"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિચાર -માળાનાં મોતી

સદગ્રહસ્થ તરીકે જન્મવું તે અક અક્સ્માત છે. સદગ્રહસ્થ તરીકે મરવું તે એક સિધ્ધી.
*******************************************************
કોઈ મહાન અને ઉદાત્ત સિધ્ધિ મેળવવા માટે હું તલસું છું, પરંતુ મારી પહેલી ફરજ તો નાનાં નાનાં કામ પણ એવી રીતે કરવાની છે કે જાણે એ  જ મહાન ને ઉદાત્ત હોય.
*********************************************************
હિંમત એનું નામ કે માણસ ઊભો થઈ ને પોતાની વાત સંભળાવી દે ; હિંમત એનું નામ કે માણસ  બેસી ને બીજાની વાત સાંભળે.
**********************************************************
માણસની આકરામાં આકરી મુસીબતો ત્યારે શરૂ થાય છે- જ્યારે  એ પોતે મનફાવે તેમ વર્તી શકે એમ હોય છે.

સાભાર સાથે “વિચાર-માળાનાં મોતી “

માર્ચ 25, 2007 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

શ્રેષ્ઠદાન

thumbnail8.jpg 

  પાછલી રાત હતી. પરોઢ થવાને વાર હતી. આખા નગરમાં શુનકાર વ્યાપી રહ્યો હતો. આખા શહેરમાં શાંતી પથરાઈ હતી.શહેરમાં નાના-મોટા સૌ ભર નિંદ્રામાં હતા.
                એજ સમયે નગરના રસ્તા પર  કોઈ એ સાદ પાડ્યોઃ ” નગરનાં નર-નારી ઓ જાગો છો કોઈ ? ભગાવાન બુધ્ધ નામે ભિક્ષા માંગુ છું, કોઈ આપશો ?”
                 એમ બોલતો બોલતો તે  ભિખ્ખુ ચાલ્યો જતો હતો.બુધ્ધ ભગાવાનનો શિષ્ય મહાભિખ્ખુનો સાદ સાંભળી નગરના બધા નર-નારી ઊઠી ગયાં. ઉંચી, ઉંચી અટારી , ઉંચા ઉંચા મહેંલ માંથી કોઈ એ કિંમતી રત્નો, આભુષણો, સોનાના દાગીના , તો કોઈ સ્ત્રીઓ એ પોતાના ગળા માંથી કિંમતી હિરા-મોતીના હાર! લક્ષ્મીનો વરસાદ વરસવા લાગ્યો ! વસ્ત્રો, આભુષણોથી આખો રાજ્યમાર્ગ છવાઈ ગયો.આ બધી વસ્તું ની અવગણના કરી ભિખ્ખુ તો આગળ વધ્યો. અને બોલ્યે જતો  હતોઃ “બુધ્ધપ્રભુને નામે કોઈ ભિક્ષા આપશો ?” આ બધી કિંમતી લક્ષ્મી હોવા છતાં તેનું  ભિક્ષા-પાત્ર ખાલી  હતું.
                આખું  નગર વિચારવા લાગ્યું કે આ ભિખ્ખુ ને જોઈ એ છે શું ? એ શું માગે છે ? કોઈ   ચીજ-વસ્તું ને અડકતો નથી !! શેરીએ શેરીએ ફરતો જાય છે. સૌને નવાઈ
લાગે છે કે એ કેમ કશી વસ્તુંનો  સ્વીકાર કરતો નથી !
ભિક્ષા માંગતા, માંગતા સવાર  થઈ ગઈ..બપોર થઈ ! છતાં પાત્ર ખાલીજ  હતું! આગળ જતા એક વેરાન   અને ઉજ્જ્ડ જગ્યા એ એક સ્ત્રી એ એમનો સાદ સાંભળ્યો, એ સ્ત્રી સાવ ગરીબ હતી, શરીર પર માત્ર એક ફાંટેલું વસ્ત્ર હતું એ બોલી..” ભિખ્ખુ જરા થોભો, આ બાજુ આવો, મારા ગરીબનું કાંઈક આટલું લેતા જાઓ” એમ કહી ઝાડ પરથી એક ઝોળી ઉતારી એમાંથી એક ફાટેલું વસ્ત્ર ઉતારી ને પેલા ભિખ્ખુની ઝોળીમાં મૂકી દીધું..ભિખ્ખુ ને જે પ્રકારનું દાન જોઈતું હતું તે મળી ગયું..તે ફાટેલા વસ્ત્રને માથે ધરી, ભગવાન બુધ્ધને ખોળે ધરવા ભિક્ષુ ચાલ્યો હયો.

-પ્રહલાદ પારેખની કવિતા” શ્રેષ્ઠદાન ” પરથી

માર્ચ 25, 2007 Posted by | ટુંકીવાર્તા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: