હસો અને હસાવો !!
એક કાઠીયાવાડી, એક મુંબઈવાસી, અને એક અમદાવાદી ત્રણે મિત્રો મંદીરમાં દશૅન કરવા ગયા..કાઠીયાવાડી એ ભગવાનને કહ્યું ” હે ભગવાન આ બધી મિલકત તારી દીધેલ છે અને તનેજ થોડું અપૅણ કરું છું” એમ કહીં ભગવાનના ચરણમાં અગિયાર રૂપિયા મૂક્યાં..મુંબઈવાસી એ મનમાં વિચાર્યું કે આ મિત્રએ અગિયાર મૂક્યાં તો હું સવાઆગિયાર મૂકું” અને બોલ્યો..તારું દિધેલ તને અપૅણ..તારા ચરણમાં આવે એ તારા અને બાકી મારા ” એ કહીં ભગવાન તરફ પૈસા
ફેક્યાં.. માત્ર એક પાવલી જ ભગવાનની મૂર્તી પાસે ગઈ અને અગિયાર રૂપિયા નીચે પડ્યાં તે મુંબઈવાસી એ ઉઠાવી લીધા. અમદાવાદી ને તો બન્ને મિત્ર કરતા ભગવાન ને વધારે અપૅણ કરવું છે!!..તેણે ભગવાનને કહ્યું” હે ભગવાન ! તારું દીધેલ તને અપૅણ ને તારો વાસ તો ઉપર સ્વગૅમાં છે તું અહી કયાં વસે છે!! તેમ કહીં તેણે એકવીસ રૂપિયાનું પરચુરણ કાઢી ઉપર આકાશ તરફ ફેક્યાં ને કહ્યું” જે પૈસા ઉપર જાય તે તારા..બાકી બધા મારા!!!
સાગર! ક્ષમા કરી દે
તોફાનને દઈને, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેતર ના કર ક્ષમા કરી દે.
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઈ ગયું શું ?
મોજાંની બાળ હઠ છે, સાગર ક્ષમા કરી દે.
હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ,
તારું દીધેલ જીવન, મ્રૂત્યું સમું ગણું તો,
મારી એ ઘ્રષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે!
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની,
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે.
કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધી કેરા,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ,
હે મિત્ર! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે.
એક છે અને હું એક શૂન્ય છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિંત જગતના મુલ્યો,
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ મારી
દયા ઉપર છે નિભૅર, ક્ષમા કરી દે.
-શૂન્ય પાલનપૂરી