"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમે..’ખોબો ભરી અમે એટલું હસ્યાં’

showletter2.gif 

ખોબો   ભરી  અમે   એટલું    હસ્યાં
કે  કુવો  ભરીને   અમે  રોઈ  પડયાં.

  ખટમીઠાં  સપનાંઓ   ભૂરાં ભૂરાં
   કુંવારા  સોળ   વરસ તૂરાં  તૂરાં

અમે ધૂમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે   હોડી-ખડક  થઈ  અમને   નડ્યાં.

  ક્યાં છે વીંટી અને ક્યા છે રૂમાલ ?
  ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ!

કૂવો ભરીને અમે એટલું  રડ્યાં
કે ખોબો ભરી અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષીઃ (૦૯-૧૦-૧૯૩૨-૨૧-૦૯-૧૯૭૮) મુંબઈમાં જન્મેલા આ કવિ જીવવાની ઉંમરે અવસાન પામ્યા. પ્રયણનો વિષાદ એમની કવિતાનું કેન્દ્ર છે. ‘આકાશ’, ‘વમળનાં વન અને ‘મોન્ટા કોલેજ’ એમના કાવ્યસંગ્રહો. ‘ધારો કે એક સાંજ આપણે મળ્યા’ એમની  સમગ્ર કવિતાનો સંગ્રહ. ઊત્તમ અનુવાદક હતા. ‘વમળનાં વન’ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો મરણોત્તર પુરસ્કાર મળેલો.

એપ્રિલ 28, 2007 Posted by | મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: