"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ન માની લે

assorto_ranpix_0261.jpg 

જીવન  મારું   મહેકેં   તો  મને   અત્તર ન     માની  લે,
નિહાળી મારું   મન   મોટું    મને સાગર ન   માની લે.

હંમેશા   ફૂલ  જેવા  થઈ નથી   જિવાતું આ  જગતમાં,
સખત  બનવું પડે છે મારે  તો તું પથ્થર ન માની લે.

તમારી     પારખું    દ્રષ્ટીનું     પણ   છે   પારખું    આજે,
હું   પાણીદાર     મોતી     છું,    મને  કંકર   ન માની લે.

કર્યુ   છે  ડોકીયું  તેં   કયાં કદી મુજ  શ્યામ ભીતરમાં?
હું   જો  દેખાવું   સુંદર   તો    મને    સુંદર ન  માની લે.

જે   હૈયે   હોય   છે   તેને     ન     હોઠે   આવવા  દઉં  છું,
મધુર   મારા      વચનને, તારો  તું આદર ન  માની લે.

કહ્યું  માનું   છું  ડાહ્યાનું –     વખત   વરતીને  ચાલું છું,
જો   બેસું   સમસમીને  તો        મને કાયર ન માની લે.

જનમ   સાથે  જ  જગને    કાજ     હું  પેગામ  લાવ્યો છું,
છતાં  એ      વાત પરથી  મુજને  પેગમ્બર ન માની લે.

કૃપાથી એની,    ધારું    તો હું જ ‘કિસ્મત’ ને  વાંચી દઉં,
પરંતુ   ડર     છે   મુજને   ક્યાંક      તું ઈશ્વર ન માની લે.

-કિસ્મત કુરેશી

Advertisements

નવેમ્બર 22, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. હંમેશા ફૂલ જેવા થઈ નથી જિવાતું આ જગતમાં,
  સખત બનવું પડે છે મારે તો તું પથ્થર ન માની લે.

  એકદમ સરસ અને સાચી વાત ..!

  ટિપ્પણી by chetu | નવેમ્બર 22, 2007

 2. sundar abhiyvakti……….

  ટિપ્પણી by naraj | નવેમ્બર 22, 2007

 3. હું મિત્ર છું સાચી મિત્રતાનો દિવાનો છું
  યાદ રાખજે સદા મને દુશ્મન નમાની લે

  ટિપ્પણી by pravinash1 | નવેમ્બર 22, 2007

 4. RACHANA KHOOB SARAS CHHE

  AA TO PANCHMO AARO CHHALE CHHE

  YEH DUNIYA GOL HAI

  UNDER SE POLM POL HAI

  SURAT KUCHHA AUR HAI SEERAT AUR HAI

  TASWEER KUCHHA AUR HAI TASEER AUR HAI

  HATI KE DANT DIKHANE AUR KHANE KE AUR HAI

  ટિપ્પણી by REKHASDEDHIA | નવેમ્બર 23, 2007

 5. “Na Mani le” Rachna Khubaj Gami.

  ટિપ્પણી by sush | ડિસેમ્બર 1, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s