હસો ને હસાવો..વિકેન્ડ છે ને!!
ટિકીટ બારી પર મોટી લાઈન હોય તો આ યુક્તિ કેવી કામ લાગે!!
************************************************************
પતિ-દેવની ચિંતા!!
અમેશ ને ઓફીસથી ઘેર આવતાં થોડું મોડું થઈ ગયું.. ઘેર આવતાની સાથેજ એમની પત્ની બોલી, “હું તમારી કેટલી ચિંતા કરતી હતી, ડિયર !! અમેશે કહ્યું કે આજે થોડું કામ આવી ગયું. પત્ની બોલી, મને તો તમારી ચિંતા બહુંજ થાય, ડિયર ! અમેશે કહ્યું કે મારા થી ફોન કરવાનો રહી ગયો, ડાર્લીંગ!! સોરી!..પણ હું તો અડધી, અડધી થઈ ગઈ.. “હા કોક વાર મોડું થઈ જાય, એમાં આટલી બધી ચિંતા તારે નહીં કરવાની!!ડાર્લિગ!”! પત્ની બોલી કે શું ચિંતા નહીં કરવાનું કહો છો !! થોડીવાર પહેલાંજ મેં ટીવી માં સમાચાર સાંભળ્યાં કે..” એક ગાંડો માણસ બસ નીચે કચડાઈ ગયો!! ત્યારથી તો તમારી ચિંતાજ ખાઈ જાતી હતી!…હે! તે શું કિધું??????
*******************************************************
એક ટ્રેઈનને આક્સ્મા થતાં તેના ચાર ડબ્બા ઉથલી પડ્યાં. એમાં ૧૦ જેટલાં વ્યક્તિ મરણ પામ્યાં. એમાંથી બચી ગયેલ એક ભાઈ ઘેર આવી પત્નીને કહ્યું..” ડાર્લિગ!! તારા અમર અને
સાચા પ્રેમને કારણે હું બચી ગયો !! નસીબ જોગે હું જે ડબ્બા ઉથલી પડ્યાં તેના પછીના ડબ્બામાં બેઠેલ હતો!! બીજે દિવસે સવારે પત્ની છાંપુ લઈ ને આવી ને કહ્યું આ વાંચો !!લખ્યું છે કે…”ગઈ કાલના ટ્રેઈન અકસ્માતમાં માર્યા ગયેલા માણસોની પત્ની ને પાંચ લાખ આપવામાં આવશે”
તમે પણ..!! લો !મને શું મળ્યું ?? આ બધા બૈરા નસીબદાર ! પાંચ, પાંચ લાખ તો મળ્યા!
*****************************************************************
મુંબઈ ના દરિયાની માછલીનું ગીત
મુંબઈથી મોટો છે મૂબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમા આટલી;
કે દરિયાના પેટમાં ખૂંચે છે માછલી.
ખરતી જાય રેત ને ફૂંકાતા વાયરે
આવે રોજ મોજાં વસમાં,
છતાં એ પરપોટા પહેરીને ફરતી ને
આપો તોય પહેરેના ચશ્માં;
શ્રીફળના નામે લઈ ભમે એ કાછલી
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમાં આટલી;
કે શ્રીફળના નામે છે ખાલીખમ કાછલી.
કોડી કે છીપલાંથી ખાડો એ પૂરે ને
મોતી થઈ નીકતી મ્હાલવા;
ખડક પર ખડકને ખડકતી જાય ને
મથે રોજ આકાશને ઝાલવા;
ને થાકી ને જંપે છે સ્હેજ રાત પાછલી
જાણે ના કોઈ વાત મુંબઈ માં આટલી
કે મુંબઈથી મોટો એ મુંબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂચે છે માછલી.
-જીવણ ઠાકોર (“આગળાંનાં આંસુ”કાવ્યસંગ્રહ)
એ મને ગમે ના..
મંદીરમાં મને રસ્તો મળે ના, પૂજારીનો પંથ મને ગમે ના,
હરીના દ્વાર બંધ થઈ જાય, એવો મારગ મને ગમે ના.
કેટલાંય બાળકો ભૂખથી ટળવળે એ આ જગત માં,
અન્નના ઢગલા ધર્મ નામે થાય એ મને ગમે ના.
ફૂલોની ચાદર પાથરી આરામ થી પોઢતા પાખંડી ધર્મગૂરૂ,
ગરીબડા આભ ઓઢી ઉંઘતા એ મને ગમે ના.
કોણે કોની પરવા કરી છે, દયા-દાન માત્ર કહેવાના !
કેવા ખોટા ખેલ છે સંસારના, એ મને ગમે ના.
એક ગઝલ- નાઝિર દેખૈયા
પ્રભુ શીશ પર મારું સદન થઈ જા તો સારું,
ભલે ગંગા સમું મારું પતન થઈ જાય તો સારું.
નહીં તો દિલ બળેલા ક્યાંક બાળી દે નહીં જગને,
પંતગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.
એ અધવચથી જ મારા દ્વાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.
નહીં તો આ મિલન ની પળ મને પાગલ કરી દેશે,
હ્ર્દય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું.
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસી ને સુમન થઈ જાય તો સારું.
જીવનભર સાથ દેનારા! છે ઈચ્છા આખરી મારી,
દફન તારેજ હાથે તન-બદન થઈ જાય તો સારું.
વગર મોતે મરી જાશે આ “નાઝિરઃ હર્ષનો માર્યો,
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.
તોફાન રાખે છે-શૂન્ય પાલનપૂરી
તરંગોથી રમી લે છે ભંવરનું માન રાખે છે.
નહીંતર નાવ પોતે સેંકડો તોફાન રાખે છે,
અવિરત શૂન્યનું અંતર કોઈનું ધ્યાન રાખે છે,
પ્રણય-જામે અનોખું રૂપનું મદ્યપાન રાખે છે.
પળે પળે મોકલે છે ચોતરફ સંદેશ મોજાંથી,
સમંદર ડૂબતાનું સર્વ વાતે ધ્યાન રાખે છે.
તમારી યાદમાં સળગે છે રોમે રોમ તો પણ શું ?
હંમેશાં ખેલદિલ ખેલી નિયમનું માન રાખે છે.
દરદ છે એટલે તો જિંદગીમાં જાન બાકી છે,
પ્રણય છે એટલે સૌ રૂપનું સન્માન રાખે છે.
ધરીને શૂન્ય બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના,
અમરતાનો પૂજારી પણ ફનાનું માન રાખે છે.
નિકળ્યાં !!
નભના નગર નિકળ્યાં ,તારલા સૌ જોવા નિકળ્યાં,
શેરીના શ્વાસ રુંધાયા, શ્વાન સૌ ભસવા નિકળ્યાં.
ક્યાં હતું મારું અહી કોઈ ઠેકાણું આ શહેરમાં,
ઝાંઝવાના ઝળ મને કેમ અહીં શોધવા નિકળ્યાં ?
સગા- સંબંધીની ખુશામત અહી જિંદગી-ભર કરી,
કાંધો આપવા એ ઘેરથી બહું મોડા નિકળ્યાં.
ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન-ભુલી ને,
મોડું થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નિકળ્યાં.
વિચાર -માળાનાં મોતી
સદગ્રહસ્થ તરીકે જન્મવું તે અક અક્સ્માત છે. સદગ્રહસ્થ તરીકે મરવું તે એક સિધ્ધી.
*******************************************************
કોઈ મહાન અને ઉદાત્ત સિધ્ધિ મેળવવા માટે હું તલસું છું, પરંતુ મારી પહેલી ફરજ તો નાનાં નાનાં કામ પણ એવી રીતે કરવાની છે કે જાણે એ જ મહાન ને ઉદાત્ત હોય.
*********************************************************
હિંમત એનું નામ કે માણસ ઊભો થઈ ને પોતાની વાત સંભળાવી દે ; હિંમત એનું નામ કે માણસ બેસી ને બીજાની વાત સાંભળે.
**********************************************************
માણસની આકરામાં આકરી મુસીબતો ત્યારે શરૂ થાય છે- જ્યારે એ પોતે મનફાવે તેમ વર્તી શકે એમ હોય છે.
સાભાર સાથે “વિચાર-માળાનાં મોતી “
શ્રેષ્ઠદાન
પાછલી રાત હતી. પરોઢ થવાને વાર હતી. આખા નગરમાં શુનકાર વ્યાપી રહ્યો હતો. આખા શહેરમાં શાંતી પથરાઈ હતી.શહેરમાં નાના-મોટા સૌ ભર નિંદ્રામાં હતા.
એજ સમયે નગરના રસ્તા પર કોઈ એ સાદ પાડ્યોઃ ” નગરનાં નર-નારી ઓ જાગો છો કોઈ ? ભગાવાન બુધ્ધ નામે ભિક્ષા માંગુ છું, કોઈ આપશો ?”
એમ બોલતો બોલતો તે ભિખ્ખુ ચાલ્યો જતો હતો.બુધ્ધ ભગાવાનનો શિષ્ય મહાભિખ્ખુનો સાદ સાંભળી નગરના બધા નર-નારી ઊઠી ગયાં. ઉંચી, ઉંચી અટારી , ઉંચા ઉંચા મહેંલ માંથી કોઈ એ કિંમતી રત્નો, આભુષણો, સોનાના દાગીના , તો કોઈ સ્ત્રીઓ એ પોતાના ગળા માંથી કિંમતી હિરા-મોતીના હાર! લક્ષ્મીનો વરસાદ વરસવા લાગ્યો ! વસ્ત્રો, આભુષણોથી આખો રાજ્યમાર્ગ છવાઈ ગયો.આ બધી વસ્તું ની અવગણના કરી ભિખ્ખુ તો આગળ વધ્યો. અને બોલ્યે જતો હતોઃ “બુધ્ધપ્રભુને નામે કોઈ ભિક્ષા આપશો ?” આ બધી કિંમતી લક્ષ્મી હોવા છતાં તેનું ભિક્ષા-પાત્ર ખાલી હતું.
આખું નગર વિચારવા લાગ્યું કે આ ભિખ્ખુ ને જોઈ એ છે શું ? એ શું માગે છે ? કોઈ ચીજ-વસ્તું ને અડકતો નથી !! શેરીએ શેરીએ ફરતો જાય છે. સૌને નવાઈ
લાગે છે કે એ કેમ કશી વસ્તુંનો સ્વીકાર કરતો નથી !
ભિક્ષા માંગતા, માંગતા સવાર થઈ ગઈ..બપોર થઈ ! છતાં પાત્ર ખાલીજ હતું! આગળ જતા એક વેરાન અને ઉજ્જ્ડ જગ્યા એ એક સ્ત્રી એ એમનો સાદ સાંભળ્યો, એ સ્ત્રી સાવ ગરીબ હતી, શરીર પર માત્ર એક ફાંટેલું વસ્ત્ર હતું એ બોલી..” ભિખ્ખુ જરા થોભો, આ બાજુ આવો, મારા ગરીબનું કાંઈક આટલું લેતા જાઓ” એમ કહી ઝાડ પરથી એક ઝોળી ઉતારી એમાંથી એક ફાટેલું વસ્ત્ર ઉતારી ને પેલા ભિખ્ખુની ઝોળીમાં મૂકી દીધું..ભિખ્ખુ ને જે પ્રકારનું દાન જોઈતું હતું તે મળી ગયું..તે ફાટેલા વસ્ત્રને માથે ધરી, ભગવાન બુધ્ધને ખોળે ધરવા ભિક્ષુ ચાલ્યો હયો.
-પ્રહલાદ પારેખની કવિતા” શ્રેષ્ઠદાન ” પરથી
હસો ને હસાવો..વિકેન્ડ છે ને!!
(રખે આવું રમણિય યુધ્ધ રસોડામાં સર્જાય !!)
*****************************************
શ્રી મોરારી-બાપુની કથામાં સાંભળેલી હળવી રમૂજ….વેપારી વાણિયા બુધ્ધી !!
***************************************************************
વેપારી મફતલાલ એ વાણિયા હતાઅને વિજયસિંહ એ દરબાર, બન્ને ખાસ મિત્રો. એક થાળીમાં જમનારા, સાથે ફરનારા જીગરજાન દોસ્ત હતા.. એક વાર બન્ને ને બીજા ગામમાં જવાનું થયું, બન્ને સાથે ભાથું લઈ ને નિકળ્યાં.. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો.. જંગલમાં જતા હતા ત્યાં મફતલાલે દૂરથી સિંહ આવતો જોયો..વિચારવા લાગ્યો કે બે માંથી એક જણને તો જરૂર ખાઈ જશે. વાણિયાભાઈની બુધ્ધી, એટલે દાદ દેવાની!! બુધ્ધીશાળી મફતલાલે વિજયસિંહને કીધું.. આ શું મોટી મુંછ લઈને ફરો છો!!કોઈ કિંમત નથી!! દરબારની મૂંછનું કોઈ અપમાન કરે તો તેમનાથી સહન ન થાય..” મફતલાલ તું મિત્ર થઈને આવી વાત ન કર્ વર્ષોથી આપણે જીગર-જાન દોસ્ત છીએ!! મફતલાલ કશું સાંભળ્યા વગર આગળ બોલ્યા.. “રહેવા દે , રહેવા દે..મૂંછનો બહું ફાંકો છે તો…” દરબારને કોઈ તું-કારે બોલાવે તો કદી સહન ન થાય્.. “મારો
બેટો વાણિયો થઈ મને તું-કારે બોલાવે છે?? એમ કહી દરબાર વિજયસિંહ , મફતલાલ ને એક ઝાપટે પાડી , જમીન દોસ્ત કરી દીધા.. ને એમની ઉપર ચડી બેઠા!! ત્યાં સિંહ આવ્યો અને વાણિયા પર ચડી બેઠેલા વિજયસિંહ ને ઉપાડી સિંહ ચાલતો થયો!!! મફતલાલ કપડા ખંખેરી ઉભા થઈ ગયાં..”હાસ! બચી તો ગયાં!!!!!”
******************************
બીજી એક દરબારનીજ રમૂજ છે!! એક વાર દરબાર સવારના પહોંરમાં ખાટલા પર બેઠા, બેઠાં દાંતણ કરી રહ્યાં હતાં !! ત્યાં એક ભંગી શેરી વાંળતા, વાંળતા એમના ફળીયામાં આવ્યો! ભંગી સોપારી નો કટકો..ચાવતો હતો.. દરબારની નજર એ ચાવતા સોપારીના કટાકા પર પડી!! દરબાર થઈને મંગાય તો નહીં!! ને પોતાના પણ ઘરમાં ઊંદરડાં ખાવા માટે આંટ-ફેરા મારતા હોય !!દરબાર એકદમ તાડુકી ઊઠ્યા!! ” સાલા દરબારની હાજરીમાં સોપારી ખાય છે?? એક ઉધા હાથની જડી દઈશ તો તારી બત્રીશી બહાર આવી જશે !! થુંકી નાંખ!!બિચારો ભંગી ..લાચાર થઈ સોપરીનો કટકો થુંકી નાંખ્યો !!..દરબાર બોલ્યાં” મારી નજરથી દૂર થઈ જા!! મારે તારું મોઢું પણ નથી જોવું!! ભંગી , સોપારી થુંકી ભાગી ગયો !! દરબાર ખાટલામાંથી ઉભા થઈ..આજુ-બાજુ જોઈ!! સોપારીનો કટકો જમીન પર થી ઉઠાવી..પેરણથી લુછી.. પોતાના મોઢામાં સરકાવી દીધો !!!!
એક ગઝલ – મીરા આસીફ
ઘર ફૂટે ઘર જાય સજનવા,
દપૅણ કેમ સંધાય સજનવા.
વા વાયો ને નળિયું ઊડ્યું,
વાતો બધે ચર્ચાય સજનવા.
નામ વગરનું સરનામું લઈ,
મારગ પહોળો થાય સજનવા.
ભણવાનું હું ભુલી જાઉં,
રોજ વિષય બદલાય સજનવા.
ભવભવની આ પ્યાસ વલૂરે,
ભીતર શું ઉભરાય સજનવા.
આભ-ઝરૂખે મીરા મલકે,
વીજ ભલે વળખાય સજનવા.
ક્યા ક્યાં શોધે “આસીફ્”તમને,
જીવતર ક્યાં જીરવાય સજનવા.
ગમતા શે’ર-રઈશ મનીયાર
એક માણસ સાદ પાડે,સાંભળી સૌ કોઈ શકે,
વિશ્વ આખું એટલું, બસ નાનું હોવું જોઈ એ.
****************************
તું કહે મંદીરમાં છે.. હું કહું દિલમાં છે,
દોસ્ત,ચોખ્ખું રાખી એ આપણે ઈશ્વરનું ઘર્.
*******************************
મોતનો જો માગૅ આ સાફ કરવો હોય તો,
તોડવું છોને પડે શ્વાસનું-નડતરનું ઘર.
*****************************
મુક્તક…
આપે છે દિલાસા અને રડવા નથી દેતા,
દુઃખ મારું મને મિત્રો જીરવવાનથી દેતા,
આસું ઓ ટકાવેછે મને ભેજ બનીને,
એ જીવતા માણસને સળગવા નથી દેતા.
હસો અને હસાવો!!
પશાકાકા અવાર-નવાર શહેરમાં આવતાં જતાં પણ એમની પત્ની કંકુકાકી ને તો ભાગ્યેજ શહેરમાં જવા મળતું ! પશાકાકા , કંકુકાકીને લઈ એક વખત અમદાવાદ શહેરમાં આવ્યા! બધે ફરતાં, ફરતાં સાંજે પિકચર જોવાનું નક્કી કર્યું ! થિયેટરમાં પુરૂષોની ટીકીટ લેવામાં મોટી લાઈન હતી તેથી પશાકાકએ કંકુકાકીને કહ્યું કે ” બૈરાની લાઈન ઓછી છે તો લે આ પૈસાને બે ટિકીટ લઈ લે જે. કંકુકાકી તો લાઈન ઊભા રહી ગયાં.. એમનો વારો આવ્યો..એક મીનીટ થઈ.. બે મીનીટ થઈ .. પશાકાકા દૂર ઊભા હતા ને વિચારવા લાગ્યાં કે તેણીનો વારો આવ્યો છતાં ટીકીટ કેમ નથી લેતી ??..ત્યાં તો પેલા ત્યાંના લાલા એ કાકી નું કાડું પકડી લાઈન માંથી દૂર કર્યા!! કંકુકાકી તો હાંભળા,ફાંફળા ને ધુંધવાતા
પશાકાકા પાસે આવ્યાં! અલી ! કેમ તારો વારો આવ્યો તોય ટીકીટ કેમ ન લીધી? ” કંકુકાકી બોલ્યાં.. “બળ્યું તમારું અમદાવાદ, મેં પેલા ને કહ્યું કે મારે એક નહીં બે ટીકીટ લેવી છે તો તું પાવલી ઓછી કર !એ બેરો સાંભળે તો ને !.. મેં એને એમ પણ કહ્યું કે અમારા ગામનો શાકભાજી વાળો એક કિલો ને બદ્લે બે કિલો મુળા લઈ એ તો પચાસ પૈસા ઓછા કરી દે, તું પાવલી ઓછી ન કરે ? મારો રોયો સાવ નકામો !!બૈરાને ધક્કા મારી બાર કાઢી !કોઈ લાજ શરમ વગરનું આ શહેર!! કાકી આગળ બોલે તે પહેલાંજ બાવડું જાલી થિયેટરની બહાર લઈ ગયાં… “આ શું શાક ભાજીની દુકાન છે ??????”
સહી નથી-જલન માતરી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તક્દીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વગૅ ના મળે તો મુસીબતનો પોટલો,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પવૅતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.
શ્ર્ધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિત ને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મ્રુત્યુની ઠેસ વાગશે તો શું થશે ” જલન”,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
-જલન માતરી
જંપ ના.
પાધર થયું પોતાપણું ને ઝંખનાને જંપ ના,
ખુટી ગયાં છે અંજળો ને એષણાને જંપ ના.
પંખી પણે કલરવ કરી ઊડી ગયું એકાંતમાં,
ને ડાળના હૈયે જડેલી વેદનાને જંપ ના.
ગુંજી રહી ચારે દિશાઓ કાફલા સરકી ગયા,
ને ધૂળ ઊડી ટળવળે સંવેદનાને જંપ ના.
આગળ વધો પાછળ જુઓ ના ભીતરે શાતા કરી,
છલના બધે છલકાયને અહેવાલ ને જંપ ના.
છૂટી ગયા છે સહચરો જે આજ દી સાથે હતા,
પાછળ પડીને રોકવાને પ્રેરણાને જંપ ના.
-જગદીશ ધ.ભટ્ટ
હસો અને હસાવો!!
વિષ્નું-ભગવાન-લક્ષ્મીદેવીનું અમેરિકામાં વેકેશન!!
*********************************************
વિષ્નું – ભગવાને લક્ષ્મીદેવી ને કહ્યું “દેવી આ વખતે આપણે વેકેશનમાં ભારતમાં ફરવા જઈએ તો લક્ષ્મીદેવી બોલ્યા”સ્વામી આ વખતે મારો વિચાર અમેરિકા જવાનૉ છે, સાંભળ્યું છે કે ત્યાં દશૅન-અભિલાષી ભક્તોની મંદીરોમાં બહું જ ભીંડ લાગતી હોય છે..મારે એ ભકતોને જેવા છે” ..દેવી!ડુંગર દૂરથી રળીયામણા” ના પણ મારે તો ત્યાં જ જાવું છે” સ્ત્રી હઠ પાસે ભગવાનને પણ નમવું પડ્યું!..હ્યુસ્ટાન(ટેક્ષાસ) માં આવ્યા..મંદીરમાં મોટો ઉત્સવ ચાલતો હતો.. શરૂઆતમાં ૧૦૦ જેટ્લા ભક્તો , મોટા ભાગના સીનિયર સીટિજન હતા, અર્ધા-ભાગના ઉંઘતા હતા..ભારત થી પધારેલ ગુરૂજી ઉપદેશ સાથે પોતાના ધમૅના વાડાનું મંદીર માટે ડૉનેશન પણ માંગી રહ્યાં હતાં!! આરતીનો સમય થવા આવ્યો..૨૦૦ ભક્તો આવી ગયા!! અને પછી પ્રસાદ-ભોજન હતું..જેવી આરતી પુરી થાય એ પહેલા પ્રસાદ-ભોજનમાં ૫૦૦ ભક્તજનો લાઈનમાં ઉભા રહી ગયા હતા અને બીજા ૫૦૦ ભકતજનો પાર્કિંગ-લૉટ માંથી અંદર આવવા રાહ જોઈ રહ્યાં હતા !!લક્ષ્મીદેવી તો જોઈજ રહ્યાં!!પ્રભુ! આ ભોજન સમયે આટલા બધા ૧૦૦૦ ભક્તજનો!! ક્યાં થી ઉભરાય આવ્યાં? દેવી! મે આપને કહ્યું હતું કે ડુંગર દૂરથી રળિયામણા! અહિં પણ.. દેવી! પ્રસાદિયા ભક્તોની સંખ્યા વધારે છે!! ચાલો હું તમને પેલા ટોળામાં ચાલતી વાતો સંભળાવું.. ટોળામાંથી આવતી વાતો લક્ષ્મીદેવી સાંભવા લાગ્યાં..” દોસ્ત ! આજે ખાવાનું બહું મસ્ત બન્યું છે.. મને તો કચોરી બહું ભાવી..યાર હું તો થોડા ખમણ પ્રસાદ તરીકે ઘેર લઈ જવા માંગુ છૂ..આવતા વીક-એન્ડમાં એક મિત્રને જમવા બોલાવ્યો છે તો તેમાં ચાલશે!!તું તો ખરો છે!!..શું ખરો છે? તારી ભાભી એ ૧૧ ડોલરનું ડોનેશને આપ્યું છે!! મફતમાં થોડું છે? હા યાર પેલા મફતભાઈ!! વીકેન્ડમાં કોઈ દી એની બૈરી રસોઈ જ નથી બનાવતી!! એ વળી કેમ ? . શની-રવી કોઈ ને કોઈ મંદીરમાં કંઈક પ્રોગામ ચાલતો જ હોય!! ને સાથો-સાથ ભોજન પણ હોય!!..હા! મફતલાલના ઘરમાં સાસુ-સસરા સાથે છ જણા છે!!તો વળી શું … જમવાના સમયે ઘરના બધા મંદીરે પહોંચી જાય..હેઈ!! જમવામાં પણ બત્રીશ ભોજન, તેત્રરીશ શાક!! બધાને મજા પડી જાય” લક્ષ્મીદેવી આ વાતો સાંભળી આભા( છ્ક્ક!!) બની ગયા!! “સ્વામી આપે સત્ય કહ્યુ હતું..ડુંગર દૂરથી”…”દેવી !કાગડા બધી જગ્યાં એ કાળા જ હોય!! આપણે તો માત્ર એકજ ગામ જોયું..દરેક ગામમાં આવીજ રીતે ભક્તોની ભીંડ જામતી હોય છે! અહી ગ્રોસરી સસ્તી એટલે મંદીરમાં પ્રસાદમાં પણ ફુલ -ભોજન આપે!..ચાલો દેવી આપણે વેકેશનમાં અહીં આવ્યાં જ છઈ એ તો બીજા શહેર તેમજ બીજા ભક્તોને પણ મળતા જઈ એ!! (ક્રમંશ)
એક ગઝલ-કૈલાશ પંડીત
મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી , છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
“કૈલાશ” મારા ઘર વિષેની વાત થઈ હશે.
-કૈલાશ પંડીત
ગૌરવ ગાથા ગુજરાતની
સત્ય છે સારથી, અહિંસાની લગામ, એજ છે શાંતી તણો માગૅ,
“વિશ્વનો ઉધ્ધાર એમાં એવો આદેશ દેતો ગુજરાતી,
એ ગાંધી ને સો સો સલામ એ ગૌરવ ગાથા ગુજરાતની.
વેપાર વાણીમાં વરદાન જેને, જગમાં, સાહસમાં સુરવીર,
સારાએ વિશ્વમાં રહેવાસ જેનો , એ ભોળો ભટુકડો ગુજરાતી,
“સૌમ્ય પ્રજા છે” જગ કહે , એ ગૌરવ ગાથા ગુજરાતની.
“લોખંડી સુપુત સરદાર ” જ્યાં, ગાંધી જોઈ અંગ્રેજ ભાગ્યા,
ક્ર્ષ્ણને પણ ગમ્યું ગુજરાત, કર્યો વસવાટ આવી દ્વારકા માં,
વિશ્વભરમાં નામ જેનું એવી ગૌર ગાથા મારા ગુજરાત ની.
હસો અને હસાવો !!
એક કાઠીયાવાડી, એક મુંબઈવાસી, અને એક અમદાવાદી ત્રણે મિત્રો મંદીરમાં દશૅન કરવા ગયા..કાઠીયાવાડી એ ભગવાનને કહ્યું ” હે ભગવાન આ બધી મિલકત તારી દીધેલ છે અને તનેજ થોડું અપૅણ કરું છું” એમ કહીં ભગવાનના ચરણમાં અગિયાર રૂપિયા મૂક્યાં..મુંબઈવાસી એ મનમાં વિચાર્યું કે આ મિત્રએ અગિયાર મૂક્યાં તો હું સવાઆગિયાર મૂકું” અને બોલ્યો..તારું દિધેલ તને અપૅણ..તારા ચરણમાં આવે એ તારા અને બાકી મારા ” એ કહીં ભગવાન તરફ પૈસા
ફેક્યાં.. માત્ર એક પાવલી જ ભગવાનની મૂર્તી પાસે ગઈ અને અગિયાર રૂપિયા નીચે પડ્યાં તે મુંબઈવાસી એ ઉઠાવી લીધા. અમદાવાદી ને તો બન્ને મિત્ર કરતા ભગવાન ને વધારે અપૅણ કરવું છે!!..તેણે ભગવાનને કહ્યું” હે ભગવાન ! તારું દીધેલ તને અપૅણ ને તારો વાસ તો ઉપર સ્વગૅમાં છે તું અહી કયાં વસે છે!! તેમ કહીં તેણે એકવીસ રૂપિયાનું પરચુરણ કાઢી ઉપર આકાશ તરફ ફેક્યાં ને કહ્યું” જે પૈસા ઉપર જાય તે તારા..બાકી બધા મારા!!!
સાગર! ક્ષમા કરી દે
તોફાનને દઈને, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેતર ના કર ક્ષમા કરી દે.
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઈ ગયું શું ?
મોજાંની બાળ હઠ છે, સાગર ક્ષમા કરી દે.
હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ,
તારું દીધેલ જીવન, મ્રૂત્યું સમું ગણું તો,
મારી એ ઘ્રષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે!
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની,
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે.
કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધી કેરા,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ,
હે મિત્ર! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે.
એક છે અને હું એક શૂન્ય છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિંત જગતના મુલ્યો,
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ મારી
દયા ઉપર છે નિભૅર, ક્ષમા કરી દે.
-શૂન્ય પાલનપૂરી
એક ગઝલ! અમ્રૂત ઘાયલ..
છે ક્રૂષ્ણના સુદશૅન, જેવો જ ઘાટ મારો,
ધારો તો ધમૅ છું હું, ફેકો તો ધ્વંસ છું હું.
********************************
નિશ્વાસ એની આંખમાં શું ઓગળી ગયો,
ખપતો હતો મને તે ખુલાસો મળી ગયો.
શું કમ હતી સમસ્યા અમારા જીવન તણી ?
કે ગમ જગત નો આવીને એમાં ભળી ગયો.
કેવો ઉજાસ ઘર મહીં તારા ગયા પછી,
મારો દિવેસ હમેશને માટે ઢળી ગયો.
થઈ તો હતી ધીરેથી કળીઓમાં વાતચીત,
પણ કોણ જાણે ક્યાંથી પવન સાંભળી ગયો.
પળવારમાં પતંગ, તને શું થઈ ગયું,
તું ક્યાં અમારો જીવ હતો કે બળી ગયો.
મારા પતનથી ખૂબ પડોશી થાઈ પ્રસન્ન,
જાણે હું કાંટો હતો, નીકળી ગયો.
“ઘાયલ” નહીં તો થાત અનોખી ઝપાઝપી,
સારું થયું કે કાળ સમયસર કળી ગયો.