"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ્-રશ્મિ શાહ

showletter1.jpg 

એકલો     એકલો   રડ     નહિ;  
પગ   વિના    દોડતાં ડર  નહિ.

વૃક્ષ    ઊગી   જશે     શ્વાસમાં;
જીભમાં   મૂળ   છે, થડ   નહિ,

આંખમાં     આવરણ    આંજવા,
ખ્વાબના   મૂકશો   કણ     નહિ.

એક    દરિયો     નદીને  મળ્યો,
આંખ   સામે   હવે    તટ   નહિ.

સાપના  દર    મહીં    હાથ   છે,
બુધ્ધીના    બારણે     ભય  નહિ.

હસ્તરેખા       હવામાં       ભળી,
સૂર્યનો      આજથી      ગજ નહિ.

કોઈથી        દોરવાયા       હતાં,
નાવ     કાણી      શઢ       નહિ.

છે   અભરખા     હિમાલય    સમા,
સાંકડા   મનનું      જ્યાં  કદ નહિ.

વાવજે    ખ્વાબ    તું      રાતમાં,
સૂર્ય    ઊગે   પછી    છ્ળ   નહિ.

આંખમાં       આંજવી   છે    શમા,
જ્યોત     જલાવવા    જગ    નહિ.

‘રશ્મિ’ની    વાત   પૂરી      થઈ,
શ્વાસના    ઘાટ   પર    શક   નહિ.

 -રશ્મિ   શાહ

જૂન 6, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: