"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ટહુકી જાય છે.

image0033.gif 

 બંધ  ઘરની   એ  ઉદાસીઓ  બધી પી જાય છે,
એક   કોયલ   આંગણામાં    રોજ ટહુકી જાય છે.

એજ  માણસ   જિંદગી સહેલાઈથી   જીવી  શકે,
જે   મરણ    આગમનની     વાત ભુલી જાય છે.

કોઈ પણ હાલતમાં ખૂશ રહેવાનું મન  શીખી ગયું,
એટલે   મારાં   બધાંયે    દદૅ   હાંફી   જાય  છે.

પહોંચવા  તારા લગી   કંઈ ચાલવું પડતું  નથી,
પગ    તળેથી  માર્ગ આપો આપ સરકી  જાય છે.

આ  અધૂરી, ઝંખનાઓનું  પરાક્રમ  છે ‘કીરણ’!
રોજ  તું  મરવા  પડે  ને  રોજ   જીવી જાય છે.

-કિરણ ચૌહાણ

એપ્રિલ 12, 2007 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: