"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઢળી જાયતો કહેવાય નહીં

 dreamworldue51.jpg

આજ સૌ આશા ફળી જાય તો કહેવાય  નહીં,
મોત માગ્યું છે , મળી જાય તો કહેવાય નહીં.

ના, નહીં   વાત કરું   એને    કદાપી મારી,
રૂપરેખાથી     કળી    જાય તો કહેવાય નહીં.

જે   લગારે   ન બળ્યા જ્યોત થકી પરવાના,
વિરહને   આગે  બળી જાય તો કહેવાય નહીં.

વાતને   ફેરવી    નાખે છે    ખૂદા   ખેર  કરે,
એના   શબ્દો એ ગળી  જાય તો કહેવાય નહીં.

બેવફા   કહેશો   નહીં   મુજને વંચન ભંગ થશે,
દેહ છે  માર્ગ   ઢળી   જાય  તો કહેવાય  નહીં.

આંગળી   મારા   તરફ   આજ  રહ્યાં છો ચીંધી,
જીવને   મોક્ષ   મળી જાય    તો કહેવાય નહીં.

આજ ‘નાઝિર’ની  ઉપર એમની  દ્રષ્ટિએ ઠરી,
સોને   સુંગધ    ભળી જાય  તો કહેવાય નહીં.

-નાઝિર
 

એપ્રિલ 30, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

લાગી શરત-‘નાઝિર ‘

att001651.gif 

 આ  નથી સાચું  જગત લાગી  શરત!
બાજીગરની  છે રમત ,લાગી  શરત!

શત્રુને   પણ    સ્નેહથી    સત્કારવો ,
એજ   છે ઈન્સાનિયત, લાગી શરત

છે   વફાનું  નામ   ખાલી    વિશ્વમાં,
બેવફા    છે જગત , લાગી   શરત .

કેમ   નહીં    તો   એ રહે પરદા મહીં,
છે  જરૂર એ બદસૂરત, લાગી   શરત.

સ્વર્ગ    યાતો     નર્ક    જેવું     બધું,
વાત છે એ   મન ધડત, લાગી શરત.

આ    જમાનાનું     પરિવર્તન     બધું
થાય છે   વખતો વખત, લાગી  શરત.

આગ    સાથે     હર્ષથી ‘નાઝિર’ હજી
રોજ  ખેલું    છું રમત , લાગી    શરત.
  

એપ્રિલ 29, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

અમે..’ખોબો ભરી અમે એટલું હસ્યાં’

showletter2.gif 

ખોબો   ભરી  અમે   એટલું    હસ્યાં
કે  કુવો  ભરીને   અમે  રોઈ  પડયાં.

  ખટમીઠાં  સપનાંઓ   ભૂરાં ભૂરાં
   કુંવારા  સોળ   વરસ તૂરાં  તૂરાં

અમે ધૂમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે   હોડી-ખડક  થઈ  અમને   નડ્યાં.

  ક્યાં છે વીંટી અને ક્યા છે રૂમાલ ?
  ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ!

કૂવો ભરીને અમે એટલું  રડ્યાં
કે ખોબો ભરી અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષીઃ (૦૯-૧૦-૧૯૩૨-૨૧-૦૯-૧૯૭૮) મુંબઈમાં જન્મેલા આ કવિ જીવવાની ઉંમરે અવસાન પામ્યા. પ્રયણનો વિષાદ એમની કવિતાનું કેન્દ્ર છે. ‘આકાશ’, ‘વમળનાં વન અને ‘મોન્ટા કોલેજ’ એમના કાવ્યસંગ્રહો. ‘ધારો કે એક સાંજ આપણે મળ્યા’ એમની  સમગ્ર કવિતાનો સંગ્રહ. ઊત્તમ અનુવાદક હતા. ‘વમળનાં વન’ માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો મરણોત્તર પુરસ્કાર મળેલો.

એપ્રિલ 28, 2007 Posted by | મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

-કમાલ કરેછે

 phrases-oldcouple-dance-d21c1.gifphrases-oldman-oldlady-dance-an1.gif

 -કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
   અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
              ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો   કેવો   ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
    અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
         જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં  ઈન્જેકશન
        કે  સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
  કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે  વહે  આછું  સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
   બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની     દિવાલને  ગુલાલ     કરે છે.
-સુરેશ દલાલ

                                                                                              
 

એપ્રિલ 27, 2007 Posted by | મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

ઈચ્છા થઈ ! – “નાઝિર”

showletter-11.jpg 

 ખુશીથી   કોઈને   જ્યારે મરી  જવાની ઈચ્છા થઈ,
તો  ત્યાંથી  કાળને પાછા  ફરી જવાની ઈચ્છા થઈ.

ન  પૂછો  કે કળીને કાં   ખરી જવાની ઈચ્છા  થઈ,
ઘણાંને મોત પહેલાં પણ મરી જવાની  ઈચ્છા થઈ.

નયનથી  જ્યારે  અશ્રુને સરી  જવાની ઈચ્છા થઈ,
ગગનથી  કંઈક તારકને   ખરી જવાની ઈચ્છા થઈ.

મજા  એ  માણવા  આવ્યાં  હતા જ્યારે પ્રભા  કેરી,
જીવનના   દિપને  ત્યારે ઠરી  જવાની ઈચ્છા થઈ.

પડ્યાં   મોજાં  ઓ નૌકામાં ચરણને  સ્પશૅવા એનાં,
શું  સાગરનેય ભવસાગર તરી જવાની ઈચ્છા થઈ?

બની તન્મય પ્રતિભા કોતરી નીરખી જો  શિલ્પી એ,
તો પોતાનાજ   એના દમ ભરી જવાની ઈચ્છા થઈ.

ફરેના  કોઈ કાળે પણ વલણ   આ વિશ્વનું ‘નાઝિર’,
અમારે   કારણે  એને   ફરી  જવાની   ઈચ્છા થઈ

એપ્રિલ 26, 2007 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

કસરત કરો…

4ppl1.gif 

 કસરત કરે જે  રોજની,
મળે તાજગી   તનની,
શરીર  સુવાળું    બને,
લાગે  જાણે   જુવાની.

***************************

એપ્રિલ 26, 2007 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

છેડ છાડ-‘નાઝિર’

 111859xnwclh15tv1.gif

 બિન્દું ઝાકળનાં ન કરજો કંઈ સુમનની છેડછાડ,
આંસુઓ  શીખી જશે કરતાં નયનની   છેડછાડ.

ખૂબ કીધી’તી અમે   એના  જીવનની છેડછાડ,
લાશને   ઢાંકો, હવે છોડો    કફનની  છેડછાડ.

એ   વિતેલા    સહું પ્રસંગોની  મજા  લેવા ફરી,
મારે ખૂદ  કરવી પડી મારાજ   મનની  છેડછાડ.

કંટકોએ   વિફરી પાલવ   ચીરી  નાખ્યો   તુરત,
મેં  હજી કીધી   જરા   એના   સુમનની છેડછાડ.

એમની   આદત મુજબ   ઠોકર    લગાવી  કબ્રને,
હું તો  સમજ્યો’તો   કે  છૂટી પ્રિયજનની છેડછાડ.

છે  નજીવું  કિન્તું  આકાંક્ષા   તો’નાઝિર’ જોઈલે !
આજ   રજકણ  જાયછે   કરવા  ગગનન  છેડછાડ.
 

એપ્રિલ 25, 2007 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

શંકર નહી આવે-જલન માતરી

 yp8zcaga2d64capv0vxzcakna0xzcasmnks8cad6o0tkca1nyopyca4cr5jkcajgunn1ca319np1caazobbcca6i61p0caem6lsocaeyaq25ca0yq3ngcaev4c0scaui4tfdcakx0t26cadljhaxca0yhbth.jpg

 દુઃખી   થવાને   માટે   કોઈ ધરતી   પર   નહીં   આવે,
હવે   સદીઓ    જશે   ને   કોઈ પયગમ્બર  નહીં  આવે.

છે    મસ્તીખોર   કિન્તુ   દિલનો    છે પથ્થર  નહી આવે,
સરિતાને   કદી   ઘર     આંગણે    સાગર    નહીં      આવે.

ચમનને   આંખમાં   લઈને   નીકળશો    જો  ચમનમાંથી,
નહીં   આવે    નજરમાં    જંગલો,    પાધર   નહીં     આવે.

અનુભવ   પરથી   દુનિયાના, તું   જો   મળશે ક્યામતમાં,
તને     જોઈ   ધ્રુજારી   આવશે,     આદર     નહીં       આવે.

દુઃખો    આવ્યાં    છે   હમણાં  તો   ફકત બેચાર   સંખ્યામાં,
ભલા   શી     ખાતરી    કે   એ    પછી   લશ્કર નહીં    આવે.

હવે    તો     દોસ્તો    ભેગા   મળી     વ્હેંચીને    પી  નાખો,
જગતનાં   ઝેર     પિવાને    હવે      શંકર     નહીં       આવે.

આ   બળવાખોર   ગઝલો    છોડ લખવાનું  ‘જલન’નહીંતર,
લખીને      રાખજે    અંજામ     તુંજ     સુંદર        નહીં    આવે.

કરીને    માફ      સ્નેહીઓ     ઉઠાવો    એક    બાબત  પર,
‘જલન’ની   લાશ    ઊંચકવા  અહીં     ઈશ્વર    નહીં આવે.


**********************************************

(જલન માતરી- “ગઝલ માટે એવું માનવું છે કે It should be communicated before it is understood.  ગઝલોનો શે’ર પૂરેપૂરો સમજાય, એનું અથૅવિશ્વ અશેષ હાથવગું થાય, એ પહેલા સાંભળ્નારના મોંમાથી ‘વાહ’ નિકળી જવી જોઈ એ. આવા ઘણા શે’ર જલનશાહેબની ગઝલોમાંથી મળી આવે છે.
               જલનસાહેબની તમામ ગઝલો પરંપરાપ્રિય વિષય અને ભાષા સાથે પનારો પાડે છે. સદ્ય પ્રત્યાનક્ષમતા એ એમની ગઝલનું, આથી વિલક્ષણ તત્વ બની રહે છે. એમની ગઝલની ભાષાપરંપરા સાથે જોડાયેલી છે છતાં એમના વિચારો પરંપરાને તોડનારા છે. જડ, બુઠ્ઠા, ક્રુર, અસમાનતાવાળા આ સમાજની રચના અને એના રચયિતા બેઉ સામે એમનો આક્રોશ સ્પષ્ટ છે.”-ચિનુ મોદી))  

એપ્રિલ 24, 2007 Posted by | ગઝલ અને ગીત, ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

એ સોળ વરસની છોરી -પ્રિયકાન્ત મણિયાર

 પ્રિયકાન્ત – ફૂલોમાં ફોરતા કવિ નો  ટૂંકો પરિચય…(Priyakant Maniar (1927-1976)
              સ્વાતંત્ર્યની હવામાં આપણે ત્યાં કવિતાના ક્ષેત્રે જે કેટલી કલમો પ્રફૂલ્લિત થઈ તેમાંની એક તે પ્રિયકાન્ત મણિયારની. પ્રિયકાન્તનો આભ્યાસ તો નવ ધોરણ સુધીનો, પણ આપબળે જીવનમાંતે કવનમાં પોતાને ઘડતા ગયા ને આગળ ધપતા ગયા.નિરંજન ભગત કહે છે તેમ, પ્રિયકાન્તમાં કવિનું સ્વયંસ્ફુરિત જ્ઞાન હતું; કવિની સ્વયંપ્રેરિત પ્રતિભા હતી. એમની કવિતાની વાંસળી એમની અંદરની કોઈ જાદુઈ  ફૂંકે  વાગતી હતી. કોલેજનું મોઢું વિદ્યાર્થીકાળે નહી જોઈ શકેલા આ કવિએ પુખ્ત વયે ” એ સોળ વરસની છોરી “જેવી એમની કવિતાને અનેક કોલેજોમાં રજૂ કરી યથાનામ, વિશાળ  શ્રોતાવર્ગનાયે પ્રિય થઈ ને રહ્યાં

                 ગુજરાતી ગદ્યનેય  સત્વસમ્રુધ્ધ કરવાની  હોંશ રાખતા આ લાડલા કવિ પચાસમા વર્ષે આકાળે આવસાન પામતાં એ હોંશ તો ન પુરાઈ પણ ગુજરાતી કવિતાને સૌન્દર્ય-સમ્રુધ્ધ કરવામાં  તો એમનું પ્રદાનની નોંધ લેવી પડે. ‘વાયુના શિલ્પી’ એવા પ્રિયકાન્ત તો ગીતને વાયરામાં વાવીને  અણધાર્યા-ઉતાવળે ચાલી નિકળ્યા, પણ એમના ગીતના પડછંદ ગુજરાતના કાવ્યકાશમાં સતત સંભળાતા રહેશે એમ શ્રધ્ધાપૂર્વક કહી શકાય. એમણે એકવાર લખેલું

           ‘ એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
         રોપતા રોપી દિધી એ ફૂલ લાવી બેસશે.’
પ્રિયકાન્ત મણિયારની ઉપર્યુક્ત કડીમાં વ્યક્ત થયેલી આત્મશ્રધ્ધા સાચી જ પડી.

  •  
    • ચાલો મિત્રો આજ એમના પ્રિયગીતની મજા માણીએ..”એ સોળ વરસની છોરી,”
                                                                                                       ***************

***************************************************************

 h7ukca1mt267cavb5099cav6if8ccahrey9wca36ajcxcab536fpcaxzhoo0ca57p10xcagy4hjrcau0mxk9cadt8bpzca6kdp7aca4los75cabgb7mhcarg2ovccaiwu3fwcajc58epca4y9gnlcaa78sz9.jpg

 એ સોળ વરસની છોરી,
સરવરિયેથી  જલને ભરતી  તોયે એની  મટકી રહેતી કોરી.
                        એ સોળ વરસની છોરી,

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ  મ્હેક્યાં ડોલરનાં  કૈં  ફૂલ  સરીખા ગાલે ખંજન રાખે;
જેની  હલકે  માયા ઢળકે એવી  છાયા  ઢાળે   નેણ  બિલોરી.
                         એ સોળ વરસની છોરી,

મહી  વલોવે   રણકે   સોનલ   કંકણ   જેના મલકે  મીઠા સૂર,
ગોરાં   ગોરાં  ચરણે    એનાં   ઘૂઘરિયાળાં   રૂપનાં     નૂપુર;
કંઠ  સુહાગે   સાગરનાં  મધુ મોતી  રમતાં બાંધ્યાં રેશમ -દોરી.
                          એ સોળ વરસની છોરી,

એનાં   પગલે   પગલે પ્રકટે   ધરતી-ધૂળમાં   કંકુની  શી રેલ,
એનાં    શ્વાસે    શ્વાસે   ફૂટે     ઘૂમરાતા   આ વાયરામાં  વેલ;
એના   બિડ્યા  હોઠ મહીં   તો   આગ ભરેલા  ફાગણ ગાતો હોરી;
                           એ સોળ વરસની છોરી,

એપ્રિલ 23, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

ભારત મા ની દસ વિભૂતી !!

આ  વ્રક્ષમાંથી દસ વિભુતી શોધો,  તેના  નામ આપો.

tenindiannationalleaders1.jpg

એપ્રિલ 22, 2007 Posted by | ગમતી વાતો | 6 ટિપ્પણીઓ

મા !? -મિત્તલ રાજગોર

mother-with-child.jpg 

હું કાંઈ ના કહું
તો’ય તું સમજે મારી ભૂખ અને તરસ…
આ ગર્ભાવાસમાં
મારો અર્ધાકાર, લઈ રહ્યો છું…
તારાજ શ્વાસ અને ઉચ્છ્ વાસ
   ઓહ !
તું કેવી હશે ? તને જોવી છે… અને
કહેવું છે ‘મા’, તું કેટલી સારી છે !
મેં જોયું…?
તું સૂતી’તી ઓપરેશન ટેબલ પર
હું લાલ…ડાઘ જેવી ફેલાઈ ગઈ ચાદર પર,
મેં કહ્યું…મા,
મા તું કેટલી સારી…છે!?
  તેં સાંભળ્યું ?
સફેદ ગ્લવઝથી ખરદાયેલી…હું
‘વૉશ’ થતી ગઈ બેશીનમાં
એક અવાજ, ‘ એબૉરશન સક્સેસફૂલ’

એપ્રિલ 21, 2007 Posted by | મને ગમતી કવિતા | Leave a comment

હું- મારી અદાલતમાં- સુરેશ દલાલ

i128766137_135081.gif 

 ક્હે કહે  સુરેશ તને જોઈએ છે શું ?

ધન, યશ,યસમેન, તંદુરસ્તી, સિગરેટ,શરાબ
આરસઊજળા વારસદારો,
એક એરપોટૅથી બીજા, બીજાથી ત્રીજા
એમ  એક પછી એક સતત આવનજાવન,
દીઘૅ-આયુષ્ય, સેક્સ, સત્તા,
મૈત્રી, પ્રેમ, પરમેશ્વર…

મારો એક એક પશ્ન
તને નિવૅસ્ત્ર અને નગ્ન કરવા આવ્યો છે.

એકાદ વાર તો સાચું બોલ
એકાદ વાર તો મનને ખોલ
તને બધું જ જોઈતું હોય્
છતાંય દેખાવ એવો તો નથી કરતો ને-
-કે મારે કશું જ જોઈતું નથી ?

તું એમ માને છે
કે તારી આસપાસ તારી ઈચ્છાઓનો કિલ્લો રચશે
એટલે તું સલામત છે ?
તું એમ માને છે
કે તારી આસપાસ તું સંબંધોનું સ્વગૅ રચશે
એટલે એકલતા અલોપ થઈ જશે ?

આ બધા  પ્રશ્ન
તને નિરુત્તર કરી મૂકે એવાછે
છતાંય તું બોલવાનો ચાળો ન કર, તો મહેરબાની.

આઘાતચિહ્ન જેવા તારા મૌનની
શરણાગતિ સ્વીકારી લે
આ શરણાગતિ ખત પર તું સહી કરે
કે ન કરે
કશો જ ફેર પડે એમ નથી.
કહે કહે સુરેશ તને શું નથી જોઈતું ???

એપ્રિલ 20, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા, મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

એક ગઝલ- કૈફી આઝમી

dwaf_poinciana_11.jpg

  થઈ   છે કોઈ   સારી  ભૂલ  મારાથી  ખતા  સાથે,
જરા દઈ   દો મુહોબત પણ મને  થોડી સજા સાથે.

અગર ડુબી જવાની હોય  કિસ્મત મારી,તો સાંભળ,
જરૂર   ડૂબીશ    હું ,    પણ   ડૂબવાનો  નાખૂદા  સાથે.

અમારી જેમ મંઝિલથી   ઘણો પાછળ હતો એ પણ,
અમે  તોય પણ રઝળ્યા સતત એ   ભોમિયા   સાથે.

પૂરવની આ    હવાના  ઉત્સવે  નાચત   તમે   ને  હું,
તમે   પણ  કાશ આવ્યાં   હોત    પૂરવની હવા સાથે.

ગરીબીની ય    રેખાથી   ઉપર  છું હું   મને   લાગ્યું,
ખબર  મારી  પૂછી’તી     કોઈ  એ  એવી અદા સાથે.

કાવ્યાનુવાદ – અશોક ચાવડા

એપ્રિલ 19, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

ઊંડુ જોયું…-ચંન્દ્રકાન્ત શેઠ

 att81.jpg

 ઊંડુ   જોયું, અઢળક   જોયું;
મનમાં  જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં   ચમકી આંખો, એ  આંખોમાં   જ્યોતિ
કોક ગેબનના તળીયાના મહીં ઝલમલ  ઝલમલ મોતી

તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે   જોયું,અઢળક    જોયું.

માટીથી   આ  મન   બંધાયું   ને મનથી  કૈં મમતા;
એ  મમતાની   પાળે   પાળે    હંસ  રૂપાળા રમતા !

જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે   જોયું,અઢળક    જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે   ઘેર્યો   પણ  અછતો   રહે  કે   તણખો ?

પલમાં જોયું, અપલક જોયું;
હ્રદમાં  જોયું, અનહદ જોયું;
ઊંડે   જોયું,અઢળક    જોયું.

એપ્રિલ 19, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | Leave a comment

કચરાજીનું મરશિયું *

 3208081.jpg

 છેલ કચરાજી, ચિયા મલકથી આયોં ઓચંતોં નૂતરો ?
હજી કૂકડોય ઊંઘમૉથી જાજ્યો ન’તો;
વળી ડણકો પણ ડેરીનો વાજ્યો ન’તો.
તમે પાછું વળી ન્ કાંય પૂશ્યું નંઈ;
કોઈ નયણે ફૂટેલ નીર લૂશ્યું નંઈ.
ક  રોયૉ ખાયડોંજી,  ખડ્ચીનોં ખૂબ રોયૉ કૂતરૉ..

ભૂંડા ભારથુજી, વળી આવી તે હોય શું ઊતાવળ્યો!
નાઠા અંડોળી શેઢા નૅં વાડ્યો બધીઃ
જૉણ્યે મહેફિલ અમારી નોં તમનૅ હદી.
ધોળૉ લૂગડૉંમોં અબધૂત અલગારી;
તમે ઊડતા ઘોડલિયાના અશવારી;
ભળ ભાંખળ્અ જી,
ખરા તાકડ્અજી,આજ ધોડો પલૉંણતો ના આવડ્યો!

ઓતરાદૉ આભલૉંથી કેનોં તે વાયક એ ઊતર્યો?
જરા હંભાળયોં હોત તો મન પણ વળ્અ;
થોડો અમનૅય મન્યખાનો મારગ જડ્અ.
થોડી વ્હેલેરી  ઊંઘ ઊડ્અ તોય ચ્યોંથી ?
જરી ઝબકારો જાગ્અ અગન્નમૉથી!

ચોર જ્યમ સટ્ટક્યા જી,
એવા તમે ભડક્યા જી, જૉણ્યેં પારધીના પગલ્અ કબુતરોં…

છેલ કચ્ચરાજી…!

(* તા.૬ નવેમ્બરે વહેલી પરોઢવેળા અણધાર્યા હ્રદયરોગના
  હુમલાથી ભોગ બની ગયેલા બાળગોઠીયાની સ્મ્રુતિમાં)

-ડૉ.કેશુભાઈ દેસાઈ

  “ઉદ્દેશ”માંથી સાભાર્
 

એપ્રિલ 18, 2007 Posted by | મને ગમતી કવિતા | 7 ટિપ્પણીઓ

શ્વાસ ઊનો હતો..

showletter-2.jpg 

 હું હતો , એ હતી શ્વાસ   ઊનો હતો;
જિંદગીનો   પ્રથમ વાર  ગુનો   હતો.

મયકદાની  મઝા બેવડી   થઈ   હતી,
ત્યાં    સુરાહી નવી, જામ જૂનો  હતો.

શાંત પાણી મળ્યાં, હાશકારો    થયો,
ક્યાં ખબર, અધવચાળ એક ધૂનો હતો!

શાહના   પણ  સગાં ભીખ   માગે અહી,
કુદરતી   ન્યાયનો    એ    નમૂનો હતો.

જિંદગીની    સવારો     ઊગી  એકલી,
પાછલી   રાતનો   માર્ગ    સૂનો  હતો.

-અશ્વિન ચંદારાણા

એપ્રિલ 18, 2007 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

એક ગઝલ-મધુસૂદન પટેલ

020213171228betterp2.jpg 

  છે બહુ   ઓછો સમય તો દુશ્મનોને માફ  કર,
દિલને ગમતા હોય એવા માણસોને  વાત કર
.

બાગ, ટહુકા,બાંકડા, ઠંડી હવા  ને સાંજ છે,
ચોતરફ આમંત્રણો છે, તું નજર તો બા’ર કર.

હું  કરું  છું   એથી વધારે   કે નવું છો ના  કરે,
હું   કરું  છું  પ્રેમ આમ જ,ચાલ તુંયે આમ કર.

આમ તો પથ્થર બધા જખ્મો ધરે પણ જો જરા,
પ્રેમનો  કિસ્સો  છે  આરસપા’ણનો તું વાર કર.

ભાઈ તું ગ્રાહક ખરો પણ આ ‘મધુ’ની વાત છે,
ચાખવાની  છોડ, સીધી   ઝૂમવાની  વાત કર.

એપ્રિલ 17, 2007 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

હવે…

 thumbnailcair1vad.jpg

 હા,
હું જ હતો એ.
રસ્તા પરનો  પથ્થર.
I am sorry, તને ઠેસ વાગી.
મને સાચે ખબર નહોતી દોસ્ત
કે તું ‘પ્રભુ ‘છે.
હવે,   હું ધ્યાન રાખીશ.

-સુભાષ શાહ

એપ્રિલ 17, 2007 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

કવિનું વસિયત નામું-સુરેશ જોષી

 birdflwrs1.jpg

 કદાચ   હું   કાલે   નહિ    હોઉં;
કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક   આંસુ    સુકવવું  બાકી છે.

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમા એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પકવ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે.

કાલે સાગર છલકે તો કહેજો કે
માર હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચુરેચુરા કરવા બાકી છે.

કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
 એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.

કાલે જે અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટાવવી  બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં….
 

                                                                                                                                                                                                                          
                                                                                                                                                                                                                                                                                             

એપ્રિલ 16, 2007 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

સત્તર વરસની છોકરીનું ગીત

caw5m8gxcaqfpu77ca5twkbbcap1mb64ca712e6xcac0c1t4ca285r9mcaeummr5ca3ma8svca4pd2rxca1rev7lca1lgbi9caky3crmcazhxgajcakyyowfcau9yc9bcabi7bwicap3ddaocatua3a9.jpg 

કે’તો મેરાઈ  મૂવો   ઓછું   છે  કાપડું,
          ને ટૂંકી પડેછે  તને કસ.
        તારે સત્તરમું  ભારે છે બસ.

ડાહ્યલીનો   જંતરિયો ભૂવો   તો કે’છે કે,
        છુટ્ટા  તે વાળ તારા રાખ નઈ.
મંતરેલું લીંબુ હું આલુ તને
            તું એમનેમ આંબલીઓ ચાખ નઈ.

જંતરિયો   ભૂવાનો   દોરો    બાંધી ને   તારે
                      કરવાના જાપ  રોજ દસ
                     તારે સત્તરમું ભારે છે બસ.

ઉંમરને    સોંસરવી    વીંધીને   કોઈ   મારા,
               કમખે ગાગર જેમ બેઠું.
હેમખેમ     સત્તરમું     પુરું     કરવાને    હું,
                કેટલા વરસ દુઃખ બેઠું.

ગામના    જુવાનિયા      કહેછે    કે તારી તે
                    વાતમાં    પડે છે બહુ રસ.
             તારે સત્તરમું ભારે છે બસ.

-જતીન બારોટ

એપ્રિલ 14, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 8 ટિપ્પણીઓ

%d bloggers like this: