એક કાવ્ય-રમેશ પારેખ
-કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકતો મને…
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબિડિયું શું ખોલું જેની વાટ ન હોય આંખને..
મીરા કે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાં વેંત પહોચશે સીધી મીરાં કને…
નિદાન
ગઈ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઉપડ્યો
ડૉકટરે
તપાસીને કહ્યું ;
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.
ફિલિપ કલાર્ક (૨૭-૧૨-૧૯૪૦) ઉપનામ’રાજભારતી’. જન્મ ખેડા જિલ્લાના સામરાખામાં
.’નગર વસે છે'(૧૯૭૮), ટહુકી રહ્યું ગગન’ (૧૯૮૨) એમનો સંગ્રહો. આ ઉપરાંત બાળક કાવ્યો પણ લખ્યાં છે. ગ્રામજીવનની ઝંખના અને નગરજીવનની અકળામણ વિશેષ પ્રહટ થાય છે.