"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વરસાદ છે

 

જોઉં  ઓગળતી  બધી  જે  મલમલી  મરજાદ છે,
કોઇનો  એ સાદ  છે   ને   સાદમાં    વરસાદ છે.

નામ  આખ્ખે   આખું   એમાંથી   તમારું  બાદ છે,
મારાથી  મારો  જ બસ આ   ખાનગી   સંવાદ છે.

ગાંઠ  વાળી’તી   બધું    ભૂલી જવા – છૂટી ગઈ,
એક  ઘટનાલોપમાં   ઘટના   થવાનું     યાદ છે.

છે  પલળવાનો  અભિગમ  આમ તો  સરખો છતાં,
આંખના   ને આભના   બન્ને  અલગ   વરસાદ છે.

શ્વાસના  કચ્ચરઘાણ  છે   સરહદ ઉપરના શ’રમાં,
તોય   લોહીમાં   લપકતી   એષણા    આબાદ છે.

વિસ્મય લુહાર( ભાવનગર )

માર્ચ 1, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

અદયભીંત

crdj1.jpg 

ઝરણના નિમૅળ જળને,
      રેત ધૂળથી ડહોળો મા,

વિમળ ફોરતી વાયુ લ્હેરને,
      ધૂમ-ગંધ  ઝબોળો મા,

હસતી-ખીલતી ફૂલ-કળીને,
      ઝંઝા ઝપટે હણશો મા,

મુક્ત નભે ઉડતા વિંહગોને,
     લક્ષ્ય તીરનું ગણશો મા,

હ્રદય હ્ર્દયનાં વહેણ રુંધતી,    
     અદયભીંત કો ચણશો મા,

રચેલઃ ૧૯૬૭,(કોલેજ- મેગેઝીનમાં પ્રકટ થયેલ

માર્ચ 1, 2007 Posted by | કાવ્ય | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: