"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બાળ-વિભાગ

imagesca4jhgn9.jpg imagescavv68eu.jpg

***બાળ-વિભાગ હવે મારી નવી બનાવેલી  સાઈટ” બાળ -ફૂલવાડી”માં આપ જોઈ શકો છો.ઘણીજ રસપ્રદ માહિતી બાળકો માટે આપને જરૂર જોવા મળશે.

http://vishvadeep.gujaratisahityasarita.org
 

*****************************************************************************************

અમેરિકામાં રહેતા અને જન્મેલા આપણાં બાળકો ને પણ આપણી ગુજરાતી ભાષાનું જ્ઞાન રહે એ જરૂરી છે.આ વિભાગમાં નાની કવિતા, નાની વાતૉઓ આપણે મુકીશું.આશા છે કે સૌ બાળકો ને ગમશે.

_files_files_art_paintings_2008_arlice_sprite

સૌ મારા છે,

વિશ્વ મારું છે, માનવી સૌ મારા છે,
દેશ-દેશના સૌ ભાઇ-ભાડું મારા છે.

એક સાથ રહી શાંતીથી રહીશું,
ભાત,ભાતના ચહેરા સૌ મારા છે.

સૂર્ય ડુબતા, અંધારા આવ્યા કરે,
આશાના કિરણો સૌ અમારા છે.

અમારું નાનું એક સ્વર્ગ બને અહીં,
ઉત્સાહ ને ઉમંગ અમારા છે.

સકળ બ્રહ્માંડમાં પૃથ્વી એક માતા,
શાંતીને વરનારા સૌ અમારા છે.

**************************************

BoyMeetsFrogBG

રજા પડી, મજા પડી,
આજ મારી સ્કુલમાં રજા પડી.

મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા સાથે લાડ લડીશું.

જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.

દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી, કુબા બનાવીશું.

રોજ રોજ અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.

*********************************

 

ઢીંગલી-ઢીગલાના છે લગન,
સૌ આજ છે આનંદમાં મગન.

ઢીંગલાનું નામ પાડ્યું પવન,
ઢીંગલીનું નામ રુડું કિરણ.

ઢીંગલો લાગે રુપાળો રાજા,
ઢીંગલી લાગે રુપની રાણી.

બેઉં ફેરા ફરી બન્યા વરવહું,
સુખ જીવે આ યુગલ આજ.

.imagesca8430xk.jpg

અહો નાથ ! ઉભા અમે હાથ જોડી,
કરો   રંક   સામે   ક્રુપાદ્રષ્ટિ  થોડી,
સદા તાપ ને  પાપથી   તો ઉગારો,
અમે માંગીયે ઈશ ઓ ! પ્રેમ તારો.

**************************

diwali11.gif

દિવાળી આવી,
શું   શું  લાવી?
મીઠી મીઠી મિઠાઈ લાવી,

દિવાળી આવી..

ભાવતા, ભાવતા ભોજન લાવી,
ઘરમાં-બા’ર દિવા લાવી,

દિવાળી આવી..

એક અનેરો આનંદ લાવી,
ખુશીઓનો ખજાનો લાવી,

દિવાળી આવી..

સંગે મળીએ ,
ભેદ ભાવ ભુલીએ,
સાથ મળી સૌ  અન્ન્કુટ  ખાઈએ.

દિવાળી આવી..
 ***************************************

 dhan-teras1.jpg

ધનતેરશ

થન, થન કરતી તેરશ આવી,
આવો મિત્રો, ધનતેરશ આવી.

મોઢુ મીઠુ, મન મલકતું  સૌ રાખીએ,
કંકુ તિલ્લક , આંગણે સાથીયો,
આજ હરખાતી લક્ષ્મી આવી.

***************************

વારતા રે વારતા..

વારતા રે વારતા.. ભાભો ઢોર ચારતા,

ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા,

એક છોકરો  રિસાયો, કોઠી પાછ્ળ ભીંસાયો,

કોઠી પડી આડી, છોકરે ચીસ પાડી,

અરર માડી!

********************

અહલી દેજો, પહલી દેજો

મોટા ઘરનું માણું દેજો,

માણાં માંથી પાલી દેજો,

પાલીમાંથી પવાલી દેજો,

પવાલીમાંથી  ખોબો દેજો,

ખોબામાંથી ધોબો દેજો,

મૂઠીમાંથી ચપટી દેજો,

દેશે એને પાધડિયો પુત્તર

નહી દે એને બાહુડો જમાઈ..

************************

આવ રે રૂપલી, રમીએ છ્બો,

ઘરને ખૂણે ખાલી ડબ્બો,

ચણાક  બીબડી તલ રે તાતા,

મારી વેણીનાં ફૂલડાં રાતા.

***********************

હાલરડું

હાલાં   વા’લા ને હલકી

આંગણે  વાવો ગલકી.

ગલકીનાં ફૂલ રાતાં,

ભાઈનાં મામી  માતાં,

મામી થઈને આવ્યાં,

ટોપીમાં છે નવલી ભાત,

ભઈલો રમે  દી ને રાત.

*****************

મામાનું ઘેર કેટલે ?
દીવા બળે એટલે !
દીવા મેં તો દીઠા ,
મામા લાગે મીઠા !
મામી મારી ભોળી !
મીઠાઈ લાવે મોળી !
મોળી મીઠાઈ ભાવે નહી,
રમકડા તો લાવે નહી!

imagesca9t7xho.jpg

એક બિલાડી જાડી

એક બિલાડી જાડી
     એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
     તળાવમાં એ તરવા ગઈ
તળાવમાં તો મગ્ગર
     બિલ્લીને આવ્યા ચક્કર
સાડી  છેડો  છૂટી ગયો
    મગ્ગરના મોંમા આવી ગયો
મગ્ગર બિલ્લીને ખાઈ ગયો.

ચં. ચી. મહેતા

imagesca3kxczf.jpg

મારી માને એટલું કહેજો ,
પોપટ ભૂખ્યો નથી,
     પોપટ તરસ્યો નથી
પોપટ સરોવર ની પાળ,
     પોપટ આંબાની ડાળ્,
પોપટ કાચી કેરી ખાય ,
     પોપટ પાકી કેરી ખાય ,
પોપટ લીલા લેહેર કરે,
     બેઠો મ..જા કરે !!!  

38830380951.jpg

સાયકલ મારી  સ..ર..ર ..ર .. જાય્,
ટ્રીન , ટ્રીન  ટોકરી વગાડતી જાય,
ડોશીમા  ડોશીમા  આઘા ખસો,
આઘા ખસો નહી તો ચગદાઈ જશો !!
રસ્તામાં છીંકણી ના સૂંઘાય ,
વાતોમાં સાયકલ વાગી જાય્.

મોટા શેઠ,  મોટ શેઠ ,
આઘા ખસો, પાઘડી પડશે
તો ગુસ્સે થશો !!
ચોપડા ચીતરી ચાલ્યા બજાર
આઘા ખસી ને કરજો વિચાર ….

baby_crawling.gif

આવ રે વરસાદ !!

આવ રે વરસાદ !
    ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી,
    ને કારેલાનું શાક,
આવ રે વરસાદ !
    નેવલે પાણી..
નઠારી છોકરી ને દેડકે તાણી.

*****************

imagesca2q6psb.jpgsmiley_022.gif

આવા મારા સૂરજ દાદા !!

ઉનાળામાં  આવે વ્હેલા,
સાંજે વાળુ કરી જાય મોડા. આવા મારા સૂરજ દાદા..

શિયાળામાં લાગે ઠંડી ,
ઝટ પટ આવે,ઝટ-પટ  જાય,  આવા મારા સૂરજ દાદા..

ચોમસે એ ભીંજાય જાય,
દશૅન દઈ ને નવરંગ આપે.આવા મારા સૂરજ દાદા..

 ***********************************************

bearlove.gif

એક હતો રાજા..

એક    હતો  રાજા
ખાતો’  તો  ખાજા

   સોમવારે જનમ થયો
   મંગળવારે મોટો થયો

બુધવારે બુધ્ધિ આવી
ગુરૂવારે ગાદીએ બેઠો

  શુક્રવારે શિકારે ગયો
  શનિવારે માંદો પડ્યો

રવિવારે મરી ગયો…
***************
નદી કિનારે ટામેટું, ટામેટું,
ઘી-ગોળ ખાતું’તું, ખાતું’તું,
નદીએ નાવા જાતું’તું, જાતું’તું,
*********************

rabbits_001.gif
પોપટ ભૂખ્યો નથી..

ગાયો નો  ગોવાળ,
ગાયો નો  ગોવાળ,
    મારી માને આટલું કે’જે
       મારી માને આટલું કે’જે-
પોપટ ભૂખ્યો નથી
પોપટ તર્સ્યો નથી
      પોપટ  આંબાની  ડાળ
       પોપટ સરસવની ડાળ
બેઠો બેઠો
રામ, રામ બોલે..
*****************
અટક મટકની ગાડી બનાવી
મેડક જોડ્યા ચાર
લાલિયા મોચીએ ચકલો માર્યો
ચકલી વેર વાળવા જાય.
*******************
આવરે કાગડા કઢી પીવા…

ચણ ચણ બગલી ચણાની દાળ
હું    પપૈયો  તું   મગની દાળ
શેરીએ   શેરીએ    ઝાંખ દીવા
આવ   કાગડા    કઢી   પીવા.
  ગણ ગણ ગાંઠીયા તેલ તેલ પળી
   ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
   બળતી   હોયતો   બળવા દે
   ઠરતી   હોય   તો  ઠરવા દે
   આવરે   કાગડા  કઢી પીવા..

************************
એન ઘેન..
    એન ઘેન દીવા ઘેન
       ડાહીનો ઘોડો
       ખડ ખાતો
       પાણી પીતા
        રમતો જમતો છુટ્ટો..
હાથમાં લાકડી
કમળ કાકડી
ભાગો ભીત્તુ ઘોડો ચાલ્યો
દોડૉ દોડો, ના પકડશો
ડાહીનો ઘોડો
રમતો જમતો છુટ્ટો….
*****************

butterfly1.gif


ડોશી, ડોશી, ક્યા ચાલ્યા?..”છાણાં વીણવાં”
છાણાં માંથી શું જડ્યું ?..” રૂપિયો”
રૂપિયાનું શું  લીધું? ગાંઠીયા
ભાગે તમારા ટાંટીયા”
ઊભો રે! મારા પિટ્યા…
********************
ઉપરના બાળ -ગીતો મારા પરંમ મિત્ર .સૂમન અજમેરીની બુક” લોકજીભે રમતા જોડણાં” માંથી લીધા છે.
***************************************************************
તારી માનો તૂં,
ધીક્કો મારું હું,
પૈસો લાવ તું,
ભાગ ખાવું હું…
*************
રામ નામ રીંગણા,
ગોપાળ નામ ઘી,
ક્રષ્ણ નામ કેરી,
ઘોળી , ઘોળી પી..
****************
રામ કરે રીંગણા,
ભીમ કરે ભાંજી,
ઊઠો ઠાકોરજી.. ટંકોરી વાગી,
ટીન, ટીન ,ટીન..
******************

 ( મિત્રશ્રી.સુમન અજમેરીની બુક” લોકેજીભે રમતા જોડકણાં”માંથી સાભાર..)     

 brain.gif


 વારતા રે વારતા
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાંને સમજાવતા.
એક છોકરો રિસાયો
કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી
છોકરાએ ચીસ પાડી
અરર ..માડી..!
**************
અહલી દે જો
અહલી દે જો, પહલી દેજો
મોટા ઘરનું માણું દેજો
માણામાંથી પાલી દેજો
પાલીમાંથી પવાલું દેજો.
પવાલી માંથી ખોબો દેજો
ખોબામાંથી ધોબો દેજો
ધોબામાંથી મુઠ્ઠી દેજો
મુઠ્ઠી માંથી ચપટી દેજો
દેશે એને પાઘડીયો પુત્તર
નહીં દે એને બાકુડો જમાઈ.
*******************
ઉખાણાં માટેના જોડકણાં…
image0031.gifએક થાળ મોતીએ ભર્યો
માથા ઉપર ઊંધો ધર્યો
ગોળ ગોળ થાળ ફરે
મોતી એકેય નવ ખરે…( જવાબ.. આકાશ)
કાળો છે પણ કાગ નહીં
દરમાં પેસે પણ નાગ નહીં
ઝાડે ચડે પણ વાનર નહીં
છ પગ પણ પંતગિયું નહીં…( જવાબ .. મંકોડો)
ધોળું ખેતર, કાળા ચણા
હાથે વાવ્યા, મોંએ લણ્યા…( જવાબ.. અક્ષર)
હાલે છે પણ જીવ નહીં
ચાલે છે પણ પગ નહી
 બેઠક છે પણ બાજઠ નથી
ખવાય છે , પણ ખૂટતો નથી…( જવાબ..હીંચકો)
અરડ્યો મરોડ્યો
  થૂંક લગાવી પરોવ્યો…( જવાબ..સોય-દોરો)
બે બહેનો રડી રડી ને થાકે
પણ ભેગી થાયજ નહીં….( જવાબ..આંખો)
લાલ કિલ્લામાં કાળા સિપાહી
  લીલી દિવાલમાં ગયા સમાઈ…( જવાબ..તડબુચ)

 

ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય…( જવાબ.. ઘંટી)

રાતા ચણા ને પેટમાં પાણા
ખાતા એને રંક ને રાણા…( જવાબ.. ચણીયા બોર)

આટલીક દડી ને હીરે જડી
દિવસે ખોવાણી રાતે જડી…( જવાબ.. તારા)

imagescapwscv2.jpg

લાંબો છે , પણ નાગ નહીં
કાળો છે પણ નાગ નહીં
તેલ ચઢે , હનુમાન નહી
ફૂલ ચઢે, મહાદેવ નહીં….( જવાબ.. ચોટલો)

imagesca02jkrl.jpg

પઢતો , પણ પંડિત નહીં
પૂર્યો પણ ચોર નહીં
 ચતૂર હોય તો ચેતજો
મધૂરો, પણ મોર નહી….( જવાબ.. પોપટ)..
******************************  

**********************************************

એક હતી ચકી,
ને  એક ચકા રાણા,
દિવસ ગુજારે  થઈને ખુબ શાણા.

એક દિવસની વાત છે

ભઈ ચકીની ફરિયાદ છે.

ચકી કહે ચકાને તું જા…જા….જા…

ખાઉં નહી,પીઉં નહી, તારી સાથે બોલું નહી..

ઉંચે ઉંચે આભલામાં ઊડી ઊડી જાઉ..

ચકીબેન રીસાણા,

મનાવે ચકારાણા,

ફળ લાવું,ફૂલ લાવું, લાવું મોતી દાણા.

ચકાનું મન જાણી, મલકે
ચકી રાણી.. “

જીવનમાંહી એમ એ તો ગાયે મીઠા ગાણા”

 

 

36 ટિપ્પણીઓ »

  1. તમે શરુઆત સરસ કરી છે. નાના નાના ભુલકા વિષે ઘણુ વાંચ્યુ છે, પણ આવી રીતે કવીતામાં યાદ તાજી થાય છે.

    ટિપ્પણી by Rekha Barad | ફેબ્રુવારી 6, 2007

  2. નીચેની લી ન્ક પર બાળકો માટેની બહુ સામગ્રી છે .
    http://rajeshwari.wordpress.com/
    મારી બહેન રાજેશ્વરીનો એ બ્લોગ છે. તેમાં હોબી વિભાગમાં હું પોસ્ટ મૂકતો હતો.

    ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 7, 2007

  3. bahu saras vishvadeep bhaai

    ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 7, 2007

  4. બાળકો માટે જેટલું કરી શકાય તેટલુ ઓછું જ છે.હજુ વધુ ને વધુ થતુ રહે ,એવી શુભેચ્છા.સરસ..અભિનંદન.ફૂલવાડી ખીલતી રહે ને મહેક પ્રસરાવતી રહે.

    ટિપ્પણી by nilam doshi | ફેબ્રુવારી 7, 2007

  5. આજનાં જમાના પ્રમાણે ટોકરીની જગ્યાએ ઘંટડી લખશો તો વધારે સારું લાગશે.
    મારા બ્લોગમાં કુંપળ વિભાગ જોશો

    ટિપ્પણી by Neela Kadakia | ફેબ્રુવારી 12, 2007

  6. આ સૂરજદાદાની કવિતા વાંચીને સૂર્ય નમસ્કાર કરવાની ઇચ્છા થઇ ગઈ. હવે તો ભારતની સ્કૂલમાં દરરોજ સવારે સૂર્ય નમસ્કાર કરવાની શરુઆત થયેલ છે.

    ટિપ્પણી by Rekha | ફેબ્રુવારી 15, 2007

  7. વિશ્વદીપભાઇ
    હું પ્રયત્ન કરીશ .
    એક સૂચન આપું ? બાળ વિભાગ શરુ કરવા માટે આ રીત બરાબર નથી. કારણકે બધાં જ ગીતો અને રચનાઓ તમારે એક જ પાના પર લખવા પડશે. પોસ્ટ જુદી જુદી કરી તેને કેટેગરી બાળ સાહિત્યની આપો. તે વધુ યોગ્ય રહેશે. એમ કરશો તો દરેક રચનાનું અલગ અસ્તિત્વ રહેશે અને શોધવામાં તરત મળી શકશે. થોડી વધારે મહેનત પડે , પણ આ પાના પર દરેક રચનાનું શિર્ષક ટાઇપ કરી તેની લીન્ક પોસ્ટ સાથે આપી શકાય.
    તમે જો ‘ગુજરાતી સર્જક પરિચય’ પર જોશો તો મેં આ રીતે લેખકોની અનુક્રમણિકા બનાવી છે.
    વધુ મદદની જરૂર હોય તો ચોક્કસ જણાવશો.

    ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 15, 2007

  8. કાકા , મજા પડી…… 🙂

    આભાર……

    ટિપ્પણી by Kunal Parekh | માર્ચ 29, 2007

  9. તારી માનો તુ….આ વાંચીને તો બાળપણના દિવસો યાદ આવી ગયા…એ માસુમ ચહેરા, નિખાલસ દિલ કાલી કાલી વાતો….મનમાં જલદી જલદી મોટા થવાનો ભય…

    ટિપ્પણી by Rekha | એપ્રિલ 4, 2007

  10. EXCELLENT WORK – IT REMINDS ME OF MY CHILDHOOD DAYS IN GUJARATI SCHOOL – NOT SURE THIS HERITAGE WILL GO TO NEXT GENERATION OR NOT – DURING ENGLISH RULE IN INDIA ALL NATIVE LANGUAGE SURVIVED – I STUDIED FROM 1969-1979 IN GUJARATI MEDIUM – OUR SCHOOL HAVE 10 CLASSES OF 80 STUDENT OF GUJARATI MEDIUM AND ONE CLASS OF ENGLISH – NOW ALL TURN INTO ENGLISH MEDIUM.

    REALLY GREAT PITY – STILL I THINK IN GUJARATI AND TRANSLATE IN ENGLISH AND WRITE.

    WHAT A GREAT LANGUAGE GUJARATI!

    ટિપ્પણી by MAYUR | એપ્રિલ 5, 2007

  11. ઉખાણા આપણા બાળપણની યાદ દેવડાવે છે. નાના હતા ત્યારે આવા કાલા કાલા ગીતો, ઉખાણા, બાળમંદીરમાં બહુ કહેતા હતા.

    ટિપ્પણી by Rekha | એપ્રિલ 16, 2007

  12. Dear friends,
    bal-kavita ane ukhana khubaj saras hata.
    vanchine anand thayo .

    ટિપ્પણી by chhaya | ઓગસ્ટ 15, 2007

  13. ખૂબ જ સરસ પ્રયત્ન….

    ખૂબ ખૂબ અભિનંદન… હાર્દિક શુભેચ્છાઓ…

    ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 8, 2008

  14. આજે ફરી એકવાર આખુ માણી શૈશવની એ યાદમાં વિહરી લીધું ..

    આભાર..

    ટિપ્પણી by nilam doshi | જૂન 7, 2008

  15. વિશ્વદીપભાઈ, સરસ ગીતો મૂક્યા છે.આ એક વધુ ગીત મૂકી શકાય તો પ્રયત્ન કરજો.મને યાદ છે તેટલું લખુ છું પણ ભૂલ હોય તો માફ. “એક હતી ચકી એ એક ચકા રાણા, દિવસ ગુજારે થઈને ખુબ શાણા.એક દિવસની વાત છે ભઈ ચકીની ફરિયાદ છે. ચકી કહે ચકાને તું જા…જા….જા… ખાવ નહી,પીવ નહી, તારી સાથે બોલું નહી.. ઉંચે ઉંચે આભલામાં ઊડી ઊડી જાઉ.. ચકીબેન રીસાણા, મનાવે ચકારાણા ફળ લાવું,ફૂલ લાવું લાવું મોતી દાણા. ચકાનું મન જાણી, મલકે ચકી રાણી.. “

    ટિપ્પણી by Rekha Sindhal | સપ્ટેમ્બર 4, 2008

  16. […] Bal Vibhag. […]

    પિંગબેક by GujaratiBloggers.com » Blog Archive » Gujarati Blogger#41: Vishwadeep Barad | સપ્ટેમ્બર 25, 2008

  17. fill wadi vanchi ne anand thio

    ટિપ્પણી by dharmendra | ઓક્ટોબર 13, 2008

  18. Kharekhar sunder chhe bal sahitya..
    Abhinandan

    ટિપ્પણી by Ajit Desai | મે 19, 2009

  19. TODAY I HAD OPENED THIS SIDE I AM VERY HAPPY.

    ટિપ્પણી by TEJAS SAVALIA | જુલાઇ 24, 2009

  20. ફરી એકવાર આજે આખો આ વિભાગ વાંચ્યો. સુંદર છે. આ વિભાગ કદાચ બાળકો જાતે ન વાંચી શકે તો માતા પિતાએ વાંચીને બાળકોને સંભળાવવો જોઇએ. તો જ લખ્યું સાર્થક થાય.
    અભિનંદન વિશ્વદીપભાઇ…

    ટિપ્પણી by nilam doshi | સપ્ટેમ્બર 23, 2009

  21. અભિનંદન વિશ્વ્દીપભાઇ.

    ટિપ્પણી by Jagdishgosai | ડિસેમ્બર 9, 2009

  22. અભિનંદન વિશ્વ્દીપભાઇ
    આવી રીતે કવીતામાં યાદ તાજી થાય છે
    મારી માને એટલું કહેજો ,
    પોપટ ભૂખ્યો નથી,
    પોપટ તરસ્યો નથી
    પોપટ સરોવર ની પાળ,
    પોપટ આંબાની ડાળ્,
    પોપટ કાચી કેરી ખાય ,
    પોપટ પાકી કેરી ખાય ,
    પોપટ લીલા લેહેર કરે,
    બેઠો મ..જા કરે !!! v

    ટિપ્પણી by ramesh vaisnnav | ફેબ્રુવારી 7, 2010

  23. ઢીંગલી-ઢીગલાના છે લગન,
    સૌ આજ છે આનંદમાં મગન.

    ઢીંગલાનું નામ પાડ્યું પવન,
    ઢીંગલીનું નામ રુડું કિરણ.

    ઢીંગલો લાગે રુપાળો રાજા,
    ઢીંગલી લાગે રુપની રાણી.

    બેઉં ફેરા ફરી બન્યા વરવહું,
    સુખ જીવે આ યુગલ
    આજબાળકો માટે જેટલું કરી શકાય તેટલુ ઓછું જ છે.હજુ વધુ ને વધુ થતુ રહે ,એવી શુભેચ્છા.સરસ..અભિનંદન.ફૂલવાડી ખીલતી રહે ને મહેક પ્રસરાવતી રહે.

    ટિપ્પણી by miss.dipu vaisnnav | ફેબ્રુવારી 7, 2010

  24. Date: – 01/05/2009
    Time: – 08:45 a.m.
    (1) SAWAR NA SAMAYE,
    GOOD NIGHT KEM,
    MOBILE MARO,
    SAMAY MARO,
    SMS MARO,
    ………………………………..
    …………………………..
    …………………………………
    …………………………………
    ……………………………….
    …………………………..

    TO PACHHI TARU SHU JAY?
    Have HU ATYARE KAHU KE
    …………………………………………
    ………………………………………..
    …………………………………
    ……………………………..
    ……………………..

    HAPPY UTTARAYAN
    LE!!!!!!!!!!!!!!!!!!!!!

    (2) HAVE VARTA 1 RAJA NI
    CHALASHE NE….
    TO VARTA KAINK AVI CHHE….
    1 HATO RAJA…..
    ………………………..
    TENE 2 RANI HATI….
    ………………………………
    …………………………….
    1 NU NAM LAL NE……..
    ……………………………..
    …………………………….
    BIJI NU NAM BHURI……
    ……………………………………
    ……………………………….
    ……………………………..
    ……………………………
    ……………………..
    …………………….
    …………………..
    NE VARTA THAI PURI.
    HEE HAA HAA HAA!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    NIKET VAISHNAV
    STD-9
    AGE-14
    SURAT
    VANDEMATRAM

    ટિપ્પણી by NIKET KUMAR VAISHNAV-SURAT | ફેબ્રુવારી 7, 2010

  25. એકવાર આજે આખો આ વિભાગ વાંચ્યો. સુંદર છે. આ વિભાગ કદાચ બાળકો જાતે ન વાંચી શકે તો માતા પિતાએ વાંચીને બાળકોને સંભળાવવો જોઇએ. તો જ લખ્યું સાર્થક થાય.

    ટિપ્પણી by ASHISH KACHHADIYA | ફેબ્રુવારી 7, 2010

  26. Vaishnav jan to tene re kahiye je pid parai jane re-Gandiji
    Not impossible in life -Ornaldo
    Chalo delhi -Subhashbabu
    Jay javan,jay kishan -lal bahadur shastri
    Inkilab Jindabad -Bagatsingh
    Hind Chhodo -Gandhiji
    Utho jago ane dhyey prapti sudhi mandya raho -Vivekanand

    ટિપ્પણી by Vaishnavjan | ફેબ્રુવારી 7, 2010

  27. વિશ્વદીપભાઈ, સરસ અભિનંદન.ફૂલવાડી ખીલતી રહે ને મહેક પ્રસરાવતી રહે.

    ટિપ્પણી by BABU =JADIYA(DHANERA) | ફેબ્રુવારી 20, 2010

  28. મોટા ભાઈ, જઇ શ્રી કૃષ્ણ.\\\

    જો તમારા થી બની શકે તો નીચેનું કાવ્ય શોધી ને પ્રિન્ટ કરશોજી

    ચાંદો સુરજ રમ્તતા, રમતા રમત કોડી જડી
    કોડી મેં ગાઈ ને બાંધી
    ગાઈ મને દૂધ આપ્યું
    દૂધ મેં શંકર ને ચઢાવ્યું

    thanks
    USA

    ટિપ્પણી by Hitesh | સપ્ટેમ્બર 19, 2010

  29. Very very nice for our child.

    ટિપ્પણી by Prashant Bhatt | ડિસેમ્બર 16, 2010

  30. khub saras jodakana apya chhe.shakya hoy to nichenu pan mukva prayatna karsho.’varsha rani varsha rani, vadal ne tu lave tani,jya juo tya pani pani.’ thank you.

    ટિપ્પણી by nischay bathvar | સપ્ટેમ્બર 17, 2011

  31. I like this

    ટિપ્પણી by Happy2techelp | ડિસેમ્બર 11, 2011

  32. KHUB SARAS upaRni kavita 6e;
    Aa Kavita Vanchva vinanti, sari lage to “LIKE” karjo. “MOTHER TONGUE DAY” mate..;-)

    Gujarati bhasha 6e, khmirvanti;
    vishvni je 6e manvanti,

    Swarna 6e saat prakar, aathmo gujarati;
    vishv ne pyari lage ae bhasha gujarati,

    pankhrma pan khre tem nikhre 6e bhsaha gujarati;
    matrubhasha ae amari, je bhartni shakti.

    bhasha gujarati bolo manas ugri jay 6e,
    gujarati shakti vade vishva sudhri jay 6e.

    gujaratna momathi nikale 6e matrubhashani zarni;
    gujaratne vahali saune vahali, ae gujarati vani,

    gujarati boline darek manvi harkhy 6e bahu;
    ‘matrubhasha din’ ujavi aapane lavie jagruti sahu

    Thank You:-)

    ટિપ્પણી by Malav joshi | માર્ચ 3, 2012

  33. can any one share full version of “Chandapuri ghee ma bori”? i don’t remember it now.

    ટિપ્પણી by kalpana | જૂન 29, 2012

  34. tame std.10 na vidhyarthio mate nibandh kem nathi lakhata?mane jagya tyarthi savar na vishay par nibandh jaie che.

    ટિપ્પણી by Dhwani | જુલાઇ 27, 2012

  35. ખૂબ જ સરસ પ્રયત્ન ! આપે મને મારા બાળપણ યાદો તાજી કરાવી.

    ટિપ્પણી by Jignesh Patel | ઓગસ્ટ 25, 2017

  36. ખૂબ સરસ

    ટિપ્પણી by Free Hindi Ebooks | જાન્યુઆરી 21, 2022


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: