"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અંકિત ત્રિવેદી- ગઝલ

dsc00038.JPG 

(અંકિત અને વિશ્વદીપ ( હ્યુસ્ટ્નમાં-૨૦૦૬)

અહીંયા ફ્રર્યુ જે રીતથી ત્યાં પણ ફ્ર્યું  હશે ,
એકાદ  પીંછું યાદનું   ત્યાં પણ ખર્યું હશે.

આજે  ફરી  હું આંસુની પાછળ  પડી ગયો,
સપના ને   પાછું   કોઇકે   સામે ધર્યું હશે.

બાજી   અધુરી  છોડવાનું  એક  કારણ કહું?
જાણી બૂજીને    એમણે    એવું   કર્યું  હશે.

અટકી  ગયેલી  વાત ના આગળ  વધી શકી,
મૂંગા   થયેલા   હોઠમાં   શું    કરગર્યું   હશે.

મારા    વિના   હું   એકલો   ટોળે વળી ગયો,
મારા   વિશેનું   ગામ ત્યાંથી     વિસ્તર્યું હશે.

-અંકિત ત્રિવેદી
 

માર્ચ 7, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

હવે તો બસ કર !!

thumbnailca8kp852.jpg 

માનવી ક્યાં સુધી માંગતો રહેશે ?
આદમ   આવી   “ઈવ” માંગી,
રહેવા આસરો,પીવા પાણી ને અન્ન આપ્યું,
ઈવ સાથે સંતાન-સુખ  દીધું..

ન કરી માંગ કોઈ ઓછી માનવીએ,
હાથ ઉંચા કરી કરી માંગતો રહ્યો,
ઉંડવા આકાશમાં, દોડવા ધરતી પર,
સુખ-સાયબી, મહેલો માંગતો રહ્યો.

“ભોગવે છે,માણેછે એજ તારું સ્વગૅ છે,
રહું છું ખુદ સાગર તળે,શેષનાગ સંગ,
શંકર રહે રાખ ચોળી સ્મશાન ઘાટ પર,
રહે બ્રહ્માં કમળ કુંડે,પલાઠી પર.”

“મળ્યું છે   જે સુખ તને વિશ્વમાં,
નથી એવું કોઈ સાધન  બ્રહ્માંડમાં ,
માંગ્યું    એ બધું   જ તને મળ્યુ ,
સુખ શોધવા બીજા ગ્રહે શીદ ફરે ?”

“પૈદા કરી આ માનવ જાત,
ખુદ પસ્તાયો છું મારી જાત પર,
નથી કોઈ આરો તારી માંગનો માનવ,
ખમૈયા કર,  હવે તો બસ કર !!!

  

માર્ચ 7, 2007 Posted by | કાવ્ય, ગદ્ય્-પદ્ય કવિતા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: