"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચાહવું એટલે..

showletter-1.jpg 

 તને ચાહવું છું એટલે હું          
ઓગળતો રહ્યો છું સતત
 બરફની જેમ ,

પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
 કદાચ

તને ચાહવું એટલે..
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે..!

તને ચાહવું એટલે…
વ્રુક્ષ થઈને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
  કે પછી-

તને ચાહવું એટલે
  ભર વંસતે
પાનખરનો અભિશાપ હશે…!
-તને હુ પૂછી શકું..
કે તને ચાહવું એટલે ?

-દુર્ગેશ ઉપાધ્યાય

એપ્રિલ 8, 2007 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: