"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આયખું નાનું ને…- અનિલ કડકિયા

image0061.gif 

 આયખું  નાનું   મને  ઓરતા અપાર,
નાનકડી નાવ ને સામે કેવો પારાવાર.     
                                  આયખું નાનું ને…

કોમળ   આ કૂંપળ  ને માથે  આકાશ,
ઝંખે    સૂરજમુખી   સૂરજ -સહવાસ,
હું   તો  છું  રાત  અને    ઝંખું સવાર.
                           આયખું નાનું ને…

માનવની  વચ્ચે હું  શોધું છું  માધવ,
શબરી  પણ  ઝંખે છે પોતાનો રાઘવ,
ચારેબાજું   ભીંત મારે ખોલવા છે દ્વાર.

                                  આયખું નાનું ને…


 

એપ્રિલ 1, 2007 Posted by | કાવ્ય, ગઝલ અને ગીત | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: