"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુંદર શે’ર

poem2.jpg

સુરાલયમાં  જાશું   જરા  વાત  કરીશું,
અમસ્તી   શરાબી    મુલાકત   કરીશું.
-શેખાદમ આબુવાલા

દુઃખ વગર,દર્દ વગર,દુઃખની કશી વાત વગર,
મન વલોવાય  છે    ક્યારેક વલોપાત   વગર.

આ કલા  કોઈ  શીખે  મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર  લેવાય  છે  શી રીતે  વસૂલાત  વગર.

– અમૃત ઘાયલ

પીઠમાં  મારું  માન  સતત  હાજરીથી  છે,
મસ્જીદમાં  રોજ  જા ઉં તો કોણ આવકાર દે!

આ   નાના    દર્દ   તો  થાતાં નથી  સહન,
દે, એક   મહાન  દર્દ   અને  પારવાર   દે.

એ  સૌથી  વધુ  ઉચ્ચ  તબક્કો છે મિલનનો,
કહેવાનું   ઘણું  હો  ને   કશું  યાદ ન  આવે.

છે  મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું  મુજથી   રૂઠેલો  છું , મને  કોણ  મનાવે?
-મરીઝ
 

ફેબ્રુવારી 29, 2008 - Posted by | શાયરી

2 ટિપ્પણીઓ »

 1. સુંદર શેર
  બારડભાઈ!
  આ બધા સાથે મારો ય એક શેર અર્ઝ કરું…

  હું હવે,મારી દશાની વાત પણ કરતો નથી
  કેમ છો? પૂછી જનારા,ક્યાં મજામાં હોય છે!!!!
  -ડો.મહેશરાવલ

  ટિપ્પણી by DR.MAHESH RAWAL | ફેબ્રુવારી 29, 2008

 2. તમે આવ્યાને ચમનમા વસંત આવી ગઈ
  ફુલોને શું ભંવરાને પણ તેની જણ થઈ ગઈ

  while reading gazal, I made one.
  how does it sounds?

  ટિપ્પણી by pravinash1 | માર્ચ 3, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: