એક ગઝલ – મીરા આસીફ
ઘર ફૂટે ઘર જાય સજનવા,
દપૅણ કેમ સંધાય સજનવા.
વા વાયો ને નળિયું ઊડ્યું,
વાતો બધે ચર્ચાય સજનવા.
નામ વગરનું સરનામું લઈ,
મારગ પહોળો થાય સજનવા.
ભણવાનું હું ભુલી જાઉં,
રોજ વિષય બદલાય સજનવા.
ભવભવની આ પ્યાસ વલૂરે,
ભીતર શું ઉભરાય સજનવા.
આભ-ઝરૂખે મીરા મલકે,
વીજ ભલે વળખાય સજનવા.
ક્યા ક્યાં શોધે “આસીફ્”તમને,
જીવતર ક્યાં જીરવાય સજનવા.
ગમતા શે’ર-રઈશ મનીયાર
એક માણસ સાદ પાડે,સાંભળી સૌ કોઈ શકે,
વિશ્વ આખું એટલું, બસ નાનું હોવું જોઈ એ.
****************************
તું કહે મંદીરમાં છે.. હું કહું દિલમાં છે,
દોસ્ત,ચોખ્ખું રાખી એ આપણે ઈશ્વરનું ઘર્.
*******************************
મોતનો જો માગૅ આ સાફ કરવો હોય તો,
તોડવું છોને પડે શ્વાસનું-નડતરનું ઘર.
*****************************
મુક્તક…
આપે છે દિલાસા અને રડવા નથી દેતા,
દુઃખ મારું મને મિત્રો જીરવવાનથી દેતા,
આસું ઓ ટકાવેછે મને ભેજ બનીને,
એ જીવતા માણસને સળગવા નથી દેતા.