"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આંખ

thumbnailcae42o27.jpg 

કાળપર નજર રાખતી આંખે,ઈતિહાસને બદલતો જોયો,
સ્વગૅ ને ધરતી પર, વિનાશનો  ઓકતો  અંગાર જોયો.

હાક મારે પૃથ્વી ધ્રજે ,એ  લંકેશ્વર ધૂળમાં રઝળતો જોયો,
સમ્રાટ  સિંકદર  ન રહ્યો, હિટલર ને કાળ ભરખતો જોયો.

અહિંસાના ફરીસ્તાને અહીં ગોળીના ઘાવથી મારતો જોયો,
કોણે  કરી છે  પરવા? હિંસાનો  દોર  અહીં ચાલતો જોયો.

જોતી  રહીં એ  કાળને , બ્રહ્માંડમાં  કાયમ ચાલતો જોયો,
“હશે  કોણ  કાલે ?”   આવું  ભવિષ્ય એણે ભાખતો જોયો.

માર્ચ 8, 2007 Posted by | ગઝલ અને ગીત | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: