એક ગઝલ-કૈલાશ પંડીત
મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી , છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
“કૈલાશ” મારા ઘર વિષેની વાત થઈ હશે.
-કૈલાશ પંડીત
ગૌરવ ગાથા ગુજરાતની
સત્ય છે સારથી, અહિંસાની લગામ, એજ છે શાંતી તણો માગૅ,
“વિશ્વનો ઉધ્ધાર એમાં એવો આદેશ દેતો ગુજરાતી,
એ ગાંધી ને સો સો સલામ એ ગૌરવ ગાથા ગુજરાતની.
વેપાર વાણીમાં વરદાન જેને, જગમાં, સાહસમાં સુરવીર,
સારાએ વિશ્વમાં રહેવાસ જેનો , એ ભોળો ભટુકડો ગુજરાતી,
“સૌમ્ય પ્રજા છે” જગ કહે , એ ગૌરવ ગાથા ગુજરાતની.
“લોખંડી સુપુત સરદાર ” જ્યાં, ગાંધી જોઈ અંગ્રેજ ભાગ્યા,
ક્ર્ષ્ણને પણ ગમ્યું ગુજરાત, કર્યો વસવાટ આવી દ્વારકા માં,
વિશ્વભરમાં નામ જેનું એવી ગૌર ગાથા મારા ગુજરાત ની.