"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ડૉ.રઈશ મનીયાર

images1.jpg 

ડો.રઈશ મનીયાર( ૧૯-૦૮-૧૯૬૬)કાવ્યસંગ્રહઃ’કાફિયાનગર’, પન્નીને પહતાય તો કે’ટો ની”(હાસ્ય કવિતા)તેમજ” સ્પર્શી શકાય પુષ્પને ઝાકળા થયા પછી”. કૈફી આઝમીની ગઝલનો અનુવાદ કર્યો છે.અમેરિકાની મુલાકાતે અવાર નવાર આવે છે. અમેરિકામાં જુદા જુદા શહેરમાં વસતા ગુજરાતી સાહિત્ય પ્રેમી પ્રેક્ષકોને ગઝલ-હઝલ નો આસ્વાદ આપી “હાસ્ય-રસ” તેમજ ગંભીરતા સાથે જ્ઞાન પીરસી અમેરિકામાં આપણી માતૃભાષાને જીવિત રાખવાનું આપણને એક ટૉનિક મળી જાય છે. અહી હ્યસ્ટનમાં યોજાયેલ કાર્યક્રમમાં ૩૦૦થી વધારે શ્રોતાજનો એ હાજરી આપી હતી,સૌને સાહિત્ય રસમાં તરબોળ કરી દીધા હતા. આ વરસે પણ  એમનો ભવ્ય કાર્યક્રમ  હ્યુસ્ટાનમાં  યોજાવાનો છે.અને એ અમારા  માટે એક ગૌરવની વાત છે.
 ************************************************************************ 

કિનારાઓ   અલગ    રહીને    ઝરણને   જીવતું    રાખે ;
અલગતા   આપણી   એમ જ    સ્મરણને    જીવતું રાખે.

તળાવો    મૃગજળોના    જેમ   રણને    જીવતું     રાખે,
બસ   એ જ  સ્વપ્ન    તારું   એક    જણને  જીવતું રાખે.

સમયના   સૂર્યનું  ચાલે  તો     સળાગાવી    મૂકે  સઘળું,
વ્યથાનાં     વાદળો     વાતાવરણને      જીવતું     રાખે.

કહો,    એવી     હયાતીને    કોઈ    તકલીફ  શું  આપે,
જે    અંદરથી   મરી  જઈ       આવરણને  જીવતું    રાખે.

અનાયાસે    તો     જીવનમાં  બધું  ભૂલી  જ જઈ એ  પણ-
પ્રયાસો      વિસ્મરણના     ખુદ  સ્મરણાને   જીવતું    રાખે.

‘રઈશ’ આ     દોસ્તો      તારા     અધૂરા છે    શિકારીઓ,
ખૂપાવી   તીર   જે      અડધું,    હરણને     જીવતું  રાખે.

જૂન 20, 2007 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: