"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કમ્મર કસી છે

 fairyfortune6221.jpg

 ચલો  આજ  ભૈયા, ઉઠાવી લો  લંગર, સંમદરની  અંદર  ઝુકાવી   દો  કસ્તી;
સલામત   કિનારાના  ભય   ને તજી દો, તુફાનોને   કહી દો કે કમ્મર  કસી છે.

મુહબ્બતની અડિયલ એ વાતો જવા દો ,મુહબ્બતનાં દમિયલ એ ગીતો જવા દો,
જગતને જગાડી દો એ  રીત થી  કે,  કલેવરને   કણેકણા  જુવાની   વસી  છે.

અમારા   ચમનમાં  સુમન  ખીલતાં ના, રખેવળી    કંટકની   હરદમ   કરી છે,
અમે તો  પડ્યા પાનખરન  ના  પનારે, નકામી    નકામી   વંસતો  હસી   છે.

અમારે    નથી   ચાંદની    સાથ નિસ્બત , અમારે     રુકાવટ  વિના  ચાલવું છે,
અમારી  છે યાત્રા સળગતી  ધરા પર , દિવસભર  જે    સૂરજની  લૂથી  રસી છે.
 
અમે    સિંધુડાને  સૂરે      ઘૂમનારા !  અમે    શંખનાદો    કરી      ઝુઝનારા,
મધુરી ન  છેડો  એ   બંસી     તાનો ,   અમોને  એ નાગણની માફક ડંસી  છે.

હસીનોને   હાથે   ન અમૃત   પાશો,  અમોને    ખપે   ના મુલાયમ  નશો  એ,
અમે   કાલકૂટોને  ઘોળીને     પીશું,  અમારીયે   શક્તિઓ  શંકર  જ   શી  છે.

અમે   દુઃખ ને દર્દ   કાતિલ  સહ્યાં   છે, ભરી  આહ    ઠંડી  ને    નિશ્વાસ  ઊના,
જીવનમાં   હતી  કાલજો  ગમની    રેખા, મરણ  સામને  આજ મુખ પર હંસી છે.
                               તુફાનોને કહી દો કે કમ્મર કસી છે!

-મધુકર રાંદેરિયા

જૂન 13, 2007 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: