"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મ્રૂત્યુઃ મધરાતે

image0051.gif

એક ડોશી
રાતે અઢીક વાગ્યે
હાથમાં ઝાંખું ફાનસ લઈ
ફળીમાંથી થાય છે પસાર.
 

એનાં જીથરવીંથર(ઊડતા) વાળ સમારવા
એ જે ઘર સામે
મૂકે ફાનસ
સવારે
તે ઘરમાં ઓછું થાય એક “માણસ”.

સાંભળ્યું છે:
એને ઝાંપો ઠેકતી જોતાં
ગામ આખાનાં કૂતરા રડી ઊઠે છે…

હું જાગી ગયો છું…

મારા પલંગ તળેથી ઊભરાતો
અંધકાર
કદાચ એક ઝાંખા ઝાંખા ફાનસમાં
પલટાઈ રહ્યો છે..

હું ચાદર ખેંચું છું
ફળીનો વાંસો પોલો જણાય…
સુસવાતો લાગે…

પાંપણના એક વાળ પર ધ્રૂજતો ઊભો છું
ઘૂઘવે છે ફેનિલ દરિયો
પાંપણો પાછળ
તરે છે દૂ…ર
એક ઝાંખૂ ઝાંખૂ ફાનસ

                    –    અજિત ઠકોર

એપ્રિલ 3, 2007 Posted by | કાવ્ય, મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: