"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મા

 

 મા
પ્રેમિકા જેટલી સુંદર નથી  હોતી
અને
થોડી  વૃધ્ધ પણ હોય છે.

આપણામાં જ્યારે
સમજણ આવી જાય છે ત્યારે
કહી એ છીએ
‘મા , તને  કંઈ સમજણ નથી પડતી’.

પછી
મા કશું બોલતી નથી
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વાથી પીડાતા
પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસે
મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શકતા નથી
માફ કરી દેજે
મા.

સ્ત્રીઓનાં
બે સ્તનો વચ્ચેથી પસાર થતા
રાજમાર્ગ પર
દોડી દોડીને એક વાર
હાંફી જાઈ એ  ત્યારે ઈચ્છા થાય છે
માના
વૃધ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની
ત્યારે ખ્યાલ  આવે છે
મા તો મરી ગઈ છે.

મા
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.

-કિરિટ દુધાત(૦૧-૦૧-૧૯૬૧) મૂળતો વાર્તાકાર.ક્યારેક કાવ્યો પણ રચે છે.

જૂન 12, 2007 Posted by | મને ગમતી કવિતા | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: