એક ગઝલ- પારુલ મહેતા
શૂળીનો ઘા એ સોય વડે ટાળે છે, આ માણસ ખતરનાક લાગે છે;
આંખોમાં રેશમી ઈરાદા પાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
પોતાના શહેરમાં , પોતાના લોકો સાથે , અજાણ્યો થઈને,
ગલી-નાકે કલ્લાકો એ ગાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
ધીરે ધીરે, છાને છાને , રાત આખી હાંફતી ફૂટપાથો પર,
સીઝતા શ્વાસોને જરી પંપાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
તાકીને તમારી જ તરફ રાખીને બંદૂક તમારા ખભા ઉપર,
કેટલી લાશોને આમ ઢાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
શણગારે છે પ્રથમ તો માણસને રિવાજોથી , સમાજોથી,
ત્યાર પછી આખો આખોજ એને બાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
-પારુલ મહેતા(૦૬-૦૯-૧૯૫૯) જન્મ સ્થળ અમદાવાદ. હાલ બરોડા
Banddok ni jagya e Kalam lai fare chhe–
Aa Kavi Khatarnak chhe !!
ગલી-નાકે કલ્લાકો એ ગાળે છે ને પાનના ગલ્લે સીટિઓ મારે છે, આ માણસ ખતરનાક લાગે છે. મઝા આવી ગઇ.
બહેન કહીને બોલાવે છે અને મારે છે સીટીઓ
આંખ મારી ઈશારા કરે આ માણસ ખતરનક લાગે છે
સુંદર ગઝલ…
સરસ
Thank you very much V.BARAD “Three things you cannot recover in life: The moment after it’s missed, the word after it’s said, and the time after it’s wasted.” “Never argue with fools, First they bring us to their level & then they beat us with their experience.”
http://www.vishwadeep.wordpress.com