મુંબઈ-આ બહું મોટું નગર !
આ બહું મોટું નગર !
છે દિવસ ને રાતના જેવું કશું,
જાણ છે એની ફકત લોકોને બસ.
કોણ કોનું સાંભળે કહેવાય ના !
પણ બધાં ઘડિયાળની ટકટકને વશ.
જોઈ સૂરજને હસે છે કૂલરો,
અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે,
ટાઈપ થયેલા પત્ર જેવા માણસો,
સ્મિતનું પૃથક્કરણ કરવું પડે.
મૂંગા મૂંગા માણસો ચાલ્યા કરે,
હાથ પોલીસનો સતત હાલ્યા કરે,
લાલ લીલી બત્તી પર સહુની નજર,
સિગ્નલોના શ્વાસથી જીવતું નગર.
હા, બહુ સંભાળજો આ ભીડમાં
કોઇનો ધક્કો જરી વાગે નહીં
આંખ ઢળી ચાલતા સજ્જ્ન તણી
આંગળીઓ ભૂલથી જાગે નહીં.
આ બહુ મોટું નગર !! કૈલાસ પંડીત..
એવું ના બને કે..
એવું ના બને કે..
ન રહે મંદીર , મસ્જીદ કે ચચૅ ના વાડા,
વસે છે માનવી અહીં ,બસ એક માનવ -મંદીર બને.
ધમૅ સઘળા મટી , એક માનવ ધમૅ બને,
હિંસા અહિંસા બની, એક સુંદર સ્વગૅ બને.
રંગ ભેદ ના ભાવો ભસ્મી-ભૂત બને,
ભવ્ય ભાઈ ચારાના ભાવનું એક નગર બને.
સીમાઓ હટી એક અહીં સઘળી ધરતી બને,
સૌ સાથે મળી અહીં એક વિશ્વ-કુટુંબ બને.
એવું પણ બને !!!