"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્ત્રી જમાનાને અને જમાનો સ્ત્રીને બદલે છે.

 aswatthama.jpg

ભારત જેવા મહાન દેશમાં ‘સ્ત્રી’ને દેવી, શક્તિ અને અર્ધાગીની જેવા સરસ ઉપનામો આપવામાં આવ્યા છે પણ વાસ્ત્વિકતા કંઈક જુદી જ જોવા મળે છે.બક્ષીબાબુને સ્ત્રીઓ પ્રત્યે માટે ભરપૂર પ્રેમ હતો .તો આવો જોઈ એ બક્ષી બાબુ શું કહે છે?

સ્ત્રી જમાનાને  અને જમાનો સ્ત્રીને બદલે છે.

પહેલી પત્ની અને બીજી પત્નીનો એક બુનિયાદી ફર્ક એ છે કે પહેલી પત્નીને તમે ભગાડીને લઈ આવો છોઅને બીજી તમને ભગાડીને લઈ જાય છે. પહેલી પત્ની તમારી તાબેદાર હોય છે અને બીજી તમારી પહેરેદાર હોય છે.

પુરુષ મોવડી જેવા જરીપુરાણા શબ્દપ્રયોગો કરનારા ગુજરાતીઓએ જેવા એક વાતનો સંતોષ કે અસંતોષ લેવાનો છે કે ગુજરાતીઓમાં છોકરીઓએ રમતગમતના ક્ષેત્રમાં છોકરાઓ કરતાં એક હજાર ગણી સિધ્ધીઓ પ્રાપ્તી કરી છે.

એક તરફ પ્રેમકવિતાઓ છે, બીજી તરફ સ્ત્રીના પસાર થઈ ગયા પછી ફૂટેલી ડહાપણની દાઢો કચકચાવીને પુરુષે પ્રતિભાવો આપ્યા છે.

સ્ત્રીને માટે સૌંદર્ય માત્ર ચહેરામાં નહીં પણ સુરેખ શરીર સૌષ્ઠમાં છે એ ઓલિમ્પિકન રમતો જોવાથી સમજાય છે. આવાં ઉછળતાં સ્ત્રીશરીરો, હરણ જેવી ઝડપ, ચિત્તા જેવી ફલાંગ,બિલ્લી જેવો સ્પ્રીગકૂદકો, માછલી જેવી પ્રવાહિતા..

સ્ત્રીને માટે સ્વીકાર્ય થવું એ પણ સંઘર્ષ છે.

લગભગ દરેક સ્ત્રીમાં એક બચતવૃત્તિ સ્વભાવિક હોય છે, એની પાછળ કદાચ અસલામતીભાવ રહેલો છે.

સ્ત્રી ઉપભોગ્યા તરીકે પૃથ્વીના દરેક સંસ્કૃત સમાજમાં કયારેક  રહી છે.

સ્ત્રીની  પ્રગતિ સૂક્ષ્મ  હોય છે.

સ્ત્રીના શરીર રસાયણશાસ્ત્ર જ એ પ્રકારનું છે કે એણે ગોપનીય રાખતાં  શીખી લેવું પડે છ. અને રજ્સ્ત્રાવથી મેનોપોઝ સુધી દરેક તબક્કે પ્રકૃતિ સાથે સમાધાન કરતાં રહેવું પડે છે.

સ્ત્રીની  કટિને કમનિય  અને લચીલી  કહેનારા કવિઓને સ્ત્રીના  રાતભર  બળી  ગયેલા  શરીરની ચિત્તામાંથી  ગરમ અસ્થિલેવા  મોકલવા જોઈએ, કટિ કે કમરનાં  એ હાડકા લેવા<, જેમને અગ્નિ પણ બાળી શકતો નથી.

સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ… જેવી કહેવત શોધનાર  માણાસના  આખા  શરીરમાં કદાચ બુધ્ધિનો કોઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય.

સ્ત્રીની સુખની શું વ્યાખ્યા છે, એ સ્ત્રીને સ્વય્ં ખબર હોતી નથી, અને મહાન માનસશાસ્ત્રી સિગમંડા ફ્રોયડે અભ્યાસ કર્યા પછી લખ્યું કે સ્ત્રીને જીવનમાં શું જોઈ એ છે એ હું સમજ્યા નથી!

સ્ત્રીને નવો અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છેઃ રાઈટ ટુ(માય) બૉડી! મારા શરીર પર મારો અધિકાર ! અને આ અધિકારબોધનો અગ્નિ સમાજનાં બધાજ  પારંપારિક રૂઢિચુસ્ત સમીકરણોને બુઝાવી  દેશે.

માતૃત્વ  જગતનો સૌથી  સંપૂર્ણ  શબ્દ છે.

ક્રમશ…

જાન્યુઆરી 21, 2008 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

 1. સ્ત્રીની મહત્વતા અને ગુણો પ્રત્યે આદરભાવ એક પુરુષ પાસેથી
  જાણી ખૂબ આનંદ થયો. અને જે સ્ત્રીત્વનું ગૌરવ હતું તે બેવડાયું.

  માત્ર એક મુદ્દો ઉમેરીશ.

  સ્ત્રીની બચત કરવાની ભાવના તેની અસલામતી કરતાં અણીને
  વખતે ઉપયોગીતાનિ ભાવના વધારે છે.

  ટિપ્પણી by pravinash1 | જાન્યુઆરી 21, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: