"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હસો અને હસાવો..

Male%20and%20female%20fly[1]

 

Courtesy: Mahendra shah

જૂન 20, 2009 Posted by | હસો અને હસાવો!! | 1 ટીકા

અમેરિકન-ગુજરાતણ..પતિને..

Img_5265

(અમેરિકન-ગુજરાતણને પરણતા પહેલાનીચેની શરત માનવા તૈયાર રહેજો)
ડીશ,લૉન્ડ્રી ને ગારબેજ કરવાના તારે,
રોજ ઉઠી, ચા-નાસ્તો     કરવાના  તારે.

છોકરાને     ડે-કેરમાં મુકવાના       તારે,
ડાયપર      કાયમ   બદલાવાના   તારે.

ઘેર આવી રસોઈ, બનાવવાની   તારે,
બેડ-બનાવી,ચાદર પાથરવાની   તારે.

પે-ચેક, કાયમ મને આપવાનો   તારે,
ગ્રોસરી-ગામમાંથી    લાવવાની   તારે.

યાર્ડનું  કામ  કાયમ  કરવાનું       તારે,
વીકલી-વેક્યુમ  બસ કરવાનું      તારે.

‘લેડીઝ પહેલી’નિયમ પાળવાનો  તારે.
‘હું છું ઘરની બોસ’ એ માનવાનું  તારે.

મે 23, 2009 Posted by | સ્વરચિત રચના, હસો અને હસાવો!! | 3 ટિપ્પણીઓ

હાસ્યેન સમાપયેત…

nursepix350.jpg 

 એક ઈશ્કમિજાજ યુવાન રસ્તા ઉપર ગમે તેમ ચાલતો હતો.એક યુવાન છોકરી કહ્યું.” રસ્તા પર કેમ તોફાન કરે છે ? રસ્તો તારા બાપનો છે?”

“ના જી મારા બાપનો નથી. પરંતુ તમારા પિતાજીનો હોય તો દહેજમાં હું લેવા  તૈયાર છું”
***********************************

પોલીસઃ” સાઈકલ ઉપર બે જણા કેમ બે બેઠા છો? તમારા પર કેસ થશે.”
વ્યક્તિઃ”કઈ નહીં થાય!! અમારી સાથે ભગવાન છે.”
પોલીસ” ” તો ,તો ત્રણજણને બેસાડવાનો કેસ થશે.”
*************************************

કવિઃ ” તંત્રીજી, જુઓ આ મારા કાવ્યો, સમાજન સળગાવી મુકે એવા કાવ્યો છે.”
તંત્રીજીઃ તો એમજ કરો કવિરાજ કે આ કાવ્યોનેજ સળગાવી દો!!
*************************************
રસ્તા પર બેઠેલા ભિખારીએ ફૂટપાથ ઉપર ચાલતા શેઠને પૂછ્યું” શેઠ દસ રુપિયાના છૂટ્ટા આપશો?”

શેઠે ખિસ્સામાં હાથ નાંખ્યો ને  ભિખારીને કહ્યું..”મારી પાસે માત્ર નવ રુપિયાજ છે”
ભિખારી બોલ્યો” શેઠ, લ્યો આ દશ અને નવના રુપિયા આપી દો, એક રુપિયો નહી આપો તો ચાલસે , તમે રાખજો..મારા વતી!!
 

ફેબ્રુવારી 24, 2008 Posted by | હસો અને હસાવો!! | Leave a comment

હસો ને હસાવો..વિકેન્ડ છે ને!!

showletter-3.jpg 

ટિકીટ બારી પર મોટી લાઈન હોય તો આ યુક્તિ કેવી કામ લાગે!!

************************************************************

 પતિ-દેવની ચિંતા!!

અમેશ ને ઓફીસથી ઘેર આવતાં થોડું મોડું  થઈ ગયું.. ઘેર આવતાની સાથેજ એમની પત્ની બોલી, “હું તમારી કેટલી ચિંતા કરતી હતી, ડિયર !! અમેશે કહ્યું કે આજે થોડું કામ આવી ગયું. પત્ની બોલી, મને તો  તમારી ચિંતા બહુંજ થાય, ડિયર !  અમેશે કહ્યું  કે મારા થી ફોન કરવાનો રહી ગયો, ડાર્લીંગ!! સોરી!..પણ હું તો અડધી, અડધી થઈ ગઈ.. “હા કોક વાર મોડું   થઈ જાય, એમાં આટલી બધી ચિંતા તારે નહીં કરવાની!!ડાર્લિગ!”! પત્ની બોલી કે શું ચિંતા નહીં કરવાનું કહો છો !! થોડીવાર પહેલાંજ મેં  ટીવી માં સમાચાર સાંભળ્યાં કે..” એક ગાંડો માણસ બસ નીચે કચડાઈ ગયો!! ત્યારથી તો તમારી  ચિંતાજ ખાઈ જાતી હતી!…હે! તે શું કિધું??????
*******************************************************
એક  ટ્રેઈનને આક્સ્મા થતાં  તેના ચાર ડબ્બા  ઉથલી પડ્યાં. એમાં ૧૦ જેટલાં વ્યક્તિ મરણ પામ્યાં.  એમાંથી બચી ગયેલ એક ભાઈ ઘેર આવી પત્નીને કહ્યું..” ડાર્લિગ!! તારા અમર અને
સાચા પ્રેમને કારણે હું બચી ગયો !! નસીબ જોગે હું  જે ડબ્બા ઉથલી પડ્યાં તેના પછીના ડબ્બામાં બેઠેલ હતો!! બીજે દિવસે સવારે પત્ની છાંપુ  લઈ ને આવી ને કહ્યું આ વાંચો !!લખ્યું છે કે…”ગઈ કાલના ટ્રેઈન  અકસ્માતમાં માર્યા ગયેલા માણસોની પત્ની ને પાંચ લાખ આપવામાં આવશે”
તમે પણ..!! લો !મને  શું મળ્યું ?? આ બધા બૈરા નસીબદાર ! પાંચ, પાંચ લાખ તો મળ્યા!
*****************************************************************
 

માર્ચ 31, 2007 Posted by | હસો અને હસાવો!! | 3 ટિપ્પણીઓ

હસો ને હસાવો..વિકેન્ડ છે ને!!

showletter.gif 

(રખે આવું  રમણિય યુધ્ધ રસોડામાં સર્જાય !!)

*****************************************

   શ્રી મોરારી-બાપુની કથામાં સાંભળેલી હળવી રમૂજ….વેપારી વાણિયા બુધ્ધી !!

***************************************************************

વેપારી મફતલાલ એ વાણિયા હતાઅને વિજયસિંહ  એ દરબાર, બન્ને ખાસ મિત્રો. એક થાળીમાં જમનારા, સાથે ફરનારા જીગરજાન  દોસ્ત હતા.. એક વાર બન્ને ને બીજા ગામમાં જવાનું થયું, બન્ને સાથે ભાથું લઈ ને નિકળ્યાં.. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો.. જંગલમાં જતા હતા ત્યાં મફતલાલે દૂરથી સિંહ આવતો જોયો..વિચારવા લાગ્યો કે બે માંથી એક જણને તો જરૂર ખાઈ જશે. વાણિયાભાઈની બુધ્ધી, એટલે દાદ  દેવાની!! બુધ્ધીશાળી મફતલાલે  વિજયસિંહને કીધું.. આ શું મોટી મુંછ  લઈને  ફરો છો!!કોઈ  કિંમત નથી!! દરબારની મૂંછનું કોઈ અપમાન કરે તો તેમનાથી સહન ન થાય..” મફતલાલ તું મિત્ર થઈને આવી વાત ન કર્ વર્ષોથી આપણે જીગર-જાન દોસ્ત છીએ!! મફતલાલ કશું સાંભળ્યા વગર આગળ બોલ્યા.. “રહેવા દે , રહેવા દે..મૂંછનો બહું ફાંકો છે તો…” દરબારને કોઈ તું-કારે બોલાવે તો કદી સહન ન થાય્.. “મારો
બેટો વાણિયો થઈ મને તું-કારે બોલાવે છે?? એમ કહી દરબાર વિજયસિંહ , મફતલાલ ને એક ઝાપટે પાડી , જમીન દોસ્ત કરી દીધા.. ને એમની ઉપર ચડી બેઠા!! ત્યાં સિંહ આવ્યો અને વાણિયા પર ચડી બેઠેલા વિજયસિંહ ને ઉપાડી સિંહ  ચાલતો થયો!!! મફતલાલ કપડા ખંખેરી ઉભા થઈ ગયાં..”હાસ! બચી તો ગયાં!!!!!”
******************************
        બીજી એક દરબારનીજ રમૂજ છે!! એક વાર દરબાર સવારના પહોંરમાં ખાટલા પર બેઠા, બેઠાં દાંતણ કરી રહ્યાં હતાં !! ત્યાં એક ભંગી શેરી વાંળતા, વાંળતા એમના ફળીયામાં આવ્યો!  ભંગી સોપારી નો કટકો..ચાવતો હતો.. દરબારની નજર એ ચાવતા સોપારીના કટાકા પર પડી!! દરબાર થઈને મંગાય તો નહીં!! ને પોતાના પણ ઘરમાં ઊંદરડાં ખાવા માટે આંટ-ફેરા મારતા હોય !!દરબાર એકદમ તાડુકી ઊઠ્યા!! ” સાલા દરબારની હાજરીમાં સોપારી ખાય છે?? એક ઉધા હાથની જડી દઈશ તો તારી બત્રીશી બહાર આવી જશે !! થુંકી નાંખ!!બિચારો ભંગી ..લાચાર થઈ સોપરીનો કટકો થુંકી નાંખ્યો !!..દરબાર  બોલ્યાં” મારી નજરથી  દૂર થઈ જા!! મારે તારું મોઢું પણ નથી જોવું!! ભંગી , સોપારી થુંકી ભાગી ગયો !! દરબાર ખાટલામાંથી ઉભા થઈ..આજુ-બાજુ જોઈ!! સોપારીનો કટકો જમીન પર થી ઉઠાવી..પેરણથી લુછી.. પોતાના મોઢામાં સરકાવી દીધો !!!!

માર્ચ 24, 2007 Posted by | હસો અને હસાવો!! | 2 ટિપ્પણીઓ

હસો અને હસાવો!!

showletter-8.jpg 

પશાકાકા અવાર-નવાર શહેરમાં આવતાં જતાં પણ એમની પત્ની કંકુકાકી ને તો ભાગ્યેજ શહેરમાં જવા મળતું ! પશાકાકા , કંકુકાકીને લઈ એક વખત અમદાવાદ  શહેરમાં આવ્યા! બધે  ફરતાં, ફરતાં સાંજે પિકચર જોવાનું નક્કી કર્યું ! થિયેટરમાં પુરૂષોની ટીકીટ લેવામાં મોટી લાઈન હતી તેથી પશાકાકએ કંકુકાકીને કહ્યું કે  ” બૈરાની લાઈન ઓછી છે તો લે આ પૈસાને બે  ટિકીટ લઈ લે જે. કંકુકાકી તો લાઈન ઊભા રહી ગયાં.. એમનો વારો આવ્યો..એક મીનીટ થઈ.. બે મીનીટ થઈ .. પશાકાકા દૂર ઊભા હતા ને વિચારવા લાગ્યાં કે તેણીનો વારો આવ્યો છતાં ટીકીટ કેમ નથી લેતી ??..ત્યાં તો પેલા ત્યાંના લાલા એ કાકી નું કાડું પકડી લાઈન માંથી દૂર કર્યા!! કંકુકાકી તો હાંભળા,ફાંફળા ને ધુંધવાતા

પશાકાકા પાસે આવ્યાં! અલી ! કેમ તારો વારો આવ્યો તોય ટીકીટ કેમ ન લીધી? ” કંકુકાકી બોલ્યાં.. “બળ્યું તમારું અમદાવાદ, મેં પેલા ને કહ્યું કે મારે એક નહીં બે ટીકીટ લેવી છે તો તું  પાવલી ઓછી કર !એ બેરો સાંભળે તો ને !.. મેં એને એમ પણ કહ્યું કે અમારા ગામનો શાકભાજી વાળો એક કિલો ને બદ્લે બે કિલો મુળા લઈ એ તો પચાસ પૈસા ઓછા કરી દે, તું પાવલી ઓછી ન કરે ? મારો રોયો સાવ નકામો !!બૈરાને ધક્કા મારી બાર કાઢી !કોઈ લાજ શરમ વગરનું આ શહેર!! કાકી આગળ બોલે તે પહેલાંજ બાવડું જાલી થિયેટરની બહાર લઈ ગયાં… “આ શું શાક ભાજીની દુકાન છે ??????”

માર્ચ 22, 2007 Posted by | હસો અને હસાવો!! | 5 ટિપ્પણીઓ

હસો અને હસાવો !!

એક કાઠીયાવાડી, એક મુંબઈવાસી, અને એક અમદાવાદી  ત્રણે મિત્રો  મંદીરમાં દશૅન કરવા ગયા..કાઠીયાવાડી એ ભગવાનને કહ્યું ” હે  ભગવાન આ બધી મિલકત તારી  દીધેલ છે અને તનેજ  થોડું અપૅણ કરું છું” એમ કહીં ભગવાનના ચરણમાં અગિયાર રૂપિયા મૂક્યાં..મુંબઈવાસી એ મનમાં વિચાર્યું કે  આ મિત્રએ અગિયાર મૂક્યાં તો હું સવાઆગિયાર  મૂકું” અને બોલ્યો..તારું દિધેલ તને અપૅણ..તારા ચરણમાં આવે એ તારા અને બાકી મારા ” એ કહીં ભગવાન તરફ પૈસા
ફેક્યાં.. માત્ર એક પાવલી જ ભગવાનની મૂર્તી પાસે ગઈ અને અગિયાર રૂપિયા નીચે પડ્યાં તે મુંબઈવાસી એ ઉઠાવી લીધા. અમદાવાદી ને  તો બન્ને મિત્ર કરતા ભગવાન ને વધારે અપૅણ કરવું છે!!..તેણે ભગવાનને કહ્યું” હે ભગવાન ! તારું દીધેલ તને અપૅણ ને તારો વાસ તો ઉપર સ્વગૅમાં છે તું અહી કયાં વસે છે!! તેમ કહીં તેણે એકવીસ રૂપિયાનું પરચુરણ કાઢી ઉપર આકાશ તરફ ફેક્યાં ને કહ્યું” જે પૈસા ઉપર જાય તે તારા..બાકી બધા મારા!!!

માર્ચ 17, 2007 Posted by | હસો અને હસાવો!! | 2 ટિપ્પણીઓ

હસો અને હસાવો !!

 

બે વાત થાય !!


           એક કાકા ટ્રેઈનમાં બેઠા, સાથો સાથ એજ  ડબ્બામાં બે યુવાન  લડાઈને મોરચે જઈ રહ્યા હતાં. કાકા નો સમય પસાર કરવા માંગતા હતા. કાકા એ વાત શરૂ કરી..હું જ્યારે યુવાન હતો ત્યારે દેશ માટે મે પણ લશ્કરમાં જોડાવાનો વિચાર કરેલ પણ જો લશ્કરમાં જોડાવ તો બે વાત થાય..કાંતો આગલી હરોળમાં  લડવું પડે અથવા પાછલી.. પાછલી હરોળમાં લડવામાં કોઈ વાંધો નહિં..આગલી હરોળમાં લડવું પડે તો બે વાત થાય..દુશ્મનની ગોળી વાગે પણ ખરી અને ન પણ વાગે.. ન વાગે તો કોઈ વાંધો નહિં..વાગે તો બે વાત થાય. આપણે મરીએ પણ ખરા અને ન પણ મરીએ.. ન મરીએ તો કોએ વાંધો નહિં..મરીએ તો બે વાત થાય..આપણને દુશ્મનના માણસો લઈ જાય અથવા આપણા માણસો લઈ જાય.. આપણા માણસો લઈ જાય તો કોઈ વાંધો નહિં પણ દુશ્મનના માણસો લઈ જાય તો બે વાત થાય.. એ આપણને દફનાવે અથવા બાળે.. બાળે તો  કોઈ વાંધો નહિં, પણ દફનાવે તો બે વાત થાય આપણી કબર બનાવે પણ ખરા અને ન પણ બનાવે.. ન બનાવે તો કોઈ વાંધો નહિં..કબર બનાવે તો બે વાત થાઈ,કબર પર ઘાસ ઉગે પણ ખરૂ અને ન પણ ઉગે..ન ઉગે તો કોઈ વાંધો નહિં.. પણ ઘાસ ઉગેતો બે વાત થાય..ગાય આવી એ ઘાસ ખાઈ પણ ખરી અને ન પણ ખાઈ.. ખાઈ તો કોઈ વાંધો નહિં.. ન ખાઈ તો બે વાત થાઈ..પેપર  કંપની વાળા આવી એ ઘાસ લઈ જાય અને ન પણ લઈ જાય.. ન લઈ જાય તો કોઈ વાંધો નહિં..પણ ઘાસ લઈ જાય તો બે વાત થાય. એ ઘાસમાંથી ..કિચનમાં વાપરવા માટે પેપસૅ બનાવે અથવા બાથરૂમમાં વાપરવા પેપર-ટીસ્યું બનાવે…કિચનનાં પેપર રોલ બનાવે તો કોઈ વાંધો નહિં પણ બાથરૂમના ટીસ્યું રોલ બનાવે તો..
“કાકા તમારૂ  સ્ટેશન આવી  ગયું..આવજો. “બે વાતમાં” અમારે બે એસ્પ્રીન લેવી પડી એનું શું ? તમારે લેવી પડી પણ મારો તો સમય મસ્ત રીતે પસાર થઈ ગયો.. થેન્ક્યું..

માર્ચ 16, 2007 Posted by | હસો અને હસાવો!! | 2 ટિપ્પણીઓ

હસો અને હસાવો !!

એક કઠીયારો જંગલમાંથી લાકડા કાપી કુવા પાસે થોડીવાર આરામ કરવા બેઠો, તે વખતે તેની કુહાડી કુંવામાં પડી ગઈ. કુહાડીજ એમની આવકનું સાધન હતી, તરતા આવડતું નહોતું. રડવા લાગ્યો ” હવે હું કુહાડી વગર શું કરીશ?  ચોધાર આસુંથી રડતો હતો એ સમય દરમ્યાન ભગવાન પ્રૂથ્વી પર ફરવા નીકળ્યાં તેનું રુંદન સાંભળી કઠીયારેને પુછ્યું ” ભગત કેમ રડેછે ?.” “પ્રભૂ! મારી કમાણીનું એકનું એક સાધન મારી કુહાડી કુવામાં પડી ગઈ હવે મારું ગુજરાન કેવી રીતે કરી શકીશ? ભગવવાને કુવામાં હાથ નાંખી સોનાની કુહાડ બહાર કાઢી તો કઠીયારો બોલ્યો.” આ કુહાડી મારી નથી ” ભગવાને બીજી વખત હાથ નાંખી હીરા-મોતી જડીત
કુહાડી કાઢી.કઠીયારો બોલ્યો’ આ પણ મારી કુહાડી નથી ” ભગવાન ને એની પ્રમાણિકતા પર માન ઉપજ્યું.ને ત્રીજી વખત એની મુળ કુહાડી કાઢી . પ્રભુ! આ મારી સાચી કુહાડી છે” ભગવાન એની પર ખુશ થયાં. ” આ તારી કુહાડી અને સોનાની અને હીરા-મોતી જડીત કુહાડી કુહાડી તને ભેટ માં આપુંછું. કઠીયારો તો ખુશ થઈ ગયો. માલમ-માલ થઈ ગયો.

                 એજ કઠીયારો એક સાંજે પોતાની પત્ની સાથે ફરવા નીકળ્યો ને ફરતા ફરતા થાકી ગયાં . કુવા પાસે આરામ કરાવા બેઠા. તેની પત્ની વાતો વાતમાં કુવામાં પડી ગઈ.
કઠીયારો દુખી થઈ રડવા લાગ્યો.આસ-પાસ કોઈ  મદદ માટે  કોઈ નહોતું.તે સમયે ભગવાન ફરી ભ્રમણ માટે નિકળેલ.” ભગત પાછું  વળી શું થયું? “પ્રભુ ,મારી પત્ની આ કુવામાં પડી ગઈ છે, તેણી વગર બાકીની જિંદગી કેવી રીતે વિતાવીશ ? ભગવાન ને દયા આવી , પોતાનો હાથ કુવામાં નાંખી “માધુરી” કાઢી ..” હે પ્રભુ ! આજ મારી પત્ની છે, કઠીયારો તુરંત બોલ્યો. ભગાવાન ને તો નવાઈ લાગી..આ ભગતની સ્ત્રી પત્યેની  આટલી બધી માયા ? અને તે પણ અન્ય સ્ત્રી પર!! ભગવાને કઠીયારાને પુછ્યું” ભગત આ તો તારી પત્ની નથી..અન્ય સ્ત્રી પર આટલો મોહ શા માટે?..થોડી વાર પછી કઠીયારો બોલ્યો..” હે પ્રભુ! પહેલા આપે “માધુરી” કાઢી પછી આપ ” જુહી” કાઢશો ને છેલ્લે મારી પત્ની ..પછી કહેશો કે ” આ તારી પત્ની અને
“માધુરી” અને “જુહી” તને ભેટમાં.. તો હું ત્રણ , ત્રણ પત્નીઓનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું?

માર્ચ 15, 2007 Posted by | હસો અને હસાવો!! | 5 ટિપ્પણીઓ