"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગુજરાતી કવિઓને ધાકધમકી

thumbnailca4ytrmi.jpg 

શબ્દને વાળો કે ચોળો કે બે પગની વચ્ચે રગદોળો
પણ ખબરદાર! હાથ જો લગાડ્યો છે આંખ કે અવાજ કે આકાશને તો-

શબ્દોને પથ્થરની જેમ ભલે ભાંગો કે પાંચીકા જેમ છો ઉછાળો 
પણ ખબરદાર!ઊંચી કરીને આંખ જોયું છે સાંજ કે સમુદ્ર કે સુવાસને તો-

શબ્દને ખાતે ઉધાર કીધી કેટલી અનુભૂતિ, કેટલી અભિવ્યક્તિ, કેટલા વિચારો!
રોકડામાં સિલ્લક છે જાત અને ‘કવિરાજ’શબ્દ એક એકલો અટૂલો બિચારો!
શબ્દોને દાઢીની જેમ છો ઉગાડો કે બુકાની બાંધવાને મોં પર વીંટાળો
પણ ખબરદાર! બત્રીસી તોડી નાખીશ જો વતાવ્યા છે બિંબપ્રતિબિંબને કે આસપાસને તો-

શબ્દોને ઠોકી ઠોકી કીધા  ગાભણા ને એમાંથી કાઢ્યા કૈં કોટિ કરોડ નવા શબ્દોનાં ઈંડાંઓ
શબ્દોને ચાવી ચૂંથીને, ધાવીને, જધ્ધીને જધ્ધીના કવિઓએ ઠોક્યા છે ગુજરાતી શબ્દોના ભીંડાઓ,
દોસ્તો!આ  શબ્દોને તોડો કે ફોડો કે આંગળી કરીને ઢંઢોળો
પણ ખબરદાર! છેટા રહેજો બધાંય મૌનથી મકાનથી ને બુડથલમાં પડશે જો  અડકશો ઉજાસને તો-

    –ચંદ્ર્કાન્ત શાહ
                                                                                                                                           
                                                                                              

એપ્રિલ 5, 2007 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: