"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોની આ પ્રિયતમા ?

thumbnailcaiwwq72.jpgthumbnailcacsewoq.jpg 

અંતરે    આભલા  ટમ ટમે , 
           પ્રીત-પ્યારું ગીત  ગાતી,
દૂર   દૂર   અણજાણી ભોમ પર
           જાય છે ઉતાવળી ,
કોની આ પ્રિયતમા?

કાળજું  કંપાવતી, અધુરા અરમાન એના,
                   સ્નેહના શપથ આપી  ,
પ્રણયવેદની દીપ-રેખા બુઝાવી,
            જાય છે ઉતાવળી,
કોની આ પ્રિયતમા ?

આંખમાં મીઠા મધુર સ્વપ્ન સારા,
             અકાળે   ઉઠાડતી,
ચોધાર આસું મન મહીં છુપાવતી,
           જાય છે ઉતાવળી,
કોની આ પ્રિયતમા ?

હ્ર્દયમાં રોષ તોય આંખમાં કાજળ ઘસી,
         ઉભય હાથમાં મેંદી ભરી,
સોળે  શણગાર સજી, આ સુંદરી,
         જાયછે ઉતાવળી,
કોની આ પ્રિયતમા?

(મૌન ભાવે જાગતો પ્રણય,   હૈયાને હચમચાવી જાણે છે..એ સ્વપ્ન અધુરા રહી જાય ને..”ગાય દોરે ત્યાં જાય” ત્યારે જાગેલુ આ  ગીત..( ૧૯૬૮માં..!!!)
         
રચેલ..૧૯૬૮

માર્ચ 2, 2007 Posted by | ગીત | 5 ટિપ્પણીઓ

છેવટ સુધી

3212711.jpg

 ખીલતું  રહેતું  નથી  જ્યારે ચમન છેવટ  સુધી,
ને પછી  કયાંથી રહે  હસતું  સુમન છેવટ સુધી.

એ  બહુ  સારું થયું   નહિ  તો  દીવાનો થૈ જતે,
મમૅની વાતો ને એ સમજ્યો  લવન છેવટ સુધી.

થઈ  ગયેલી  એ   ઝલક  પછી થશે એ આશમાં,
તે તરફ  જોતાં રહ્યાં મારા નયન    છેવટ સુધી.

કેમ  આવ્યો – કેમ બેઠો  -કેમ  હું  ચાલ્યો ગયો,
પરખી   તેઓ શક્યાં ના  મારું  મન છેવટ સુધી.

ભરસભામાં   વાત  હું   દિલની  કહી બેસી ગયો,
રહી  ગઈ   જોતી સભા મારું   વદન છેવટ સુધી.

એક  તુજ  જાવા  થકી   વેરાન  જેવી   થૈ ગઈ,
જાળવી   રોનક શકી  ના અંજુમન  છેવટ સુધી.

કોઈ  એવી   ઉન્નતિને    સાંભળી   છે    દોસ્તો ,
કે નહિ  જેનું   થયું   હોય પતન     છેવટ સુધી.

તારો  મારો આ પ્રસંગ ઈતિહાસ   થૈને રહી ગયો,
ગવૅ  તુજ છેવટ સુધી, મારું  નમન છેવટ સુધી. Continue reading

માર્ચ 2, 2007 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: