"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારોઃ

આજના સુવિચારોઃ   “ગ્રંથ કે સંત તો માગૅદશૅક તરીકે માત્ર પંથ બતાવી શકે,તદ્દનુરૂપ પંથ તો પથિકે પોતેજ કાપવો રહ્યો.”
*****************

મનુષ્યને સુખી થવા માટેના ત્રણ ઉપાય છે.. સદવતૅન,  પુરૂષાથૅ  અને સંતોષ….
 

માર્ચ 14, 2007 Posted by | ગમતી વાતો | 1 ટીકા

અંત

camel_rajasthan1.jpg 

ધબકતા, ઉછળાતા સંમુદરના મોજા,
      અંતે કિનારે પછડાયા કરે.

સુંદર સરિતાના  મીઠાજળ,
      અંતે ખારા પાણીમાં ભળ્યાં કરે.

દિવસ-રાત્રી પાગલ-પ્રેમી બની,
      અંતે એક-બીજાને શોધ્યા કરે.

સમય સાથે તાલ દેતા ગ્રહો,
      અંતે સૂયૅની સાડમાં રમ્યા કરે.
 
અખિલ બ્રહ્માંડમાં ભટકતો માનવી !
    અંત ન હોય એનો અંત શોધ્યા કરે!

 

માર્ચ 14, 2007 Posted by | કાવ્ય, ગીત | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: