હસો અને હસાવો !!
એક કઠીયારો જંગલમાંથી લાકડા કાપી કુવા પાસે થોડીવાર આરામ કરવા બેઠો, તે વખતે તેની કુહાડી કુંવામાં પડી ગઈ. કુહાડીજ એમની આવકનું સાધન હતી, તરતા આવડતું નહોતું. રડવા લાગ્યો ” હવે હું કુહાડી વગર શું કરીશ? ચોધાર આસુંથી રડતો હતો એ સમય દરમ્યાન ભગવાન પ્રૂથ્વી પર ફરવા નીકળ્યાં તેનું રુંદન સાંભળી કઠીયારેને પુછ્યું ” ભગત કેમ રડેછે ?.” “પ્રભૂ! મારી કમાણીનું એકનું એક સાધન મારી કુહાડી કુવામાં પડી ગઈ હવે મારું ગુજરાન કેવી રીતે કરી શકીશ? ભગવવાને કુવામાં હાથ નાંખી સોનાની કુહાડ બહાર કાઢી તો કઠીયારો બોલ્યો.” આ કુહાડી મારી નથી ” ભગવાને બીજી વખત હાથ નાંખી હીરા-મોતી જડીત
કુહાડી કાઢી.કઠીયારો બોલ્યો’ આ પણ મારી કુહાડી નથી ” ભગવાન ને એની પ્રમાણિકતા પર માન ઉપજ્યું.ને ત્રીજી વખત એની મુળ કુહાડી કાઢી . પ્રભુ! આ મારી સાચી કુહાડી છે” ભગવાન એની પર ખુશ થયાં. ” આ તારી કુહાડી અને સોનાની અને હીરા-મોતી જડીત કુહાડી કુહાડી તને ભેટ માં આપુંછું. કઠીયારો તો ખુશ થઈ ગયો. માલમ-માલ થઈ ગયો.
એજ કઠીયારો એક સાંજે પોતાની પત્ની સાથે ફરવા નીકળ્યો ને ફરતા ફરતા થાકી ગયાં . કુવા પાસે આરામ કરાવા બેઠા. તેની પત્ની વાતો વાતમાં કુવામાં પડી ગઈ.
કઠીયારો દુખી થઈ રડવા લાગ્યો.આસ-પાસ કોઈ મદદ માટે કોઈ નહોતું.તે સમયે ભગવાન ફરી ભ્રમણ માટે નિકળેલ.” ભગત પાછું વળી શું થયું? “પ્રભુ ,મારી પત્ની આ કુવામાં પડી ગઈ છે, તેણી વગર બાકીની જિંદગી કેવી રીતે વિતાવીશ ? ભગવાન ને દયા આવી , પોતાનો હાથ કુવામાં નાંખી “માધુરી” કાઢી ..” હે પ્રભુ ! આજ મારી પત્ની છે, કઠીયારો તુરંત બોલ્યો. ભગાવાન ને તો નવાઈ લાગી..આ ભગતની સ્ત્રી પત્યેની આટલી બધી માયા ? અને તે પણ અન્ય સ્ત્રી પર!! ભગવાને કઠીયારાને પુછ્યું” ભગત આ તો તારી પત્ની નથી..અન્ય સ્ત્રી પર આટલો મોહ શા માટે?..થોડી વાર પછી કઠીયારો બોલ્યો..” હે પ્રભુ! પહેલા આપે “માધુરી” કાઢી પછી આપ ” જુહી” કાઢશો ને છેલ્લે મારી પત્ની ..પછી કહેશો કે ” આ તારી પત્ની અને
“માધુરી” અને “જુહી” તને ભેટમાં.. તો હું ત્રણ , ત્રણ પત્નીઓનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું?
રાખ !
સ્મશાન ઘાટે એકદી
અચાનક જઈ ચડ્યો,
કોઈ સ્વજનની “રાખ”(પુષ્પ) લેવા!!
અચાનક ગેબી અવાજ આવ્યો!
“શાંતી થી સુતોછું,
સુવા દેને !
ભાડાનું હતું ખોળીયું..
ખાલી કરી કોઈ ઉડી ગયું..
પડી છે ખાલી રાખ..”
ગભરાઈ ગયો..બેબાકળો !!
મુઠ્ઠીભર રાખ લઈ ભાગ્યો.!
અવાજ ફરીથી આવ્યો !!
“મૂરખ હતો,
ખોળીયાની રાખ પણ લઈ ગયો !”