"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પામું છું-હેમન્ત દેસાઈ

august07randompics010.jpg 

સરસ  બાજી  મળી  હોવા છતાં હું હાર   પામું  છું!
અને  હાર્યા  પછીથી  એ રમતનો સાર   પામું  છું!

ખરેખર     માધુરી  સ્પર્શી  ગઈ   છે    કૈ  પરાજયની,
વિજય કરતાં વળી એમાં  અધિક  ઉપહાર પામું  છું!

અહીં  આ      સૂર્યની   નીચે  નવું  કૈ  યે  નથી  બનતું,
છતાં  એ સૂર્યની જ્યમ નિત-નવો અવતાર પામુછું!

જગતના   ચાકડા  પર  ઘૂમીઘૂમી  કો’  નિગુઢ હાથે
ઘડાતો  જાઉં  છું  ત્યમ    હું    નવો  આકાર પામું છું.

રહ્યો  માનવ,અધિક છે પ્યારી માનવતા મને એવી,
દઉં  છું    ચાંદની  જગને , ભલે     અંગાર    પામું છું.

ગમે   તે માની   લે  દુનિયા, નથી આ પ્રેમ હું કરતો,
કોઈને   મારું   કહેવાનો     ફકત  અધિકાર     પામું છું.

તમારું   રૂપ   તો  બ્હાનું  બન્યું  છે   ફકત મ્હોબતનું,
ખરું   સદભાગ્ય  છે  કે   દિલ  હું ખુશ્બોદાર પામું  છું!

-હેમન્ત દેસાઈ

Advertisements

ઓગસ્ટ 21, 2007 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું!
  અને હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું!

  અહીં આ સૂર્યની નીચે નવું કૈ યે નથી બનતું,
  છતાં એ સૂર્યની જ્યમ નિત-નવો અવતાર પામુ છું!

  -સુંદર રચના…

  ટિપ્પણી by વિવેક | ઓગસ્ટ 21, 2007

 2. આ સરસ ગઝલના બે શેર ખૂબ ગમ્યાં.

  સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું!
  અને હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું!

  જગતના ચાકડા પર ઘૂમીઘૂમી કો’ નિગુઢ હાથે
  ઘડાતો જાઉં છું ત્યમ હું નવો આકાર પામું છું.

  ટિપ્પણી by પંચમ શુક્લ | ઓગસ્ટ 22, 2007

 3. ગમે તે માની લે દુનીયા, નથી આ પ્રેમ હું કરતો….સરસ ગઝલ છે…મને બહુ ગમી…

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 22, 2007

 4. […] દિલ હું ખુશ્બોદાર પામું છું! સૌજન્ય: ફૂલવાડી This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ, મધુવન […]

  પિંગબેક by પામું છું – હેમન્ત દેસાઈ | "મધુવન" | જૂન 11, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s