-કમાલ કરેછે
-કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.
ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?
નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.
કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.
ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.
-સુરેશ દલાલ
મસાલા ચા અને ગરમ ગરમ ભાખરી કેવો ખ્યાલ રાખે છે. કેવો પ્રેમ છે.
સુંદર ગીત… થોડા સમય પહેલાં જ સુરેશ દલાલના સ્વકંઠે આ પછી એમણે લખેલું ડોસાગીત પણ સાંભળ્યું… એ પણ સારું હતું…..
*****
****
***
**
*
http://feketefene.wordpress.com/2007/04/26/ignite-rocks/
GOOD MUSIC! Check it out!
I heard this song many times on SheetalSangeet.com
Good Song…!
ઘણા વખતથી શ્બ્દો વાંચવાની ઈચ્છા હતી.
આભાર