"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માય બેસ્ટ ડેડી!

318208_485588231499332_791027376_n

                                       મેં મારી મમ્મીને જોઈ નથી ,મમ્મીની મમતા પામી શક્યો નથી. સાંભળ્યું છે કે  ‘ મા એ મા બીજા બધા વગડાના વા.  ” જનનીની જોડ સખી નહી મળે રે લોલ.’ આવા સુંદર વખાણ કવિ, લેખકોએ કર્યા છે. ઘણાં સંતાનોએ મા ના વહાલને માણ્યું હશે.  મારી માની મમતાનો સ્વાદ  ચાખી શક્યો નથી.  પણ હું મારા ડેડ વિશે જરૂર કહીશ કે મેં માની  ઉણપ કદી પણ અનુભવી નથી, મારા ડેડીએ  માની મમતાથી માંડી સ્નેહના સાગરમાં મને  તરબોળ રાખી   પિતાના વાત્સલયની છાયામાં સલામત અને સુખના સરોવરમાં તરબોળ રાખ્યો  છે. મારા ડેડીએ મને ઉંઘ ના આવે તો બાળગીત ગાયા છે, બાળવાર્તાઓ કહી છે. મારી તબિયત નરમ હોય ત્યારે રાતના ઉજાગરા કર્યા છે. મારા ઉછેર માટે  તેમણે  તેમની જિંદગીના ઘણાં મોજ-શોખ જતાં કર્યા છે. મારી મમ્મીના અવસાન બાદ તેમની નાની ઉંમર હતી છ્તાં તેમણે ફરી લગ્ન ના કર્યા..આથી મોટો ત્યાગ ક્યો હોય શકે?

               ‘બેટા અતુલ!  સવારના પહોરમાં ક્યાં ખોવાઈ ગયો છે!  મેં તને બે વખત બુમ પાડી કે ચા-નાસ્તો તૈયાર છે! ‘ I am sorry daddy..I was just..(ડેડી, માફ કરજો હું જરા..)’  ‘ એમજ કેહેને કે તારી ગર્લ-ફ્રેન્ડ જ્યોતિકાના. .’  ‘ના ના ડેડી..એવું  નથી.’ અતુલે વાત બદલી…Good morning Daddy!, આજ  સવારથીજ બહાર સ્નો પડવાની શરૂઆત થઈ ગઈ છે.  પણ આજ સન્ડે છે એટલે કોઈ ચિંતા નથી.’  ‘હા બેટા..આજ આપણે take it easy( સહજ રીતે)લેવાનું છે..બસ ઘરમાં બેસી સાથે ફૂટબોલ ગેઈમ જોઈશું સાથે હોટ પૉપકોર્ન,ચીપ્સ,સાલ્સા અને સાથે થોડું ડ્રીન્ક લઈ મજા કરીશું.’ ‘  Yes,dad, I am with you!( હા ડેડી, હું તમારી સાથે સહમત છું)’

                ડેડીને દિકરો મિત્રની જેમ રહેતાં હતાં. અતુલ અને એના ડેડી અલ્પેશ બન્ને  જીગરીજાન દોસ્તની જેમ એકદમ નજીક હતાં કે લોકોને પણ કોઈવાર ઈર્ષા જાગે!  આવો અદભુત પ્રેમ બાપ-દિકરા વચ્ચે બહુંજ અલ્પ પ્રમાણમાં સમાજમાં જોવા મળે! અતુલ માત્ર બે વર્ષનો હતો ત્યારે તેની મમ્મી કાર એક્સીડન્ટમાં ઈશ્વરને વહાલી થઈ ગઈ હતી. ઘણાં મિત્રો, સગા વહાલાઓએ અલ્પેશને બહુંજ સમજાવ્યો કે હજું તારી ઉંમર માત્ર ૨૮ વર્ષનીજ છે અને તું બીજા મેરેજ કરી લે. પણ અલ્પેશ બહું જ દ્રઢ અને મક્કમ હતો કે ના હું મારા દિકરાની કેર કરીશ અને મા-બાપ બન્નેનો પ્રેમ આપી ઉછેરીશ એજ મારું મૂખ્ય ધ્યેય અને લક્ષ રહેશે. અલ્પેશ પ્રાઈવેટ કંપનીમાં ઑડીટર તરીકે જોબ કરતો હતો અને તેનો બૉસ પણ સારો હતો કે અતુલ સાંજો-માંદો થાય તો એ ઘરે રહી પોતાના દીકરાની કેર કરી લે. જોબ બહુંજ ફ્લેકસીબલ હતી તેથી અતુલને મોટો કરવામાં કોઈ પણ જાતની તકલીફ ઉભી થઈ ના હતી.અતુલ પણ ભણવામાં ઘણોજ હોશિંયાર હતો.આજ એ ફસ્ટ કલાસ સાથે સી.પી.એ.ની ડિગ્રી મેળવી છે અને અત્યારે ઘણી સારી કંપનીઓમાંથી જોબની ઑફર આવે છે.પણ અતુલને પિતાને એકલા છોડવા નથી.વૉશીગટ્ન ડીસીમાં જ જોબ મળી જાય તો ડેડી સાથે રહી, ડેડીનું નિવૃતીનું શેષ જીવન ઉજ્જવળ બનાવી તેનું ઋણ અદા કરવાનું હતું.

                       ‘બેટા, તને નથી લાગતું કે હવે તારે જ્યોતિકા સાથે લગ્ન કરી લેવા જોઈએ? તેણીએ પણ કમ્પુટર એન્જિનયર પુરુ કરી લીધુ છે.’ 

‘ડેડી તમે હંમેશા મારા મનની વાત પહેલા જ જાણી લો છો! હું તમને કહેવાનો જ હતો કે આવતા વિકમાં જ્યોતિકાને પ્રપોઝ કરી રીંગ આપી દઉ.’ 

‘બેટા હું બહુંજ ખુશ છું, જ્યોતિકા તારા માટે પરફેક્ટ લાઈફ-પાર્ટનર છે, તમારા બન્નેની જોડી રાધા-કૄષ્ણ જેવી સુંદર લાગે છે.’

‘ડેડી..હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો ? હું થોડો શ્યામ કલરનો છું એટલે મને કૄષ્ણ કહ્યો અને જ્યોતિકાને રુપાળી રાધા! આવો અન્યાય ના ચાલે ?’

‘ અતુલબેટા! કૃષ્ણ શ્યામ હતાં પણ સ્માર્ટ અને મુખડું નમણુંને પ્રભાવશાળી હતા એથીજ રાધાને ગમતા હતાં.’

‘હા ડેડી દીકરાને ખોટું ના લાગે એટલે હવે માખણ મારવા લાગ્યા!’ આવી હસી મજાક ઘરમાં કાયમ ચાલતી. બેજ વ્યકતિ ઘરમાં છે  છતાં ઘરમાં કિલ્લોલભર્યું  વાતાવરણ રહેતું.

         અતુલ-જ્યોતિકાના લગ્ન ધામધુમથી થયાં. ઘરના વાતાવરણમાં જ્યોતિકા આવવાથી જાણે વસંત ઋતુમાં કોયલનો મધુર અવાજ ગુંજતો થયો. જ્યોતિકાને પિયરને ભુલાવી દે એવો સ્નેહ-સત્કાર સાસરે મળ્યો.અલ્પેશ જ્યોતિકાને કહેતો કે

‘બેટી,મેં દીકરી વિશે ઘણું વાંચ્યું છે પણ અનુભવ્યું નથી.આજ તારા આવવાથી  દીકરી કેટલી મૂલ્યવાન અને વહાલનો એક મહાસાગર છે તે હું આજ અનુભવું છે. મારી જાતને હું ધન્ય ગણું છું કે મને આવી ગુણવાન દીકરી મળી.બસ અતુલ અને તું મારા જીવનની અમૂલ્ય ભેટ છે.મારું જીવન સાર્થક ગણું છું કે મને આવા સુંદર સંતાન મળ્યા.’

 ‘ ડેડી! પિતા વાત્સલ્યનો આપની પાસે અઢળક ખજાનો છે, કોઈ પણ દીકરીને આપ બાપ જેવા સસુર મળેતો તો એને પિયર કદી પણ યાદ ના આવે એવો અદભુત પ્રેમ મને મળી રહ્યો છે. આનાથી વિશેષ નસીબદાર દીકરી કોણ હોય શકે ?’

કહેતા કહેતા જ્યોતિકાની પ્રેમાળ આંખો ભીંની થઈ ગઈ! અલ્પેશે સ્નેહથી ભેટી જ્યોતિકાના આંસુ લુછી નાંખ્યા.  ત્યાંજ રૂમમાં અતુલ પ્રવેશતાજ મજાકમાં બોલ્યો. ‘

ડેડી!  that is not fair! I came first in your life and then  Jyotika..Lately you are giving so much love to her. That’s discrimination!( આ બરાબર ના કહેવાય! હું તમારા જીવનમાં પહેલા આવ્યો અને પછી જ્યોતિકા. હમણાં હમણાં તમે જ્યોતિકાને બહુંજ પ્રેમ આપો છો, એ તો પક્ષપાત કહેવાય.’)….

‘તારે જે કહેવું હોય તે કહે પણ હું તો મારી દીકરી જ્યોતિકાનેજ હવે વધારે પ્રેમ આપીશ. અલ્પેશે હસતાં હસતાં જવાબ આપી દીધો..જ્યોતિકાએ અતુલને અંગુઠો બતાવ્યો..’લે લેતો જા..’ અતુલે આવી જ્યોતિકાને માથે ટાપલી મારી.. ‘ડેડી!

‘અતુલ મારી દીકરીને ખોટી રીતે હેરાન ના કર!’  આવો સુખી પરિવાર જોઈ કોઈ હરખાય તો કોઈને  ઈર્ષા પણ આવે!

                                                   અમારા  સુખી પરિવારના સરિતાનો પ્રવાહ વહેતો ચાલ્યો. મારા ડેડી નિવૃત થયાં બાદ મેં અને જ્યોતિકાએ ડેડીને  નિવૃતીની પાર્ટી રૂપે ત્રણે વેકેશનમાં યુરોપની ટુરમાં ગયાં. ડેડી બહુંજ ખુશ હતાં. યુરોપના ૧૫ નાના દેશોની મુલાકાત લીધી અમારી યાત્રા બહુંજ સફળ રહી. ટુરમાંથી પાછા  આવ્યા બાદ ડેડી એ પ્રવાસ વર્ણનની બુક લખવાનું નક્કી કર્યું, મે તેમને બધા ફોટા અને વિડિયો,અને ૧૫ દેશોના નામ સાથે લીસ્ટ આપી દીધું જેથી બુક લખવામાં સરળ પડે. અમો જોબ પર જઈએ એટલે સવારના અડધી કલાક યોગા, ૧૦ મિનિટ ટ્રેડમીલ પર અને પછી ચા-નાસ્તો, ત્યાર બાદ લેપ-ટોપ પર ગુજરાતી ભાષામાં પોતાની બુક લખે. રોજ અમો સાંજે આવીએ એટલે રસોઈ તૈયાર રાખે. મારા ડેડીને રસોઈ કરવાનો જબરો શોખ! ડાઈનીંગ ટેબલ પર ડીશ,ચમચા-ચમચી સાથે  રોજ નવા નવા મેનુ સાથે ડીનર રેડી હોય! હું અને જ્યોતિકા કેટલા નસીબવંતા કહેવાયીએ!  ડેડી!ની તુલના હું કોઈ સાથે ના કરી શકું! મા ગયાં પછી ઈશ્વરે તેમને માના સમગ્ર ગુણોની શક્તિ પ્રદાન કરી દીધી હતી. મને માફ કરજો પણ  એથી જ મને મારી મા કદી પણ યાદી નથી આવી!

                                                                 ‘જ્યોતિકા, ગરાજ ડોર કેમ ખુલ્લું છે?’

મેં કાર ડ્રાઈવેમાં લેતા પુછ્યું.

‘ ડેડી! કદાચ ફ્રન્ટ-યાર્ડની બાજુંની સાઈડમાં રીંગણા અને મરચાના છોડને પાણી પાતા હશે!  

મેં કાર ડ્રાઈવે માં પાર્ક કરી સાઈડમાં જોવા ગયો તો ડેડી નહોતા. હું અને જ્યોતીકા બન્ને ઘરમાં જઈ ..’

ડેડી..ડેડ ક્યાં છો ?’

કઈ જવાબ   મળ્યો નહી! ડાઈનીંગ ટેબલ પર રાબેતા મુજબ ડીનર તૈયાર હતું. ઘર પાસે પોલીસ-કાર અને એમ્બ્યુલન્સ આવી ઉભી રહી. પોલીસના હાથમાં ગન હતી. અમો બન્ને ગભરાઇ ગયાં. પોલીસે કહ્યું..’તમો ઘરના માલીક છો? અમોએ હા પાડી..પોલીસે કહ્યું કે તમારા પડોશીએ  ૯૧૧ પર ફોન કરી  કીધું છે કે..તમારા ઘરમાંથી ગન(બંધુક)માંથી બે-ત્રણ ગોળીના ધડાકા થયા છે અને સાથો સાથ તમારા જ ગરાજ પાસેથી એક લાલ  પીક-અપ(ટ્રક) માં બે અજાણા શખ્સ(માણસો) ભાગી છુટ્યા છે…અમોને કશી વસ્તુંની ખબર નહોતી અમોએ કીધું કે અમો હમણાંજ જોબ પરથી પાછા ફર્યા છીએ.અને મારા ડેડી ઘરે હોય છે.અને એ દેખાતા નથી..’તમો અહીંજ રહો અમો ઘરમાં તપાસ કરીએ છીએ.’   બે પોલીસ ઘરમાં ગન લઈ ચારે બાજું ફરી વળ્યા.ડેડી, ના મળ્યા..પોલીસ ઉપરના માળે ગયા..અમારી ચિંતા વધી ગઈ. જ્યોતીકા રડવા  લાગી, મારું શરીર પાણી પાણી થવા લાગ્યુ. બે  ત્રણ મિનિટ બાદ એક પૉલીસે નીચે આવીને કહ્યુ..

‘ઉપરના બેડરૂમમાં એક ડેડ બૉડી પડ્યું છે..તમો ઉપર આવી ઓળખો.’

એક ધ્રાસ્કા સાથે અમો બન્ને ઉપરના માળે ગયા…ડેડી…લોહી-લુહાણ અવસ્થામાં ખુલ્લી આંખ રાખી…અમારી છેલ્લી રાહ જોઈ રહ્યા અને કહી રહ્ય હોય કે ..’ચાલો બેટા ડીનર તૈયાર છે.” જિંદગીમાં પહેલીવાર લાગ્યું કે મેં આજ મા-બાપ બન્નેને એકી સાથે ગુમાવ્યા છે કોઈ અજાણ્યા પાપીના હાથે.. વગર વાંકે!.

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી..

ફેબ્રુવારી 25, 2013 - Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

  1. વાર્તા સરસ છે. પરંતુ આવો અંત ના ગમ્યો. તમારી અન્ય વાર્તાઓ વાંચી છે. એ પ્રમાણે આ વાર્તા માં કંઈક ખૂટતું જણાય છે.

    ટિપ્પણી by preeti | ફેબ્રુવારી 25, 2013

  2. જીવનમાં બનતી ઘટ્નાનું ખરું ચિત્ર રજૂ કરવું જરૂરી લાગે ત્યારે એનો અંત ઘણી વાર વાચકને ના ગમે તે બને..વાર્તાકાર પાસે..સાચું ચિત્ર રજૂ કરવા વાચકનો ખ્યાલ રાખવો એ પ્રશ્ન ઘણીવાર ઉભો થાય છે..

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ફેબ્રુવારી 26, 2013

  3. ઘણા દિવસો પછી તમારી વેબ સાઇટની મુલાકાત લીધી.
    વાર્તા વસ્તું ગમી. સુખીયારોના જીવનમાં કરુણ અંત કેમ આવે છે એનો ભેદ કોઇથી ઉકેલાશે નહિ.
    તમારી ખુબ સફ્ળતા ઇછ્તો,
    “ચમન”

    ટિપ્પણી by chaman | માર્ચ 1, 2013

  4. Sir, Nice Story but……..unexpected end?? why Sir?

    ટિપ્પણી by csumesh01CS Umesh Vyas | માર્ચ 4, 2013

  5. very touchy ,મા તે મા બીજા બધા વગડાના વા”કહેવત હવે બદલાશે આવા પિતા જોઇને.

    ટિપ્પણી by ઇન્દુ શાહ | માર્ચ 12, 2013

  6. ઘણા દિવસો પછી આપની વેબ સાઇટની મુલાકાત લીધી. ખુબ જ આનંદ થયો ખુબ ખુબ આભાર

    ટિપ્પણી by dolat vala zamrala ૯૩૭૪૮૯૩૨૦૫ | માર્ચ 30, 2013

  7. સરસ વાર્તા વાંચવા મળી. ખુબ આનંદ થયો.

    ટિપ્પણી by Dinesh & Meera Madhu | જાન્યુઆરી 30, 2014


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.