ઈચ્છા થઈ ! – “નાઝિર”
ખુશીથી કોઈને જ્યારે મરી જવાની ઈચ્છા થઈ,
તો ત્યાંથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઈ.
ન પૂછો કે કળીને કાં ખરી જવાની ઈચ્છા થઈ,
ઘણાંને મોત પહેલાં પણ મરી જવાની ઈચ્છા થઈ.
નયનથી જ્યારે અશ્રુને સરી જવાની ઈચ્છા થઈ,
ગગનથી કંઈક તારકને ખરી જવાની ઈચ્છા થઈ.
મજા એ માણવા આવ્યાં હતા જ્યારે પ્રભા કેરી,
જીવનના દિપને ત્યારે ઠરી જવાની ઈચ્છા થઈ.
પડ્યાં મોજાં ઓ નૌકામાં ચરણને સ્પશૅવા એનાં,
શું સાગરનેય ભવસાગર તરી જવાની ઈચ્છા થઈ?
બની તન્મય પ્રતિભા કોતરી નીરખી જો શિલ્પી એ,
તો પોતાનાજ એના દમ ભરી જવાની ઈચ્છા થઈ.
ફરેના કોઈ કાળે પણ વલણ આ વિશ્વનું ‘નાઝિર’,
અમારે કારણે એને ફરી જવાની ઈચ્છા થઈ
કસરત કરો…
કસરત કરે જે રોજની,
મળે તાજગી તનની,
શરીર સુવાળું બને,
લાગે જાણે જુવાની.
***************************