"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગાંધીજીની આત્મકથા ની અસર..-હંસા હરનીશ જાની

images9.jpg 

(ગાંધીજીની આત્મકથા વાંચ્યાં બાદ,ઘણી વ્યક્તિના જીવનમાં એક યા બીજા રૂપે એની અસર થઈ છે અને રહી છે. હંસાબેન અને હરનીશભાઈ  જાની   અહીં હ્યુસ્ટ્નની મુલાકાતે ૨૦૦૬ માં આવેલ  ત્યારે મારી પત્ની રેખા સાથે આ લેખ વિષે વાત થયાં મુજબ અમોને હસ્તલેખિત લેખ  ૦૯/૨૫/૨૦૦૬ માં મોકલેલ..સંજોગો  વસાત અહીં “ગુજરાતી દપૅણ”માં પ્રકાશિત થઈ શકેલ નહી એ બદલ અમારી દર-ગુજર સ્વિકારશો.

આ સુંદર લેખ એમના વ્યક્તિગત અનુભવ પરથી લખેલ છે.
           ૧૯૯૭માં ગુજરાત ટાઈમ્સમાં “ગાંધીજીની મારા જીવન પર થયેલી અસર”એ વિષય પર નિબંધ હરીફાઈ હતી તેમાં આ લેખને ત્રીજું ઈનામ પ્રાપ્ત થયેલ. આ લેખ ઈગ્લેન્ડનાં “ઓપીનીયન મેગેઝીનમાં પણ છપાયો છે.તેમજ “અખંડ આનંદ”,”ભૂમી-પૂત્ર” ઉપરાંત શ્રી મહેન્દ્ર મેઘાણીનાં પુસ્તક “અર્ધીસદીની વાંચન યાત્રાનાં ચોથા ભાગમાં છે.)

****************************************

મારા જીવનમાં ત્રણ પસંગ બનેલા છે, જેના ઉપર થયેલી ગાંધીજીની અસર એટલે કે એમની આત્મકથા વાંચીને લોકો ઉપર થયેલી અસર…
          હું અમેરિકા ૧૯૭૧ની ૧૨મી ડીસેમ્બરએ મારી અઢી વર્ષની દિકરીને લઈને અમેરિકા આવી. મારા પતિ પહેલા આવેલા અને નોન-વેજ ફૂડ ખાતા હતા. એટલે એમણે પહેલેજ દિવસે મને શાંતીથી સમજાવ્યું કે મને અમેરિકન નોન-વેજ ફૂડ ભાવે છે જો તને એમાં રસ હોયતો તું એ ખાઈ શકે છે.અને ન ખાવું હોયતો દાળ-ભાત કે જે અહીં મળે છે તે ખાઈ શકે છે. પણ આપણી દિકરીને તો હું નોન્-વેજ જ ખવડાવીશ. મેં એમાં કોઈ વાંધો લીધો નહીં. પહેલેજ દિવસે આશિની ને સ્ક્રેમ્બલ એગ્ઝ ને બ્રેડનો બ્રેકફાસ્ટ થી શરૂ કરી દીધો ને લંચમાં હોટ-ડોગ્ઝ શરૂ કર્યા. પછી તો હું એ લોકો ને ભાવે તે  રસોઈ બનાવવામાં માનતી હતી. કોઈ પણ જાતનાં વિરોધ વગર કે મન-દુઃખ વગર નોન-વેજ ફૂડ બનાવતી. હા, હું રોટલી-શાક પૂરણ-પોળી વિગરે ફૂડ બનાવતી  તેમાં પણ એ લોકોનો સહ્કાર રહેતો. એટલે કે મારા ઘરમાં રોજ બે પ્રકારની રસોઈ બનતી. ભારતીય દાળ-ઢૉકળી મારા માટે બને અને સ્પગેટી મિટ-બોલ મારા સિવાયનાં ઘરનાં બધા માટે બને.આગળ જતાં મારા કુટુંબના બાળકો વધવા માંડ્યા. બે-ત્રણ બાળકોને પતિદેવ માટે વર્ષો સુધી જુદી રસોઈ થતી. આમ કરતાં મારી દિકરી આશિની કોલેજનાં ચાર વર્ષ પૂરા કરી ગ્રેજ્યુએટ થઈ ને ઘરે આવી ને લગ્ન ની વાતો શરૂ થઈ. સારા મુરતિયાની શોધ ચાલતી હતી. છોકરાની મધર જોડે હું એક  દિવસ ફોન વાત કરતી હતી.એ વાત ચીતમાં એ બેને પૂછ્યું કે તમારી દિકરી વિજીટેરીયન  છે કે નોન-વેજ ખાય છે ?આશિની ડિશો સાફ કરતી હતી. એટલે મે જવાબ આપ્યો કે કોઈકવાર લંચમાં નોન્-વેજ ફૂડ ખાય છે. ફોનની વાત પૂરી થઈ એટલે મારી દિકરી આશિની એ કહ્યું કે મમ્મી તું મને એવા ઘરે પરણાવજે કે એ લોકો પણ નોન-વેજ ફૂડ ખાતા હોય, મને આ ફૂડથી પેટ નથી ભરાતું. ને એ લોકો નોન-વેજ ફૂડ નહીં ખાતા હોય તો અમને બન્ને ને પ્રોબલેમ થશે. આ રોજનો પ્રોબલેમ છે. મેં મારી દિકરી ને કહ્યું ક બેટા તારી વાત સાચી છે, હું જુટ્ઠું બોલી, પણ હવે થી હું જ એ લોકો ને પૂછી જોઈશ પછીજ આગળ વાત ચલાવીશ. મેં મારી દિકરીના વિચારો જાણ્યાં અને સમજ્યાં, મને દુઃખ થયું ને મેં એ બેન ને ફોન કરી ને વાત સમજાવી ને આગળ વાત કરવાની ના પાડી. આ પ્રસંગને બે ચાર વર્ષ વિતી ગયાં હશે. એક દિવસ સાંજે મારી દિકરી આશિની મારી પાસે આવી ને કહે ” મમ્મી કાલે શનિવારે તું ગ્રોસરી લેવા જાય ત્યારે તું મારા માટે મીટ કે ચીકન ના લાવતી” એટલે મેં પૂછ્યું કે તે મને એકદમ  કેમ ના પાડી ? કંઈ તને થયું બેટા? તો હસીને  જવાબ આપ્યો કે મેં આ બુક વાંચી ને એટલી બધી પ્રભાવિત થઈ ગઈ છું કે મેં ભગવાનને પ્રોમીસ આપી દીધું કે હવે થી હું કોઈ પણ દિવસ હિંસા થાય તેવું ફૂડ નહીં ખાઉં!મેં પૂછ્યું કે બેટા એ કઈ ચોપડી છે ? જેણે તને વર્ષોની ટેવ ઘડીના છઠ્ઠા ભાગમાં છોડી દીધી ? તો  એણે કહ્યું, ” An Autobiography  of M.K. Gandhi”  અને મને ગુજરાતીમાં જણાવ્યું કે મમ્મી ગાંધીજીની આત્મકથાથી  હું ખુબ  ખુશ થઈ ગઈ. ને મારી આંખમાં પાણી આવી ગયાં. હું એને બાઝી પડી.અને ગાલ પર ચુંબનો વરસાવી  દીધા, મે વિચાર્યું કે મારી દિકરી એ ચોપડી વાંચવા ખાતર વાંચી નથી પણ એણે પચાવી  છે. એમાંથી જીવનમાં કાંઈ ઉતાર્યું છે ને મારા દિલમાં, ને માનસ પર ગાંધીજીની  છબ્બી ઉભી થઈ ગઈ ને મનોમન એ મહાસંતને વંદન કર્યા. ને મેં એક ગીતની કડી મોટે થી ગાઈ..” સાબરમતી કે સંત તુ ને  કરદિયા કમાલ .”આટલા વર્ષોથી હું એ લોકોનાં આનંદ અને જરૂરીયાત માટે તેમજ પતિ-પત્નીના  વિચારો જુદા ના થાય એ માટે કરતી હતી , મને ઘણીવાર દુઃખ થતું  કે બ્રાહ્મણનાઘરમાં આ ? જ્યારે મારી દિકરી એ  એની જાતે સમજી ને છોડિ દીધું ત્યારે મને ખુબજ આનંદ થયો. ફરી એકવાર મહાત્મા ગાંધીજીને પગે લાગી, ધન્યવાદ!

                                     મારા જીવનમાં ગાંધીજી એ ક્યાં ક્યાં સરસ રીતે ભાગ ભજ્વ્યો છે તે હું જણાવું. એ મહાન આત્માની અસર આપણા ભારતિય લોકો ઉપર  પડી છે એવું નથી. પરદેશી લોકો પણ એની વિચાર સરણી ને અપનાવે છે ને ગાંધીજી ના માર્ગે ચાલવા પ્રયત્ન કરે છે. ગાંધીજીનું ઋણ તેમના ઉપર છે એમ માની નેતે ઋણ અદા કરવા પ્રયત્ન કરેછે.   ૧૯૯૭, ૧૫મી જુનનાં દિવસે મે મારા દિકરા સંદિપની જનોઈની વિધી અમેરિકામાં રાખી  હતી. Continue reading

એપ્રિલ 2, 2007 Posted by | નિબંધ | 10 ટિપ્પણીઓ

   

%d bloggers like this: