અમે..’ખોબો ભરી અમે એટલું હસ્યાં’
ખોબો ભરી અમે એટલું હસ્યાં
કે કુવો ભરીને અમે રોઈ પડયાં.
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધૂમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને ક્યા છે રૂમાલ ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ!
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરી અમે મોહી પડ્યાં.
-જગદીશ જોષીઃ (૦૯-૧૦-૧૯૩૨-૨૧-૦૯-૧૯૭૮) મુંબઈમાં જન્મેલા આ કવિ જીવવાની ઉંમરે અવસાન પામ્યા. પ્રયણનો વિષાદ એમની કવિતાનું કેન્દ્ર છે. ‘આકાશ’, ‘વમળનાં વન અને ‘મોન્ટા કોલેજ’ એમના કાવ્યસંગ્રહો. ‘ધારો કે એક સાંજ આપણે મળ્યા’ એમની સમગ્ર કવિતાનો સંગ્રહ. ઊત્તમ અનુવાદક હતા. ‘વમળનાં વન’ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો મરણોત્તર પુરસ્કાર મળેલો.
[…] Published here. […]
પિંગબેક by ખોબો ભરી અમે એટલું હસ્યાં « Yoga Karma | એપ્રિલ 29, 2007
યાદગાર ગીત-રચના…. આભાર
saras git chhe..!
ખોબો ભરી અમે એટલુ હસ્યા કે કુવો ભરીને અમે રોઇ પડયા..આ ખરેખર હકીકત છે…મને ખુબ જ ગમી..આ ગીત પણ સરસ રીતે ગવાયેલ છે.
મનમૂકીને અમે એવું મળ્યા કે
વહાલમા વરસીને અમે વહી ગયા