવવાનું પસંદ કર્યુ છે.અમેરિકામાં ૫૦ વર્ષ રહ્યા બાદ અહીંની સંસ્કૃતી,રહેણી કરણી સૌથી વાકેફ છું.અમેરિકા વિશ્વના અલગ-અલગ દેશમાંથી આવેલ માનવીથી બનેલો દેશ છે છતાં સૌ હળીમળી રહે છે. તો હું પણ આ કૉમ્યુનિટીમાં  મારી ઉંમરના જુદા જુદા દેશમાંથી આવેલા માનવી સાથે દુધમાં સાકર ભળે તેમ ભળી જઈશ એની મને ખાત્રી છે, અને મારું જીવન હું મારી રીતે જીવી શકીશ.તેમજ  મારા દિકરા સાથે જે પ્રેમની ગંગા વહે છે તેનો પ્રવાહ એમનો એમ જ રહેશે.’

સોમાકાકા પોતે વ્યસાયે એન્જીનિયર અને જ્યારે નિવૃત થયાં ત્યારે એ ‘માઈકલ એન્ડ પિટરશન કંપની’માં વાઈસ પ્રેસિડેન્ટ હતાં.દીકરાઓને સૌને સારું એવું એજ્યુકેશન આપ્યું છતાં નિવૃતીના સમયે એમની આવક ઘણીજ સારી છે. આર્થિક રીતે સુખી છે.દીકરાઓ પાસે કદી હાથ લાંબો કરવાનો સમય નથી આવ્યો.તેમજ તેઓ નિરાપેક્ષીત જીવન જીવે છે.તેઓ પોતાના મિત્રોને હંમેશા કહેઃ

‘કોઈની પણ પાસે આશા રાખીએ તો નિરાશ થવાનો સમય આવે પણ આશા રાખીએ જ નહી તો જિંદગી બહુંજ આનંદ-ઉલ્લાસથી જીવી શકાય છે.

પિતાની ૮૫મી વર્ષગાંઠ  ઘરે ઉજવવા આગ્રહ રાખનારા એમના દીકરાને પણ કહ્યુ.

‘દીકરા, તમારી  સાથે ૬૦ વર્ષ સુધી સુખી જિંદગી ગાળી, મજા કરી  કૌટુબિક,સામાજીક જીવન જીવી ઘણી સુખ-દુંખની મજા માણી હવે આ વનવાસી જીવન જીવી મારી ઉંમરના આંગણે આવી વસતા મિત્રો સાથે મજા કરવી છે એજ મારા મિત્રો અને હવે તો એજ મારું કુટુંબ છે.ખોટું ના લગાડશો, તમારા કુટુંબ પ્રત્યે મારો પ્રેમ કદી પણ ઓછો થવાનો નથી. અહીં  સૌ મારી જેમ વૃક્ષ પરના પીળા પાન સમાન છે, કોણ ક્યારે ટપકી પડે કોઈને પણ ખબર નથી..આવા સમયે અમો સૌ એક બીજાની સાથ રહી શેષ જિંદગીની મજા સાથે માણતા,માણતા, હવાની લ્હેરે ખરતા રહીએ સાથ સાથ. એ મજા મને માણવા દો. વર્ષગાંઠે એકજ ગાંઠબાંધી છે સૌ મારી ઉંમરના સાથ સાથ, હાથમાં હાથ પકડીએ  આખરી અંત લગી ચાલી સંધ્યાની આરતી સાથે ઉતારીએ.’

એમના પુત્ર રમેશ અને ઉમેશ પર અમેરિકન ફ્રીડમ કોમ્યુનિટિમાંથી ફોન આવ્યો. આપના પિતાશ્રીનું કુદરીતી રીતે અવસાન થયેલ છે.બન્ને પુત્રો જલ્દી જલ્દી પિતાના નિવાસ્થાને પહોંચી ગયાં.ત્યાંના નિમાયેલા પ્રમૂખ શ્રી ઉલ્લાસ કાકાએ કહ્યું. સોમાકાકાએ મને એક  પત્ર અને આખરી વીલ ઘણાં સમય પહેલાં આપેલ છે અને એમના પત્ર અને ઈચ્છા મુજબ  એમની અંતિમ ક્રિયા બહું સાદી રીતે તમારા સિવાય કોઈને પણ જાણ કર્યા વગર એમની દહનક્રિયા કરવાની છે.એમનો અગ્નિદાહ તમે બન્ને  કરો.પુત્રોની હાજરી સિવાય કોઈની પણ હાજરી ના હોવી જોઈએ એજ એમની આખરી ઈચ્છા હતી.

રમેશ અને ઉમેશ બન્ને પિતાશ્રીની ઈચ્છા મુજબ એમની આખરી ઈચ્છાને માન આપી એમની ક્રિયા પુરી કરી.

પિતાએ લખેલ કવર અને વિલ વાંચ્યું.

પ્રિય પુત્રો.,

મારા  ગયા પછી કોઈ ખેદ કે દુઃખ ના લગાડશો. મારા મરણબાદ કોઈ જાતની વિધી કે સામાજીક વ્યવહાર પણ ના કરશો.  ખાલી હાથે આવ્યો’તો,  ખાલી હાથે જાઉં છુ,એનો મને પણ કશો અફસોસ કે દુઃખ નથી.  જગતમાં આવી માયા-મમતા, સુખ-દુઃખ, સંબંધોના  ઘણાં માળા બાંધ્યા.અહીં રહી માણ્યા બસ સર્વસ્વ અહીં છોડીને જ જાઉં છું અને દરેક માનવી આ પ્રમાણેજ આવે છે , જાય છે.આપણાં સંબંધના તોરણો ક્યાં સુધી લીલા રહેશે? તમારા પછી તમારી પેઢી અને પછીની પેઢીમાં મોટા વડદાદા કોણ હતાં તેની ચિંતા એ શા માટે કરે? એતો એમના વર્તમાન સુખમાં જીવવા માંગતા હોય અને એજ સત્ય છે.એથીજ એક વિનંતી છે  કે મારા ગયાં પછી મારી તસ્વીર કોઈ જગ્યાએ ટીંગાડશો  નહીં.

મારી પાસે જે કેશ છે તે  જેને જરૂર છે તેને ફાળે આપવા માંગુ છું.મારા પાસે જે ૪૦૦,૦૦૦ ડોલર્સ છે એ મારા ગયાં પછી અહીં અમેરિકામાં ૧૦૦,૦૦૦ ડોલર્સ નૉન-પ્રોફીટ  નર્સિંગ હોમ જેવા ઓર્ગનાઝેશનમાં તેમજ ૧૦૦,૦૦૦ ડોલર્સ..’હોમલેસ’ માનવીના ઓર્ગેનાઈઝેશનમાં આપશો અને બાકીના મારી માતૃભુમી ભારતમાં  ગરીબ બાળકો માટે એજ્યુકેશન અને ઘરડા ઘરમાં  મોકલી આપશો.તમો બન્ને મારી પાછળ એક પણ પૈસાનો ખર્ચ ના કરશો.મારા અશિષ હરદમ તમારી સાથ છે.’

આ જન્મના  સંબંધીત પિતા.. સોમાલાલ શાહ..

મોટો પુત્ર બોલી ઉઠ્યો.

‘ધન્ય છે પિતા. પિતા તરીકે અમારા પ્રત્યે તમો તમારી સંપૂર્ણ ફરજ નિભાવી અને અમોને બન્ને ભાઈઓને ઉચ્ચ+ શિક્ષણ,સંસ્કાર અને સદગુણ,સાચો માર્ગ બતાવી કોઈ પણ અપેક્ષા વગર નિવૃતનું શેષ જીવન જીવી ગયાં,.સુકર્મો કરી એક સાચા સંત તરીકે જીવન જીવી ગયાં.’

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.

મે 7, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

પૈસો પરમેશ્વર નથી !

‘મગન મહારાજને પાંચ વર્ષ અમેરિકા આવ્યા થયાં, આજ એમની પાસે  લેક્સસ,પાંચ બેડરૂમનું આલિશાન મકાન અને બે ભાડે આપેલ મકાન છે. અને આપણે આ દેશમાં દસ વર્ષથી છીએ પણ હજું આપણી પાસે દસ વર્ષ જુની કાર છે અને એપાર્ટમેન્ટમાં રહીએ છીએ.’ મારી પત્નિ રાગિની હંમેશા  શહેરના પ્રખ્યાત કથાકાર,પંડિત મગન-મહારાજનો દાખલો આપ્યા કરે.

રાગિનીને હંમેશા સમજાવાની કોશિષ કરતો. ‘પંડિત કે કથાકારને તો શુક્ર,શની અને રવિવારે ઘરમાં કોઈ રસોઈ બનાવવાની જ નહી.કોઈને ત્યાં કથા કહેવાની હોય, તો કોઈને ત્યાં ધાર્મિક પ્રસંગ હોય તો ત્યાં જવાનું , રોકડાં વિકેન્ડમાં ૨૦૦-૩૦૦ ડોલર્સ કમાવવાના કોઈ ટેક્ષ પણ ભરવાનો નહી. ઉપરાંત જ્યાં પ્રસંગ હોય ત્યાં જમી લેવાનું.ખરૂ કહું તો આ ધંધો ખોટો નથી પણ આપણે ક્યાં બ્રાહ્મણ છીએ ?  આ બધી વિધી આપણે ના કરી શકીએ.એતો બ્રાહ્મણનો જ જન્મ-સિદ્ધ હક્ક છે. જોને અહીં ગામમાં પણ એમનું એસોશિએશન ચાલે છે. ‘લગ્ન કરાવવા હોયતો ૧૫૦૦થી ૨૦૦૦ ડોલર્સ, મરણ-વિધિના ૨૫૦,શ્રીમંતના ૫૦૦.૦૦ વાસ્તુ  હવનના ૨૦૦૦.૦૦, ઉપરાંત આરતીમાં ૧૦૦-૨૦૦ રોકડાં,સિધુ-સામાન, ચોખા-લોટ,મગ-કાજુ-બદામ ફ્રુટ્સ બધુંજ એમને ફાળે જાય. ઘરે ભાગ્ય જ કોઈ ગ્રોસરી લાવવી પડે.

મગન મહારાજ પાંચ વર્ષ પહેલા આવેલ, બહું ભણેલા નહી.એક રન-ડાઉન મોટેલમાં નોકરી  શરૂ કરેલ જે બહું સારી મોટેલ નહોતી. કલાકના  રેઈટ પર ભાડે આપતી મોટેલમાં ડ્ર્ગ્સ,પ્રોસ્ટીટ્યુટશન વિગેરે ધંધા ચાલે.મગન મહારાજ મોટેલ ઉપરાંત કથા અને ધાર્મિક પ્રસંગોમાં સારી એવી રોકડી રકમ કમાઈ એકજ વર્ષમાં મોટેલ ખરીદી લીધી.ધાર્મિક પ્રસંગોમાં માનવતા-દયા-પ્રેમ,પાપ-પૂર્ણની વાતો કરનારા પોતાની મોટેલમાં પાપ-પૂર્ણને નેવે મુકી ધુમ કમાણી કરવા લાલચું બની ગયાં.ધર્મ માત્ર પુસ્તક અને ઉદ્દેશમાં.કપાળ પર તિલક,ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી સજ્જન બ્રાહ્મણ દેખાતા મહારાજના મનમાં નરી ગંદકી ખદબદે!

મગન મહારજને અહીં આવ્યા ત્યારે કોઈએ કહ્યું. “મગન, તું તો બ્રાહ્મણનો દિકરો છે કર્મ-કાંડની વિધી શિખી જા બસ પછી જો પૈસો તારા ચરણ ચૂમસે. આ શહેરમાં લોકોને બ્રાહ્મણની જરુર હોય ત્યારે  કર્મકાંડની વિધી કરતા મહારાજ એટલા બીઝી હોય છે કે તેની એપોન્ટમેન્ટ પણ નથી મળતી.બસ મગન-માહરાજે ભારતથી થોડા પુસ્તક મંગાવ્યા અને થોડું સંસ્કૃત શીખી લીધું, કોઈ વાર સંસ્કૃતના શ્ર્લોકોમાં લોચા મારે પણ અહીં સંસ્કૃત જાણનારા કેટલાં? ધંધો ધોમ-ધોકાર ચાલવા લાગ્યો. એક મોટેલમાંથી બે મોટેલ, માણસો હાયર કરી ગેર-નિતીથી મોટોલોના ધંધામાં અપાર આવક થવા લાગી. પોલીસે એક બે-વખત દરોડો પાડેલ , તેમના પર કેઈસ ચાલેલ પણ  સારા લોયર અને દંડભરી પાછા જુનાવેસમાં આવી જાય!

મગન મહારાજે મોટૅલમાં થતી ગેર-નિતીની આવક  દેશમાં મોકલી અને  દેશમાં બે બંગલા-કાર અને બેંકમાં પોતાના સાળાને નામે કરોડો રોકડા જમા કરાવેલ છે.અમેરિકા જેવો સમરુદ્ધ, પ્રમાણિકતા, નમ્રતા અને જ્યાં નિતી-નિયમ પાલન પ્રમાણે જીવતી પ્રજા વચ્ચે આવી લક્ષ્મીના મોહપાસમાં ફસાઈ પડેલા  બસ સઘળું લુટીં લઈ રાતો રાત કરોડોપતિ બનવાનું સ્વપ્ન સેવતા મગન મહારાજ જેવા ઘણાં  છે જે પૈસાને પરમેશ્વર માને છે.માત્ર લક્ષ્મીની પુજાજ કરે. ખરે ખર લક્ષ્મીદેવી તો માનવીના જીવનમાં પ્રેમ, દયા ,સંતોષ અને આનંદનો વૈભવ અને સમદ્ધી આપે. પૈસો નહી!

‘ડેડી,મારે પણ તમારી સાથે આવવું છે. મગન મહારાજની દસ વર્ષની પિન્કી બોલી..બેટી,,હું બે કલાકમાં મોટેલમાંથી કેશ (રોકડ રકમ) લઈ પાછો આવી જઈશ.રાત્રીના આઠ વાગ્યા છે અને મોટેલનો એરિયા પણ સારો નથી. ના ડેડી મારે આપણે નવી લેક્ષસમાં રાઈડ લેવી છે..એમ કરોને હું પણ સાથે આવું એટલે કંપની રહે. મગન મહારાજની પત્નિ રુપા બોલી. અમો બન્ને જણાં આખો દિવસ ઘરમાં રહી બૉર થઈ ગયાં છીએ.’ ‘ ઑકે!’

ઘરેથી મોટેલનો રસ્તો એકાદ કલાકનો હતો.રાઈટ બાય હાઈવે ૧૫ અને ડરબી ડ્રાઈવ. ‘તમો બન્ને કારમાં બેસો હું હમણાંજ કેશિયર પાસેથી કેશ લઈ આવ્યો! મગન-મહારાજ મોટેલના પાર્કિગ લોટમાં પાર્ક કરી મોટેલની અંદર ગયાં. કેશિયર  મોની પણ દેશી હતી તેણીએ ૧૦,૦૦૦ ડોલર્સ કેશ એક કપડાની થેલીમાં આપ્યા.

બે-દિવસ બાદ મોટેલમાં પ્લમબીંગ પ્રરોબ્લેમ થવાથી મોનીએ મગન-મહારાજને ઘેર ફોન કર્યો ,ખાલી રીંગ વાગે રાખી. તેમના સેલપર ફોન કર્યો કોઈ જવાબ નહી.મોનીને ચિંતા થવા લાગી મોટેલ પર કોઈને રાખી મગન-મહારાજને ઘરે આવી. ડૉર-બેલ માર્યા , કોઈ જવાબ નહી.મોનીએ પોલીસને ફોન કર્યો દશ મિનિટમાં આવી ગઈ. ડોર તોડી અંદર ગઈ.  કોઈ ઘરમાં નહોતું! મોની પાસે વિગત માગી. મોનીએ કહ્યું. બે દિવસ પહેલા મગન-મહારાજ રાત્રે મોટેલ પર કેશ લેવા આવેલ અને મે તેમને બીઝનેસના૧૦,૦૦ ડોલર્સ કેશ આપેલ અને મગન-મહારાજના કહેવા મુજબ તેમની સાથે તેમની વાઈફ અને ૧૦ વર્ષની દીકરી પણ કારમાં હતી.

પોલીસ  ,ટીવી એન્કર, ન્યુઝ-મિડિયા  દ્વરા આખા શહેરમાં સમાચાર ફેંલાઈ ગયા. ‘મોટેલ-માલિક મગન-મહારાજ તેમના ફેમિલી સાથે લાપત્તા’ તેમની કારનું વર્ણન,તેમ જ મગન-મહારાજ-પત્નિ રુપા અને પિન્કીનો ફોટો ટીવી અને ન્યુઝ-પેપર્સેમાં આવી ગયાં..સમગ્ર ઈન્ડિયન કોમ્યુનિટીમાં હાહાકાર મચી ગયો.પણ મગન મહારાજ કે એમના ફેમિલીના  કોઈ સમાચાર મળ્યા નહી.

અઠવાડિયા પછી એક સમાચારે આખી ઈન્ડિયન કોમ્યુનિટીને શોક આપી ચોકાવી દીધા.”શહેરથી ૫૦ માઈલ દૂર ડીયર-હન્ટીંગ એરિયા પાસે એક ડિયર-હન્ટરને બળેલી લેક્ષસ કાર પાસે ત્રણની લાશ જોઈ અને એણે તુરતજ પોલીસને જાણ કરી. સ્ત્રી અને દસ વર્ષની બાળકી પર હત્યાચાર અને બળાત્કાર કરી અર્ધ-નગ્નઅવ્સ્થામાં છોડી દીધેલ તેમજ કલોઝ રેઈન્જ થી ત્રણેને  શુટ કરવામાં આવેલ છે ઉપરાંત ૧૦,૦૦૦ ડૉલર્સ લઈ લાપત્તા થયેલ ગુનેગારની તપાસ પૉલીસે હાથ ધરી છે.’

આપ આપનો મુલ્યવાન અભિપ્રાય આપશોજી

એપ્રિલ 18, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

પ્રેમ કળશ એકીસાથે જો ઢળે…

                                                                

                                       મીસ સ્મિથ સાથે આત્મિયતા એટલી બંધાઈ ગઈ છે મેં મારી મમ્મીને જોઈ નથી મમતા અને મા ના કૉડ મને મળ્યા નથી પણ મીસ સ્મિથને મળું છું ત્યારે ત્યારે મને તેણીમાં મારી ‘મા’ દેખાઈ છે. હું એલિમેન્ટ્રી સ્કુલમાં હતી ત્યારથી સ્કુલમાં વૉલન્ટીર તરિકે સેવા આપે છે. અમારા સંબંધ એટલા ગાઢ થઈ ગયા કે હું હાઈસ્કુલમાં ગઈ તો તેણી હાઈસ્કુલમાં પણ મારી સાથે જ ત્યાં વૉલન્ટીર તરિકે ફરજ બજાવવા લાગી.અમારા સંબંધ હંમેશા મા-દીકરી જેવાજ રહ્યા છે.ઘણી વખત હું મોડી સુધી સ્કુલમાં રહું તો તેણીએ મને ઘેર આવવા રાઈડ  આપી છે.

                                     મારા પિતાની વાત શું કરું ? મારા પિતાએ મને મમ્મી અને ડેડી બન્નેનો અઢળક પ્રેમ આપ્યો છે, મારી મમ્મી સાથે ડિવૉર્સ લીધા બાદ મારા પિતાએ કદી ફરી મેરેજ કર્યા નથી. તેનું મૂખ્ય કારણ હું છું, એ કહેતાઃ ‘બેટી રીના તારી મમ્મીને બીજા સાથે લફરું થતા તેણી તારી કશી પણ ચિંતા કર્યા વગરતને બે વર્ષની છોડી જતી રહી અને અમોએ  અંતે  ડિવૉર્સ લીધા. મને મારી મમ્મી પર બહુંજ નફરત પેદા થઈ છે. પ્રેમના ખોટા આવેશમાં આવી સંતાનની આહુતિ આપનાર મા ને મા કહેવી કે ડાકણ ? દીકરી ખાતર  કદી પણ  લગ્ન ના કરવાનો વિચાર ધરાવનાર પિતાનું બલિદાન મારી  દ્ર્ષ્ટીએ ભીષ્મપિતા કરતાં પણ વિશેષ છે.

                                     મારા ડેડી અહી શિકાગોમાં’સ્ટેન્ફોર્ડ કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ  છે. અમારે શિકાગો નોર્થ  એરિયામાં પાંચ બેડરૂમનું હાઉસ છે પણ આટલા મોટા હાઉસમાં રહેવાનું માત્ર  મારે અને ડેડીને.નાનપણથી નેની સાથે ઉછરી છું પણ ડેડીએ મા ની ખોટ મને કદી લાગવા દીધી નથી.લાડ-કોડ સાથે ડિસીપ્લીન અને એજ્યુકેશનને હંમેશા પ્રથમ પ્રાયોરિટી આપી છે એના પરિણામ રુપે આજ હું હાઈસ્કુલમાં ટોપ ફાઈવમાં મારુ નામ છે તેનું ડેડીને ગૌરવ છે.મારી ઈચ્છા મેડીકલમાં જવાની છે અને મને ફૂલ સ્કોલરશીપ સાથે સારી યુનિવસિટીમાં એડમિશન પણ મળી ગયું છે.

                                     હાઈસ્કુલ ગ્રેજ્યુએશન સેરિમનીમાં ડૅડી સાથે અન્ય મિત્ર-મંડળ હાજર હતાં.પણ મેં મીસ સ્મિથ ને ના જોઈ..એલિમેન્ટ્રીથી માંડી હાઈસ્કુલ સુધી મને મા જેવો પ્રેમ આપતી રહી એ જ મા આજ હાજર નથી ?  મે ડેડીને કહ્યું પણ ખરુઃ ‘બેટી તું હંમેશા મીસ સ્મિથની વાત કર્યા કરે છે પણ હજું સુધી મને તેણીને મળવાનો મોકો કદી મળ્યો નથી.મને પણ નવાઈ લાગે છે કે આટલી દયાળું અને મમતાના  સાગર સમાન મીસ સ્મિથ તારા ગ્રેજ્યુએશનમાં કેમ ના આવી ?

                                      ગ્રેજ્યુએશન બાદ અમો સૌ  ઈટાલીયન રેસ્ટૉરન્ટમાં લન્ચ લઈ ઘેર આવ્યા.ડેડી તેના રૂમમાં આરામ કરવા ગયા. બે ત્રણ દિવસબાદ મારા નામની ટપાલ આવી,મીસ સ્મિથની હતી.મે જલ્દી જલ્દી ખોલી,

પ્રિય રીનાબેટી,              
           બેટી, પ્રથમ પાંચમાં હાઈસ્કુલ ગ્રેજ્યુએટ થઈ સાથો સાથ ફૂલ સ્કૉલરશીપ સાથે સ્ટેટની ટૉપ યુનિવસિટીમાં એડમીશ મળી ગયું એ બદલ મારા લાખ લાખ અભિનંદન.આજ મારી જિંદગીનો સૌથી મહત્વનો સોનેરી દિવસ છે.આજ મારું સ્વપ્ન સાકર થયું.

બેટી, તને થયું હશે કે હું તારા ગ્રેજ્યુએશનમા કેમ ના આવી ? બેટી, હું આવી હતી પણ દૂર દૂર ગ્રેજ્યુએશન હોલમા તારા ડેડી બેઠાં હતાં એની બીજા સાઈડ પર બેઠી હતી અને તને ગ્રેજ્યુએશન સાથે મેડલ મળ્યો બહું ખુશ થઈ મારી ખુશી વ્યકત કરવા મારી પાસે કોઈ બેઠું નહોતું. આખી ગ્રેજ્યુએશન સેરિમની મે માણી,દૂર દૂર બેઠાં મે  એક  તારી મા, જનેતા તરિકે તને અંતરના આશિષ આપ્યા.
                      
                               મા,જનેતા શબ્દ સાંભળી  નવાઈ ન પામીશ..હું તારી જન્મદાતા મા છું. સમય અને સંજોગેઓ દીકરી માને વુખુટા પાડી દીધા. શંકા-આશંકાથી ઘેરાયેલા ઝંઝાવટે દીકરી-મા ના પવિત્ર પ્રેમને ખિલવાનો મોકોજ ના  આપ્યો.
                      
                                  તારા પિતા એક સારા પિતા બની શક્યા પણ એક સારા પતિ ના બની શક્યા. બેટી,હવે તું સમજદાર થઈ છે અને આજ મારે તને સાચી હકિકત કહેવીજ જોઈએ , મારા મનના બોજાનો ટોપલો  જે  વર્ષોથી લઈ ફરુ છું તે આજ હળવો કરવા માંગુછું.
                                      
      બેટી, હું અહી શિકાગોમાં જન્મેલી અને અહીંજ ભણી અને કોલેજ ગ્રેજ્યુએટ થઈ મને એકાઉન્ટ તરિકી જોબ મળી હું અને તારા ડેડી દિવાળી પાર્ટીમાં મળ્યા બાદ અમારી બે વર્ષની ફ્રેન્ડશીપ પછી  અમારા લગ્ન થયાં.અમો બહુંજ ખુશ હતાં.તારા ડેડીને કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પ્રમોશન મળ્યુ. અમોએ મોટું હાઉસ લીધું ત્યાર બાદ તારો જન્મ થયો.તારા  જન્મથી ઘરમાં ખુશાલીનું મોંજુ ફરી ફરી વળ્યું. મે  એકાદ વર્ષ જોબ ના કરી તારી સંભાળ લીધી.ત્યારબાદ ફરી જોબ શરૂ કરી.જોબમાંથી મારી અવાર-નવર મારા બોસ સાથે બહારગામ જવાનું તેમજ કસ્ટમર સાથે બહાર લન્ચમા જવાનું થતુ.તારા ડેડી અહી જન્મેલ છતાં એની માઈન્ડ કેમ સંકુચિત હતું તે હું કદી પણ સમજી ના શકી. એમને શંકા હતી કે હું મારા બોસ સાથે પ્રેમમાં છું.ઘરમાં અવાર-નવાર ઝગડા-દલિલ થવા લાગી મેં તારા ડેડીને કહ્યું. ‘ઉમેશ,આપણી એકની એક વ્હાલી દીકરીના સોગંદ ખાઈને કહું છું કે મારે મારા બોસ સાથે કોઈ આડકતરા સંબંધ નથી. મારી જોબને લીધે મારે આવાર-નાવર તેમની સાથે બહાર જવું પડે.’  પણ  એમની શંકાના સમાધાનની કોઈ મેડીસીન મારી પાસે નહોતી.બદચલન, બેવફા જેવા શબ્દોથી મારુઁ અપમાન થવા લાગ્યું.છતાં તારા ખાતર મેં બધુંજ સહન કરી લીધું.
                           
                                   મને ખબર પણ નહોતી અને તારા ડેડીએ ડિવોર્સ પેપર્સ ફાઈલ કરી દીધા. પૈસાના જોરે સારો લૉયર અને એવા વિટનેસ કોર્ટમાં બોલાવ્યા અને મારી સામે ચારિત્રહીન અને હું મેન્ટલી તને સંભાળવવા માટે શક્તિમાન નથી એવું જુઠ્ઠુ સાબીત કર્યુ. હું એકલી પડી ગઈ.તારા વગર હું ગાંડી ગાંડી થઈ ગઈ. હું જે પહેલાં મેન્ટલી અપસેટ નહોંતી તે ડિવૉર્સબાદ મેન્ટલી અપસેટ  થઈ ગઈ. મને પૈસા મળ્યા પણ સંતાન સુખ ના મળ્યુ. જોબ પર ધ્યાન ના આપી શકી. મારી જોબ પણ જતી રહી.સહારાવગરની બેસહારા નાવ જેવી બની ગઈ!એકલી અટુલી એપાર્ટમેન્ટમાં ખંડેર જેવી જિંદગી અને  ભટકતા ભૂત જેવી થઈ ગઈ.તને જોવા તલસતી હતી પણ તારા ડેડીએ લૉયર દ્વારા તારાથી દૂર રહેવાનો કોર્ટ-ઓડર લઈ આવ્યાં..શું કરુ? મારી પાસે એટલા પૈસા નહોતા કે સામે કોર્ટમાં ફાઈટ કરી શકું..

                                  એપાર્ટમેન્ટમાં મારી બાજુમાં રહેતા માઈકલ સ્મિથે મની ઘણીજ મદદ કરી.માઈકલ મારાથી પાંચ વર્ષ નાનો હતો, ઈમિગ્રેશન ઓફિસર તારીકે જોબ કરતો હતો.મારા પ્રત્યે એમને ઘણુંજ માન હતું. એ બ્લેક હતો પણ એમનું દીલ દૂધ જેવુ! ભયંકર આધીમાં સપડાયેલી વેલને એક સહારો મળ્યો. એક દિવસ મને લગ્ન માટે પ્રપૉઝ કરી…મારાથી પાંચ વર્ષ નાનો છતાં મેં હા કહી. બેટી, અમોએ કૉર્ટમાં લગ્ન કર્યા.મારી જિંદગીની બધી હકિકતથી તે વાકેફ હતો. અમો એ હાઉસ લીધું.તને જોવાનો, મળવાની તક હું કાયમ જોતી.માઈકલે મને કહ્યું.’લીના,તું જોબ ના કરે તો પણ આપણું ઘર સુંદર રીતે ચાલી શકે તેમ છે.તું જે સ્કુલમાં રીના છે તે જ સ્કુલમાં વૉલીનટીયર તરીકે જોબ કર જેથી રીનાને તું રોજ મળી શકે.’  ‘ માઈકલ, મારે રીનાને જાણ નથી કરવી કે હું તેની મમ્મી છું, રીનાના ડેડી પણ મારા વિશે ખબર ના પડવી જોઈએ.તને તો ઉમેશના સ્વભાવનો ખ્યાલ છે કે કેટલા હલકા વિચારનો છે.’  ‘તું માત્ર તારું નામ મીસ સ્મિથ તરીકેજે રાખજે.ઉમેશને પણ તે ફરી લગ્ન કર્યાની ખબર નથી તેથી સ્મિથ નામથી તેને ખ્યાલ પણ નહી આવે કે તું ઈન્ડીયન છો.
                      
                 બેટી, એલિમેન્ટ્રીથી માંડી હાઈસ્કુલ સુધી તારી સાથે સ્કુલમાં રહી અને મેં એક મા તરીખે મારી વહાલસોય  દીકરીને ઉછરતી જોઈ.તારા ડેડીને પણ તારા પ્રત્યે આભાર લાગણીને પ્રેમ છે હું જાણું.  એ એક  પ્રેમાળ પિતા બની  શક્યા પરંતુ  એ પ્રેમાળ પતિ ના બની શક્યા. પિતા-વાત્સલ્ય આપનાર પિતા પત્નિને એમના હ્ર્દયમાં સ્થાન ના આપી શક્યા! મને આનંદ છે કે તને સારા સંસ્કાર મળ્યા,તારા ડેડીએ ફરી લગ્ન ન કરી સઘળો પ્રેમનો કળશ  તારી પર ઢોળી  દીધો.તું  બધી રીતે હોશિયાર નિવડી.

બેટી!માઈકલની ટેક્ષાસ સ્ટેટમાં બદલી થઈ છે અને આવતાં મહિને અમો મુવ થઈએ છીએ.મારા આશિષ,શુભેચ્છા ,મા ની મમતા સદા તારી સાથજ રહેશે. તને સારા ડોકટર તરીકે જોવાની ઈચ્છા છે અને મને આશા છે કે તુ મારું સ્વપ્ન જરૂર સાકાર કરીશ. અફસોસની વાત છે કે હું અને ઉમેશ એક  ધરતી અને આકાશ સમાન છીએ જેનું મિલન અશક્ય છે. હું માઈકલ સાથે ઘણીજ સુખી છુ જેને મને કિચડમાંથી ઉંચકી પ્રેમરૂપી મંદીરમા બેસાડી છે તેનો ઉપકાર હું  આ ભવમાં ચુકવી શકું તેમ નથી.

પત્ર બહુંજ લાંબો લખાઈ ગયો છે..પરંતું મારે મારા હ્ર્દયના ઉંડાણમાં છુપાયેલું વર્ષોનું રહસ્ય અને ભાર તારી પાસે ઠાલવ્યા સિવાઈ કોઈજ ઉપાય નહોતો.સત્ય સૂરજ સમાન છે , વાદળા તેને ટૂંક સમય માટેજ  ઢાંકી શકે,સદેવ નહી! આશા છે કે  સત્યને સમજ્યા બાદ મા પ્રત્યે  તિરસ્કારનું ઓઢેલું આવરણ દૂર કરીશ.

દીકરીના પ્રેમમાં ભટકતી  મા.

પત્ર વાંચતા વાંચતા અનેક વખત અટકી,આંખમાંથી આંસુ ટપક્યા.વિચારોના વંટોળમાં  ઊંડી. દુ:ખ એજ વાતનું થયું કે   મીસ સ્મિથમા લિબાસમાં છુપાયેલી મારી મા ને હું કેમ કદી ના ઓળખી શકી? કેટલો અતૂટ પ્રેમ,મમતા, નિસ્વાર્થ પ્રેમના ભાવને  હું જાણી ના શકી? મા ! તારો અદભૂત ત્યાગ,અપાર  મમતાની તુલના ઈશ્વર સાથે પણ ના થઈ શકે.

પિતાનું વાત્સલ્ય,મા ની મમતા બન્ને લાજવાબ છે.હું કોઈનો પણ પક્ષ ના લઈ શકું..મારા જન્મદાતા માતા-પિતા બન્ને મહાન છે..મા ચાંદની છે તો પિતા સૂર્ય છે. બન્નેને મારા જીવનના આંગણે સાથે જોઈ શકીશ ?

વાર્તા વાંચ્યાબાદ આપનો અભિપ્રાય જરૂર આપશોજી.

માર્ચ 29, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

ધાવણની લાજ !

‘ બા તમને કેટલી વખત કીધું પણ તમો તો સમજતા જ નથી.મારા મિત્રની હાજરીમાં  પણ ઠો..ઠો  કર્યા કરો છો.ઉધરસ આવે તો બીજા રૂમમાં જતા શું  જોર પડે છે ? મારું ખરાબ લાગે એ તમને ગમે છે. ‘મે પણ મમ્મીને કેટલી વખત ટોક્યા હશે પણ એમને શિખામણની કોઈ અસર થતીજ નથી.’ ઉમેશ અને પુર્વી બન્નેએ એકી સાથે મારા પર પ્રહાર શરુ કર્યા.

મને કોઈ શોખ નથી થતો કે તમારા મિત્રની હાજરીમાં ઉધરસ  ખાઉં. ઉધરસ મટતી નથી..ઘર ગથ્થુ કેટલા ઉપાય કર્યા છતાં પણ ઉધરસ ઓછી થતી  નથી.ડૉકટર પાસે મને લઈ જવા તમારી પાસે સમય અને પૈસા બન્ને નથી.મે તમને બધું આપી દીધું એ ભુલ મને આજ સમજાણી.

 

દિકરો જન્મ્યા બાદ છ મહિનામા ઉમેશના પપ્પા આ દુનિયા માંથી જતા રહ્યાં ૨૪ વર્ષની નાની વયે વિધવા બની. હું એક પ્રાથમિક સ્કુલમાં  શિક્ષિકા હતી.બહું પગાર પણ નહોતો.બીજા લગ્ન કરીશ તો મારા પુત્રને સ્ટેપ ફાધર, પિતાનો પ્રેમ આપી શકશે કે કેમ? એ પ્રશ્નમાં મે નક્કી કર્યું કે હું ઉમેશની મા અને પિતા બની બન્નેનો પ્રેમ આપીશ.ઉમેશના સારા ભાવિ માટે મારા ત્યાગની જરૂર છે.                                            સર્વિસ સાથો સાથ  ટ્યુશન કરી મારા એકના એક સંતાન માટે ભગીરથ કાર્ય સાથે અનેક વિટંબણા, મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશને મિકેનિકલ એન્જીનયર બનાવ્યો, તેની પસંગીની છોકરી  ઉર્મી સાથે લગ્ન કરાવ્યા. લગ્નબાદ એજ પુત્ર એકાએક બદલાઈ ગયો. શું મે આપેલા સંસ્કારો, શિક્ષણ અને સારી તાલીમ એકાએક બાસ્પીભવન કેમ થઈ ગયા! આ નવા યુગની હવામાં એવીતો શું તાકાત છે કે મેં આપેલ પ્રેમના વૃક્ષને ઉખેડી ફંગોળી દીધું ?..આવા વિચારો અવાર નવાર મારા મનમાં આવી જતા. ..હશે…ચાલ્યા કરે…મનને મનાવી લેતી..

૫૮ વર્ષે નિવૃત થઈ. નિવૃતી એટલે.જિંદગીભર કરેલા પરિશ્રમને વિશ્રામ!યુવાનીમાં વાવેલા બીજમાંથી થયેલ વૃક્ષની છાયા તળે શિતળતા! પણ મને ના તો વિશ્રામ, ના તો કોઈ શિતળતા મળી..વહું ને મે દીકરી તરિકે માની પણ ઉર્મીએ મને કદી મા તરિકે ના સ્વિકારી..ના તો દિકરાએ મા ની ગોદની લાજ રાખી..મારી પાછલી જિંદગી એક સહરાના રણ જેવી બની ગઈ! કંટાળી ગઈ!

‘ઉષાબેન..આ જાહેરાત જોઈ ? અમેરિકાથી એક ડૉ.કપલને બેબીસિટર અને ગુજરાતી રસોઈ કરી શકે તેવા બેનની જરૂરત છે. મારી બહેનપણી લત્તાએ કહ્યું. ‘નર્ક જેવી જિંદગી જીવવા કરતા આ તક તારા માટે ઘણી સારી છે.’ ‘પણ લત્તા, તેના માટે પાસપોર્ટ પણ જોઈએ.’ ‘તેની તું ચિંતા નકર.તારા બનેવી ને ઘણી લાગવગ છે. વાંધો નહી આવે..હું અને લત્તા બન્ને અમેરિકાથી આવેલ મિસ્ટર,અને મિસિસ વ્યાસને મળ્યા.બધું સેટ થઈ ગયું. બન્ને ડૉકટર હતાં.પાંચ વર્ષનો બાબો હતો..લત્તાએ મને ઘણીંજ હેલ્પ કરી.ત્રણજ મહિનામાં મારે અમેરિકા જવાનું થયું..ઉમેશને એકદમ આશ્રર્ય થયું પણ શૉક નહી.. પતિ-પત્નિએ ‘હાશ’ની લાગણી અનુભવી…ચાલો લપ ગઈ!

‘પારકા’ ને ‘ પોતાના’ની ખરી વ્યાખ્યા શું ? મારે માટે પોતાના હતા એ પારકા બની ગયા અને જેને લોકો પારકા ગણે છે તે મારા પોતાના બની ગયા.જે ફેમિલીએ રહેવા ,ખાવા પીવા ઉપરાંત મહિને પગાર અને અઠવાડિએ એક વખત રજા.આવી મજા મને આ સંસ્કારી ફેમિલીમાં મળી. આજ કાલ કરતાં અમેરિકામાં  ૧૨ વર્ષ  થઈ ગયાં.’વ્યાસ’ ફેમિલીની એક મેમ્બર તરિકે રહી.  નહી કે નોકરાણી તરીકે,ઘરમાં સૌ મને ‘બા”ના નામથીજ સંબોધે. સુધાબેન અને સતીષભાઈ  મને મા તરીકે ગણતા  એમનો પુત્ર મનન મને દાદી તરીકે જે સન્માન આપે છે એના  આનંદ અને ઉલ્લાસથી મારો દુ;ખ ભર્યો ભુતકાળ ભુલી ગઈ છું. હું ૭૦ની થઈ. સુધાબેને જ્યારે નવી મર્સિડીઝ કાર લીધી ત્યારે  એમની લેક્સસ મને  ભેટમાં આપેલી.  હું રવિવારે મારી બેનપણી, કે કોઈ કાર્યક્રમમાં, મુવી જોવા મારી કાર ડ્ર્રાઈવ કરીને જાઉં છુ.નિયમિત યોગા, કસરત,હેલ્થી ડાયેટ અને ઘરના ડોકટરની સલાહ સુચન , જેથી હેલ્થ પણ ઘણી સારી છે. કોઈ પણ શારિરિક પ્રોબ્લેમ નથી. ઘરમાં મારો પોતાનો રૂમ છે. મનન ને એક સારી યુનિવસિટીમાં એડમિશ પણ મળી ગયું છે. આજ મારો સુખી પરિવાર છે!

“બા” તમારો પત્ર ઈન્ડિયાથી આવ્યો છે’સુધાબેને મને પત્ર હાથમાં આપતાં કહ્યું. પત્ર ઉમેશનો હતો. ખોલ્યો.

‘બા,

તમો  તો અમેરિકા ગયા પછી કદી અમારી સંભાળ કે અમારા પર ધ્યાનજ નથી આપ્યું. ક્યાંથી આપો! તમે તો અમેરિકામાં ખાઈ પી જલશા કરતા હશો. આવી સ્વર્ગ જેવી જિંદગી જીવતા હોય ત્યાં અમો તમને યાદ ક્યાંથી આવીએ !

અમો અત્યારે બહુંજ મુશ્કેલીમાં છીએ..ઉર્મિને બ્રેસ્ટ કેન્સર થયું છે. મારી જોબ છુટી ગઈ છે.. દીકરી ટીના કોલેજમાં આવી છે.. ઘર ગીરવે મુક્યું છે.તમને દયા આવે તો થોડા પૈસાની મદદ કરજે..

મોકલીશને..અમારા પર દયા આવશે ને?

લિ.ઉમેશ

હજું એજ જુસ્સો..એજ ગુસ્સો..બાવળ સુકાઈ જાય પણ એમના કાંટા તો એમના એમજ રહે ! મનમાં  તો થઈ ગયું કે ચાલ આ પત્ર ગારબેજમાં નાંખી દઉં.  ઉમેશના પત્રમાં કોઈ પસ્તાવો કે કોઈ મદદ માટે વિનંતી તો છે નહી. તો હું શા માટે મદદ કરુ ?  એને મારી કશી દયા આવી હતી ?  પણ અંતે હ્ર્દયમાં બેઠેલી મમતા બોલી ઉઠી! ‘મા ની મમતામાં કદી પણ સંતાનો માટે ઓછી થઈ નથી, થવાની નથી.કોઈ પણ પરિસ્થિતિમાંએમાં કદી ઓટ આવી નથી, આવવાની નથી . મા માટે કદી પણ પ્રેમના ધોધમાં  પૂર્ણ વિરામ આવતું જ નથી..તેનો પ્રેમ સદેવ અવિરત છે..આ જગતમાં અવિરતજ રહેશે.

મારામાં ઘડીભર આવેલ નેગેટીવ વિચારો.અદ્ર્શ્ય થઈ ગયા..  દિકરાને પત્ર લખ્યો..

‘મારા વ્હાલા દિકરા ઉમેશ,

તારી કપરી પરિસ્થિતિને લીધે  મારા પર ઠાલવેલ ઉભરો વાંચી તારા પ્રત્યે મને કોઈ દ્વેશ કે ગુસ્સો  નહી પણ લાગણી અને પ્રેમ ઉદભવ્યો છે.દયા ઉદભવી છે.એક માનવતા ઊભરી આવી છે..તારી કપરી પરિસ્થિતિમાં  મા પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તે તું ના કરી શક્યો એજ તારી મજબુરી છે.એક માનવતા ખાતર  મારી બચતમાંથી હું  તને બે લાખ  રુપિયાનો ચેક  આસાથે રવાના કરું છુ તેમાંથી તારી બિમાર પત્નિનો ઈલાજ ,બાકીના  પૈસામાંથી ઘર-ગુજરાન ચલાવજે.

ઈશ્વર પાસે. હું એટલીજ પ્રાર્થના કરું છું કે તને સદબુધ્ધી સાથે પરિસ્થિતિ સામે સામનો કરવાની હિંમત બક્ષે.

સાથો સાથ એક નમ્ર વિનંતી જ્યારે તારી પરિસ્થિતિ સુધરે ત્યારે મારા બે લાખ, કોઈ દિકરાથી ઠુકરાયેલા,દુઃખી થયેલા  મા-બાપ જે વૃદ્ધાસ્થામમાં રહે છે તેમાં તું આપી દેજે ,આ મારી વિનંતી ધ્યાનમાં રાખી  મારા ધાવણની લાજ રાખજે.

સદા સુખી રહે એજ આશિષ.

લિ. દિકરાથી દાઝેલી છતાં સદેવ શુભ ઈચ્છતી મા.

આપના પ્રતિભાવો  જરૂરથી આપવા વિનંતી.

ફેબ્રુવારી 25, 2012 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 9 ટિપ્પણીઓ