એક ગઝલ-મધુસૂદન પટેલ
છે બહુ ઓછો સમય તો દુશ્મનોને માફ કર,
દિલને ગમતા હોય એવા માણસોને વાત કર.
બાગ, ટહુકા,બાંકડા, ઠંડી હવા ને સાંજ છે,
ચોતરફ આમંત્રણો છે, તું નજર તો બા’ર કર.
હું કરું છું એથી વધારે કે નવું છો ના કરે,
હું કરું છું પ્રેમ આમ જ,ચાલ તુંયે આમ કર.
આમ તો પથ્થર બધા જખ્મો ધરે પણ જો જરા,
પ્રેમનો કિસ્સો છે આરસપા’ણનો તું વાર કર.
ભાઈ તું ગ્રાહક ખરો પણ આ ‘મધુ’ની વાત છે,
ચાખવાની છોડ, સીધી ઝૂમવાની વાત કર.
હવે…
હા,
હું જ હતો એ.
રસ્તા પરનો પથ્થર.
I am sorry, તને ઠેસ વાગી.
મને સાચે ખબર નહોતી દોસ્ત
કે તું ‘પ્રભુ ‘છે.
હવે, હું ધ્યાન રાખીશ.
-સુભાષ શાહ