"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નિકળ્યાં !!

 image007-2.jpg

નભના  નગર નિકળ્યાં ,તારલા સૌ જોવા નિકળ્યાં,
શેરીના  શ્વાસ  રુંધાયા, શ્વાન  સૌ  ભસવા નિકળ્યાં.

ક્યાં  હતું    મારું અહી    કોઈ    ઠેકાણું આ  શહેરમાં,
ઝાંઝવાના   ઝળ  મને   કેમ અહીં શોધવા  નિકળ્યાં ?

સગા-  સંબંધીની   ખુશામત  અહી  જિંદગી-ભર કરી,
કાંધો  આપવા  એ  ઘેરથી    બહું    મોડા   નિકળ્યાં.

ભલે   દોસ્તી  કરી   લીધી સરિતાએ   ભાન-ભુલી ને,
મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નિકળ્યાં.
 

માર્ચ 27, 2007 Posted by | સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: