"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

લાગી શરત-‘નાઝિર ‘

att001651.gif 

 આ  નથી સાચું  જગત લાગી  શરત!
બાજીગરની  છે રમત ,લાગી  શરત!

શત્રુને   પણ    સ્નેહથી    સત્કારવો ,
એજ   છે ઈન્સાનિયત, લાગી શરત

છે   વફાનું  નામ   ખાલી    વિશ્વમાં,
બેવફા    છે જગત , લાગી   શરત .

કેમ   નહીં    તો   એ રહે પરદા મહીં,
છે  જરૂર એ બદસૂરત, લાગી   શરત.

સ્વર્ગ    યાતો     નર્ક    જેવું     બધું,
વાત છે એ   મન ધડત, લાગી શરત.

આ    જમાનાનું     પરિવર્તન     બધું
થાય છે   વખતો વખત, લાગી  શરત.

આગ    સાથે     હર્ષથી ‘નાઝિર’ હજી
રોજ  ખેલું    છું રમત , લાગી    શરત.
  

એપ્રિલ 29, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: