"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વૃક્ષ વૃધ્ધ થયું છે!

વૃક્ષ  વૃધ્ધ  થયું છે,
સુકાઈ ગઈ છે  ડાળી ડાળી,
પર્ણ જ્યાં ખરી પડ્યા છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે.

કીડી ધીરે ધીરે મૂળ ખાય છે,
સર્પ થડ સાથે વિટળાઈને
ભરડો લઈ રહ્યો છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે..

પંખી આસપાસ કિલકિલાટ કરતા નથી,
વાયુ લહેરાય  છે આસપાસ,
ને ડાળીઓ પણ તુટતી જાય છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે..

કોઈ  આસ પાસ  હવે રહ્યુ નથી,
બસ સુકાયેલા  થડને,
કઠીયારો કાપવા ઉભો છે…વૃક્ષ  વૃધ્ધ  થયું છે.

સપ્ટેમ્બર 26, 2011 Posted by | ગીત, સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

સોના-નાવડી

“સોના-નાવડી” -ભાવાનુવાદ -ઝવેરચંદ મેઘાણી

સપ્ટેમ્બર 30, 2010 Posted by | ગીત, મને ગમતી કવિતા | Leave a comment

લગ્નગીત-ફટાણા

*****

*******************************************

*************************************

*****************************************

*****************************************

ઓગસ્ટ 7, 2010 Posted by | ગમતી વાતો, ગીત | 4 ટિપ્પણીઓ

“આ ઘાઘરાવાળી મને ગમતી નથી..”

 (મે એક રમુજી ગરબો સાંભળ્યો..એના બોલ છે..”મારે પેન્ટવાળા સાથે પણવું ‘તુ.. મને ધોતીયાવાળો ગમતો નથી..” એ સંદર્ભમાં( રમુજી જવાબ રૂપે  આ રમુજી   ગીત લખાઈ ગયું..રમુજ સિવાય બીજો કોઈ હેતું નથી…બસ  થોડીવાર હસી લ્યો) )

મારે સ્કર્ટવાળી સાથે પણવું’તું,
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી,
મને રોજ રોજ ધોતીયા પે’રાવે રે..
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

એ’તો લાંબો ચોટલોવાળી ઘુમે છે..
                               આ ઘાઘરાવાળી મને  ગમતી નથી
મારે શોર્ટવાળ વાળી સાથે પણવું’તું..
                              આ ઘાઘરાવાળી મને  ગમતી નથી

મારે શે’રની લાડી લાવવી’તી,
                        આ ગામડાની ગવાર મને ગમતી નથી.
એને અંગરેજી બોલતા આવડે નહી..
                             આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

એને ગાડી ચલાવતા આવડે નહી,
                          આ બુદ્ધુની બારશ મને ગમતીનથી.
ઉચી એડીના ચપ્પ્લ ફાવે નહી.
                         આ ઘાઘરાવાળી  મને  ગમતી  નથી.

એને મુવીમાં મજા કોઈ આવે નહી,
                     આ ગામડાની કુબજા મને ગમતી નથી.
એને ફેશનમાં બોલતા આવડે નહી,
                          આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

મને રોજ  રોજ રોટલા ખવડાવે છે,
                   કાળા અક્ષરની ભેંસ મને ગમતી નથી.
મને બળદગાડામાં બેસાડે છે,
                       આ ઘાઘરાવાળી મને  ગમતી નથી.

મારે ઈડલી સંભાર,શીરો  રોજ  ખાવા છે,
                   આ ખીચડી ને છાશ મને ભાવતા નથી,
એને પેન્ટ-શર્ટ પે’રતા આવડે નહી.
                       આ   ઘાઘરાવાળી મને  ગમતી નથી

આ સાથે.. મારે પેન્ટવાળા સાથે પણવું ‘તુ.. મને ધોતીયાવાળો ગમતો નથી..ગીતની લીન્ક જુઓ. અને મજા માણો.

http://deshgujarat. com/2010/ 04/13/mare- pent-vala- ne-painvu- tugujarati- music-video/

જૂન 10, 2010 Posted by | ગીત, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

વૈશાખી વાયરે….!

 

(વૈશાખનો વાયરો વાતો હોય, બાળકો ભણી-ગણી, પરણી પોતાનો  સંસાર શરૂ કર્યો હોય, અને દૂર દૂર વસ્યા હોય, પતિ-પત્નિ ઉતરાર્ધ  અવસ્થાએ પહોંચ્યા હોય, હિંચકા પર હિંચકતા હોય…ત્યારે  બન્ને આવી સુખદ પળોમાં પોતાને યુવાનીના પ્રણયના દિવસો યાદ કરી..કેટલો આનંદ માળી રહ્યા છે તે આ ગીતમાં પ્રતિતી થશે..)


વ્હાલા,આવો બેસી , હિડોળે  હિચકીએ,
         ગીત મીઠા ગાઈ એ, વૈશાખી વાયરે.

વ્હાલી,જીવનમાં મીઠી પ્યારી તું કોયલ,
          કોઈ મધુરી વાતકર, વૈશાખી વાયરે.

વ્હાલા, મેળામાં મળી, તારી માયા મુને લાગી,
            રાત-દીન ભુલી હું, વૈશાખી વાયરે.

વ્હાલી,રૂપની રાણી, તારા માથામાં ફૂલ,
            હોશ ખોઈ બેઠો હું, વૈશાખી વાયરે.

વ્હાલા તારી પાઘડીના વળમાં હું વણાઈ ગઈ,
          ગંગાની જેમ સમાઈ ગઈ હું,વૈશાખી વાયરે.

વ્હાલી,ખેડતા ખેતરમાં,મબલક પાક થઈ ઉગી,
           ઉજવતો  ઉત્સવ હું, વૈશાખી વાયરે.

વ્હાલા,મારા સરોવરને કાંઠે, કમળ થઈ ખિલ્યા,
           ઘેલી બની નાચી હું,વૈશાખી વાયરે..

વ્હાલી,આ ‘દીપ’ પ્રકટે છે, એની ‘રેખા’ છે તું,
          એકમેકને સાથ દેતા,વૈશાખી વાયરે

-વિશ્વદીપ બારડ

એપ્રિલ 25, 2010 Posted by | ગીત, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

મોરબીની વાણિયણ…લોકગીત

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

આગળ રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ

એ… કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ
હે તારી ઈંઢોણીના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ

એ… કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ
હે તારા અંબોડાના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ

એ… કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ
હે તારી પાનિયુંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે પાનિયુંમાં તારું માથું થાય ડૂલ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

માર્ચ 21, 2010 Posted by | ગીત, મને ગમતી કવિતા, વાચકને ગમતું | 8 ટિપ્પણીઓ

બેડલું ઉતારો..

 

હે..બેડલા   માથે   બેડલું ને  એને    માથે મોંર
હે..સામે ઉભો સાજન,  હે મારા ચિત્તડા કેરો ચોર.

બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે  મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટમાં લાજે મરું
બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે  મરું
બેડલું ઉતારો

હાલી આવું હું તો પનઘટના ઘાટથી
કેટલો જીરવાય ભાર અબળાની જાતથી
હાય નીતરતી ગાગરને ભારે મરું

બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટમાં લાજે મરું
બેડલું ઉતારો

બેડલું ઉતારે તે થાય મન માન્યો
હોય ભલે જાણ્યો કે હોય અજાણ્યો
કોઈની અણીયારી આંખ્યું ને મારે મરું

બેડલું ઉતારો
હે હું તો ભરી ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટમાં લાજે મરું
બેડલું ઉતારો
હે હું તો ભરી ગાગરને ભારે મરું

બેડલું ઉતારો
બેડલું ઉતારો
બેડલું ઉતારો….

-કવિ અજ્ઞાત

માર્ચ 12, 2010 Posted by | ગીત | 2 ટિપ્પણીઓ

લોકગીત સાથે ગરબાની રમઝટ..

13092009_143438843

(સૌજન્ય: ફોટો.સંદેશ)

**************************************************

હું તો કાગળિયાં લખી લખી થાકી,

કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,

મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,

 પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,

 મારા પાવનિયાં બળી બળી જાય રે,

છોગાળા તારા મનમાં નથી….. હું તો…..

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,

મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,

કાનુડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,

કાનુડા તારા મનમાં નથી.

*****************************

  હે તને જાતાં જોઇ પનઘટની વાટે,

મારું મન મોહી ગયું;

હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,

મારું મન મોહી ગયું. હે તને …..

કેડે કંદોરો કોટમાં દોરો,

 તારા લહેરિયાની લાલ લાલ ભાતે,

મારું મન મોહી ગયું. હે તને…..

બેડલું માથે ને મહેંદી ભરી હાથે,

તારી ગાગરની છલકાતી છાંટે,

મારું મન મોહી ગયું. હે તને…..

રાસે રમતી, આંખને ગમતી પૂનમની રઢિયાળી રાતે,

મારું મન મોહી ગયું. હે તને…..

હે તને જાતાં જોઇ પનઘટની વાટે,

મારું મન મોહી ગયું;

હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,

મારું મન મોહી ગયું. હે તને …..

*****************************

  મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,

મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,

જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે મારી ચુંદડી લેરાલેર,

જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારી કાંબીયું લેરાલેર,

જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. Continue reading

સપ્ટેમ્બર 17, 2009 Posted by | ગમતી વાતો, ગીત | 1 ટીકા

ચારણ -કન્યા – ઝવેરચંદ મેઘાણી

song%20of%20young%20village%20girllions-vs-everything

 (ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો કે નેસ છે.ત્યાંની હીરબાઈ નામની કે એક ચૌદ વર્ષની ચારણ કન્યાએ એકલીએ પોતાની વાછરડીને મારનાર વિકરાળ સિંહને વાંછરડીનું માંસ ચાંખ્વા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.)

સાવજ ગરજે!
ગીરકાંઠાનો   રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી  ગરજે
ઐરાવત્કુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
નાનો એવો સમદર  ગરજે

ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના જાળામાં   ગરજે

કણબીના ખેતરમાં   ગરજે
ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં  ગરજે’
ગિરિઓની ગોહરમાં   ગરજે

ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને   આઘેરો    ગરજે

થર થર કાંપે! Continue reading

જુલાઇ 7, 2009 Posted by | ગીત, મને ગમતી કવિતા | 14 ટિપ્પણીઓ

લગ્નગીત-ફટાણા ભાગ-૩

FARWEL

Shadi3

Shadi6

Shadi26

 Courtesy:Shadi.compage14

જુલાઇ 4, 2009 Posted by | ગીત | 2 ટિપ્પણીઓ

કેમ કરી કરીએ ( ગીત )

કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ  કેરી કરીએ હે રામ!
  ધખ ધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ.
                                                અમે કેમ  કેરી કરીએ હે  રામ!

દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારા પગલામાં ઠેશ,
              હવે ચાલી  ચાલીને  કેમ ચાલું?
વરસોથી પજવે છે છાતીમાં હાંફ, મારી આંખોમાં થાક,
              વળી  જીવતરમાં  મસમોટું ખાલું;
ચરણો ગુમાવ્યા બાદ રસ્તાઓ આવ્યા ને દોડવાનું આવ્યું બેફામ,
                                            અમે કેમ  કેરી કરીએ હે રામ!

અંદરને અંદરથી રોજરોજ આમ મને ધીમે ધીમે કોઈ
                                 કરકોલે ઉંદરની જેમ,
એક પછી એક બધી મારા પર આવીને પડતી ઉપાધીઓ
                         ખેતરમાં ભીડ  પડે તેમ
જીવ્યા અમે જે રાત કાળી ડિબાંગ એને દેવાનું દિવસોનું  નામ?
                                          અમે કેમ  કેરી કરીએ હે રામ!

ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ.
                                              અમે કેમ  કેરી કરીએ હે રામ!

-અનિલ ચાવડા

સપ્ટેમ્બર 4, 2008 Posted by | ગીત, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

એક લોકગીત…

 

લોકગીત લોકોની મજિયારી મિલકત, જેની કોઈ હસ્તપ્રત કે કર્ણપ્રત ન હોય ગીત લોકોના હોઠ પર,કાનમાં ઉછરે,સ્મૃતીપટ પર કાયમ રહે, ગમે ત્યારે ગાવ,મધુર લાગે, લોકોના ગળે ગૂંજે  એજ લોકગીત.
****************************************
બાપુજી  કાકુજી  થર  જોઈ આંબા રોપવો,
ઘર જોઈ દીકરી પરણાવો,કે ચીતા ઉગરે!

      મારે તે બાપે વા’ણે ચડી વર જોયા,
      ચતુર   શું  મોહ્યા કે ચોપડા વાંચતા!

સાસરે   જતાં   સામા મળ્યા બે તાડ,
માબાપનાં એ લાડ, હું ક્યાંથી વીસરું?

     સૂડી   વચ્ચે    સોપારીનો   કટકો,
     દિયર તારો લટકો, દેરાણી ટાળશે!

મારે  તે સાસરે સાસુજી  સાપણ,
નણદી તો વીંછણ,દેરાણી ડાકણ,
  જેઠાણી જમરાએ લીધો જીવડો!

     તળાવની પાળે સાસુવહુ  બે લડ્યાં,
     ડુંગર તો ડોલ્યા, કે મારા  બાપના!

તળાવની   પાળે   મા   ને દીકરી   મળ્યાં,
કે ધ્રુસકે ધ્રુસકે  રડ્યાં કે સરોવર ભરાઈ ગયા!

    આજ તો રાંધું    કેવડિયો  કંસાર,
    દુનિયાનો સંસાર, કે મારે વેઠવો!

જુલાઇ 8, 2008 Posted by | ગીત | 3 ટિપ્પણીઓ

અમે ઈચ્છયું એવું……

girl.jpg 

એક  એવું ઘર  મળે  આ  વિશ્વમાં-
જ્યાં  કશા  કારણવિના પણ જઈ શકું!
એક એવું આંગણું મળે કે જ્યાં મને
કોઈ  પણ કારણ વગર શૈશવ મળે !

એક, બસ એકજ  મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે  અજાણ્યો થઈ શકું!
‘કેમ છો’? એવું ય ના કહેવું પડે-
સાથ  એનો પંથમાં ભવભવમાં મળે!

એક એવી હોય મહેફીલ જ્યાં મને
કોઈ બોલાવે નહી ને જઈ શકુ !
એક ટહુકામાં જ રુંવે રુંવે
પાનખરના આગમનનો રવ મળે!

તોય તે ના  રંજ કંઈ મનમાં રહે –
-અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે !

-માધવ રામાનુજ

ફેબ્રુવારી 12, 2008 Posted by | ગીત, મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

લગ્નના ગીતો(ફટાણા)-ભાગ-૨

hindumarriage.gif

મિત્રો અને પ્રિય “ફૂલવાડી”ના વાંચકો, આપની સમક્ષ લગ્ન-વિષયક ગીતો નો ભાગ-૨ રજૂ કરતા આનંદ અનુભવું છું.(આપનું મનતવ્ય અને અભિપ્રાય ઘણાં જ મહત્વના છે.)

Beni Betha Ganesh Paas�.
Aaj Re Anand No Divas�.

Sona Hindhoni Rupa Bedlun Re Naagar Ubhara, Raho Rangrasiya�.
Ooncho Ambaliyo Gheno Gambhir Jo Jaay�.
Dheere Re Chedo Re Dholi Dholka�.

શાદીઓનલાઈન”ના સૌજન્યથી

ફેબ્રુવારી 8, 2008 Posted by | ગીત | 7 ટિપ્પણીઓ

લગ્નના ગીતો(ફટાણા)

1521.gif 

“ફૂલવાડી” ના ઘણાં પ્રિય વાંચકોએ   લગ્ન-વિષયના ગીતો(ફટાણા)  મૂકવા અંગે વિનંતી કરી હતી  અને સદભાગ્યે મને આ ગીતો પ્રાપ્ત થયાં અને,”મંડપ મુર્હત”,ગણેશમૂર્હત, મોસાળુ, પીઠી “ફેરા”,  અને “કન્યા-વિદાય” વિષય ના ગીતો મૂકતા મને આન્ંદ થાય છે જો આપ સૌને ગમશે તો વધારે ગીતો જરૂર મુકીશ.

**************************************************************************************

*************************************

**********************************

*************************************

*************************************
“શાદીઓનલાઈન”ના સૌજન્યથી

જાન્યુઆરી 31, 2008 Posted by | ગીત | 4 ટિપ્પણીઓ

મળશું !

 

ઓણ  મળશું  પોર   મળશું   નહિતર  પરાર   મળશું;
અમે   નદીના   કાંઠે   નહિતર   દરિયે   ધરાર મળશું!

તમે   કોઈ    સસલાની   ઝડપે    ખેતર  મેલી ભાગ્યાં,
અમે   કાચબા   કને    ગયા   ને ઉછીના  પગ માગ્યા!
પગલાનું તો એવું-
પડશે  નહિતર   જડશે  નહિતર   ધૂળ  મહીં તો ભળશું!
                         ઓણ મળીશું…

અમે   એક     સપનાને   ખાતર  પુરું   જીવન  ઊંઘ્યા,
તમે   ઊંઘવા  ખાતર  સપનાં  ભોર  થતાં  લગ સૂંઘ્યા,
સપનાનું તો એવું-
મળશે  નહિતર  ટળશે   નહિતર   અંદર  ભડભડ બળશું!
                          ઓણ મળીશું…

એ  હતી  અમાસી   રાત  ને કાજળ આંખ ભરી ને આંજ્યાં,
આ  ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યાં,
ચહેરાનું તો એવું-
મલકે    નહિતર   છણકે    નહિતર   એકમેકને    છળશું!
                          ઓણ મળીશું…

-હર્ષદ ત્રિવેદી(૧૭-૦૭-૧૯૫૮)- જન્મ ખેરાળી. રહે છે ગાંધીનગર.
કાવ્યસંગ્રહ ‘ એક ખાલી નાવ’ શબ્દસૃષ્ટિ ‘ ના સંપાદક
 

જૂન 10, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

તરસ – શિવજી રૂખડા ‘દર્દ”

 ph521.jpg                                    

    ખોબાનાં નીર થયાં ખાલી
સૈયર,   હું  તો  પાણી  ભરવાને  પછી   હાલી.

પાણીના    સેરડે     પાણી   દેખાઈ નંઈ   કાળજે    તરસુંના     કાપા,
પાણીના   પગરવની     પાછળ   છે  તરસના    સિન્દુરિયા     થાપા,
                                                                  કોઈ ગાગર લઈ ઠાલી.

સૈયર,   હું તો પાણી ભરવાને  પછી  હાલી.

કાળઝાળ  ગરમીના    ઝાળઝાળ   વાયરાઓ   ચારે   દિશાઓથી  વાય,
ભીંનાશે લીધો  છે     ભેજવટો  ને      ઓલ્યા  વીરડામાં  રેતી    છલકાય,
                                                               ઝાંઝવાની આંગળી મેં ઝાલી.

સૈયર,   હું તો પાણી ભરવાને પછી હાલી.

સવારે   સૂરજની   સાખે હું   નીકળું   આથમે    છે    આંખોયે   વાટમાં,
આ તરસનું નામ કોણે પાડ્યું મારી બઈ ! પાછું લમણે લખ્યું છે લલાટામાં

                                                                                નજરું ચડી ગઈ ખાલી.

સૈયર , હું તો પાણી ભરવાને પછી હાલી.

-શિવજી રૂખડા’ દર્દ’ (૨૦-૦૫-૧૮૪૪) બગસરામાં રહે છે.
  કાવ્યસંગ્રહ ‘ફૂલનો પર્યાય ‘

મે 22, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

એ સોળ વરસની છોરી -પ્રિયકાન્ત મણિયાર

 પ્રિયકાન્ત – ફૂલોમાં ફોરતા કવિ નો  ટૂંકો પરિચય…(Priyakant Maniar (1927-1976)
              સ્વાતંત્ર્યની હવામાં આપણે ત્યાં કવિતાના ક્ષેત્રે જે કેટલી કલમો પ્રફૂલ્લિત થઈ તેમાંની એક તે પ્રિયકાન્ત મણિયારની. પ્રિયકાન્તનો આભ્યાસ તો નવ ધોરણ સુધીનો, પણ આપબળે જીવનમાંતે કવનમાં પોતાને ઘડતા ગયા ને આગળ ધપતા ગયા.નિરંજન ભગત કહે છે તેમ, પ્રિયકાન્તમાં કવિનું સ્વયંસ્ફુરિત જ્ઞાન હતું; કવિની સ્વયંપ્રેરિત પ્રતિભા હતી. એમની કવિતાની વાંસળી એમની અંદરની કોઈ જાદુઈ  ફૂંકે  વાગતી હતી. કોલેજનું મોઢું વિદ્યાર્થીકાળે નહી જોઈ શકેલા આ કવિએ પુખ્ત વયે ” એ સોળ વરસની છોરી “જેવી એમની કવિતાને અનેક કોલેજોમાં રજૂ કરી યથાનામ, વિશાળ  શ્રોતાવર્ગનાયે પ્રિય થઈ ને રહ્યાં

                 ગુજરાતી ગદ્યનેય  સત્વસમ્રુધ્ધ કરવાની  હોંશ રાખતા આ લાડલા કવિ પચાસમા વર્ષે આકાળે આવસાન પામતાં એ હોંશ તો ન પુરાઈ પણ ગુજરાતી કવિતાને સૌન્દર્ય-સમ્રુધ્ધ કરવામાં  તો એમનું પ્રદાનની નોંધ લેવી પડે. ‘વાયુના શિલ્પી’ એવા પ્રિયકાન્ત તો ગીતને વાયરામાં વાવીને  અણધાર્યા-ઉતાવળે ચાલી નિકળ્યા, પણ એમના ગીતના પડછંદ ગુજરાતના કાવ્યકાશમાં સતત સંભળાતા રહેશે એમ શ્રધ્ધાપૂર્વક કહી શકાય. એમણે એકવાર લખેલું

           ‘ એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
         રોપતા રોપી દિધી એ ફૂલ લાવી બેસશે.’
પ્રિયકાન્ત મણિયારની ઉપર્યુક્ત કડીમાં વ્યક્ત થયેલી આત્મશ્રધ્ધા સાચી જ પડી.

  •  
    • ચાલો મિત્રો આજ એમના પ્રિયગીતની મજા માણીએ..”એ સોળ વરસની છોરી,”
                                                                                                       ***************

***************************************************************

 h7ukca1mt267cavb5099cav6if8ccahrey9wca36ajcxcab536fpcaxzhoo0ca57p10xcagy4hjrcau0mxk9cadt8bpzca6kdp7aca4los75cabgb7mhcarg2ovccaiwu3fwcajc58epca4y9gnlcaa78sz9.jpg

 એ સોળ વરસની છોરી,
સરવરિયેથી  જલને ભરતી  તોયે એની  મટકી રહેતી કોરી.
                        એ સોળ વરસની છોરી,

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ  મ્હેક્યાં ડોલરનાં  કૈં  ફૂલ  સરીખા ગાલે ખંજન રાખે;
જેની  હલકે  માયા ઢળકે એવી  છાયા  ઢાળે   નેણ  બિલોરી.
                         એ સોળ વરસની છોરી,

મહી  વલોવે   રણકે   સોનલ   કંકણ   જેના મલકે  મીઠા સૂર,
ગોરાં   ગોરાં  ચરણે    એનાં   ઘૂઘરિયાળાં   રૂપનાં     નૂપુર;
કંઠ  સુહાગે   સાગરનાં  મધુ મોતી  રમતાં બાંધ્યાં રેશમ -દોરી.
                          એ સોળ વરસની છોરી,

એનાં   પગલે   પગલે પ્રકટે   ધરતી-ધૂળમાં   કંકુની  શી રેલ,
એનાં    શ્વાસે    શ્વાસે   ફૂટે     ઘૂમરાતા   આ વાયરામાં  વેલ;
એના   બિડ્યા  હોઠ મહીં   તો   આગ ભરેલા  ફાગણ ગાતો હોરી;
                           એ સોળ વરસની છોરી,

એપ્રિલ 23, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

ઊંડુ જોયું…-ચંન્દ્રકાન્ત શેઠ

 att81.jpg

 ઊંડુ   જોયું, અઢળક   જોયું;
મનમાં  જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં   ચમકી આંખો, એ  આંખોમાં   જ્યોતિ
કોક ગેબનના તળીયાના મહીં ઝલમલ  ઝલમલ મોતી

તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે   જોયું,અઢળક    જોયું.

માટીથી   આ  મન   બંધાયું   ને મનથી  કૈં મમતા;
એ  મમતાની   પાળે   પાળે    હંસ  રૂપાળા રમતા !

જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે   જોયું,અઢળક    જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે   ઘેર્યો   પણ  અછતો   રહે  કે   તણખો ?

પલમાં જોયું, અપલક જોયું;
હ્રદમાં  જોયું, અનહદ જોયું;
ઊંડે   જોયું,અઢળક    જોયું.

એપ્રિલ 19, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | Leave a comment

સત્તર વરસની છોકરીનું ગીત

caw5m8gxcaqfpu77ca5twkbbcap1mb64ca712e6xcac0c1t4ca285r9mcaeummr5ca3ma8svca4pd2rxca1rev7lca1lgbi9caky3crmcazhxgajcakyyowfcau9yc9bcabi7bwicap3ddaocatua3a9.jpg 

કે’તો મેરાઈ  મૂવો   ઓછું   છે  કાપડું,
          ને ટૂંકી પડેછે  તને કસ.
        તારે સત્તરમું  ભારે છે બસ.

ડાહ્યલીનો   જંતરિયો ભૂવો   તો કે’છે કે,
        છુટ્ટા  તે વાળ તારા રાખ નઈ.
મંતરેલું લીંબુ હું આલુ તને
            તું એમનેમ આંબલીઓ ચાખ નઈ.

જંતરિયો   ભૂવાનો   દોરો    બાંધી ને   તારે
                      કરવાના જાપ  રોજ દસ
                     તારે સત્તરમું ભારે છે બસ.

ઉંમરને    સોંસરવી    વીંધીને   કોઈ   મારા,
               કમખે ગાગર જેમ બેઠું.
હેમખેમ     સત્તરમું     પુરું     કરવાને    હું,
                કેટલા વરસ દુઃખ બેઠું.

ગામના    જુવાનિયા      કહેછે    કે તારી તે
                    વાતમાં    પડે છે બહુ રસ.
             તારે સત્તરમું ભારે છે બસ.

-જતીન બારોટ

એપ્રિલ 14, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 8 ટિપ્પણીઓ