"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જંપ ના.

showletter-5.jpg 

 પાધર  થયું  પોતાપણું   ને ઝંખનાને  જંપ ના,
ખુટી   ગયાં  છે અંજળો ને  એષણાને  જંપ ના.

પંખી  પણે કલરવ  કરી  ઊડી  ગયું   એકાંતમાં,
ને   ડાળના  હૈયે   જડેલી   વેદનાને   જંપ ના.

ગુંજી  રહી  ચારે  દિશાઓ   કાફલા  સરકી ગયા,
ને  ધૂળ   ઊડી   ટળવળે   સંવેદનાને  જંપ ના.

આગળ  વધો પાછળ જુઓ ના ભીતરે શાતા કરી,
છલના  બધે છલકાયને   અહેવાલ   ને જંપ ના.

છૂટી  ગયા છે  સહચરો જે  આજ   દી સાથે હતા,
પાછળ   પડીને   રોકવાને   પ્રેરણાને   જંપ ના.

-જગદીશ ધ.ભટ્ટ

માર્ચ 21, 2007 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: