"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ- કૈફી આઝમી

dwaf_poinciana_11.jpg

  થઈ   છે કોઈ   સારી  ભૂલ  મારાથી  ખતા  સાથે,
જરા દઈ   દો મુહોબત પણ મને  થોડી સજા સાથે.

અગર ડુબી જવાની હોય  કિસ્મત મારી,તો સાંભળ,
જરૂર   ડૂબીશ    હું ,    પણ   ડૂબવાનો  નાખૂદા  સાથે.

અમારી જેમ મંઝિલથી   ઘણો પાછળ હતો એ પણ,
અમે  તોય પણ રઝળ્યા સતત એ   ભોમિયા   સાથે.

પૂરવની આ    હવાના  ઉત્સવે  નાચત   તમે   ને  હું,
તમે   પણ  કાશ આવ્યાં   હોત    પૂરવની હવા સાથે.

ગરીબીની ય    રેખાથી   ઉપર  છું હું   મને   લાગ્યું,
ખબર  મારી  પૂછી’તી     કોઈ  એ  એવી અદા સાથે.

કાવ્યાનુવાદ – અશોક ચાવડા

એપ્રિલ 19, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

ઊંડુ જોયું…-ચંન્દ્રકાન્ત શેઠ

 att81.jpg

 ઊંડુ   જોયું, અઢળક   જોયું;
મનમાં  જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં   ચમકી આંખો, એ  આંખોમાં   જ્યોતિ
કોક ગેબનના તળીયાના મહીં ઝલમલ  ઝલમલ મોતી

તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે   જોયું,અઢળક    જોયું.

માટીથી   આ  મન   બંધાયું   ને મનથી  કૈં મમતા;
એ  મમતાની   પાળે   પાળે    હંસ  રૂપાળા રમતા !

જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે   જોયું,અઢળક    જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે   ઘેર્યો   પણ  અછતો   રહે  કે   તણખો ?

પલમાં જોયું, અપલક જોયું;
હ્રદમાં  જોયું, અનહદ જોયું;
ઊંડે   જોયું,અઢળક    જોયું.

એપ્રિલ 19, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | Leave a comment

   

%d bloggers like this: