"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દાળ સાથે બિસ્કુટ ?

dsc00310.JPG 

(પિકચરમાં, ડાબેથી વિશ્વદીપ,ડો.રઈશ મનીયાર ,તેમના પત્ની ડો.અમીબેન,સૂરત,૨૦૦૪)

દાળ  સાથે    એ   બિસ્કુંટ    ખાય  છે,
એમાં  તારા    બાપનું   શું    જાય છે.

ગાલ  પર  ઓછો  ને   કપડાં  પર વધુ
પાઉડર   દેખાઈ    તો    દેખાઈ     છે
પોન્ડ્સનો    પાઉડર   છે  મોંઘો  એટલે
કોલગેટ    છાંટી  ને   એ    મલકાઈ છે
એમાં   તારા   બાપનું   શું   જાય છે  ?

પેસ્ટ   કાઢે     સાણસી  થી    દાબી ને
સોસ   કાઢે    દાળ    એમાં   નાંખી ને
ફૂલ   સૂંઘે     છીંકણી      ભભરાવી ને
કાન માં   ડિસમીસ  સતત   દેખાઈ છે
એમાં   તારા   બાપ   નું   શું જાય છે.

લકસથી  કપડાં    ધુએ છે, છો ધુએ !
નિરમા  પાઉડર    વડે એ   ન્હાય છે
લૂગડાં    લૂછે છે    એ    ટુવાલ  થી
ખુદ   સુકાવા દોરી    પર ટીંગાઈ  છે
એમાં   તારા   બાપનું શું  જાય છે ?
-રઈશ મનીઆર( હાસ્ય કવિતા)
 

માર્ચ 10, 2007 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: