"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મન

images1.jpg 

બહેકતું , ચહેકતું, મારતું ,ઠારતું , ભ્રમણની ભમણામાં ભટતું આ મન,
હારતું ,   મા’લતું,    ચાલતું,     ટોકતું, હૈયાને  હિડોળે હિંચકતું  આ મન.

રડતું ,  હરતું,   ખેલતું,   મારતું,    મનને      મનામણા  કરતું આ મન,
જલતું, જલાવતું, ઠારતું ,ઠરાવતું, સંસારની સીડીએ સરકતું  આ મન.

ક્રોધમાં ,   શોધમાં,આંધીમાં   ,અટકળોની    આંટમા   અટવાતું   આ મન,
દ્વેશમાં ,કલેશમાં, કામના  આવેશમાં, માયાના મોહમાં ઝકડાતું આ મન.

                  **********

મન મનોહર, મન-મંદીર  ને મન-મંગળ છે,
મન-શ્યામ,મન-રામ ને એ   તીરથ ધામ છે.

મન-અપૅણ,મન-દપૅણ,ને મન-માલીક છે,
મન-સાંકડું, મન-ફાંકડું, ને    મન-માંકડુ છે.

માર્ચ 5, 2007 Posted by | કાવ્ય | 3 ટિપ્પણીઓ

વાર તો લાગે જ ને

19377694681.jpg 

દ્રશ્યથી  ધીમા સ્વરોને , લાંબું  અંતર પાર  કરતાં વાર તો લાગે જ ને,
આ ગઝલ વંચાઈ ગઈ, પણ આંસુઓને કાને પડતાં વાર તો લાગે જ ને.

રીસમાં   ભીંના થઈ  બીડાઈ  ગયેલા નેણ  એનાં, એમતો  ક્યાંથી ખૂલે,
બોજ  ઝાકળનો   લઈને, પાંખડીઓને   ઊઘડતાં  વાર તો  લાગે  જ ને.

પાંખડીઓને  વકાસી, સૂયૅની    સામે     કમળ જોયા કરે  છે   કયારનું,
જે છુપાવે   મોં તિમિરથી, એને  અજવાળું સમજતા વાર તો લાગે જ ને.

ઊછળી-ઊછળીને   ફોરા, વારે વારે  દઈ ટકોરા    બ’હાર બોલાવી રહ્યાં,
ડોકિયું    કાઢીને કૂપળ એમ કહેતી  હસતાં   હસતાં વાર   તો   લાગે  ને.

ઉદયન ઠક્કર

માર્ચ 5, 2007 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: