લાગી શરત-‘નાઝિર ‘
આ નથી સાચું જગત લાગી શરત!
બાજીગરની છે રમત ,લાગી શરત!
શત્રુને પણ સ્નેહથી સત્કારવો ,
એજ છે ઈન્સાનિયત, લાગી શરત
છે વફાનું નામ ખાલી વિશ્વમાં,
બેવફા છે જગત , લાગી શરત .
કેમ નહીં તો એ રહે પરદા મહીં,
છે જરૂર એ બદસૂરત, લાગી શરત.
સ્વર્ગ યાતો નર્ક જેવું બધું,
વાત છે એ મન ધડત, લાગી શરત.
આ જમાનાનું પરિવર્તન બધું
થાય છે વખતો વખત, લાગી શરત.
આગ સાથે હર્ષથી ‘નાઝિર’ હજી
રોજ ખેલું છું રમત , લાગી શરત.
અરે વાત મારી સાંભળો શું કહું છું ધ્યાન ધરો
દુધ ઉભરાયા પછી કાંઈ ન વળે લાગી શરત
લાગી શરત…આજે તમારી કવિતા મશહુર થઇ જશે…લાગી શરત્….
nice.