તોફાન રાખે છે-શૂન્ય પાલનપૂરી
તરંગોથી રમી લે છે ભંવરનું માન રાખે છે.
નહીંતર નાવ પોતે સેંકડો તોફાન રાખે છે,
અવિરત શૂન્યનું અંતર કોઈનું ધ્યાન રાખે છે,
પ્રણય-જામે અનોખું રૂપનું મદ્યપાન રાખે છે.
પળે પળે મોકલે છે ચોતરફ સંદેશ મોજાંથી,
સમંદર ડૂબતાનું સર્વ વાતે ધ્યાન રાખે છે.
તમારી યાદમાં સળગે છે રોમે રોમ તો પણ શું ?
હંમેશાં ખેલદિલ ખેલી નિયમનું માન રાખે છે.
દરદ છે એટલે તો જિંદગીમાં જાન બાકી છે,
પ્રણય છે એટલે સૌ રૂપનું સન્માન રાખે છે.
ધરીને શૂન્ય બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના,
અમરતાનો પૂજારી પણ ફનાનું માન રાખે છે.
Nice effort, I like that you are keeping our Gujarati Kavita and Language alive through this web site.
Keep up the good work
Regards
Nilesh Rami,
aa jivan che anamoltema mitra
,mitranu dhyan raakhe che
bahu saras gazal! good selection vishvadeepbhaai!
ધરીને શૂન્ય બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના,
અમરતાનો પૂજારી પણ ફનાનું માન રાખે છે.
શૂન્ય સાહેબ સિવાય કોઇની મજાલ છે કે આ ચીજ લખી શકે??
અદભૂત…
આ કવિતા બહુ સરસ છે. ખરેખર જિંદગી ટપાલ જેવી છે કે ટપાલી જેવી છે એજ ખબર નથી પડતી.
your blog make everybody happy like bhavnagari gadhia