"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિધાનો નહીં કરું

 

ઉકળી     ઊઠે  તું   એવા   વિધાનો  નહીં  કરું;
જા     આજથી    તને      સવાલો   નહી    કરું.

મારી     બધી  મહાનતા     ભૂલી    જઈશ   હું,
તકતીઓ      ગોઠવીને   તમાશો    નહીં    કરું.

એમાં વણાઈ   ગ્યુંછે  વણનારનું     હુનર પણ,
હું     એમાં    મારી   રીતે    સુધારો   નહીં    કરું.

તું સાચવ્યાંના  સઘળાં   નિશાનોય  સાચવીશ,
એથી    જ  તારે  ત્યાં  હું    વિસામો    નહીં   કરું.

નારાજગી    જ    મારો    સાચો    સ્વભાવ   છે,
એથી    વધું   હું   કોઈ     ખુલાસો    નહીં     કરું.
 _ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

જૂન 11, 2007 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: