"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હાર્યો બખિયા ભરતાં ભરતાં!

showletter2.jpg 

અલ્યા ભાઈ,  હાથ ઈશ્વર તરફ, પગ લાંબા  ચંપલ તરફ્!

**************************************************

જીવી   રહ્યો    છું મરતાં-મરતાં    ઠંડા    શ્વાસો    ભરતાં-ભરતાં, 
મરતાં-મરતાં    કોણ    નજરને  દોરી    રહ્યું     છે ફરતાં-ફરતાં?

આંખો     સ્થિર  છે  દર્શન – ઘેલી  એ    છે ચિંતાતુર   જીવનનાં,
દિલના    ધબકારા    જોવાને  હાથ     મુકે છે    ડરતાં     ડરતાં.

દુઃખથી    ટેવાયેલું      હૈયું  શાંતી       મેળવશે     શું    કિનારે?
જા    મઝધારે  પાછો , પાગલ! આવ્યો     તેવો  તરતાં-તરતાં.

હસતા     જખ્મો  ના     અળસાયા      દૂઝતા  ઘાવો  ના રૂઝાયા,
હાય    અભાગી  આખું    જીવતર    હાર્યો  બખિયા   ભરતાં-ભરતાં.

ગમગિનીનો     બોજ     ઘટ્યો     કા    સૂકો  દરિયો   શેં  જોવાશે?
એવો   શો    આધાર મળ્યો, દિલ! ઝરણાં  થંભ્યા   ઝરતાં-ઝરતાં.

ધરતીકંપ     થયો      કે ફરી    ગઈ   દર્શનની     આનંદ- ધ્રુજારી;
છૂટી  ગયું   કાં     હાથથી,  સાકી! હોઠે    પ્યાલું    ધરતાં-ધરતાં?

માન ‘જિગર’   એ     પાણી  છે  જે    પાલવને  તરબોળ  બનાવે,
આંસુ    તો તડપ્યા    જ   કરે    છે  પાંપણ   પર   થંભી  થરથરતાં.

-જમિયત પંડ્યા’જિગર’

Advertisements

જૂન 29, 2007 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. maan jigara e praani che je paalavane tarbol banave

    really nice

    ટિપ્પણી by pravinash1 | જૂન 29, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s